Kyarek to malishu - 17 in Gujarati Love Stories by Chaudhari sandhya books and stories PDF | ક્યારેક તો મળીશું - ભાગ ૧૭

Featured Books
Categories
Share

ક્યારેક તો મળીશું - ભાગ ૧૭


સવારે બધા નાસ્તો કરી રહ્યા હતા ત્યારે રાજીવ પંચાલ આવે છે. રાજીવ પંચાલ એક બિઝનેસમેન હતો. રાજીવ પંચાલને શાહ પરિવાર સાથે ખૂબ સારા સંબંધ હતા. રાજીવ પંચાલ શાહ પરિવારને મળે છે.

જીતેશભાઈ:- "આજે તારે અહીં જ રોકાવાનું છે. અત્યારે તો અમે ઑફિસ જઈએ છીએ."

રાજીવ:- "પણ હું અહીં આખો દિવસ શું કરીશ. હું પણ તમારી સાથે ઑફિસ આવીશ."

જીતેશભાઈ:- "ઑકે તો ચાલ. બપોરે આપણે ઘરે આવતા રહીશું. મલ્હાર અને પ્રથમ તો છે જ ઑફિસ સંભાળવા માટે."

માહી,રાહી અને પંક્તિ કૉલેજ જવા માટે નીકળે છે.
રસ્તામાં પંક્તિની નજર એક દુકાન પર પડે છે.

પંક્તિ:- "Wow પેલી દુકાનમાં તો જો. કેટલી સરસ ડ્રેસ છે."

માહી:- "ખૂબ જ સરસ છે પણ મોંઘી હશે."

પંક્તિ:- "ભાવ પૂછવામાં શું જાય છે? શું ખબર કદાચ સસ્તામાં પણ મળી જાય."

રાહી:- "કૉલેજ જવામાં મોડું થાય છે. ત્યાં જવાની જરૂર નથી."

પંક્તિ:- "અરે યાર પાંચ દસ મિનીટમાં શું લૂંટાય જવાનું છે? ચાલો ને યાર..."

માહી:- "રાહી ચાલને એકવાર જઈ આવીએ."

રાહી માની જાય છે અને ત્રણેય દુકાનમાં પહોંચી જાય છે.

સેલ્સમેને એ ડ્રેસની કિમંત ૨૫૦૦ હોવાનું જણાવ્યું.

માહી:- "આપણા માટે આ ડ્રેસ મોંઘી છે પંક્તિ. આપણી સ્થિતિ સારી હશે ત્યારે આનાથી પણ વધારે સારી ડ્રેસ તારા માટે લેવા આવી જઈશું."

રાહી:- "માહી સાચું કહી રહી છે. હવે કૉલેજ જઈએ."

પણ પંક્તિનું મન એ ડ્રેસમાં જ અટકી જાય છે.

પંક્તિ:- "તમારી પાસે વધારાના રૂપિયા છે કે? મને એ ડ્રેસ બહું જ ગમે છે."

રાહી:- "સાંજે ઘરે જવા માટે ભાડાના રૂપિયા છે. અને બીજા છસો રૂપિયા."

પંક્તિ:- "માહી તારી પાસે છે કે?"

માહી:- "મારી પાસે છસો રૂપિયા છે."

પંક્તિ:- "અને મારી પાસે છસો રૂપિયા છે."

રાહી:- "ત્રણેયના મળીને ૧૮૦૦ થયા."

પંક્તિ:- "બાકીના રૂપિયા didu પાસેથી લઈ લઈએ."

રાહી:- "પંક્તિ આટલા રૂપિયા આપણે પંદર દિવસ સુધી ચલાવવાના છે. તો આવા ખોટા ખર્ચ નથી કરવાના."

પંક્તિ:- "આ ડ્રેસ લઈ લીધા પછી હું કરકસર કરીશ. કોઈ કોઈ દિવસે કેન્ટીનમાનો નાસ્તો નહિં કરું બસ...પ્લીઝ તમે બંન્ને સમજો. મારે એ ડ્રેસ લેવો જ છે."

રાહી:- "સારું ચાલ તો didu ની ઑફિસે જઈએ.

ત્રણેય મૌસમની ઑફિસ પહોંચે છે.

પંક્તિ મૌસમની કેબિનમાં જાય છે.

રાહી અને માહી સોફા પર બેઠા હોય છે. માહીની નજર એક પાંચ વર્ષના બાળક પર જાય છે.
એ બાળકનો રડમસ ચહેરો જોઈ માહી એ બાળક પાસે ગઈ.

બાળક 'મમ્મી મમ્મી' બોલતું હતું.

એટલામાં જ ત્યાં જીતેશભાઈ અને રાજીવ પંચાલ આવે છે. અને રાજીવની નજર માહી પર ગઈ.

માહી:- "હૅલો બેટા..."

છતા પણ એ બાળક કંઈ ન બોલ્યું.

માહી:- "મમ્મીને શોધો છો."

બાળક:- "હા મારે મારી મમ્મી પાસે જવું છે."

માહી:- "સારું આપણે બંન્ને મળીને મમ્મીને શોધીએ. ચલો ચલો મારી આંગળી પકડી લો."

માહીના મીઠા લહેકાથી એ બાળક માહીની આંગળી પકડી લે છે.

જીતેશભાઈ:- "રાજીવ શું કરે છે? ચાલ."

રાજીવ:- "તમે જાઓ હું બસ પાંચ મિનીટમાં આવ્યો."

માહી અને પેલા બાળકને રાજીવ જોઈ રહ્યો.

એટલામાં જ મલ્હાર અને પ્રથમ આવે છે.

રાજીવ:- "મલ્હાર આ છોકરી કોણ છે?"

મલ્હાર:- "અમારી કંપનીમાં મૌસમ જોબ કરે છે. અને આ છોકરી મૌસમની બહેન છે."

મલ્હાર:- "ચાલો અંદર જઈએ."

મલ્હાર,રાજીવ અને પ્રથમ ત્યાંથી અંદર જાય છે.

માહી:- "બેટા શું નામ છે તમારું..."

બાળક:- "આયુષ."

એટલામાં જ કાશ્મીરા ત્યાં આવે છે અને પોતાના બાળકને જોઈને દોડતી દોડતી આવી આયુષને ગળે લગાવે છે. કાશ્મીરા ની આંખોમાંથી આંસુ પડે છે. કાશ્મીરા પોતાના બાળકને બચ્ચીઓ ભરે છે.

માતા અને બાળકનું મિલન જોઈ માહી પણ ઈમોશનલ થઈ ગઈ.

થોડી સ્વસ્થ થયા પછી કાશ્મીરાએ કહ્યું "thank God માહી કે આયુષ તારી પાસે હતો. આયુષને ન જોતા મારો તો જીવ અધ્ધર થઈ ગયો હતો. થોડી મીનીટનુ કામ હતું એ કામમાં વ્યસ્ત થઈ ગઈ. આયુષ ત્યાં જ રમતો હતો. દસ મિનીટ પછી જોયું તો આયુષ મને નજરે જ ન પડ્યો. ચિંતામાં ને ચિંતામાં મે મયંકને પણ ફોન કર્યો. માહી thank you so much..."

એટલામાં જ મયંક હાંફળો ફાંફળો થઈ આવી પહોંચે છે. કાશ્મીરા તો આયુષને ઊંચકી લઈ મયંકને ગળે જ વળગી જાય છે. મયંક અને કાશ્મીરા બંનેની આંખમાંથી આંસુ વહે છે. માહી આ પરિવારનું અદ્ભુત મિલન જોઈ જ રહી.

રાહી પણ ત્યાં ઉભી ઉભી આ પરિવારનું મિલન જોઈ રહી.

પંક્તિ મૌસમ પાસેથી રૂપિયા લઈને આવે છે.

માહી:- "મળી ગયા રૂપિયા. હવે ચાલ જલ્દી જઈએ."

પંક્તિ:- "પાંચસો રૂપિયા જ મળ્યા."

રાહી:- "જલ્દી કરો. કૉલેજનો ટાઈમ થઈ ગયો. જલ્દી ડ્રેસ લઈ લઈએ."

પંક્તિ:- "હજી પણ ૨૦૦ રૂપિયા ઓછા પડે છે."

રાહી:- "૨૫૦૦ ની ડ્રેસ છે તો ૨૦૦ રૂપિયા તો ઓછા કરશે."

માહી:- "હા ઓછા તો કરશે જ. ચાલો."

ત્રણેય દુકાનમાં પહોંચે છે. દુકાનનો માલિક જાણી ગયો કે આ ત્રણેયને પેલો ડ્રેસ બહું ગમી ગયો છે.

ત્રણેય બહેનોએ ભાવ ઓછા કરાવ્યા પણ દુકાનનો માલિક માન્યો નહીં. એટલામાં જ બીજી યુવતી આવી અને એ ડ્રેસ ૨૫૦૦ માં લઈ લીધો.

પંક્તિની આંખો સામેથી એ ડ્રેસ બીજી યુવતી લઈ
ગઈ. પંક્તિ ઉદાસ થઈ ગઈ.

બપોરે જીતેશભાઈ, જશવંતભાઈ અને રાજીવ ઘરે આવે છે.

ત્રણેય બેઠક રૂમમાં બેઠા હતા. જયના હળવો નાસ્તો લઈને આવે છે.

જીતેશભાઈ:- "તો બોલ કેમ આબાજુ આવવાનું થયું? રાજીવ એમને એમ તો તું આ બાજુ ન આવે જરૂર કોઈ કારણ છે. કંઈ પ્રોબ્લેમ હોય તો અમને કહે."

રાજીવ:- "તારી વાત સાચી છે. હું અહીં છોકરી શોધવા આવ્યો છું. તમે લોકો તો જાણો જ છો કે મારા બે વાર લગ્ન થયા છે અને એમને ડિવોર્સ પણ આપી દીધા છે. મારી કેયુને કોઈ સાચવી શકે એવી યુવતી જોઈએ છે."

જયના:- "don't worry રાજીવ. અમે એવી યુવતી શોધી કાઢીશું."

રાજીવ:- "શોધવાની જરૂર નથી. મને એક યુવતી પસંદ છે."

જયના:- "અરે કોણ છે એ નસીબદાર છોકરી."

રાજીવ:- "જીતેશ તને યાદ છે આજે સવારે આપણે ઑફિસમાં ગયા હતા ને એક છોકરી પેલા બાળક સાથે વાત કરતી હતી."

જીતેશભાઈ:- "અરે હા એ અમારી કંપનીમાં સેક્રેટરી મૌસમ છે એની બહેન માહી છે."

જશવંતભાઈ:- "પણ રાજીવ તારી અને એની ઉંમરમાં તો ૧૫ કે ૧૬ વર્ષનો ફરક હશે. શું ખબર કે માહી ને તારો પ્રસ્તાવ ગમે કે ન પણ ગમે."

જયના મનમાં જ કહે છે "આ જ સારો મોકો છે મૌસમની બહેનને હેરાન કરવાનો. છોને રાજીવ સાથે રહી એનું ઘર સંભાળતી. માહીએ તો પોતાના લગ્ન માટે સપના સજાવી રાખ્યા હશે કે કોઈ સોહામણા અને યુવાન છોકરા સાથે લગ્ન થાય. રાજીવ જેવા ૩૫ ની ઉંમર વટાવી ગયેલા વ્યક્તિ સાથે માહીના લગ્ન કરાવી દઉં."

જયના:- "એ છોકરી નસીબદાર હશે જે રાજીવ સાથે લગ્ન કરશે. રાજીવ રિચ,હેન્ડસમ અને સફળ બિઝનેસમેન છે તો એની સાથે માહી કેમ લગ્ન કરવા તૈયાર નહીં થાય? રાજીવ તારા વતી હું માહી સાથે વાત કરીશ."

રાહી પોતાના રૂમમાં વાંચતી હોય છે. માહી,મૌસમ અને પંક્તિ ત્રણેય બેઠક રૂમમાં બેઠા હોય છે. માહીને કાશ્મીરા,મયંક અને આયુષ એ ત્રણેયનું મિલન યાદ આવે છે. માહી વિચારતી મારો પણ આવો પ્રેમાળ પરિવાર હશે. હું અને રાઘવ...રાઘવ સાથે હું મારું ઘર વસાવીશ...માહી પોતાના મોબાઈલમાં song વગાડવાનું ચાલું કરે છે.

सपना जहाँ दस्तक ना दे
चौखट थी वो आँखे मेरी
बातों से थी तादाद में
खामोशियाँ ज्यादा मेरी
जबसे पड़े तेरे क़दम
चलने लगी दुनिया मेरी

हमपे सितारों का एहसान हो
पूरा-अधुरा हर अरमान हो
एक दुसरे से जो बांधे हमें
बाहों में नन्ही सी इक जान हो
आबाद हो छोटा सा घर
लग ना सके किसी की नज़र

मेरे दिल में जगह ख़ुदा की खाली थी
देखा वहाँ पे आज तेरा चेहरा है
मैं भटकता हुआ सा एक बादल हूँ
जो तेरे आसमां पे आके ठहरा है..

મૌસમ:- "સરસ ગીત છે. દરેક યુવતીને પોતાનો એક પરિવાર જોઈતો જ હોય છે. યુવતી ઈચ્છે છે કે પોતાની પણ happy married life હોય અને Happy married life પ્રેમથી બને છે."

માહી:- "હા didu સાચું કહ્યું તમે. એક સરસ નાનકડો પરિવાર હોય ને એક cute baby હોય. બાળક જ હોય છે જે આપણને માતા પિતા બનાવે છે. અને આપણને એક કરે છે."

પંક્તિ:- "happy married life માટે પ્રેમ જરૂરી નથી. જેની પાસે રૂપિયા હોય તે જ આ દુનિયામાં સુખી હોય છે. I think રૂપિયા હોય તો આપણે દુનિયાની દરેક ખુશી ખરીદી શકીએ છીએ."

મૌસમ:- "પંક્તિ જીવનમાં રૂપિયા જ બધું ન હોય અને આ તારી ગેરસમજ છે કે રૂપિયાથી બધી ખુશી ખરીદી શકાય છે. ખરેખર તો પ્રેમ જ જીવનની સૌથી મોટી ખુશી હોય છે."

પંક્તિ:- "didu પ્રેમ બેમ એ તો ફક્ત નવલકથામાં કે ફિલ્મમાં જ સારા લાગે. હકીકતમાં તો જીવવા માટે રૂપિયા જોઈએ. આજે ૨૦૦ રૂપિયા માટે એક ડ્રેસ હું ખરીદી ન શકી. કેટલી ઈચ્છા હતી મારી એ ડ્રેસ લેવાની. જીવનમાં પ્રેક્ટીકલ પણ રહેવું જોઈએ."

મૌસમ:- "પંક્તિ એ સમય પણ આવશે જ્યારે આપણે આપણી મનપસંદના કપડાં લઈ શકીશું. તું ધીરજ રાખ."

પંક્તિ:- "કેટલી ધીરજ રાખું. નાની નાની વાત માટે રૂપિયાની જરૂર પડે છે. આજ સુધી નાની નાની ચીજવસ્તુઓ માટે કોમ્પ્રોમાઈસ કર્યા છે. હવે તો મારી ધીરજ ખૂટી ગઈ છે. એટલે કહું છું કે જીવવા માટે રૂપિયા જોઈએ."

મૌસમ:- "પંક્તિ જીવનમાં પ્રેમ ન હોય તો...."

"didu મારે તમારી પ્રેમની ફીલોસોફી નથી સાંભળવી. good night" મૌસમની વાત વચ્ચેથી કાપતા પંક્તિએ કહ્યું.

વસુધા બહેનને બિલકુલ નહોતું ગમતું કે જશવંતભાઈ મૌસમના ઘરે જઈ પ્રથમ માટે વાત કરવા ગયા. રાતે વસુધાબહેન અને જશવંતભાઈ પોતાના રૂમમાં બેઠા હતા.

વસુધાબહેન:- "હું શું કહું છું કે આપણે જુદા રહી જઈએ. આપણે જુદા રહીશું તો...."

જશવંતભાઈ:- "મેં તને કેટલી વાર કહ્યું કે જુદા રહેવાની તો વાત જ ન કરવાની મારી સામે. જીતેશ મારો નાનો ભાઈ છે. અને આમ હું મારા પરિવારથી જુદા રહું એ મને નહીં ગમે."

વસુધાબહેન:- "હા હા મારે તો તમને ગમતું હોય તે જ કરવાનું... મારું મનગમતું તો મારે કરવાનું જ નહીં અને ઉપરથી તમે મૌસમના ઘરે જઈ આવ્યા. મારા પ્રથમ જોડે મૌસમ...એ છોકરી મને બિલકુલ નથી ગમતી."

જશવંતભાઈ:- "વસુધા તું વાત ક્યાં ની ક્યાં લઈ જાય છે. હવે આમાં મૌસમ વચ્ચે ક્યાંથી આવી ગઈ."

માહી ઊંઘવા જતી હતી કે રાઘવનો મેસેજ આવે છે કે "હમણાં ને હમણાં મને મળવા આવ. મારા ફ્રેન્ડની પાર્ટીમાં જઈએ."

માહી:- "રાઘવ આટલી રાતના હું નહીં આવી શકુ."

રાઘવ:- "Come on માહી મારા માટે આટલું તો કરી શકે ને?"

માહી થોડો વિચાર કરે છે પછી રાઘવને મેસેજ કરે છે "સારું હું તૈયાર થઈને આવું છું."

માહી જીન્સ અને શર્ટ પહેરીને તૈયાર થઈ જાય છે. ઘરમાં બધા સૂઈ ગયા હોય છે. માહી કોઈને ખબર ન પડે એમ ચૂપકીદી થી નીકળી જાય છે. માહી રાઘવ સાથે એના ફ્રેન્ડના ફાર્મ હાઉસ પર પહોંચે છે.

ફાર્મ હાઉસમાં પાર્ટી ચાલી રહી હોય છે. રાઘવ અને માહી પણ ડાન્સ કરે છે. થોડીવાર ડાન્સ કર્યા પછી રાઘવ કહે છે "ઉપરના રૂમમાં જઈએ."

માહી:- "સારું."

માહી અને રાઘવ ઉપરના રૂમમાં જાય છે.

રૂમમાં રાઘવ અને માહી એકલાં જ હોય છે.

રાઘવ માહી ની નજીક આવવાની કોશિશ કરે છે.

રાઘવ માહીની કમર પકડી હળવેથી પોતાની તરફ ખેંચે છે. માહીની નજર ઝૂકી જાય છે. માહીને કિસ કરવાની કોશિશ કરે છે.

માહી શરમાઈને કહે છે "અત્યારે નહીં રાઘવ લગ્ન પછી."

રાઘવ:- "એક કિસમાં શું થઈ જવાનું."

રાઘવ માહીની ચિબુક પકડે છે અને ધીરે રહીને માહીના અધરો પર પ્રગાઢ ચુંબન આપે છે.

પ્રગાઢ ચુંબન આપ્યા બાદ રાઘવ માહીના શર્ટ નું ઉપર નું બટન ખોલવાની કોશિશ કરે છે.

માહી રાઘવને હળવો ધક્કો આપે છે અને કહે છે "રાઘવ તે વિચારી પણ કેવી રીતે લીધું કે હું તારી સાથે લગ્ન પહેલાં જ મારું સર્વસ્વ સોંપી દઈશ."

રાઘવ:- "જો તને મારા વર્તનને લીધે ખોટું લાગ્યું હોય તો સૉરી પણ હું તારી સાથે જે કરતો હતો તે હક્કથી અને પોતાની માનીને કરતો હતો. પણ મને લાગે છે કે હું તારો છું પણ તું મારી થવા માંગતી નથી."

માહી રાઘવને ગળે મળે છે અને કહે છે "Sorry રાઘવ...પણ મને થોડો ટાઈમ જોઈએ છે."

રાઘવ:- "ચાલ હું તને ઘરે મૂકી આવું."

રાઘવ અને માહી કારમાં બેસે છે.
આખા રસ્તે રાઘવ કંઈ જ ન બોલ્યો.

માહીના ઘરે પહોંચી ગયા.

માહી:- "રાઘવ શું થયું?"

રાઘવ કારમાંથી ઉતર્યો.

રાઘવ:- "પ્રેમમાં વિશ્વાસ હોવો બહું જરૂરી છે નહિ?"

માહી:- "હા પ્રેમમાં વિશ્વાસ હોવો જોઈએ."

રાઘવ:- "પણ તને તો મારા પર વિશ્વાસ જ નથી."

માહી:- "રાઘવ એવું નથી કે મને તારા પર વિશ્વાસ નથી પણ...."

માહીની વાત વચ્ચેથી જ કાપતાં રાઘવ બોલ્યો "પણ શું માહી? Listen માહી મારે અત્યારે કોઈ વાત સાંભળવી નથી. મારું મૂડ ખરાબ છે. Bye..."

રાઘવ કારમાં જતો રહ્યો. માહી મનમાં જ કહે છે
"એક રીતે રાઘવની વાત પણ સાચી છે. મારે રાઘવ પર વિશ્વાસ કરવો જોઈએ."

માહી સવારે ઉઠે છે. માહીને રાઘવ જ યાદ આવે છે.
માહી મનોમન જ બોલે છે "મેં રાઘવને નારાજ કરી દીધો. ખબર નહીં એના પર શું વીતતી હશે."

રાઘવને good morning નો તો મેસેજ કરું એમ વિચારી માહીએ મોબાઈલ લીધો અને મેસેજ કર્યો.

એપ્લીકેશનની અંદર VJS નો એક મેસેજ હતો. પ્રેમ અને વિશ્વાસ પર.

"પ્રેમ એક અહેસાસ છે...પ્રેમ એક જીંદગીનો અતૂટ વિશ્વાસ છે...પ્રેમ અને વિશ્વાસ ક્યારેય ન ગુમાવશો કારણ કે પ્રેમ તેના પર જ આવે જેના પર વિશ્વાસ હોય અને વિશ્વાસ તેના પર જ હોય જેની સાથે પ્રેમ હોય."

માહી અને VJS લગભગ દરરોજ એકબીજાને શાયરી મોકલતા.

માહી પ્રેમ અને વિશ્વાસ વાળો મેસેજ વાંચી ને વધારે મૂંઝવણમાં મૂકાઈ ગઈ.

માહીને આ VJS સાથે વાત કરવાનું મન થયું.

માહી પોતાની રાઘવ વિશે મૂઝવણ અનુભવતી હતી.

માહી VJS સાથે પોતાની પ્રોબ્લેમ શેર કરવા વિચાર્યું. પણ પછી વિચાર આવ્યો કે કોઈ અજાણ્યા સાથે શું કામ મારી પ્રોબ્લેમ શેર કરું. પંક્તિ અને Didu ને વાત કરી જોઉં.

માહી નાસ્તો કરતા કરતા મૌસમ અને પંક્તિને કહે છે "રાઘવ કેટલો હેન્ડસમ છે ને! રાઘવની પાછળ તો કેટલી છોકરીઓ ફિદા છે. રાઘવની ગર્લફ્રેન્ડ કેટલી નસીબવાળી હશે..."

પંક્તિ:- "ઑ હેલો રાઘવના વખાણ કરવાનું બંધ કર. રાઘવ જરાય પણ વખાણવા લાયક નથી."

મૌસમ:- "હા રાઘવથી જેમ બને તેમ દૂર રહેજે."

રાહી:- "હા રાઘવ bad boy છે."

માહી મનોમન જ કહે છે "આ લોકોને રાઘવ બિલકુલ પસંદ જ નથી. Thank God કે આ લોકોને મારા અને રાઘવ વિશે ખબર નથી. હવે મારી પ્રોબ્લેમ કોની સાથે શેર કરું. નિશાને કહીશ તો એ પણ રાઘવ વિશે ગેરસમજ કરશે. તેના કરતા બેટર છે કે હું પેલા અજાણ્યા સાથે જ વાત કરું. એટલિસ્ટ સલાહ તો લઈ જ શકુ. માહી નાસ્તો કરી મોબાઈલમાં VJS ને મેસેજ કરે છે.

ક્રમશઃ