Adhuro prem - 11 in Gujarati Love Stories by Gohil Takhubha ,,Shiv,, books and stories PDF | અધુુુરો પ્રેમ - 11 - વળાંક

Featured Books
Categories
Share

અધુુુરો પ્રેમ - 11 - વળાંક

વળાંક

પલકે આકાશને ખૂબ સમજાવી જોયું પણ આકાશ એકપણ શબ્દ બોલ્યા વગર જ પોતાના બેડમાંથી ઉભો થઇ ને દરવાજો ખોલીને બાથરૂમમાં ઘુસી ગયો.પલકે આ બધું જ નજરોનજર જોયું. એણે આકાશને ઘણોજ સમજાવવાનો પ્રયત્ન કર્યો પરંતુ એનો બધો જ પ્રયત્ન નિષ્ફળ ગયો.તેથી પલક ચુપચાપ ત્યાથી નીકળી ગઈ. પોતાના ઘરે આવીને એણે ફરીથી નેહલને ફોન કર્યો. પરંતુ નેહલે પણ સામેથી ઉધ્ધતાઈ ભરેલું વર્તન કર્યું. અને પલકને સાફસાફ શબ્દોમાં જણાવ્યું કે ભય જો પલક એ તારી જીંદગી છે.એને તું જ સરસ રીતે હેન્ડલ કરી શકીશ. કારણકે કોઈના ગમેતેટલા સમજાવવા છતાંય જો તું મનમાની જ કરે છે તો પછી બીજાની સલાહ લેવી એ અયોગ્ય જ છે.અને રહી વાત આકાશની તો આકાશ એની રીતે સાચોજ છે.એને હું શું સમજાવી શકું.
જો પલક તું પણ જાણે છે કે આકાશ અને તે બન્ને મળીને જ એકબીજાને પસંદ કર્યા હતા. ને હવે તે અચાનક કોઈને ખબર પડે એ પહેલા જ સગાઇ ગોઠવી નાખી.આકાશને એનો અણસાર પણ આવવા દીધો નહી.ને તું બીચારા બનીને કોઈની જીંદગી સાથે રમત રમી ગ્ઈ.તને ખબર છે પલક તે એક ભલાભોળા છોકરાના ઈમોશન સાથે ખીલવાડ કરીછે.તને હું તો નહી પણ ભગવાન પણ માફ નહી કરે.અને જા હું તને કહું છું કે તારું જીવન કઠણાઈ થી ભરેલું થશે.તારા જીવને કયારેય શાંતિ નહી વળે.તે જેટલો આકાશને રડવા મજબૂર કર્યો છે ને પલક ભગવાન પણ તને એટલીજ રોવડાવશે.નેહલ આવેગમાં આવીને અનાયાસે જ નેહલને અજાણતાજ બદદુવા દેવા લાગી. અને રડતાં રડતાં ફોનને કટ કરી નાખ્યો.
નેહલની વાત પલકના કાળજા સુધી ઉતરી ગ્ઈ.એને રીયલાઈઝ થયું કે મેં એવડો મોટો ગુનો કર્યો હશે ? એની મને આવડી મોટી સજા મળશે.નેહલની વાતને અનેક પ્રકારના પ્રયત્ન કરવા છતાં ભુલી નથી શકતી.એ પોતાની જાતને કોષવા લાગી. પણ હવે કરે પણ શું જે થવાનું હોય એ થાય.કદાચ મારી જીંદગીમાં આવું કાઈક લખ્યું હશે.એને નેહલની વાતોથી એક અજાણ્યો ડર ઘર કરી ગયો.અને એક બીહામણો નવો "વળાંક"પલક ના મન ઉપર હાવી થઈ ગયો. નેહલે અજાણતાજ પલકના કાળજાને કંપાવી નાખ્યું.પલક મનોમન વિચાર કરે છે કે શું વડીલોએ જે ફેસલો મારા માટે લીધો છે તે અયોગ્ય હોઈ શકે ? અને એ પણ મારી જ મરજી મુજબ લીધો છે.અને મને તે વખતે કયાં ખબર હતી કે આકાશ મને પ્રેમ કરતો હતો. અને હા હું પણ એમાં એટલીજ દોષિત છું. કારણકે હું પણ આકાશને પ્રેમ કરવા લાગી હતી. પરંતુ મને એ પણ ખબર નહોતી કે આ બધું આટલી જલ્દીથી થઈ જશે.
નેહલ પલક સાથે વાત કરી ને અપસેટ હતી. પલકે આકાશ સાથે જે ન કરવું જોઈએ એમ કરીને નેહલનો પારો આમેય આસમાને હતો.એણે બધીજ ભડાશ પલક ઉપર કાઢી નાખી. પરંતુ જયારે નેહલને વાત સમજાઈ ત્યારે નેહલને મોટો પહાડ જેવડો ધ્રાસકો પડ્યો ને થયું કે અરેરે મે આ ગુસ્સામાં ને ગુસ્સામાં પલકને શું કહી દીધું. અને જો ભગવાન ન કરે અને આ સાચું પડે તો તો મને દોષ લાગશે.મનમાં ખૂબ જ દુભાઈ ગ્ઈ.મનમાથી મોટો નીસાસો નીકળી ગયો. થોડા સમય પછી એને સમજાયું કે હે ભગવાન મેં અજાણ્યે આ શું કરી નાખ્યું. એકદમ ઉભી થઇ ને પોતાની એકટીવા લ્ઈને નેહલ પલકના ઘરે દોડી ગ્ઈ.પલક પોતાના ફેસલાનુ મંથન કરતી હતી. એને તો નેહલની વાતને સીરીયસ લીધીજ નહોતી પરંતુ આ તરફ નેહલને પોતાની કહેલી વાત ની સીરીયસતા સમજાણી અને પલકની માફી માંગવા માટે પલકને ઘેર હાંફળીફાફળી દોડી આવી. નેહલને એકદમ પોતાની સામે જોઈને પલક ઉભી થઇ ગઇ. ને કહ્યું કે અરે આવ નેહલ આમ અચાનક કેમ ?પરંતુ સારું થયું તું આવી મનને કશુ સુજતું જ નથી.
નેહલે પલકનો હાથ પકડીને કહેવા લાગી કે પલક મારાથી તને ખુબ ખરીખોટી સંભાળાવી દીધી છે. મારા મનમાં એવી કશુજ નથી કે તું દુઃખી થાય. એવા કડવાં શબ્દો ક્યાં થી નીકળી ગયા એ પણ મને ખબર નથી. મને માફ કરજે પલક હું તો માત્ર તારી ભલાઈ ચાહું છું. તું આકાશ સાથે ખૂબ જ આનંદથી રહી શકે છે.અને તારું ભવિષ્ય કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે પસાર કરવા કરતાં પોતાના બાળપણના અંગત મીત્ર જોડે પસાર થાય તો જીવન સોના જેવું બની જાય. એકબીજાને બાળપણથી જ નાની મોટી વાતની ખબર હોય. તને એ પણ ખબર હોય કે એને શું ગમે છે અથવા શું નહી.એકબીજાની દરેક વાતને સમજી શકે. અને મને એમ કે તું આ વાત ઉપર ધ્યાનથી વિચારી ને જોઈશ.પણ બધું અચાનક થઈ ગયું.ફરી નેહલે પોતાના અપશબ્દો માટે પલકની માફી માંગી.
પલકે કહ્યું નેહલ તારી વાતનું મને જરાય ખોટું નથી લાગ્યું તું ચિંતા ન કરીશ.પણ તું અહીંયા આવીછેને તો તું આકાશને જ્ઈને સમજાવી લે.એ જયારથી મારી સગાઇ થઈ છે ત્યારથી એકદમ સુનમુન થઈ ને બેઠો છે.ક્યાક ઈ આમને આમ કોઈ ખોટા રસ્તે ન ચડી જાય.તું પ્લિઝ એને જ્ઈને સમજાવી લે.એનુ ધ્યાન કોઈ બીજા મારગે ચડાવી દે.એને થોડો હસાવી ને આનંદમાં રહેવાનું કહે.નેહલે કહ્યું કે ઠીક છેહું એને સમજાવવાનો પ્રયત્ન કરીશ.નેહલ આકાશના ઘરમાં ગ્ઈ.નેહલને આવતા જોઈને વીભાભાભીએ આવકાર આપ્યો. નેહલે કહ્યું ભાભી આકાશ ક્યાં ? ભાભીએ કહ્યું કે એની રુમમાં સ્ટડી કરે છે.નેહલે રુમનો દરવાજો ખોલ્યો. ને નેહલે કહ્યું હાય હેન્ડસમ હાવ આર યુ.આકાશે કહ્યું આવ નેહલ બસ ઠીક છે યાર.થોડીવાર નેહલે આમતેમ અને ટ્યુશન ની વાત કરી પછી એણે કહ્યું કે આકાશ તારા દીલ ઉપર પલકના વેવીશાળ નો બોજ તો નથીને. જો આકાશ હું સમજી શકું છું. પણ કોઈને યાદ કરી કરીને આપણું જીવન અને ભણતર બગાડવા ની બીલકુલ જરૂર નથી. તારી જીવનની હજી શરૂઆત છે.તારે સારુ ભવિષ્ય બનાવવા માટે ખૂબ જ મહેનત કરવી પડશે.આકાશ તું કોઈ છોકરી પાછળ આમ પોતાને હર્ટ કરે એ મને બીલકુલ ના ગમે.તું પલકનો ખાસ દોસ્ત છે.એ નાતે તું મારો પણ દોસ્ત છે સમજ્યો, જો આકાશ પ્રેમ જીવનમાં ખૂબ જરુરી છે.પરંતુ જો કોઈ તમારા પ્રેમને ના સમજે એવી વ્યક્તિની પાછળ આંધળા બનીને મુઢ થઈ ને બેસી રહેવાથી આપણું જ જીવન ધુળ બની જાય છે.
નેહલની ડાહપણ ભરેલી વાતોમાં આકાશને વિશ્ર્વાસ બેસી ગયો.અને નેહલ સાથે વાતો કરવા લાગ્યો. આકાશે કહ્યું કે નેહલ મને કોઈ જગ્યાએ ગમતું નહોતું.પણ તારી વાત સાંભળીને મને ખૂબ જ ગમ્યું. અને હું તને ભરોસો આપું છું કે હવે હું કોઈને યાદ કરી ને મારો સમય નહીં બગાડું.મારે પણ મારી કારકિર્દીમાં આગળ વધવું છે.મારા ભાભીનો મારા ઉપર ખૂબ જ ભરોસો છે.મારે મારા ભાઈભાભીના વિશ્વાસ ને કાયમ રાખવો છે.કોઈને તમારી પડી જ ના હોય તો એની પાછળ તમારો સમય વેડફવો ના જોઈએ.હવે હું પણ એને દેખાડીશ કે હું શું કરી શકું છું. નેહલ હું એનાથી પણ મોટો ઓફીસર થઈ ને દેખાડીશ.આજે તારા આવવાથી મારા જીવનનો આ નવો "વળાંક"આવ્યો છે.મને નવી દીશા મળી છે.અને હું પણ ઈચ્છુ છું કે પલકના જીવનમાં કોઈપણ દીવસ કોઈપણ જાતની મુશ્કેલી ના પડે ભગવાન હંમેશાં એને સુખી રાખે.હવે એની પણ કોઈના પાછળ જવાબદારી છે.એને પણ ખરા દિલથી નીભાવવી તો પડે ને નેહલ.
આકાશની વાતથી નેહલનું કાળજું કંપી ઉઠ્યું. એને થયું કે આ છોકરો કેટલો સમજદાર છે.મનોમન કહ્યું કે અરે પલક તે તારા જીવનની સૌથી મોટી ભુલ કરી નાખી છે.પણ હશે જે થયું તે સાચું. ખુશી એ વાતની છેકે આકાશ હવે પોતાના દીલને સમજાવી ચુક્યો છે.એણે આકાશનો હાથ પકડીને કહ્યું ધેટ્સ બ્રેવ બોય.અને કહ્યું કે હા આકાશ હું પણ તને ખૂબ જ મોટો ઓફીસર બનેલો જોવા ઈચ્છું છું. અને તું જરુરથી મોટો અધીકારી બનીશ મને પુરેપુરી ખાત્રી છે.એટલું કહી નેહલે કહ્યું કે આકાશ હવે મને રજા આપ મારે પણ પરીક્ષા આવે છે તો હું પણ તૈયારી કરું છું. એવુ કહીને નેહલ નીકળી ગઈ..........ક્રમશઃ



(આકાશે પોતાની જાતને સમજાવી લીધી... પરંતુ પલક પોતાને કેવીરીતે સમજાવશે....ઓચિંતો પલકના ફીયાન્સેનો ફોન આવ્યો.... શું પલક એના થનાર પતીને પોતાના ભુતકાળ વીશે કશું કહેશે નહી.....જોઈશું..... ભાગ :-12 અગ્નિપથ )