bhul - 2 in Gujarati Horror Stories by Pritesh Vaishnav books and stories PDF | ભૂલ - 2

Featured Books
  • ફરે તે ફરફરે - 37

    "ડેડી  તમે મુંબઇમા ચાલવાનુ બિલકુલ બંધ કરી દીધેલુ છે.ઘરથ...

  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

Categories
Share

ભૂલ - 2

[ આગળના પાર્ટમાં બ્રિસાને મોબાઈલ દ્વારા , કવિતાને છત પર અને નિલમને પોતાના જ રૂમ માં કોઈ શક્તિ દ્વારા સંદેશો મળે છે. ]

" યાર શુ છે ? " નિલ મોબાઈલમાં ગેમ રમતા પાછળ થી કોઈકે તેના ખભા પર હાથ મુક્યો. નિલ તેના મિત્રો સાથે પાર્કમાં હતો. બધા પોતાના મોબાઈલમાં ગેમ રમતા હતા. નિલ ઉભો હતો. " પાછળ તો જો. " સાંભળેલો અવાજ હોય તેવું લાગ્યું. " હા શું કામ છે ? " નિલ મોબાઈલમાં જોતા જોતા બોલ્યો. " મદદ જોઈએ છે. " ફરી એવો જ અવાજ આવ્યો. " કોણ છો ? કેવી મદદ ?" નિલ પાછળ ફરતા બોલ્યો. " મિત છું. આ દુનિયામાંથી જવા માટે. " નિલે મોબાઈલ માંથી ઊંચું જોયું. સામે માત્ર ધડ ઉભું હતું. નિલના હોશ ઉડી ગયા. હાથ ધ્રુજવા લાગ્યા. આંખો પહોળી થઇ ગઇ. હાથમાંથી મોબાઈલ પડી ગયો. અવાજ ગળામાં અટકી ગયો. અચાનક ધડે પોતાના હાથમાં રાખેલું માથું હેલ્મેટની જેમ પહેરી લીધું. નિલે તેના શરીર સામે જોયું. લીલા રંગના શર્ટ પર લાલ ડાઘ પડેલા હતા. પેન્ટ કાળા રંગનું હતું. તેના ચહેરા પર મદદ માટેના ભાવ દેખાતા હતા. આંખો પાણીથી ભરેલી અને નાકમાંથી લોહીની નદી વહેતી હતી. એક તરફનો ખભો નીચે ઉતરી ગયો હોય તેવું લાગતું હતું. માથામાંથી થોડા વાળ ઉખડી ગયા હતા. નિલને ચહેરો યાદ આવ્યો. ભૂતકાળ આવીને ઉભો રહ્યો.

નિલ પોતાના રસ્તે ઘરે જતો હતો. રસ્તામાં એક વળાંક પાસે કોઈક પડેલું હતું. આસપાસ કોઈ ન હતું. નિલે નીચે ઉતરી તેને ઉઠાડ્યો. તે અડધા હોશમાં હતો. નિલે ઝડપથી એમ્બ્યુલન્સ ને કોલ કર્યો. એમ્બ્યુલન્સ આવે એ પહેલાં તે છોકરાના શ્વાસ બંધ થઈ ગયા હતા. નિલને તે વાતનું દુઃખ હતું. નિલે તેની શાંતિ માટે ભગવાનને પ્રાર્થના કરી. પણ ફરી એ જ ચહેરો જોઈ નિલ ગભરાઈ ગયો.

" એમા મારો કોઈ વાંક ન હતો. હું તો મદદ કરતો હતો. મને માફ કરી દે. " નિલ હાથ જોડીને ઉભો હતો. તેના મિત્રો આ બધું જોઈને હસવા લાગ્યા. " ગાંડો થઈ ગયો છે કે શું ? " નયન બોલ્યો. અચાનક નિલ પડી ગયો. " એય શું થયું ? " બધા તેની તરફ દોડ્યા. તેના ચહેરા પર પાણી છાંટયું. નિલ હોશમાં આવ્યો. " શું થયું 'તું ? " સાન બોલ્યો. " ખબર નઇ." નિલ ધીમા અવાજે બોલ્યો. " ચાલ ઉભો થા. ઘરે જઈએ. " નયન બોલ્યો.
*

" યાર ફરી હારી ગયો. " રાજ વિડીઓ ગેમ રમતા બોલ્યો. " હવે તો જીતીને દેખાડું. " રાજ પુરા જોશ સાથે બોલ્યો. રાજ પ્લેયર સિલેક્ટ કરતો હતો. અચાનક એક ચહેરા પર ગેમ ઉભી રહી ગઈ. તેનું શરીર કમરે થી વાંકુ હતું. રાજ ને થયું કે ગેમનો પ્રોબ્લમ છે." આ ગેમ પણ !" રાજ ગેમ બોર્ડ પર થપાટ મારતા બોલ્યો. " યાદ છું હું ? " સ્પીકરમાંથી અવાજ આવ્યો. રાજે સ્ક્રીન તરફ નજર કરી. સ્ક્રીન પરના ચહેરાને જોઈને રાજ ના મગજના તાર ખેંચવા લાગ્યા. રાજના હાથ માંથી રિમોટ પડી ગયું. શરીર સ્ક્રીન થી દુર જવા લાગ્યું અને સોફા પર પછડાયું. રાજ આંખો બંધ કરીને હથેળીના સૌથી નીચલા ભાગ વડે ચોળી.

" આંખો ચોળવાનું બંધ કર. મારે મદદ જોઈએ છે. " ફરી અવાજ આવ્યો. " કઈ મદદ ? " " મારા ઘરે આવ કવ. " " તું તો ત્યારે જ મમ.." રાજ અટકી ગયો. રાજ ને તે દિવસ યાદ આવ્યો જયારે તેને પોતાના મિત્રને ત્યાં શરત હર્યો હતો. રાજે શરત મુકી હતી કે જે 100 કિલો ઉપાડસે તેને રાજ પ્લે સ્ટેશન 4 ભેટ માં આપશે. તેના તેના મિત્રે ઉપાડી આપ્યો. રાજે તેને ભેટ આપી પણ થોડા સમયમાં જ તેને પીઠમાં દુખાવો થવા લાગ્યો. ડોક્ટરે એક્સ રે પરથી કહ્યું કે તેની સ્પાઈન તૂટી ગઈ છે. સ્પાઇનલ કોર્ડ ડેમેજ થઈ ગયો છે. હવે તેનું બચવું મુશ્કેલ છે. રાજ ને આ વાતની ખબર પડતાં તે ડરી ગયો. તે પછી ક્યારેય રાજ તેને મળ્યો ન હતો. " પણ તું તો... " રાજ અટકી ગયો અને ભાગ્યો.
*

" નીરવ એ નીરવ.. રાત્રે કોફી પીવા જવું છે ? " નિરવને અંધારામાંથી કોઈકે પૂછ્યું. " કોણ છે ? " નિરવે અવાજ તરફ જોયું. પ્રકાશ સામે આવતો હોવાથી કઈ સ્પષ્ટ દેખાયું નહિ. કોઈક ઉભું હોય તેવું લાગ્યું. તેને અંધકાર માંથી એક ડગલું આગળ મૂક્યું. નીરવ તેને જોઈને ચોકી ગયો. એક સ્ત્રી તેની સામે જીન્સ અને ટી શર્ટમાં ઉભી હતી. તેના માથા પર લોહી નો જામી ગયેલો ગઠ્ઠો હતો. નિરવને યાદ આવતા વાર ના લાગી.

એ મોનીકા હતી. નિરવે તેને પ્રપોઝ કરવા માટે કોફી પર બોલાવી હતી. નિરવે તેને ઝડપથી આવવા ટૂંકા રસ્તેથી આવવા કહ્યું. નીરવ પેલા જ કોફી શોપે પહોંચી ગયો હતો. થોડીવારે તેને કૉલ કર્યો પણ કોઈએ ઉપાડ્યો નહિ. ચાર પાંચ વખત પ્રયત્ન કર્યો. કલાક સુધી રાહ જોઈ પણ મોનીકા આવી નહિ. તેથી તે ગુસ્સે થઈ ગયો અને ઘરે ચાલ્યો ગયો. બીજા દિવસે તેને તેના એક્સિડન્ટની ખબર પડી. તેને મળવા ગયો. પણ મોડું થઈ ગયું હતું. નિરવે ઘરની અંદર જવાનું યોગ્ય ન લાગ્યુ. તે પાછો ઘરે આવી ગયો. ફરી આજે મોનિકાને જોઈને તે વિચારમાં પડી ગયો. " મારી મદદ કર. " " શું ? " નિરવે દૂરથી જ કહ્યું. " શહેરની બહાર દક્ષિણ તરફ પી વી રોડ થી 200 મીટર દૂર ઘરે તારી મદદની જરૂર છે મારે. " મોનીકા બોલી. " પણ તું જીવતી કેવી રીતે ? " નીરવ બોલ્યો. " જીવતી ?" મોનીકા થોડું હશી. નીરવ આ સાંભળતા ડરી ગયો , પરસેવો વળી ગયો અને ભાગવા લાગ્યો.
*
પ્રતિભાવ આપશો.