સંબંધ:એક સપનું-8
વિહાન બજારમાં મનોમન ખૂબ ખુશ થઈ રહ્યો.
વિશાખાના મનમાં ઘણાય પ્રશ્નો થઈ રહયાં.એક વંટોળ ઉડયો. વિહાનને લાઈક કરતી વિશાખા પોતાના દોસ્ત ને પોતાનાથી દુર થતો જોઈ રહી.
બેટા, આજ તારો પ્લાન ફેલ થઈ ગયો. તારી હરેક પલને છીનવતો રહીશને તને ખબર પણ નહીં પડે.વિહાન વિચારતો રહ્યો.
★
11 આજુબાજુ નિલમનું દિલ હળવું થઈ ગયું.એ શાંત થઈ ગઈ.તેને નિંદર આવી ગઈ.ઘરકામ કરવા મીના માસી આવે છે એમણે12 વાગે જાનવીબેનને કહ્યું કે નિલમ તો સુઈ ગઇ છે.
જાનવીબેને પોતાની લાડલીને પ્રેમથી જગાવતા કહ્યું "નિલમ તારે 1વાગે જવાનું છે લેક્ચરમાં ઉભી થઇ જા બેટા."
ના
અરે!!નીલુ તું જો લેટ થઈ ગયું
ના ના
બાળકની માફક બોલી રહી નીલુ.
જાનવીબેન હંમેશા ચેતનને નિલમને જગાવવા પાણી છાંટતાએ બોલ્યા "નીલુ પાણીનો ગ્લાસ લાવું?"
"એ ફટટ દઈને ઉભી થઇ ગઇ."
એક પછી એક સવારના 8 વાગાની સ્લાઈડ નિલમની આંખ સામેથી પસાર થવા લાગી. એ મમ્મી સામે જોયા વગર જ ઉભી થઇ ગઇ.
તેના દિલમાં દુઃખ છે.એક અણગમો છે.વિચારો છે.મમ્મી એ પપ્પાને કેવાની ક્યાં જરૂર હતી? સુધરવાનું મારે છે.મમ્મી પપ્પાને પીન મારે છે.મારી વિરુદ્ધ કરવા.પપ્પા ચુપચાપ સાંભળીને જતા રહે છે.
દુનિયાની નજરમાં બેસ્ટ માતા-પિતાનો ખિતાબ જિતનાર ખુદ
ખતરનાક છે.ઓછપનું કામ અંધારામાં કરે છે.બાર ભેદભાવ ને સમાનતાની વાતો કરે છે
નીલમ ફ્રેશ થવા માટે જતી રહી.તેના મમ્મીને બહુ ખબર ન પડી કે નીલમ નારાજ છે. તે બોલ્યા "નીલમ,તું તૈયાર થઈને નીચે આવી જજે, હું જાઉં છું."
જાનવીબેન રસોડામાં ગયા. નીલમ માટે ચા બનાવી. નીલમ હજુ તૈયારી થાય છે. સીડીની બાજુમાં આવીને જાનવીબેન બોલ્યા "નીલમ તૈયાર પછી થજે બેટા,પહેલા ચા પીજા ઠંડી થઈ જશે."
નીલમેં મમ્મીની વાતનો કોઈ પણ જવાબ ના આપ્યો. બસ તૈયાર થાય છે. જાનવીબેન 5 પગથિયાં ઉપર ચડીને બોલ્યા
"બેટા,ચા પી જા."
ત્યારે નિલમ એટલું જ બોલી "મમ્મી હું જાવ છું".જાનવીબેનની બાજુમાંથી પસાર થઈ ગઈ.
જાનવીબેન બોલ્યા "ચા બનાવી છે" ત્યારે નીલમ એટલું જ બોલી
"મારે લેટ થાય છે" ત્યારે જાનવીબેન બોલ્યા
"પણ ચા પીવામાં કેટલું લેટ થઈ જશે?"ત્યારે નીલમ સેન્ડલ પહેરતા પહેરતા બોલી એટલું "હું ટાઈમ પર આવી જઇશ"
જાનવીબેન ચા નો કપને રકાબી લઈને આવ્યા પણ નિલમેં સામું પણ ન જોયું.
જાનવીબેનને નિલમની નારાજગીનો ખ્યાલ ન આવ્યો. પણ તેને લાગ્યું કે એને નીંદર આવી ગઈ તો લેટ થઈ ગયું હશે માટે એ જતી રહી
★
નિલમ કોલેજના ગેટ આગળ પ્રવેશી. શોપિંગની બધી જ વસ્તુઓ રાખી રોડ ક્રોસ કરી નીલમની ટીમ આવી રહી.
સારિકા બોલી નિલમ.
અવાજ સાંભળી નિલમ ઊભી રહી ગઈ.બધા સામે સ્માઈલ આપી બધા એક પછી એક પૂછવા લાગ્યા કેમ ના આવી કેમ ના આવી કેમ ના આવી?
★
【વિહાન મનમાં સારું થયું ના આવી】
નિલમે બધાના પ્રશ્નોનો એક જ વાક્યમાં જવાબ આપ્યો ઘરે મહેમાન આવી ગયાતા.
નિશા કામ પતાવીને આવી જવાય.
નૈતિક બોલ્યો તો થોડીવાર તું ગઈ હોત તો કામ કરવા.
બધું છોડો સુમિત બોલ્યો.. નિલમ તે કોલ કે મેસેજનો જવાબ કેમ ન આપ્યો?
નિલમને યાદ આવે છે તેના જોડે મોબાઈલ પણ છે. અને તેના પર બધા એ કોલ અને મેસેજ પણ કર્યા હશે.પરંતુ નીલમનો કોલ મિટિંગમાં જ રાતનો રહી ગયેલો.
એ બોલી અરે મોબાઈલ તો મિટીગમાં છે. મને ખબર જ ના પડી કે મેસેજને કોલ આવે છે.
નીલમે એક પણ મેસેજ કે કોલ ન જોયો .મોબાઇલ પર્સમાં રાખી દીધો અને બધા જોડે ચાલતા ચાલતા જ એ કોલેજમાં એન્ટર થાયછે. એ અંદર ગયા અને ત્યાં જ કરણ નીલમની રાહ જોઇને ઉભો.તે દોડીને નિલમ પાસે આવ્યો. તેના બંને ખભા પકડી ને બોલ્યો
"નીલમ વાય? આવું શા માટે? તુ ના આવે એનાથી કોઈ પ્રોબ્લેમ ન્હોતો.પરંતુ તે કેમ મેસેજ કે કોલ રીસીવ નથી કર્યા. તે તને ખબર છે મને તારી કેટલી બધી ચિંતા થતી હતી ?
મનમાં કેવા વિચારો આવતા હતા.? ઘડીક વાર તો મારો જીવ પણ જતો રહેલો.હું મારા મનને દિલને મનાવવામાં લાગી ગયો.
ત્યારે નીલમ કરણના બંને હાથ પકડીને બોલી હું બરાબર છું તું જોઈ શકે છો. કરણ બસ બસ મારા ઘરે મહેમાન આવી ગયા. હું આવી ન શકી. ઘરમાંથી નીકળી ન શકી. મમ્મીને કામમાં હેલ્પ કરાવી. જોડે કામવાળા માસી એ ગુલ્લી મારી.
★
રિસેસ ટાઈમમાં બધાથી અલગ થઈ અને નીલમ અને કરણ બેઠા છે એ લોકોનું ગ્રૂપ એક બાજુ છે કરણ નીલમનો હાથ પોતાના હાથમાં લઈને બોલ્યો
નીલમ મને શોપિંગ કરવા ના જવાયું.એનાથી દુઃખ નથી થયું.તું ના આવી એનાથી પણ દુઃખ નથી થયું.પણ તે વિચાર તો કર્યો હોત કે હું તારી ચિંતા કરતો હોઈશ.
નીલમ શાંતિથી પોતાને strong બનાવી. સવારની બધી જ વાતો ભૂલી અને બોલી આઈ એમ સોરી. મને માત્ર એટલું જ યાદ આવ્યું કે "આપણે જવાનું છે" પણ એવું તો યાદ આવ્યું નહીં કે તમે લોકો મેસેજ અને કોલ કરતા હશો.અને એમાં પણ ખાસ તું મારા મેસેજને કોલની રાહ જોતો હોઈશ એવો વિચાર જ ન આવ્યો.
હું પણ તમને ખૂબ જ યાદ કરતી હતી પણ મારા મગજમાં મોબાઈલ હાથમાં લેવાનો વિચાર જ ના આવ્યો.
કરણ નીલમ ના હાથ ને દબાવતા બોલ્યો મને તારા જોડે બહાર જવું છે પહેલો મોકો ચૂકાઈ ગયો.પણ કાલે તું અને હું બંને જઈશું. નીલમને પોતાના ઘરનો વિચાર આવ્યો અને કામનો.
તેણે કહ્યું પણ નહિ આવી શકું.
કરણ બોલ્યો કાલે તારે શું કામ છે ? પેલા કામવાળા પણ આવશે. તારા મમ્મી છે અને મહેમાન પણ નહીં હોય.ત્યારે નિલમ થોડી દુઃખી થાય છે તેમ છતાં બોલી વાંધો નહી.
નિલમ બોલી આજની મારી ભૂલ માટે હું તારા માટે તું કે એમ જ કરીશ.
★
વિહાન મનોમન ખુશ થયો.વિહાને મહેમાનને સો વર્ષની ઉંમરના આશીર્વાદ આપ્યા.કામવાળા માસીને 150 વર્ષની ઉંમરના આશીર્વાદ આપ્યા.