*લાગણી ભીનો સબંધ* ભાગ :-૨... ૨-૧૨-૨૦૧૯
આગળ વાત કરતા અમીબેન એ કહ્યું કે,"તને જોઈ ને બેટા એવું લાગે છે કે કોઈ પૂર્વ જન્મનો સંબંધ છે માટે જ ભગવાને આપણને મેળવ્યા છે..."
હું રોજ બપોરે મંદિર જવું છું તું પણ હવે થી રોજ બપોરે મંદિર આવજે .... આમ કહી બને સાથે મંદિર જવા નીકળ્યા અને મંદિરમાં કામ પતાવી છૂટા પડ્યા..હવે તો અનિતા રોજ બપોરે જ મંદિર જતી અને અમી બહેન ને મળતી ત્યારે જ એના દિલની ભાવનાઓ ને રાહત થતી....
એક દિવસ અનિતા એ પુછ્યુ કે આપને જોયા છે ત્યાર થી આપને મા કહેવાનું મન થાય છે .... હું આપને મા કહી શકું???
અમી બહેન કહે જરૂર બેટા ..... આજથી હું તારી મા....અને તું મારી દીકરી ...
ચાલ આજે ઘરે જઈને મોં મીઠું કરીએ અને તારા પિતા ને પણ મળાવુ અને એમને પણ ખુશી ના સમાચાર આપુ ...... જઈને દરવાજો ખખડાવ્યો એમના પતિ પિનાકીન ભાઈ એ દરવાજો ખોલ્યો.... અમી બહને કહ્યું કે જુવો હું કોને લાવી છું આપણા ઘરે???
પિનાકીન ભાઈ કહે કોણ છે???" તું જ ઓળખાણ આપી દે ભાગ્યવાન મે તો આજ પેહલા આને ક્યારેય જોઈ નથી કે મળ્યો પણ નથી...!!"
અમી બહેન કહે આપણા જન્મો જનમ ના સંબંધ ની દિકરી અનિતા છે.... આપણી બીજી દિકરી....
પિનાકીન ભાઈ એ પણ અનિતા ના માથે પ્રેમથી હાથ મુક્યો... પછી અમી બહેન એ બધી વાત કરી... મોડું થઈ ગયું છે મા હું હવે જવુ કહી અનિતા પાછી આશ્રમમાં ગઈ....
અનિતા આજ કાલ ખુબ ખુશ રહેતી હતી આ નવા સંબંધ થી... એ માટે એ અંબા માં નો દિલથી ખુબ આભાર માનતી...
બીજે દિવસે એ મંદિર પહોંચી અમી બહેન પણ આતુરતાથી રાહ જોતા હતા અને અનિતા ને જોઈને ભેટી પડ્યા અને માથે વહાલ કર્યું.... જા તું પગે લાગી આવ તને બે ખુશ ખબર આપું...
અનિતા માતાજી ને પગે લાગી આવી બાંકડે બેઠી.... અમી બહેન એ અનિતા નો હાથ હાથમાં લઈ કહ્યું કે માધવી ના ઓફિસમાં સાથે કામ કરતાં અલય સાથે લગ્ન નક્કી કર્યા છે અને એક મહિના પછી લગ્ન છે... એના બન્ને ભાઈઓ અને ભાભી એક અઠવાડિયા પહેલાં આવશે અને લગ્ન પતાવીને પાછા જશે... બીજું કે અમે તને અનાથાશ્રમમાં થી દત્તક લેવા માંગીએ છીએ તું આવીશ ને બેટા ઘરે....
અનિતા ખુશીની મારી રડી પડી... અમિ બહેન એના બરડે અને માથે હાથ ફેરવીને બોલ્યા ... બેટા ભલે તારો મારો લોહીનો સંબંધ નથી પણ તારો મારો દિલનો સંબંધ છે અને રહેશે..... બોલ બેટા તું કહે તો તારા પિતા કાલે આશ્રમ આવી બધી કાનૂની કાર્યવાહી પુરી કરે... મારા બંને દિકરા,વહુ, માધવી,અલય બધાં એ હા કહી છે તારો પરિવાર તને એક નવા સંબંધમાં બાંધવા તૈયાર છે.... અનિતા એ હા કહી...
બીજે દિવસે પિનાકીન ભાઈ એ આશ્રમમાં જઈ સંચાલક ને અને ટ્રસ્ટી ને મળ્યા અને બધી વાત કરી... આશ્રમ સંચાલક એમનો નાનપણ નો મિત્ર નિકળ્યો અને પછી બધી તપાસ અને કાનૂની કાર્યવાહી પછી અનિતા ને ઘરે લઈ આવ્યા....
અમી બહેન એ અનિતા ની નજર ઉતારી અને ઘરમાં લીધી...
માધવી એ અનિતા ને ભેટી ને કહ્યું કે હું તારી મોટી બહેન અને આ તારા જીજાજી....
અનિતા આ બધા નવા સંબંધમાં બંધાતી ગઈ... અમી બહેને આવી ને અનિતા ના કપાળ પર ચુંબન કર્યું અને કહ્યું કે બેટા આપણા આ રૂણાનું બંધન જે જુગ જુગના સંબંધમાં ફરી આપણને એક ડોર માં બાંધી ગયું......
અસ્તુ,
આપના પ્રતિભાવ આવકાર્ય છે..
ભાવના ભટ્ટ અમદાવાદ.... .