True love - 2 in Gujarati Fiction Stories by Navdip books and stories PDF | સાચો પ્રેમ - 2

The Author
Featured Books
Categories
Share

સાચો પ્રેમ - 2

સૂરજ ને મન માં જ પસંદ કરી ને નિશા સુરજ પ્રેમ પ્રસ્તાવ મૂકે એની રાહ જોતી હતી સુરજ ને પણ નિશા પ્રત્યે પ્રેમ તો હતો જ પણ તે ગામડા ના રૂઢિચુસ્ત પરિવાર નો પુત્ર હતો ઘર માં તેના પ્રેમ ની ખબર પડે તો વિરોધ થાય તેવો તેને ડર લાગતો હતો તેને શુ કરવું કઈ સમજાતું ન હતું ખુબ જ વિચાર ને અંતે તેણે સુરજ નક્કી કરે છે કે નોકરી ના મળે ત્યાં સુધી મારે મન ની વાત નિશા ને કે બીજા કોઈ ને જાણ કરવી નથી
પણ બે સાચો પ્રેમ કરતા વ્યક્તિ કહ્યા વિના સમજી જ જાય છે એમ નિશા પણ સમજી ગઈ હતી કારણ કે તે છેલ્લા લગભગ પાંચ વર્ષો થી સુરજ ને જાણતી હતી સુરજ ના સારા સ્વભાવ થી આકર્ષિત થઇ ને જ તેના પ્રેમ માં ક્યારે પડી ગઈ તેની જાણ નિશા ને પોતાને જ ના હતી
સુરજ બી. એડ ભણવા માટે નિશા થી અલગ કોલેજ માં જશે એવી જાણ થઇ ત્યારે નિશા ને ગમ્યું ના હતું પણ આવી પરિસ્થિતિ માં સુરજ કે નિશા તે બંને કઈ કરી શકે તેમ ન હતા ધોરણ અગિયાર થી કોલેજ પુરી કર્યા સુધી ના પાંચ વર્ષ માં તો બંને ના બધા જ વિષય સમાન હતા એટલે બંને એક જ વર્ગ માં ભણ્યા હતા બંને ના ગામ બાજુ બાજુ માં જ હતા પણ બંને ગામ માં ધોરણ દસ સુધી ની જ શાળા હતી એટલે અગિયાર માં ધોરણ માં એક જ સ્કૂલ માં એડમિશન લેવા ને કારણે જ બંને એક બીજા ના સંપર્ક માં આવ્યા હતા વળી તે સમાન બસ ના નિયમિત સહયાત્રી પણ હતા આમ સતત સાથે રહેવા થી તે બંને માં વિજાતીય આકર્ષણ થી પ્રેમ થાય તેવી ઘટના બની હતી.
પણ આ બી. એડ. ની જુદાઈ બંને માટે અસહ્ય હતી પણ નિશા ને મહિલા બી. એડ. કોલેજ માં એડમિશન મળે તો જ તે આગળ ભણી શકશે તેવું નિશા ના પિતા એ નક્કી કર્યું હતું કારણ કે નિશા હવે વીસ વર્ષ ની યુવતી હતી થોડી શ્યામ ત્વચા ધરાવતી હતી પણ મોટી મોટી આખો લાંબા વાળ ઘાટીલું શરીર પાંચ ફુટ ની સુરજ જેટલી જ ઉંચાઈ બગલા ની પાંખ જેવા સફેદ દાંત અને મુખ પર સતત સ્મિત કરતી નિશા આકર્ષક વ્યક્તિત્વ ધરાવતી હતી બાર ધોરણ પુરા કર્યા સુધી માં તો તે મોંઘી મોંઘી ગાડીઓ માં ફરતા પૈસાદાર બાપ ના અનેક બગડી ગયેલા પુત્રો ના દિલ ઘાયલ કરી ચુકી હતી તે બધા માં તેની જ જ્ઞાતિ ના આગેવાન અને ગામ ના સરપંચ જીવાભાઇ નો તેના જ વર્ગ માં ભણતો પુત્ર જીગર પણ હતો જો કે નિશા ને જીગર માં કે અન્ય કોઈ માં રસ ના હતો એક માત્ર સુરજ માં જ તેને રસ હતો
કોઈ પણ યુવાન પુત્રી ના પિતા ની જેમ નિશા ના પિતા કાંતિભાઇ ને પણ પુત્રી ના લગ્ન ની ખુબ ચિંતા થતી હતી નિશા કોઈ છોકરા ના સંપર્ક માં ના આવે તેવા હેતુ થી જ નિશા ના પિતા કાંતિભાઈ મહિલા બી. એડ કોલેજ માં જ નિશા ભણે એવુ કહે છે પણ નિશા પ્રેમ માં તો છે જ એવુ કાંતિભાઈ જાણતા હોત તો તેને બી એડ. નું ભણવા ની મંજૂરી જ નિશા ને ન આપે એવા રૂઢિચુસ્ત તે હતા...
રૂઢિચુસ્ત પરિવાર ના બે યુવાન પ્રેમી ની આગળ ની પ્રેમ કથા આગળ ના ભાગ માં...