Truth Behind Love - 32 in Gujarati Love Stories by Dakshesh Inamdar books and stories PDF | ટ્રુથ બિહાઇન્ડ લવ - 32

Featured Books
Categories
Share

ટ્રુથ બિહાઇન્ડ લવ - 32

પ્રકરણ-32
શ્રૃતિ પસ્તાવો કરી રહી હતી અને મનને શાંત કરવાનો પ્રયત્ન કરી રહી હતી અને...
એનાં ફોન પર નોટીફીકેશ આવ્યાં. એક સાથે ઘણાં નોટીફેશનનાં અવાજ સાંભળી ચમકી અને ફોન ઉપાડી ચેક કર્યું તો કોઇ ફાલતુ જ નંબરનાં મેસેજ હતાં એને ખબર જ ના પડી કે આ નંબર કોનાં છે ? અને મેસેજમાં શું કહેવા માંગે એ ખબર જ ના પડી એણે એક મેસેજ ઓપન કરીને રીડ કરવા પ્રયત્ન કર્યો પણ ભાષા જ સમજાઇ નહીં.. એને લાગુ કોઇ મારી સાથે મજાક કરી રહ્યું છે.. પણ અત્યારે ? અડધી રાત્રે ? એણે એ નંબર બ્લોક કરીને ફોન સ્વીચ ઓફ કરીને સૂઇ ગઇ..
શ્રૃતિની આજની ટ્રેઇનીંગ શરૂ થવાની હતી એટલે સવારે 10.00 થી જવાનું હતું અને સાંજે 6.00 વાગે છૂટવાનું હતું ઓબેરોયમાં જવાનાં વિચારે જ ખૂબ એક્ષાઇટેડ હતી.
ઉઠીને તરત જ એ બધાં જ વિચારો ખંખેરીને તૈયાર થવા લાગી અને માં એ પૂછ્યું "કેમ દિકરા આજે વહેલી તૈયાર થવા માંડી ? ઓહ ઓકે તારી ટ્રેઇનીંગ ચાલુ થવાની.. હાં તું તૈયાર થા હું ચા નાસ્તાની તૈયારી કરું છું.
સ્તુતિથી લેટ ઉઠાયું.. ઉઠીને ફ્રેશ થઇ બહાર આવી અને આજે ખૂબ આનંદથી ઉઠી.. ત્યારે શ્રૃતિનો જવાનો સમય થઇ ગયો એણે બધાને બાય કહીને વિદાય લીધી. સ્તુતિને બાય કીધુ નજર નિળાવ્યા વિના નીકળી ગઇ.
"અરે માં આ બિટ્ટુ આટલી જલ્દી તૈયાર થઇને ક્યાં નીકળી ગઇ ? માં એ કહ્યું "અરે આજથી એની ટ્રેઇનીંગ શરૂ થવાની છે ને ? ઓબેરોયમાં છે એટલે.. જાણે ક્યાંય જવાનું હોય એમ ઉત્સાહમાં હતી.
સ્તુતિએ કહ્યું ઓહ.. હાં..હાં.. યાદ આવ્યું કંઇ નહીં આવે એટલે બધું જાણીશ એનાં જ મોઢે... અને મોમ હું આજે ઘરે નથી જમવાની... હમણાં સ્તવન લેવા આવશે અને આજે બહાર જમવાનાં છીએ સ્તવન કહેતો હતો ફેમીલી ફંકશન તો થઇ ગયું આપણે અને સેલીબ્રેટ કરીશું.
માં એ હસતાં હસતાં કહ્યું "ઓકે જઇ આવો બેટા પછી સાંજે તો સ્તવન બેંગ્લોર પાછો જવાનો... કંઇ નહીં પાપા ઓફીસે જ છે ક્યાંય બહાર નથી જવાનાં...
****************
સ્તવન અને સ્તુતિ નક્કી કાર્યક્રમ પ્રમાણે પહેલાં લોંગડ્રાઇવ પર જવા નીકળી ગયાં. બંન્ને ખૂબ ખુશ હતાં. સીટીનો ટ્રાફીક પસાર કર્યા પછી સ્તવને કહ્યું "હાશ.. હવે ડ્રાઇવીંગની મજા આવશે આવો આજે સારુ કર્યું કે હાઇવથી આગળ જવાનું નક્કી કર્યું. મહારાજાની મજા છે જાન.. હવે આ મુંબઇ-પૂના એક્ષપ્રેસ બન્યા પછી જાણે બધુ નજીક નજીક લાગે છે. મારી ખૂબ ઇચ્છા છે કે આપણે બાય રોડ ગોવા જઇશું.. મહાબળેશ્વર કોંકણ પટ્ટીનાં રસ્તે બધુ જોતાં જોતાં જઇશું.
સ્તુતિ કહે મને પણ આમ લીલોતરી, પહાડો, ઝરણાં નદીઓ બધુ જોતાં જોતાં સફર કરવાની ખૂબ જ મજા આવે... જાણે કંઇ ને કંઇ નવું જાણવાં અને અનુભવવા મળે. મને લાગે આપણાં પ્રેમ મિલન અને વિચાર-નિયમનાં સાતફેરાં ફર્યા પછી જાણે પહેલી વાર તારી સાથે હનીમૂનમાં નીકળી હોઊં એવો એહસાસ થાય છે.
સ્તવને સ્વાતીને પોતાની તરફ ખેંચી લીધી અને ડ્રાઇવીંગ કરતાં કરતાં કહ્યું આમ વળગીને બેસ દૂર દૂર નહીં.. થોડી સફરની મજા માણી લઇએ પછી હનીમૂન.... જ છે ને...
સ્તુતિએ કહ્યું હું ક્યાં બોલી ગુન્ડો જ છે બસ તને તો કારણ જ જોઇએ. એમ કહીને વળગી ગઇ. સ્તવન સ્તુતિનાં માથે ચુંબન કરીને આગળ ડ્રાઇવીંગ કરી રહ્યો. બંન્ને પંખીડા આજે આઝાદ થઇને પ્રેમ પાંખે ઊડી રહેલાં...
સ્તવને કહ્યું "એય જાન આગળ કોઇ રીસોર્ટ જેવું આવતું લાગે છે જે બોર્ડ દેખાય છે વેલી રીસોર્ટ ત્યાં જઇને નવી જ જગ્યા છે મજા આવશે એકસપ્લોર કરીએ બધુ ચાલ એકદમ ઝાડીમાંથી રસ્તો જાય છે મસ્ત લીલોતરી અને જાણે જંગલમાં મંગલ છે...
સ્તુતિએ કહ્યું "તારે જ્યાં લઇ જવી હોય લઇ જા હું તો તારામાં છું તને જ પ્રેમ કરુ હવે તારે જોવાનું બધું એમ કહીને ભીંસ દઇને વળગી ગઇ.
સ્તવને વળાંક આવતાં જ રીસોર્ટ તરફ કાર ટર્ન લઇ લીધી અને અંદરનાં રસ્તે ડ્રાઇવ કરવાં માંડી થોડેક આગળ જઇ ફરી રાઇટ ટર્ન લઇને પહાડ ચઢતો હોય એવો ચઢાણ વાળો રસ્તો આવ્યો. ગોળ ગોળ રસ્તો પસાર કરી વિશાળ મેદાન જેવું આવ્યુ ત્યાં ખૂબ સૂંદર રીસોર્ટ હતો "વેલી રીસોર્ટ...
સ્તવને કહ્યું "એય મીઠી આવી ગયું ચાલ અંદર જઇએ દેખાવમાં તો ખૂબ સુંદર અને સ્વચ્છ દેખાય છે. ચાલ જઇને તપાસ તો કરીએ.. સ્તુતિ -સ્તવન બંન્ને જણાં કાર પાર્ક રકીને નીચે ઉતર્યા અને આકર્ષક પ્રવેશ દ્વાર વટાવીને અંદર ગયાં.
ખૂબ સુંદર રીસોર્ટ હતો.. ધણો વિશાળ હશે એવું જોઇનૈ લાગતું હતું. સ્તવને સ્તુતિ સામે જોયું અને નજરમાં જ એની સંમતિ લઇ લીધી અને રીશેપનીસ્ટ સાથે વાત કરીને આજ સાંજ સુધી એટલે કે 5.00 સુધીનો જ સમય છે એમ કહ્યું પેલાંએ પૂરી અદબથી કહ્યું "સર અમારાં માટે 1 દિવસ જ ગણાશે અને આપ કહો તો આખું ટેરીફ કાર્ડ બતાવું એમાં બધી ડીટેઇલ જોઇને સ્તવને કહ્યું "ઇટ્સ ઓકે અમને આ 108 નંબરનો રૂમ આપો જે લેકની સામે છે.. પેલાએ આખો રીસોર્ટનો મેપ બતાવેલો એમાંથી સ્તવને સીલેક્ટ કર્યો.
રીસોર્ટમાં બધીજ રીક્રિએશન-એન્ટરટેઇમેન્ટ એક્ટીવીટી હતી છતાં બધાંજ રૂમોમાં એકદમ પ્રાઇવસી હતી. રૂમ સીલેક્ટ કરીને એ લોકોએ ગાઇડ કર્યુ એમ એ તરફ ગયાં સામાન તો કંઇ હતો જ નહીં..
રૂમમાં પ્હોચીંને સ્તુતિથી બોલાઇ જ ગયું "ઓ વાહ શું લોકેશન છે... માય લવ આઇ એમ સો હેપી... એચ કહીને સ્તવને વળગી ગઇ... એણે પડદો વધારે ખોલીને જોઇ ચારે તરફ ડુંગરા -વનરાજી વચ્ચે લેક... જમણી તરફ - દૂર સ્વીમીંગ પૂલ અને બીજી એકટીવીટી હતી પણ અહીં સામે સુંદર ડુંગરા જ હતાં. સ્તવને રૂમ લોક કર્યો અને શુઝ કાઢી સીધો બેડ પર ગયો.
સ્તુતિએ કહ્યું એય મીસ્ટર અત્યારથી લંબાવવાનું નથી... પહેલાં બધે ફરીશું.. જોઇશું કુદરત માણીશું પછી જ લુચ્ચું અંગત માણીશું.
સ્તવને કહ્યું "એય મારી ટીચર ના બન... ફટીચર બનાવી દઇશ એમ કહીને સ્તુતિનો હાથ ખેંચીને પોતાનાં તરફ લઇ લીધી અને પછી હોઠ પર હોઠ મૂકીને ચુંબન કરતાં કહ્યું "પહેલાં આપણે તને ખબર છે કહેવત. પહેલું સુંખ તે જાતે ચૂમ્યાં.. સ્તુતિ કહે એય કહેવત એવી નથી કહેવત તો એવી છે કે પહેલું સુખ તે જાતે નર્યાં "એટલે કે તંદુરસ્ત રહેવું એજ સુખ છે.. નવી નવી કહેવતો જાતે ના બનાવ.
સ્તવને કહ્યું એય જાન આજે જ છું પછી સાંજે તો જતો રહેવાનો પાછો એજ વિરહ અને એજ પીડા... આજે તો મને સહવાસ માણવાં દે પેટ ભરીને.. પછી ફરિયાદ સિવાય કંઇ નહીં હોય આપણી પાસે એમ જ જીવ્યા કરીશું મીસ યુ....
સ્તુતિ પણ સ્તવનની આંખોમાં છવાયેલો વિષાદ જોઇ ગઇ એણે કહ્યું "સાચી વાત છે મારાં રાજા.. આ ઘડી આપણી છે જે કરીએ બસ એજ માણીએ... પણ પછી રાઉન્ડ મારવા નીકળીશું મારે બધુ જોવું છે સ્તવન.
સ્તવને કહ્યું "બધું જ બતાવીશ તને પહેલાં આવીજા હું મારું હૃદય મારો પ્રેમ બતાવું જતાવું ખૂબ કરુ. તૃપ્તિ પછી આમે પણ થોડો સમય જોઇશે ને... ત્યારે ફરી લઈશું એમ કહીને હસી પડ્યો. સ્તુતિએ કહ્યું "બકુ લૂચ્ચો છે પણ મને તારી આ બધીજ લૂચ્ચાઇઓ પણ ખૂબ ગમે છે ખૂબ જ...
સ્તવને વાતો કરતા કરતાં સ્તુતિને નિવસ્ત્ર કરી અને પોતે પણ થઇ ગયો અને બંન્નેનાં તન.. એકબીજામાં પરોવાઈ ગયાં.. ના કોઇ સંવાદ ના વિચાર બસ સંપૂર્ણ નિશ્ચિંત સાંન્ધિયમં બંન્નેનાં શરીર એકબીજાને પ્રેમ કરી રહ્યાં. મર્દન કરી રહયાં અને બંન્નેએ જાણે અદભૂત તૃપ્તિ પ્રાપ્ત કરી હોય એમ શ્વાસ છોડીને એકબીજામાં લપેટાયેલાં જ રહ્યાં.
ક્યાંય સુધી એકજ મુદ્દામાં રહ્યાં પછી સ્તુતિએ સ્તવનને ગાલે ચૂમી ભરીને કહ્યું એય મારાં રાજા.. મારાં પ્રેમી મારાં માલિક.. ઉઠીશું ? ફરીશું ઉઠીએ ?
સ્તવને કહ્યું ઓકે માલકીન જેવો હુકુમ અને બંને જણાંએ તૈયાર થઇને બહાર નીકળવાનું નક્કી કર્યું.
સ્તવન તૈયાર થતાં થતાં પણ સ્તુતિને અલગ અલગ જગ્યાએ ચૂમતો જ રહ્યો. એને બીલકુલ ધરાવો જ નહોતો. એણે સ્તુતિને કહ્યું "મને ક્યારેય ધરાવો નહીં થાય એવી સુંદર અપ્સરા છે તું મારું સ્વર્ગ જ.
સ્તુતિએ કહ્યું "સાચેજ એકબીજાનું નિશ્ચિંત સાંનિધ્ય સ્વર્ગ જ છે એમ વાતો કરતાં નીકળ્યાં.
લોબી પસાર કરીને વેલી સાઇડ ઉતરતાં જ સ્તુતિની નજર અનાર પર પડી... એણે જોયું અનાર જ છે ને ? અને એની સાથે આ કોણ છે ? એ જાણે આધાતમાં સરી ગઇ....
વધુ આવતા અંકે.... પ્રકરણ-33