vaishyalay - 6 in Gujarati Fiction Stories by MaNoJ sAnToKi MaNaS books and stories PDF | વૈશ્યાલય - 6

Featured Books
  • उजाले की ओर –संस्मरण

    मनुष्य का स्वभाव है कि वह सोचता बहुत है। सोचना गलत नहीं है ल...

  • You Are My Choice - 40

    आकाश श्रेया के बेड के पास एक डेस्क पे बैठा। "यू शुड रेस्ट। ह...

  • True Love

    Hello everyone this is a short story so, please give me rati...

  • मुक्त - भाग 3

    --------मुक्त -----(3)        खुशक हवा का चलना शुरू था... आज...

  • Krick और Nakchadi - 1

    ये एक ऐसी प्रेम कहानी है जो साथ, समर्पण और त्याग की मसाल काय...

Categories
Share

વૈશ્યાલય - 6

"લગભગ હું 12 વર્ષની હતી, મારી માં સાથે હું બીજાના ઘરના કામ કરવા જતી હતી. એક નાનું ઘર હતું શહેરની બહાર એક જગ્યા છે જ્યાં અમારા જેવા અનેક ગરીબ અને દરિદ્ર લોકો પોતાના ઝુંપડા જેવા કાચા મકાનોમાં રહેતા હતા. પહેરવા માટે પૂરતા કપડાં પણ નથી હોતા, માન્ડ જમવાનું મહેનત કરીને પૂરું કરતા હતા. શહેરની અંદર ઊંચી ઇમારતોમાં રાતે ઝગમગતી લાઈટો જોઈ મનમાં વિચારો આવતા, અમારે પણ આવું ઊંચું ઘર હોઈ તો..? હું મમ્મી જોડે બીજાના ઘર કામ કરવાની જગ્યા એ અત્યારે કોઈ સારી નિશાળમાં ભણી રહી હોત, મારી જરૂરિયાત પૂરી થતી હોત, મને પણ ફેશનેબલ કપડાં પહેરવા મળેત. આવા વિચારો કરી ફરી પોતાની વાસ્તવિકતામાં આવી હતી. ઘરમાં હતું કોણ? હું અને મારી માં, બાપ તો કોઈ બાઈને લઈને ભાગી ગયો હતો, પુરુષોની વચ્ચે પત્ની અને દીકરીને છોડીને. માં પણ પૂરો દિવસ બીજાના ઘરના કામ કરતી હતી, અનેક ગાળો પણ સાંભળવી પડતી, અમારી સામાજિક હાલત એ દરજ્જે હતી કે અપમાન અને તિરસ્કાર અમે ક્ષણમાં જ પચાવી શકતા હતા, કારણ કે અમારા પેટનો ખાડો પુરવા માટે અમારે એ જ અમીર લોકોના ઘરે કામ કરવા જવું પડતું. એ લોકોના કપડાં ધોવા, એમના જમેલા વાસણ સાફ કરવા, ઘરના કચરા પોતા કરવા, ઘણીવાર અમીર પુરુષોની વિકૃત અને હેવાની નજરનો શિકાર બનવું સામાન્ય થઈ ગયું હતું.

સાંજે શહેર માંથી બહાર નીકળી અમારી વાસ્તવિકતાની ઝુંપડી તરફ થાકેલા શરીરે બન્ને મા-દીકરી ચાલીને આવતા. ઝૂંપડપટ્ટીમાં આવતાની સાથે જ શરૂઆતમાં એક સિત્તેર વર્ષના ડોશી ભંગાર ત્રણ પૈડાંવાળી સાયકલમાં બેઠા જ નજરે પડે, એમની ઉંમર જ જાણે આ વસાહતમાં ગુજરી હોઈ, શરીર પર મેલ જામી ગયેલો, આંખો પણ કૃશ થયેલી, મેલાઘેલા કપડાં, માથામાં સફેદ અને કાળા વાળ અસ્તવ્યસ્ત રહેલા, મોઢામાં બે દાંત દેખાતા હતા, છીંકણી લગાવીને એ દાંત પણ કાળા પડી ગયા હતા, એકલા એકલા કઈ ગણગણી રહ્યા હતા, એમના ચહેરામાં છવાયેલ નિસ્તેજ બયા કરી રહ્યું હતું કે એમને ખુશી અને દુઃખની કોઈ જ અસર નથી રહી. બસ વાર હતી તો મોતની અને એ પણ ઝીણી આંખોએ આકાર તરફ એકધારું જોઈ રહેતા.

ત્યાંથી આગળ જતાં એક નાનો ચોક આવે છે, ત્યાં બે દુકાનો છે, આમ તો એ પતરાની કેબિન જ હતી, પુરુષોનો જમાવડો ત્યાં હંમેશા રહેતો હતો, ગાળો બોલવી ત્યાં સામાન્ય હતું, વાત વાતમાં ગાળો આવતી. ચોકમાં નાના છોકરા રમી રહ્યા હતા, મેલા કપડાં, ધૂળમાં રમીને પુરા ગંદા થઈ ગયેલા, એમના માતા પિતાને એમની ફિકર ન હતી. અમુક છોકરાના દેહ પર કપડાં પણ ન હતા, નગ્ન ફરી રહ્યા હતા. ભૂંડ પોતાના નાના બચ્ચા સાથે કચરાના ઢગલામાં કઈક ખોદી રહ્યા હતા. આમ પણ અહીં તમામ જીવના જીવન ભૂંડ જેવા જ હતા, જેમના નસીબે ફક્ત કચરો લખ્યો હતો, કચરામાં જન્મ્યા, કચરામાં મોટા થયા, કચરામાં જ મર્યા. બસ ભાષા હતી, શબ્દો હતા, અભિવ્યક્તિ હતી, મહેસુસ કરવાની ક્ષમતા હતી, પત્ની હતી, બાળકો હતા, રહેવા એક ઝૂંપડું હતું, સાંજે બે વાત થાય એવા થોડા દોસ્ત હતા, આ જ એમનું જીવન હતું.

આ ગીચ વસ્તીવાળા વિસ્તારમાં કયું કોનું ઘર એ કહેવું પણ મુશ્કેલી ભર્યું હતું. તમામ ઝુંપડાની કાચી દીવાલ એક જ હતી. ઝુંપડાની બહાર પ્લાસ્ટિકના અપારદર્શક કાગળમાંથી બનાવેલ બાથરૂમ હતા, જે પાંચ ફૂટ જેટલા ઊંચા અને ત્રણ બાજુએ પ્લાસ્ટિકના કાગળ એ રીતે ગોઠવ્યા હતા કે બહારથી નીકળતા લોકો અંદર તરફ કોણ નાહી રહ્યું છે એ જોઈ ન શકે. એનું પાણી ચિરોળી દ્વારા ઝુંપડાથી થોડે દૂર જતું હતું. ત્યાં ખૂબ ન કીચડ અને ગંદકી હતી. મચ્છરનો ઉપદ્રવ પણ એટલો જ હતો. પણ અમે ટેવાય ગયા હતા. લગભગ આઝાદીકાળથી આમ જ જીવી રહ્યા હતા. કાલની ચિંતા ન હતી અને છોકરાના ભવિષ્યની કોઈ ફિકર ન હતી. એક વર્ષે સરકાર દ્વારા કેમ્પ થતો, આરોગ્યખાતા માંથી ડોક્ટર આવતા, બધાને તપાસ કરતા અને દવા આપતા. ચૂંટણી સમયે નેતાઓના ચમચાની અવરજવર વધી જતી હતી. ત્યારે મત મેળવવા પૈસા, દારૂ અને થોડું ખાવાનું બાટવામાં આવતું હતું. કોણ ઉભું છે? ક્યાં પક્ષનું છે અને કઈ ચૂંટણી છે? કસી ખબર પડતી નહિ. અમારા વિસ્તારમાં બે ત્રણ નેતાઓના ચમચાઓના ચમચા કહે એ પ્રમાણે નિશાનની સામે સિક્કો મારી દેવાનો અને પચારની નોટ લઈ લેવાની. હવે સમજાયું કે આ નેતાઓને ગાંધીજી કેમ વધુ યાદ આવે છે ચૂંટણી સમયે..! કારણ કે એ ગાંધીના હસતા ચહેરાવાળી નોટ અમારા જેવા ગમાર, બુદ્ધિહીન અને ગરીબ લોકોને આપી એ લોકો સત્તાનો મધુરરસ પી રહ્યા છે. એ ગાંધી પણ નોટમાંથી છટકવા માટે ખૂબ પ્રયત્ન કરતા હશે પણ આ લોકોએ એને બાંધી રાખ્યા છે. ગાંધી ગરીબી, બેરોજગારી, સામાજિક અસમતા માટે લડ્યા હતા, પણ જ્યારથી કહેવાતું સ્વરાજ મળ્યું ત્યારથી ગાંધીને જ કેદ કરી દેવામાં આવ્યા. એમના મૂલ્યની હત્યા કરી દેવામાં આવી, એમના સિદ્ધાંતોને ફાંસીના માંચડે લટકાવી દેવામાં આવ્યા.

હા, ભૂલી ગઈ હું મારી વાત કરતી હતી. ચોકની ડાબી બાજુ મારુ ઝૂંપડું હતું. હું અને મારી મા બન્ને રહેતા એટલે જમવાનું પણ બે માણસનું જ બનાવવાનું હોઈ. બાજરીનો રોટલો અને બટાટાનું શાક બનાવી નાખતા. જમી ત્યાં અંધારું થઈ ગયું હોય, એટલે બન્ને વારાફરતી નાહી સુઈ જતા. કાલે શુ આયોજન છે એ વિચારવાનું હતું નહીં, ઉઠીને મોટા માણસોના ઘરનું કામ કરવાનું અને એમના અપશબ્દો જ સાંભળવાના હતા.

(ક્રમશ:)