Sachi - Last part in Gujarati Fiction Stories by Rupal Mehta books and stories PDF | સચી - અંતિમ ભાગ

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

સચી - અંતિમ ભાગ

આપણે આગળ જોયું કે શેખર ને સચી જેવા ભાગવા જતા હતાં...
ત્યાં જ એ લોકો સામે ગન લઈ ને તાકી ને ગુંડા લોકો આવી ગયાં. સચી પળ માટે તો ધબકારો ચૂકી ગયું હર્દય એનું. શું થશે.. ગયા કામ થી.
પણ શેખર ને જબરજસ્ત ટ્રેનિંગ આપી હોય છે.. તરત જ શેખર ના હાથ માં રહેલી વોચ માંથી આંખો માં પ્રકાશ પાડવા લાગ્યો.. પેલો કંઈ વિચારે તે પહેલાં તો ઇ બંને ભાગ્યા. પેલા લોકો એ તરત ફાયરિંગ કર્યું તો એમના જ લોકો ઘાયલ થયાં અંધારા માં.
એનો લાભ શેખરે લઈ લીધો.. એણે તરત જ ઓફિસર ને એલર્ટ કરી દીધાં. અહીંયા મેઈન ગેટ એક જ હતો ને લંડન પોલીસ ના ઓફિસર ને ટીમ પણ પકડી પકડી ને મારવા લાગી એ લોકો ને. લેડી ઓફિસર સીધી મેઈન બોસ સાથે જ ટકરાઈ ને.. એ સામનો કરી રહી હતી પણ એકલી કેટલી ટકે.. મેઈન બોસ ના જ હાથે એ શૂટ કરવામાં આવી રહી હોય છે ત્યાં જ ટીમ માંથી વિહાન ત્યાં પોહચી જાય છે ને ગન ચલાવી મેઈન બોસ ને ઘાયલ કરી લેડી ઓફિસર ને બચાવી લે છે. બધાં ગિરફ્તાર થઈ જાય છે.. ટીમ સાથે પણ લોકો ઘાયલ થયા હોય છે. ફટાફટ બહાર થી ટીમ આવી એ લોકો ને લઇ જતાં હોય છે.. પણ યાદ આવ્યું કે સચી ને શેખર હજુ દેખાયા નથી.
એ લોકો જ્યાં હતા ત્યાં થી બીજા ગુંડા લોકો આવી જાય છે. ને જે રૂમ માં એ લોકો સંતાયા હોય છે ત્યાં નાના બાળકો પણ હોય છે.. જેમનો ઉપયોગ ડ્રગ્સ મોકલવા માટે કરાતો હોય છે. સચી નું મન વિચલિત થઈ જાય છે.. આ લોકો એટલી હદે ખરાબ છે.. માસુમ બાળકો ની સાથે આવો વ્યવહાર??
ત્યાં જ પેલાં ગુંડા લોકો આવી જાય છે ને.. કંઈ પણ વિચાર્યા વગર સચી પર ગોળી મારી દે છે.. ઓહ શેખર હવે એની પાસે રહેલા હથિયાર નો ઉપયોગ કરી ને એ લોકો નો ખાત્મો બોલાવે છે.. ત્યાં જ દિલ્હી પોલીસ ઓફિસર ને ટીમ પણ આવી પોહચી હોય છે.. સચી ને હેમખેમ બહાર નિકળી ને હોસપિટલ લઈ જવા કેહવામાં આવ્યું.. શેખર એક પળ માટે પણ સચી થી અલગ નથી થતો..
દિલ્હી પોલીસ ઓફિસર બાળકો ને બચાવી લે છે ને.. બધાં પોલીસ સ્ટેશન પર પોહચે છે.
લવ ની કાર માં બધા સચી ને લઇ હોસ્પિટલ જાય છે.
લેડી ઓફિસર ને પણ ઇજા થઇ હોય છે..
સચી ને ડોક્ટર કહી દે છે કે સચી નું બચવું મુશ્કેલ છે.. ખૂબ બ્લડ ની જરૂર પડશે. શેખર એના મગજ ને કન્ટ્રોલ કરી નથી શકતો.. એ જોર જોર થી ચિલાઈ રહ્યો હતો.. સચી ને બચાવી લો ઈશ્વર. એનું રુદન સાથે જે લોકો હોય છે એમને પણ હચ મચાવી જાય છે. બધાં ની આંખો ભીની બને છે.
ઈશ્વર ને પ્રાર્થના કરે છે.
આ બાજુ દિલ્હી પોલીસ ઓફિસર પેલા મેઈન બોસ ને ઇન્ડિયા લઈ જવા માટે ની વિધિ શરૂ કરે છે. ને સવારે હોસ્પિટલ આવે છે. સચી ના મમ્મી પપ્પા ને ખબર કરવા માં આવે છે. એ લોકો ટીકીટ કરાવી ને બીજા દિવસે નીકળવાના હોય છે.
સચી નું ઓપરેશન આજે જ કરવાનું હોય છે. બસ સચી બચી જાય... સચી ના સાહસ ને લીધે જ આજે દુનિયા ના કરોડો યુવાન ની જીંદગી બચી હતી.. જો સચી ના પકડાઈ હોત તો.. આટલું બધા ગુંડા તત્વો ને પકડવા મુશ્કેલ હતા. લેડી ઓફિસર પણ બાહોશ હતી એની હિમંત પણ કંઈ કમ નહોતી.
બધા પોતાનો રોલ સરસ નિભાવ્યો.
બસ બધા ના દિલ માં એ જ હતુ કે સચી બચી જાય ઓપરેશન સક્સેસ જાય.. સફળ થાય.
સચી ના ઓપરેશન માં ખૂબ બધી મુશ્કેલી આવી રહી હતી. તે પછી પણ સચી ને 72 કલાક આપવામાં આવ્યા.
સચી ના મમ્મી પપ્પા આવી ગયાં હતાં.. હૈયાફાટ રૂદનથી જાણે સચી જાગી હોય એવું થયું..એ એમની જ રાહ જોતી હોય એવું લાગ્યું.. થોડી ભાન માં આવી ને એને મમ્મી પપ્પા ની માફી માંગી.. શેખર ને બોલાવ્યો.. બધા ની સામે જોઈ લીધું. શેખર નો હાથ પકડી ને i love you . કીધું.
અને અંતિમ શ્વાસ લીધા. સચી આ દુનિયા ને છોડી હંમેશા માટે ઈશ્વર ના દરબાર માં...

જીંદગી તો બેવફા એ એક દિન ઠુકરાયેગી..
મોત મહેબૂબા હે અપની સાથ લે કે જાયેગી.

અહીંયા મારી વારતા પૂરી થાય છે. આશા છે કે આપ સહુ મિત્રો ને વારતા ગમી હસે? આપ સર્વે આપના પ્રતિભાવો આપી શકો છો.