Jawabdarithi safadta - 1 in Gujarati Motivational Stories by Amit R Parmar books and stories PDF | જવાબદારીથી સફળતા - 1

Featured Books
Categories
Share

જવાબદારીથી સફળતા - 1

એક ખેડુત પરીવાર ખુબજ ગરીબ હતો, ખેતી કરીને ગુજરાન ચલાવતો હતો. પણ સતત બે વર્ષથી દુકાળ પડવાને કારણે તેઓ કશું ઉગાળી શક્યા નહી અને આખરે મસમોટા દેવા તળે દબાઇ ગયો. આટલુ બધુ દેવુ ઉતારવુ કેવી રીતે તેની ચીંતામાને ચીંતાતામા તે ખેડુત મૃત્યુ પામ્યો. હવે તેના ૫ બાળકોની જવાબદારી તેની પત્ની પર આવી પડી. પણ આવી કપરી પરીસ્થીતિમા હિંમત હારવાને બદલે તેણે પરીસ્થીતિઓ સામે લડી લેવાનુ નક્કી કર્યુ. તે સ્ત્રી આખો દિવસ ખેતરમા કામ કરતી, સાંજે ભેંસોની દેખરેખ કરતી અને પોતે વાસી ખોરાક ખાઇને પણ બાળકોને સારુ ભોજન ખવડાવી તેઓની પુરેપુરી કાળજી રાખતી. માતાનો આવો પ્રેમ જોઇને તેના બાળકો પણ તેને ઘરના તમામ કામમા મદદરૂપ થતા અને આ રીતે બધા સાથે હળી મળીને મહેનત કરીને પૈસા કમાવા લાગ્યા. થોડો સમય જતા તેઓ પૈસે ટકે સુખી થયા અને સમાજમા સમ્માનભેર જીવવા લાગ્યા.
હવે બીજી બાજુ એક પૈસાદાર ઘરની સ્ત્રી હતી જેની સેવા માટે કેટલાય નોકરો ખડે પગે રહેતા. તેણે એક નાનુ અમથુય કામ કરવાનુ ન’તુ તેમ છતાય તે પોતાના બાળકો શું કરે છે, કોની સાથે રમે છે, તેઓને કેવા સંસ્કાર મળે છે તેની કશી કાળજી રાખતી નહી. તેણેતો એમજ માની લીધુ હતુ કે ઘરના કામતો નોકરોએજ કરવાના હોય, જો નોકર એક દિવસ ન આવે તો આખો દિવસ ઘરમા ગંદકી ફેલાયેલી રહેતી પણ તે એક તણખલુ પણ ઉપાળવાનો પ્રયત્ન કરતી નહી. શું મહેલની માલકિન હોવાને નાતે તેના ઘર પરીવારની સાર સંભાળ રાખવાની તેની જવાબદારી નથી બનતી ? ઘરના આવા વાતાવરણને કારણે તેના છોકરાઓ પણ બેજવાબદાર બની ગયા, તેઓ મન પડે તેમ પૈસા ઉડાળવા લાગ્યા, મન પડે તેમ એક બીજા સાથે વર્તવા લાગ્યા અને આ રીતે ઘરમા ચારેય તરફ કજીયાઓ ફેલાઇ ગયા. અહી જો પેલી સ્ત્રીએ બીજુ કંઈ નહી તો માત્ર બાળકોને સારા સંસ્કાર આપવાની પણ જવાબદારી ઉઠાવી લીધી હોત તો આજે તેણે આવા દિવસો જોવા પડ્યા ન હોત.
આમ કહેવાનો મતલબ એટલોજ છે કે પોત પોતાની જવાબદારીઓ નિભાવ્યે જવાથી દુ:ખના સમયને પણ સુખમા ફેરવી શકાતો હોય છે, સમાજમા સમ્માનભેર જીવી શકાતુ હોય છે. પણ જો પોતાની જવાબદારીઓ વ્યવસ્થીત રીતે નિભાવવામા ન આવે તો સુખમાથી દુ:ખનો સમય આવતા વાર લાગતો હોતો નથી.
જીવનમા ગમે તેટલી સમસ્યાઓ આવે, નિષ્ફળતાઓ મળે તો પણ આપણે આપણા ભાગની જવાબદારીઓ નિભાવ્યે જવી જોઇએ, તેનાથી કદી વિમુખ થવુ જોઇએ નહી. જે વ્યક્તી સતત પોતાની જવાબદારીઓ નિભાવ્યે જાય છે તેઓને વહેલા મોડા સફળતા મળતીજ હોય છે. જવાબદારીઓથી ભાગી જવુ ખુબ સરળ હોય છે પણ તેના પરીણામો સહન કરવા ખુબ અઘરા પડતા હોય છે જ્યારે જવાબદારીઓ નિભાવવી ભલે થોડી કઠીન હોય પણ તેના પરીણામો ખુબજ મીઠા હોય છે. આવા મીઠા પરીણામો ચાખ્યા પછી જીંદગી પ્રત્યે કોઇ ફર્યાદ રહેતી હોતી નથી. દુર દ્રષ્ટી ધરાવતા વ્યક્તી આવુ ગણીત ખુબજ જડપથી સમજી જતા હોય છે એટલા માટેજ તેઓ દરેક પરીસ્થીતિમા કામ કરતા રહી સફળતા મેળવી બતાવતા હોય છે. આવા લોકો જ્યારે સફળ થતા હોય છે ત્યારે પેલા જવાબદારીથી ભાગી જનારા લોકોને સમજાતુ હોય છે કે સાચુ સુખ અને સફળતા હંમેશા જવાબદારીઓ નિભાવવાથીજ પ્રાપ્ત થતા હોય છે .
જો પોતાની જવાબદારીઓ નિભાવવી મુશ્કેલ થઈ જાય, એક સાથે અનેક પ્રકારના કામ કરવાના આવી પડે તો આવા સમયે હિંમત હારી જવાને બદલે બધાજ કામ પાર પડી જશે તેવો આશાવાદ વિકસાવવો જોઇએ, તમારે એમ વિચારવુ જોઇએ કે મારા જેવા અનેક લોકોએ આવા કામ પાર પાડ્યા છે તો એનો અર્થ એ થયો કે આવી પરીસ્થીતિમાથી પણ બહાર આવી શકાય તેમ છે. જો તેમજ હોય તો લોકોએ આવા કામ કઈ રીતે પાર પાડ્યા છે, કઈ કઈ ટેક્નીકો વાપરી છે તેની સમજ મેળવી મારે પણ તેનો અમલ કરવા લાગી જવુ જોઇએ. આમ જો તમે આવી ટેકનીકો, રીતો સમજવાનો કે નવા નવા રસ્તાઓ શોધવાનો પ્રયત્ન કરો તો જવાબદારી ગમે તેવી જટીલ કે ગંભીર હોય, તેને સંપુર્ણ સ્વસ્થતાથી નિભાવી શકાતી હોય છે.

ઘણા લોકો પોતાના અગત્યના કામ પડતા મુકીને આખો દિવસ રમતો રમવામા, ટીવી જોવામા કે આમ તેમ આંટા ફેરા મારવામા સમય વેડફી નાખતા હોય છે, તેઓ પોતાના ઘર પરીવાર, સમાજ કે પોતાનાજ જીવન વિશેની જવાબદારીઓ સમજતા હોતા નથી. વળી જો તેઓને રોકવા ટોકવામા આવે તો તેઓ અમુક કારણોને લીધે કોઇ કામ કરી શકે તેમ નથી તેવુ બહાનુ કાઢીને જાણેકે પોતાનીજ જીંદગી સુધારવી એ તેમની જવાબદારી ન હોય તેમ માનીને છટકી જતા હોય છે. છટકી જવાની આવી વૃત્તીને પલાયન વૃત્તી કહે છે. પલાયન વૃત્તી એટલે હકીકતોથી દુર ભાગી પોતાની જવાબદારીઓને અવગણવાની વૃત્તી. એટલેકે જ્યારે વ્યક્તી વાસ્તવિક પરીસ્થીતિઓનો સ્વીકાર કરી તેને સુધારવાના પ્રયત્ન કરવાને બદલે તેમાથી બહાના કાઢી છટકી જવાનો પ્રયત્ન કરે તો તેને રણમેદાન છોળીને ભાગી ગયા કે પોતાની જવાબદારી ચુકી ગયા તેમ કહી શકાય. હવે જરા વિચારો જોઇએ કે જે વ્યક્તી યુદ્ધમેદાનમા લડાઇ લડ્યા વગરજ શસ્ત્રો મુકીને ભાગી જાય છે તે જીત કેવી રીતે મેળવી શકે ? માટે જીવનમા ગમે તે થઈ જાય ગમે તેટલી નિષ્ફળતા મળે તો પણ પોતાના જીવનને સુધારવા માટે કટીબદ્ધ રહેવુ જોઇએ. આપણા જીવનને સુધારવુ એ આપણાજ હાથની વાત છે, તેમા બીજા કોઇ કંઇ કરી શકે તેમ નથી. જો આપણુ જીવન સુધારવુ એ આપણાજ હાથની વાત હોય તો પછી બીજાઓ પર આધાર રાખવાને બદલે કે બહાનાઓ કાઢવાને બદલે સંઘર્ષ કરીને પણ ટકી રહેવુ જોઇએ. ગમે તેવી પરીસ્થીતિમા પોતાનુ કે પોતાના પરીવારના લોકોનુ જીવન સુધારતા રહેવુ જોઇએ એજ સાચી જવાબદારીપણાની નિશાની છે.
ઘણી વખત ઘરના કોઇ સભ્યથી ભુલ થઈ જાય, શાકમા મીઠુ ઓછુ પડી જાય તો બેજવાબદાર લોકો આખુ ઘર માથે ઉપાડી લેતા હોય છે, લોકોથી આવી ભુલ થાયજ કેમ તેવી બુમા બુમ કરી મુકતા હોય છે પણ પોતે પોતાની જવાબદારીઓ બરોબર નિભાવે છે કે નહી તે જોતા હોતા નથી. આવા લોકોએ કોઇના પર આરોપો નાખતા પહેલા પોતે પોતાની જવાબદારીઓ વ્યવસ્થીત રીતે નિભાવી રહ્યા છે કે નહી તે પહેલા ચકાસવુ જોઇએ અને પછી બીજાઓની ફર્યાદ કરવી જોઇએ. જો વિશ્વનો દરેક વ્યક્તી પોત પોતાની જવાબદારીઓ ઉપાડી લે કે ઇવન સમજી પણ લેય તો પણ અનેક પ્રકારની સમસ્યાઓના સમાધાન થઈ જતા હોય છે, પણ લોકો પોતાની આવી જવાબદારીઓ સમજતા હોતા નથી એટલા માટેજ તેઓ ફેંકાઇ જતા હોય છે. આવા લોકોએ એક વાત યાદ રાખવી જોઈએ કે પલાયનવાદ એ એવા મીઠા જહેર સમાન હોય છે કે જે શરુ શરુમાતો આનંદ આપતો હોય છે પણ પાછળથી ખુબ પસ્તાવુ પડતુ હોય છે. માટે અત્યારથીજ પોતાની જવાબદારીઓ સ્વીકારતા શીખી લેવુ જોઇએ.
જરા વિચારો જોઇએ કે પરીવારના મોભી કે માતા પીતા કમાવાની જવાબદારી કે બાળકોનુ પાલન પોષણ કરવાની જવાબદારીથી ભાગી જાય તો શું થાય ? એક શીક્ષક પોતાના વિદ્યાર્થીઓને નિષ્ઠાથી ભણાવવાની જવાબદારી ન નિભાવે તો શું થાય ? શું તેઓ આ રીતે ક્યારેય સફળ થઈ શકે ?
ઘણી વખત લોકો કહેવાતી શાંતી મેળવવાના ચક્કરમા સંસારનો ત્યાગ કરી પોતાની જવાબદારીઓમાથી છટકી જતા હોય છે. આવા લોકો જવાબદારીઓ ત્યજી આરામ મેળવી લેતા હોય છે પણ ખરુ જોતાતો તેઓ એક માણસ કે પરીવારના મોભી તરીકે તેઓ નિષ્ફળ ગયા હોય છે કારણકે તેઓ તેમના ભાગની જવાબદારી નિભાવી ન શક્યા. માત્ર કહેવાતી શાંતી મેળવવાના ચક્કરમા બીજાઓને કષ્ટ આપી શકાય નહિ. શું પોતાના પરીવારને રડતા મુકી જવાબદારીઓમાથી ભાગી જનાર વ્યક્તી ખુશ રહી શકે ? નજ રહી શકે. આવા લોકો અજાણ્યા લોકો સાથે ભેગા થઈ પ્રેમ અને ભાઇચારાથી રહી અનેક પ્રકારની કામગીરીઓ નિભાવતા હોય છે પણ પોતાના પરીવારને તેમનો પ્રેમ આપવાની કે તેમને સહાયરૂપ થવાની જવાબદારી તેઓ સમજતા હોતા નથી. આવો વિરોધાભાસ કેટલે અંશે વ્યાજબી કહેવાય? સમાજમા એવા ઘણા ઉદાહરણો હોય છે કે જેમા મા બાપ કાળી મજુરી કરીને, વાસી ખોરાક ખાઇને કે ફાટેલા તુટેલા કપડા પહેરીને પણ પોતાના બાળકોનુ ભરણ પોષણ કરતા હોય છે, તેઓને સારા કપડા પહેરવા આપતા હોય છે, અરે ! સારા કપડાતો શું તેઓતો સારા શીક્ષણની પણ વ્યવસસ્થા કરી આપતા હોય છે અને આ રીતે પોતાના પરીવારના ચહેરા પર મુસ્કાન લાવી બતાવતા હોય છે. તો શું બાળકોના ચહેરા પરની આવી મુસ્કાન તમને શાંતી ન બક્ષી શકે ? જો તમને આ બન્ને પ્રકારની વ્યક્તીમાથી કોઇ એકને સમ્માન આપવાનુ કહેવામા આવે તો તમે કોને સમ્માન આપવાનુ પસંદ કરશો? પોતાના પરીવારને રડતા મુકી આરામની જીંદગી જીવવા નિકળી પડ્યા છે તેવા લોકોને કે પછી તમામ પ્રકારની તકલીફો સહન કરીને પણ હસતા મોઢે, વગર ફર્યાદે પોતાની જવાબદારીઓ નિભાવી બતાવે છે તેઓને ? તમે આટલો વિચાર કરશો તો તરતજ સમજાઇ જશે કે પોતાની જવાબદારીઓ નિભાવવાથીજ આખરે સફળતા, પ્રસંશા, શાંતી અને સમ્માન મેળવી શકાતા હોય છે.
સફળતા મેળવવા માટે પ્રયત્ન કરવા જરુરી છે, તો આવા પ્રયત્નો કરતી વખતે ભુલો થવી એ સ્વાભાવિક છે પરંતુ તેને સુધારી લેવી વધુ અનિવાર્ય બને છે કારણ કે જયાં સુધી આવી ભુલો સુધરતી હોતી નથી ત્યાં સુધી કાર્ય અધુરુ રહી જવાને કારણે સફળતા દુર રહી જતી હોય છે. તો આવી ભુલો ત્યારેજ સુધારી શકાતી હોય છે કે જ્યારે તેમાથી છટકી જવાને બદલે તેનો ગંભીરતા કે નિખાલસતાથી સ્વીકાર કરી લેવામા આવે. જ્યારે વ્યક્તી પોતાની ભુલોને સ્વીકારી લેતા હોય છે ત્યારે તે તેમા સુધારા–વધારા કરીને આગળ વધતા હોય છે પરંતુ જ્યારે વ્યક્તી પોતાની આવી ભુલોનો અસ્વીકાર કરતા હોય છે ત્યારે તે ભુલોને સુધારીને આગળ વધવાની તક ગુમાવી બેસતા હોય છે કારણ કે પરીણામની ચીંતા કરીને પોતાની ભુલોનો અસ્વીકાર કરનાર વ્યક્તી ક્યારેય આવી ભુલોને સુધારવાનો પ્રયત્ન નહી કરે જેથી તેની ભુલો ઉકેલાયા વગર રહી જતી હોય છે અને ધીરે ધીરે તે મોટુ સ્વરૂપ ધારણ કરી લેતુ હોય છે અથવાતો આવી ભુલો ભેગી થવા લાગતી હોય છે જે અંતે વ્યક્તીનીજ નિષ્ફળતાનુ કારણ બનતી હોય છે. આમ જે વ્યક્તી પોતાના એક્શન પ્રત્યે કાર્ય પ્રત્યે જવાબદાર બને છે, જવાબદારીથી તેને પુર્ણ કરવાનો પ્રયત્ન કરે છે તે વ્યક્તીજ પોતાની ક્ષતીઓને સુધારી પર્ફેક્ટ બનવાની દિશામા આગળ વધી સફળતા મેળવી શકતા હોય છે.
એક જવાબદાર વ્યક્તી તમામ બાબતોનુ ધ્યાન રાખીને ઓછામા ઓછી નુક્શાની થાય એ રીતે કામ કરતો હોય છે એટલા માટેજ તે હંમેશા સમાજનુ ધ્યાન રાખશે, લોકોનુ, સાધન-સંપતી, પર્યાવરણ કે રાષ્ટ્રના હિતને ધ્યાનમા રાખીને કામ કરશે જ્યારે બેજવાબદાર વ્યક્તી મનફાવે તેમ વર્તન કરશે, વ્યસનો કરશે, અશ્લીલતા ફેલાવશે, ચોરી-લુંટફાટ કે દગા ખોરી કરશે, સાધન સંપતી, સમય અને પર્યાવરણનો વેળફાટ કરશે અને પોતાનુ ધાર્યુ પરીણામ મેળવવા અનૈતીક કે ગુનાહીત પ્રવૃતીઓ પણ કરી બેસશે. સાથે સાથે આવી ભુલોથી તેમને કશો ફર્ક પણ નહી પડે. પછી આવા બેજવાબદાર વ્યક્તીઓનો સમાજ અસ્વીકાર કરતો હોય છે જયારે પોતાના દરેક કાર્ય, ફરજ કે એક્શનની જવાબદારી ઉઠાવી કામ કરનાર વ્યક્તી પર સમાજ ભરોસો મુકીને તેનોજ સાથ આપવા પ્રેરાતા હોય છે. એક બેજવાબદાર વ્યક્તી મન ફાવે તેવુ વર્તન કરશે કે ભુલો કરશે તો પણ તેનો ક્યારેય સ્વીકાર નહી કરે અને વળી પાછુ દોષનો ટોપલો બીજાઓ પર ઢોળી દેશે, જ્યારે એક જવાબદાર વ્યક્તી પોતાની ભુલોનો સ્વીકાર તો કરેજ છે પરંતુ અન્યોએ કરેલી ભુલોની જવાબદારી પણ એમ માનીને ઉઠાવી લેતો હોય છે કે હું તેને સાચુ મર્ગદર્શન આપી ના શક્યો એટલા માટેજ તેનાથી આવી ભુલ થઇ ગઇ હશે. તો આ રીતે તે વ્યક્તી કંઇક એવુ કરવાનો પ્રયત્ન કરશે કે જેથી કરીને આવી ભુલ ફરી પાછી ના થાય જ્યારે પેલો જવાબદારીમાથી ભગી જનાર વ્યક્તી એમ માનીને આવી ભુલો વારંવાર કર્યે રાખશે કે આપણે ફરી પાછા આજ રીતે છટકી જઇશુ. આમ બેજવાબદાર વ્યક્તીનુ ધ્યાન છટક બારીઓ ગોતવામા અને નકામી પ્રવૃતીઓ કરવામા વધારે રહેતુ હોય છે જ્યારે જવાબદાર વ્યક્તીનુ ધ્યાન માત્રને માત્ર તેના કામ અને સમસ્યાઓના સમાધાન પરજ રહેતુ હોવાથી તેઓ નામ, સફળતા અને સમૃધ્ધી એમ બધુજ પ્રાપ્ત કરી જતા હોય છે.
એક જવાબદાર વ્યક્તી એજ છે કે જે પોતાના લીધે કોઇ પણ બાબત બગળવા ન દે અને જો તે બગળી જાય તો તેના માટે તે પોતાનેજ જવાબદાર માની જાતેજ તેને સુધારવાનો પ્રયત્ન કરે. એટલે કે જ્યારે વ્યક્તી કોઇને પણ નુક્શાન પહોચાળ્યા વગર ઉચ્ચ કક્ષાના મુલ્યોને સાથે રાખીને નિર્ણયો લેય અને તેની અસરો પ્રત્યે સભાનતા દર્શાવી પોતાનુ કાર્ય કરે કે ફરજો નીભાવે તો તે વ્યક્તી જવાબદારી પુર્વકનુ વર્તન કરી રહ્યો છે તેમ કહી શકાય.
વ્યક્તી કોઇ પણ કાર્ય કરે ત્યારે તેને લીધે ઉદ્ભવતા પરીણામ માટે તે પોતેજ જવાબદાર બનતો હોય છે, તેવીજ રીતે જો તે વ્યક્તી પોતાની ફરજો ન નિભાવે તો ત્યારે ઉદ્ભવતી પરીસ્થીતિ માટે પણ તે પોતેજ જવાબદાર બનતો હોય છે. આવી જવાબદારીઓમાથી તે ક્યારેય ભાગી ના શકે અને જો તે ભાગવાનો પ્રયત્ન કરે તો તે વ્યક્તીનુ અવમુલ્યાન થયા વગર રહે નહી. આમ જવાબદારીઓમાથી ભાગવાને બદલે તેનો સ્વીકાર કરી તેનુ વહન કરતા શીખવુ જોઇએ કારણ કે એ જવાબદારીઓજ છે કે જે વ્યક્તીનુ સાચુ ઘડતર કરી તેના સમ્માનમા વધારો કરતુ હોય છે.
આ સંસારની દરેક વ્યક્તી પર કોઇને કોઇ જવાબદારીઓ હોય જ છે પછી તે જ્ઞાન પ્રાપ્ત કરવાની હોય, કમાવાની હોય, ઘર-પરીવાર ચલાવાની હોય, માતા-પીતા, પુત્ર-પુત્રી, તરીકેની તેમજ માલીક–મજૂર કર્મચારી, પ્રજા અને સત્તાધારી વ્યક્તીઓ તરીકેની એમ દરેકની અમુક ચોક્કસ જવાબદારીઓ હોયજ છે. તો આવી વ્યક્તીઓ પોત-પોતાના કાર્ય કે સબંધોમા સફળ ત્યારેજ થઇ શકતા હોય છે કે જ્યારે તેઓને પોતાની જવાબદારીઓ વિશેની સમજ હોય અને તેઓ તેમાથી છટકવાને બદલે તેનો નિભાવ કરી જાણતા હોય. જેમ એક પીતા પોતાના પરીવાર વિશેની જવાબદારી પ્રત્યે ગંભીર હોય તો તે આકાશ-પાતાળ એક કરીને પણ પોતાના પરીવારનુ ગુજરાન ચલાવી બતાવતા હોય છે તેવીજ રીતે સફળતા મેળવવા ઇચ્છુક વ્યક્તી પોતાના દ્વારા લેવાયેલા કે લેવાના એક્શન પ્રત્યે જવાબદાર બને અને તમામ બાબતોની કાળજી રખવાનો પ્રયત્ન કરે તો પર્ફેક્શનની ઉંચામા ઉંચી હદ પ્રાપ્ત કરી તમામ પ્રશ્નોનુ સમાધાન લાવી નિર્વિઘ્ન પણે સફળતા મેળવી શકતા હોય છે. એક વેપારીની જવાબદારી છે કે સમાજને વ્યાજબી કિંમતે ગુણવત્તાયુક્ત ઉતપાદન આપવુ, એક નેતાની જવાબદારી છે કે સમાજના લોકોની સેવા વગર ભ્રષ્ટાચાર કે ભેદભાવ વગર કરી આપવી, એક વિદ્યાર્થીની જવાબદારી છે કે તે પોતાના કિંમતી સમયનો સદઉપયોગ કરી સંપુર્ણ શીક્ષણ પ્રાપ્ત કરી મા-બાપના પૈસાનુ યોગ્ય વળતર મેળવી બતાવે. જો આ દરેક વ્યક્તી પોત પોતાની જવાબદારીઓને ગંભીરતાથી નિભાવી બતાવે તો તેઓ પોતાના કામમા ૧૦૦% સફળ થતાજ હોય છે કારણ કે જવાબદારીઓના વહાનમાજ સાચી સફળતા છુપાયેલી હોય છે.
મોટા ભાગના લોકોની સૌથી મોટી સમસ્યા એજ હોય છે કે જ્યારે તેઓને સફળતા મળે છે ત્યારે બધીજ વાહવાહી તેઓ પોતાના નામે કરી લેવાના પ્રયત્નો કરતા હોય છે પરંતુ જ્યારે તેઓને નિષ્ફળતા મળતી હોય છે ત્યારે તેઓ પોતાની ભુલ સ્વીકારવાને બદલે દોષનો ટોપલો અન્યો પર ઢોળી દેતા હોય છે. બસ વ્યક્તી ખરેખર ભુલ અહિજ કરી દેતો હોય છે કારણકે વ્યક્તી જ્યારે પોતાની ભુલોનો સંપુર્ણ અસ્વીકાર કરી દેતો હોય છે ત્યારે તેનામા એક પ્રકારની જે જાગૃતી કે ગંભીરતા આવવી જોઇએ, જે બોધપાઠ ગળે ઉતરવો જોઇએ કે એક પ્રકારની સેંસનુ નિર્માણ થવુ જોઇએ તે થતુ હોતુ નથી જેથી ફરી પાછી આવીજ ભુલો નહી થાય તેની કોઇ ગેરેન્ટી આપી શકાતી નથી એટલેકે એવી પુરેપુરી સંભાવના રહે છે કે આવી ભુલો ફરી પાછી થાય. આમ વ્યક્તી પોતાની ભુલો સુધારીતો શું તેની સમજ પણ પ્રાપ્ત કરી શકતા હોતા નથી જેથી તેઓ વારંવાર આવી ભુલો કરી નિષ્ફળ જતા હોય છે જ્યારે પોતાની ભુલોનો એકરાર કરનાર, તેનુ સંશોધન કરનાર વ્યક્તી તેને સંપુર્ણ પણે દુર કરવાના ઉપાયો સમજી પોતાના કાર્યોને ક્ષતી રહીત બનાવી સફળ થઇ જતા હોય છે.