હા, બેટા હું જ હોઉં ન બીજું કોણ હોય.કેમ શું થયું તને કોઈ બીજા ની આશા હતી. ના, બા એવું કંઈ નથી શું તમે પણ મજાક માં મનમાં મમરી ને હસી લે છે બા . કદાચ કોઇ સ્વપન જોયુ હશે . તમે જાઓ નાસ્તો કરી લો , બા હવે હું રેડી થાઉં મારે જોબ પર પણ જવાનું છે.મારું ટિફિન ભરી દેજો. રોજ ની જેમ ફટાફટ રેડી થઈ નાસ્તો કર્યો કે ના કર્યો કરી વિવેક ને લઇ ઓફિસ જવા રવાના થયો. ઉતાવળ મા ટીફિન પણ ભુલી ગ્યો . પછી તો બપોરે ઓફિસ ની જ કેન્ટીન માં જમી લીધું ઓફિસ પત્યા પછી પાછુ એ જ નિત્યક્રમ ચાલુ ઓફિસથી છૂટ્યા પછી પાછી એજ તળાવ એજ તળાવની પાળી ને એજ વિચારો. પણ આજે વિચારો માં કંઈક જીદ હતી કંઈક અડગપનુ હતું. એક પાગલપન એક ઝનૂન હતું. આજે તો એ નક્કી જ કરી દીધું હતું કે હવે તો સના ને મળવું જ છે ગમે તે થાય એ સના જ હતી મારી આંખો ધોકો ખાય જ નહિ , આટલા વર્ષો પછી અચાનક આમ બજાર માં એને જોવી આ વાત કઈ ખોટી નથી. મારે એને મળવું છે પણ એ મળશે ક્યાં , ક્યાં હશે એ , હમણા કોની જોડે હશે , શું કરતી હશે , શુ તેને મેરેજ કરિ લિધા હશે , શું એને કોઈ બોયફરેન્ડ હશે, અને ન જાણે આવા બીજા કેટલાય પશ્નો એના મગજ માં ચાલી રહ્યા હતા. પણ આજે તો ધવલ એ નક્કી કરી જ લીધું હતું કે હવે તો એને મળવું જ છે. કઈ પણ થાય એને શોધવી જ છે . ધવલ જલદી drive કરી ઘરે જાય છે . બા મને ભૂખ લાગી છે એમ કહી જલ્દી વાળું પતાવી નાખે છે . બા પણ પુછે છે અરે રે બેટા ધીમે ધીમે કેમ આટલી ઉતાવળ ક્યાંય બહાર જવાનું છે કે શું , કે પછી કોઈ કામ ....
બા આ પુછે એ પેહલા જ વાળું પતાવિ ને હું વિવેક ના ઘરે જઉં છું મારે કામ છે મોડું થાશે તમે ત્યારે સૂઈ જજો અને આટલું કેતા તો વિવેક ના ઘરે જવા ચાલ્યો. અને વિવેક ના ઘર માં પોહ્તાજ જાણે આફત આવી તૂટી પડી હોય તેમ જોર જોર થી દરવાજો પછાડવા લાગ્યો એક બે વાર તો બેલ પણ મારી દીધો અને બૂમો પણ કેટલીક મારી દીધી. એટલામાં જ અંદર થી અવાજ આવ્યો કે હા, આવ્યો... આવ્યો... વિવેક એ જેવો દરવાજો ખોલ્યો તો સામે જ ધવલ પણ જાણે કોઈ મોટી જંગ લડી ને આવ્યો હોય સ્વાસ લેવાના ઠેકાણા નઈ , આખા શરીરે પરસેવાની લહેર જતી હતી ને ધવલ ને આટલો બધો હાફેલો જોઈ બે મિનિટ માટે તો એ પણ દંભ રહિ ગયો કે આને થયું છે શું! આ આમ અચાનક આ રીતે આ હાલત માં અને આટલી રાતે બધુ બરાબર તો હશે ન એક સાથે આટલા બધા સવાલ એના મન માં ચાલી રહ્યા હતા. પણ એની હાલત જોઈને પૂછે શું.
આવ ...આવ... ધવલ બેસ શાંતિ થી બેસ લે આ પાણી આ પખો પણ વધારી દઉં બીજું કંઈક જોઇએ છે ચાલ જમવા બેસી જા. ધવલ એ તરત જ નકાર માં જવાબ આપી દીધો અરે ના , નથી જમવું ,મારે કંઈ નથી જોઈતું. પાણી પણ નથી પીવું મારે કંઈ જોઈતું નથી , તું બસ બેસ મારી જોડે મારે તારી સાથે વાત કરવી છે . એટલામાં વિવેક એને તરત તોકિ દે છે અરેરેરેરે...ધીમે ધીમે સ્વાસ તો લે શું ઉતાવળ છે? પણ ધવલ ક્યાં કોઈના રોકવાથી રોકાવાનો હતો એને તો એની કેસેટ ચાલુ જ રાખી. વિવેક ને આ માહોલ સમજાય એ પેલા ધવલ એ અંદર ના રૂમ માં જવાનો ઇસારો કરી ને વિવેક ને અંદર ના રૂમે લઈ ગયો. પછી બને બેસે છે વિવેક એ ઇસારો કર્યો કે બોલ હવે પણ હવે શું બોલવું એની શરુવાત ક્યાથી કરવી એ જ સમજાતુ ન હતું.
વિવેક ને એજ ખબર ન પડી કે આ આવ્યો ત્યારે તો બેબાક્ળ બની ગયો હતો ને હવે કંઈ જ બોલતો નથી છે શું , શું થયું છે ? જો ધવલ જે વાત હોય એ તું મને કહી શકે હું જાણું જ છું તારે કેટલાય દિવસ થી મને કંઈક કહેવુ છે પણ કહી શકતો નથી. તું કેટલાય દિવસો થી એકલો ફરે છે બોલ શું કહેવું છે .હા ગભરાવ નહિ તું મને કહી શકે છે હું આ વાત કોઈને નહીં કહું એ તો તું જાણે છે ધવલ ને ગળે વળગી જાય છે પૂછે છે અરે ધવલ તને કહું છું ક્યાંક ખોવાઈ ગયો .હા ,યાર બોલ ધવલ મનમાં ને મનમાં ખાખા ખોળા કરે છે પણ કઈ કહી શકતો નથી જેમ તેમ વાત ની શરૂવાત તો કરે છે . ખબર છે પેલી એ.. એ આપણી સાથે તને યાદ છે આપણી આગળ તે જોયું હતું ને અમે સાથે તને યાદ હસેને શબ્દો બહુ હતાં પણ શબ્દોને ક્યાંક ગોઠવવા એની એને જ ખબર ન હતી બે શબ્દોને વચ્ચેનું અંતર આખા પ્રહરમાં વીતી જાય એમ હતું .શબ્દો અને વિચારોની માયાજાળમાં એ ક્યાંક ફસાઈ રહ્યો હતો. એને એની જાણ જ ન હતી શું કહેવું વિચારોને શબ્દો માં કેમ ના મૂકવા વિવેકને વાત માંડીને કેમ કરવી ??? એને આ વાત સાચી તો લાગશે ને ?? એ મારી વાત માનશે ??એ મારી મદદ તો કરશે ને ??? ધવલ વાત ની શરુવાત કરે છે જો વિવેક તને આપડી કોલેજ ના દિવસો તો યાદ છે ને ! કોલેજ ની વાત સભલતાજ વિવેક ઉમગ અને અલ્લાસ માં આવી ગ્યો હા ,હા યાદ જ હોય ને પણ તું અત્યારે કોલેજ નું કેમ પુછે છે . કોલેજ નું reunion છે કે શું ? અને આવી વાત માં તું કેમ આટલો ઉદાસ છે આ તો ખુશી ની વાત છે . એટલામાં તો મોં મરડી પણ નાખ્યું અરે..ના એવું કંઈ નથી વાત તો સાંભળ પેલા પૂરી વાત બીજી છે . તને પેલી સના યાદ છે સના...
સના નું નામ આવતા જ વિવેક પલગ પરથી ઊભો થઈ ગ્યો અને જાણે કોઈ ભૂત નું નામ લિધુ હોય એમ જોવા લાગ્યો. કોણ ...શું... સના ... આ નામ લેતા જ હોસ ઉડી ગયા.સના પેલી જ સના ને જેનું ચેપટર થોડા વર્ષો પેલા આપડે બંધ કર્યું હતું વધુ detail માં કહૂ તો એજ સના જે ને તું પ્રેમ કરતો હતો જેને તે તારી જાત થી પણ વધારે ચાહતો હતો એજ ને જેને તને છેલ્લી ઘડી એ મૂકીને જતી રહી હતી એ જ ને જેને તને હંમેશા તરછોડી દીધો હતો એજ ને આગળ વિવેક કંઈ બોલે તે પેહલા જ ધવલ એને ચૂપ કરાવી દે છે .બસ બસ હા ,એ જ સના પણ તું એના વિશે એવો ખરાબ પ્રતિભાવ કેમ રાખે છે એ પણ મને ચાહતી હતી.
આ સાંભળતા જ ધવલ ના મોઢાના હાવભાવ જ બદલાઈ ગયા ઓહ. .. ઓહ . really જો એને સાચે માં તારાથી લગાવ હોત તો તને આમ છોડી ને નાં જાત. ના, છોડી એ છોડી ને ન હતી ગઈ એ તો બસ એ દિવસ આવી જ ન હતી. બસ બસ અને એ દિવસ હજું સુધી આવ્યો જ નથી વિવેક ભડાશ નીકળવાનું ચાલુ કર્યું અને એમ ને કે એની યાદ માં બસ તું દિવસો નીકાળ આ જ સાચી વાત છે ને જો એને કંઇક હોત તો એ દિવસ એ આવી હોત બસ હવે આ વાત પર આપડે પેહલા પણ વાત કરી છે જેનો હવે કોઈ મતલબ નથી કેમ કે તું એના વિશે કંઈ ખરાબ સાભળવા નો તો છે નઈ અને હુ કઈ સારું બોલવાનો નથી તો આ બહેશ કરવાનો શું ફાયદો ચલ છોડ આ વાત પણ આજે આમ અચાનક આ વાત કેમ? આટલા વર્ષે આ વાત ફરી કેમ ? તું તો એને ભૂલી ગયો હતો ને આપડે એ ચેપટર તો બંધ કર્યું હતું ને ફરી એ વાત ન કરવાની વાત થઇ હતી ને તો પછી ફરી એ જૂની વાતો કેમ ? કારણ શું છે ?