AFFECTION - 18 in Gujarati Love Stories by Kartik Chavda books and stories PDF | AFFECTION - 18

Featured Books
  • चुप्पी - भाग - 2

    क्रांति की हॉकी खेलने की चाह को महसूस करके और उसकी ज़िद को हद...

  • छिनार

    बसंत बाबू, ये ही बोलते थे लोग, 23 साल का खूबसूरत युवक, 6 फिट...

  • बन्धन प्यार का - 33

    और नरेश,हिना और मीरा स्वामी नारायण मंदिर के लिये निकल लिये थ...

  • I Hate Love - 12

    जिसे देख जानवी ,,,,एक पल के लिए डर जाती है ,,,,,क्योंकि इस व...

  • आशा की किरण - भाग 3

    अब जो ठीक समझो, करो,’’ बेटे ने कहा, ‘‘सेना के एक कप्तान से म...

Categories
Share

AFFECTION - 18

me : જાનકી કંઈક બોલ તો ખરા...ક્યાં સુધી રડ્યા રાખીશ...
.
.
.
.
.
એક તો મને ચિંતા થતી હતી કે કોઈ જોઈ ગયું મને આવી જગ્યા અને આટલી રાત ના જાનકી જોડે...તો લગ્ન તો દૂર....સીધુ ખૂન જ કરી નાખશે....ઈજ્જત લૂંટવા ના આરોપ માં...અને એક આ જાનકી રડી પણ એવી રીતે રહી હતી....
એકતો અંધારા માં કશું દેખાતું નહોતું એટલે હું એને થોડા અજવાળા તરફ લઈ ગયો જ્યાં ખેતર તરફ થી થોડો પ્રકાશ પડતો હતો...પણ કોઈ હતું જ નહીં...

છેલ્લે જાનકીએ રડવાનું ઓછું કર્યું...અને બોલી...

જાનકી : કાર્તિક ઘર માં થી મને કોઈ સાથ જ નથી દેતું....હું શું કરું???હું કોઈને ઘર માં પસંદ જ નથી...તો શું હું હવે મરી જાવ??

me : શુ બોલી રહી છે તું??

જાનકી : મેં તને છેલ્લી વખત મળવા માટે બોલાવ્યો છે....કારણ કે હવે હું તે હવેલી માં પાછી કોઈ દિવસ નહીં આવું...મારે ત્યાં રહેવું જ નથી...

me : જાનકી કંઈક તકલીફ હોય તો કે....હું એનું સમાધાન કરાવી દઈશ...તને કોઈ કશું જ નહીં બોલે....વિરજીભાઈ પણ કાઈ નહિ બોલે....તારા મમ્મી પણ કંઈ નહીં બોલે...તું ખાલી કે તને વાંધો શુ છે??

જાનકી : મેં ઘરે છે ને...બધાને અમારા વિશે વાત કરી..
એમ બોલતા બોલતા પાછી રડવા લાગી..

me : જાનકી....છેલ્લી વખત કહું છું કે...બોલવું હોય તો શાંતિ થી બોલ...રડવા ના લાગ...મને બોવ અજીબ લાગે છે જોઈને.. અને આ અમારા વિશે એટલે કોના વિશે??

પછી તેને ધીમે ધીમે રડવાનું બંધ કરી નાખ્યું અને શાંતિ થી બોલવા લાગી..

જાનકી : પણ હું તને કાંઈ પણ બોલીને તને તકલીફ માં પાડવા નથી માંગતી....એટલે જ તો મેં તને ફક્ત અહીંયા મળવા બોલાવ્યો છે...

me : આ તારી પેલી જ તકલીફ છે ને...જેના વિશે આપણે કોફી પીતા પીતા બહુ જ મોડી રાતે વાત કરી હતી..અને તે મને ના પાડી હતી અને કીધું હતું કે સમય આવશે ત્યારે કહીશ....તો હવે બોલ સમય આવી ગયો છે...

જાનકી : પણ કાલે તારી સગાઈ છે....શુ કામ તું બધું બગાડી રહ્યો છે તું...મારુ તો શું છે....મારા જીવન ની કંઈ કિંમત જ નથી...મને તો હવે જીવવાની ઈચ્છા જ નથી થતી..શુ કરું હું??તને કહીશ તો પણ તું કશું જ નહીં કરી શકે..

me : મારા પર વિશ્વાસ કર...હું ગમે એ કરીશ...જો તારું સારું થતું હોય તો...પ્લીઝ જાનકી બોલ ને...તને કોઈ હેરાન કરે છે??

જાનકી : તું આટલો ફોર્સ કરી જ રહ્યો છે તો સાંભળ...હું એક છોકરા જોડે પ્રેમ કરું છું..તે છોકરો પણ હવે તો મને પ્રેમ કરે છે...તો મેં મારા મમ્મી ને આ વાત કરી તો તેમને મને ચોખ્ખી જ ના પાડી દીધી...અને મામા એ તો મને ખાવાનું પીવાનું જ બંધ કરાવી નાખ્યું હતું...કારણ કે એમને એમ કે એમની ઈજ્જત જતી રહેશે...એટલે મમ્મી અને મામા બંને એ એ છોકરા થી દૂર રહેવાનું કીધું હતું...મેં ઘણી કોશિશ કરી કાર્તિક....વિશ્વાસ કર મારો...મેં બોવ જ ટ્રાય કરી પણ તે શક્ય જ નથી....અને આ વાત ને તારા કરતા વધારે કોણ સમજી શકે??તું પણ સનમ ને કેટલો પ્રેમ કરે છે....એટલો જ હું તે છોકરા ને પ્રેમ કરું છું...ઘણા મહિનાઓ થી વાતચીત બંધ હતી...પણ અચાનક એ મને કાલે મળ્યો હતો અને કહ્યું કે જો હું એના જોડે લગ્ન નહિ કરું તો હવે તે મરી જશે...મારા વગર...

એમ બોલતા બોલતા પાછી રોવા લાગી....

me : તો તારે એનાથી છુટકારો જોઈએ છે??તો હમણે જ જાવ થોડા માણસો લઈને અને એને સમજાવી ને આવું...

ધીમે ધીમે તે શાંત થઈ અને પાછું બોલવાનું શરૂ કર્યું....

જાનકી : ના.....તું સમજતો નથી....હું પણ એને પ્રેમ કરું છું....મારે એના જોડે જ રહેવું છે આખી જિંદગી...હું હવે ત્રણ દિવસ માં તો નહીં જ એને મળી શકું...બે દિવસ તો થઈ ગયા હવે ફક્ત કાલ નો દિવસ જ છે...પરમ દિવસે સવારે તે મરી જશે તો હું જીવી ને શુ કરીશ.....હું પણ મરી જઈશ...

me : તો હું તારા મમ્મી ને સમજાવીશ...અને વિરજીભાઈ તો કંઈ નહીં બોલે તને જો હું કહી દઈશ તો...એમા આટલી ચિંતા શુ કરે છે...

જાનકી : તને સનમ ના સમ છે જો તું આ વાત આપણા સિવાય કોઈને પણ કરીશ તો....તને સમજાતું નથી....મને બધાએ ના પાડી દીધી છે...મેં હમણે વાત કરી તો મને મામા એ ધમકી આપી કે મારી દીકરી ના લગ્ન પતી જાવા દે પછી તારો કિસ્સો જ ખતમ કરી નાખીશ...તારા લગ્ન કરવી નાખીશું અમે પણ અમારી મરજી થી...પણ તે છોકરા ની વાત કરીને અમારા ખાનદાન ની ઈજ્જત ના ઉછાળ...

me : સનમ એની મરજીથી જો લગ્ન કરી શકે...તો તને પણ હક છે તારી મરજીથી લગ્ન કરવાનો...

જાનકી : મને કોઈ નહિ કરવાદે એટલે જ તો હું તને છેલ્લી વખત મળીને હવે મરવા જ જાવ છુ...
એમ કહીને જાનકી ચાલવા લાગી કુવા બાજુ....

લગભગ કુવા માં પડી ને મરવા જતી હતી....

એટલે મેં એને રોકવા પ્રયાસ કર્યા...પણ તે વાત સાંભળતી જ નહોતી એટલે છેલ્લે મેં એને જબરદસ્તી રોકીને એક થપ્પડ ખેંચીને મારી...એટલે તે શાંત થઈ ગઈ અને રોવા લાગી અને મને બાથ ભરી લીધી...

me : મરવું એ કંઈ બધી વાતનો ઈલાજ નથી...કોઈ તારા લગ્ન નથી કરાવતું તો શું થયું.....હું તારો ભાઈ જ છુ એમ સમજી લે મને....હું તારા લગ્ન કરાવીશ...તને પેલા છોકરા...શુ નામ એનું??

જાનકી : સૂરજ...

me : હા...એ સૂરજ પાસે તને મૂકી જઈશ કાલે રાતે આપણે નિકળીશું....બસ....ખુશ...હવે ના રડતી....

જાનકી : આપણે નહીં જઈ શકીએ...

me : મેં કહી દીધુંને કે તને મૂકી જઈશ હું...પછી શું કામ ચિંતા કરે છે તું......ચલ હવે શાંત થઈ જા...કાલે મારી સગાઈ છે.લગ્ન માં તું તું નહિ આવી શકે પણ સગાઈ તો જોઈને જજે...પરમ દિવસે જ્યારે હું અહીંયા લગ્ન કરતો હોઇશ ત્યારે તું ત્યાં સૂરજ સાથે હોવાની...

જાનકી : તું કેટલું ધ્યાન રાખે છે કાર્તિક....હવે મને ખબર પડી ગઈ કે સનમે ને કેમ ગમાડયો...તે કેટલી લકી છે...

me : તું જા ફટાફટ કોઈ જોઈ લેશે તો તકલીફ પડશે...જા કાલે અહીંયા જ મળજે મને આ જ ટાઈમે આપણે નિકળીશું અને હું તને તેના પાસે મૂકીને રાતોરાત પાછો આવી જઈશ..

એમ કહીને જાનકીને ઘરે મોકલી દીધી..અને મન માં જ જાનકી ને જવાબ દેતો હતો કે લકી તો હું છું કે સનમ મારા પાસે છે...અને ફક્ત મારા માટે જ છે....એમ વિચારતો વિચારતો હું પણ રૂમ માં આવીને સુઈ ગયો...
.
.
.
.
સવારે વહેલા ઉઠી ગયો...સગાઈ હતી એટલે બધા કામ કરતા હતા....જ્યાં વિરજીભાઈ એ પહેલાં હવન રાખ્યો હતો ત્યાં જ એમને સગાઈનો મંડપ બાંધ્યો હતો....બહુ સારું એવું ડેકોરેશન કર્યું હતું...બધા ગામવાળા ત્યાં આવી ગયા હતા...મારા પરિવાર વાળા પણ આજે ખુશ દેખાતા હતા...જાનકી,નિસર્ગ એની માં બધા આવ્યા તો હતા પણ એકદમ દુઃખી લાગી રહ્યા હતા...એમના મોઢા પર ખુશી જ નહોતી...મેં પછી કોઈને જોવાનો પ્રયાસ ના કર્યો....અને સનમ ની રાહ જોવા લાગ્યો......અને જ્યારે એ આવી ત્યારે મને પણ શોક લાગ્યો એને પણ મારા મેચિંગની જ સાડી પહેરી હતી.....આવી તરત જ મારા સામે જોઇને એને દૂર થી જ આંખો નચાવતી આવતી હતી...અને આવીને મારા બાજુ માં બેઠી...pink nd purple કોમ્બો એના માટે બહુ પરફેક્ટ લાગી રહ્યું હતું...

આ લોકો ની સગાઈ એકદમ મોડર્ન ટાઈપ નહોતી...આમના ઘણા બધા રિવાજો હતા...જેમાં એમને અમને બન્ને ને જ સૌથી પહેલા એમના કુળદેવી ના મંદિરે દર્શન કરવા મોકલ્યા અને ત્યાંથી જ સગાઈ ની વીંટી રાખેલી હતી...તે લઈને ત્યાં જ માતાજી ના મંદિર સામે જ એકબીજા ને વીંટી પહેરાવવાની હતી...

એટલે અમે બન્ને મંડપ થઈ ચાલતા ચાલતા નીકળ્યા અને અમારી સાથે ત્યાં મંડપ માંથી વિરજીભાઈ,એમના બેન લક્ષ્મી ફોઈ અને મારુ આખું પરિવાર જોડે આવ્યું..

મંદિર નજીક જ હતું....
ત્યાં જઈને ત્યાંના પૂજારી એ ત્યાંથી મુકેલી વીંટી અમને આપી અને સૌથી પહેલા મને સનમની આંગળીમાં વીંટી પહેરાવવા કહ્યું...

એટલે મેં સનમ સામે જોયું...તે આજે જેટલી ખુશ દેખાતી હતી એનાથી પણ ઘણી વધારે સુંદર દેખાતી હતી...પણ આજે અમને વાત કરવાનો મોકો જ નહોતો મળ્યો...એટલે હું એને જોવામાં જ ઉભો રહી ગયો...
એટલે મારા પપ્પા એ કીધુ કે બેટા વીંટી પેહરાવ કેમ ઉભો રહી ગયો??

એટલે પછી મેં તરત જ ભાન માં આવીને વીંટી પહેરાવી દીધી અને સનમ એ પણ મને વીંટી પહેરાવી..

પછી પૂજારી એ હળદર વાળો એક લાંબો દોરો લઈને એના બે કટકા કર્યા અને અમને બન્ને ને કટકા હાથ માં બાંધી દીધા...અને અમારા ગળા માં પણ પહેરાવી દીધા...

પૂજારી : આ એ વાત નું સબૂત છે કે તમે બંને હવે એકબીજા ના અર્ધાંગ બનવા જઈ રહ્યા છો....એટલે એક હળદર વાળા દોરામાંથી બે કટકા કરીને એમાંથી તમારા ગળે અને હાથે બાંધ્યા છે...હળદર પવિત્રતા નું પ્રતીક છે...હવે તમે બંને લગ્ન પછી એકબીજા સાથે બંધાયા પહેલા નું આ એક નાજુક બંધન છે...

બધી મહત્વતા અને મહાનતા સાંભળી આ વિધિ ની અને છેલ્લે વિરજીભાઈ સાથે કાઈ વાત કરી તો એમને કીધું કે હવે સગાઈ થઈ ગઈ છે હવે ખાલી અમારે અમુક રિવાજો નિભાવવાના છે તો તમે બંને અત્યારે ચાલો અહીંયાંથી....

me : તો હું સનમ સાથે તમારા ઘરે જઈને આરામ કરું તમને વાંધો ના હોય તો..

વિરજીભાઈ : હવે જો આજનો દિવસ રિવાજો માં જ જતો રહેશે...હજુ તો બેટા અમારે સગાઈ નો વહેવાર કરવાનો છે...એટલે તમારે બન્ને ને તો ત્યાં બેસવું જ પડે ને....

પછી હું તેમના જોડે મંડપ માં ગયો.મંડપ માં પહેલેથી જ ઘણા બધા બ્રાહ્મણ આવીને બેઠા હતા અમારા ગયા પછી જે મેં હવે જોયા...તેમને મને અને સનમ ને સામ સામે બેસાડ્યા અને મારો પરિવાર અને સનમ નો પરિવાર પણ સામસામે બેઠો અને પછી બ્રાહ્મણ મંત્ર બોલતા ગયા અને લગ્ન ના શ્રીફળ અને શગુન માટે 11 રૂપિયાની આપ લે કરી એક બીજા સાથે.પણ હવે મને સનમ ની આંખ માં જોયું તો કશુંક દુઃખ દેખાયું...જે હમણા સુધી ખુશ કરતા પણ વધારે ખુશ હતી તેને અચાનક શુ થયું??પૂછવું તો હતું મારે પણ ખબર હતી કે જો બધા સામે પૂછીશ તો સનમ પોતાને સંભાળી નહિ શકે અને રડી બેસશે...એટલે મેં પણ ના પૂછ્યું...સનમ ના આમ ઉદાસ થવાથી મારુ પણ હાલ વિધિ માંથી ધ્યાન ચાલ્યું ગયું અને વિચાર માં પડી ગયું..પછી જે પણ વિધિ થઈ એ લગભગ મારા ધ્યાન બહાર જ ગઈ....એ દેખાતું હતું કે તે લોકો સોનાથઈ ભરેલા દાગીના,આભૂષણો,મોંઘા કપડાં એવી તો કેટલીયે મોંઘી વસ્તુઓ મારી નજરો સામેથી એ લોકો એકબીજા ને દઈને વહેવાર ની રસમ નિભાવી રહ્યા હતા....પણ યાર....આ બધા માં મારા માટે સૌથી વધુ બેશકિમતી તો સનમ જ હતી...એના સામે આ બધી મોંઘી વસ્તુઓ ટૂંકી પડે...અરે પથરા જ ગણી લો......જો સનમ જ રાજી ના હોય.....એની આંખ માં ભલે થોડીક દુઃખ અને હતાશા દેખાતા હતા પણ એ પણ હાલ મને મંજૂર નહોતા અને એ સામે આ લાખો રૂપિયા ના દાગીનાઓ અને એવી વસ્તુઓના વહેવાર ટૂંકા પડે....મારા સનમ સાથે ના લાગણી ના વહેવાર સામે...એટલે મને હવે જલ્દી થી સનમ ને પૂછવાની ઈચ્છા થઈ કે શું થયું એને....લગભગ તો કારણ મને ખબર જ હતી..છતાંપણ એકવાર એના પાસે થી સાંભળી લવ..

વિરજીભાઈ એ ત્યાં પણ ઘણી વાતો કરી ગામલોકો સાથે....જમણવાર ચાલુ કર્યું...હું તો થાકી ગયો અને પાછુ મને કહેતા હતા કે સગાઈ પતી જ ગઈ છે...અને પાછું સનમ જોડે વાત પણ નહોતી થઈ આજે તો.....
.
.
.
સાંજ થઈ ગઈ હતી પણ હજુ આ લોકો ના રિવાજ પતવાનું નામ નહોતા લેતા...હું અને સનમ તો બસ બેસીને જોતા જ રહ્યા....પછી થોડીવારમાં બધું પત્યું અને બધા ઘરે જતા હતા તો મેં સનમ ને ત્યાં જ રોકી મંડપ પર...વિરજીભાઈ છેલ્લે કહ્યું કે હવે તમે ઘરે જઈને આરામ કરો..પણ સનમ તું આપણાં ઘરે જજે અને કાર્તિક તું બીજા ઘરે.....સમજી ગયો ને...

એમ કહીને ગયા એટલે મેં સનમ ને ત્યાં જ હાથ પકડી રોકવી પડી...
me : બોવ જલ્દી છે ઘરે જવાની મને મૂકીને...ઓહો...મહેંદી તો બોવ સારી લગાવી છે...પણ એટલી બધી પણ ખુબસુરત નથી....

સનમ : તો ખુબસુરત કોને કહેવાય એ કહેવાનું કષ્ટ લેશો તમે પતિદેવ...

me : કહેશો મને???આટલું બધું માન સમ્માન....એક તો યાર આજે આટલી કાતિલ તું જ દેખાય છે અને પાછું આવી રીતે પતિદેવ....જિંદગી સુધરી ગઈ...પણ હજુ પતિદેવ નથી બન્યો હું તારો...

એને એનો હાથ મારા પસાર થઈ છોડવીને પાછો મારો હાથ પકડ્યો અને બોલી...

સનમ : તમે ગમે તે બોલો...પણ હું તો મનોમન તમને જ પતિદેવ માની ચુકી છુ...મારા ભાવિ ભરથાર...

હવે આનું આવું ગુજરાતી જોઈને મને ચક્કર ખાઈ ને પડી જવું કે પછી અંદરોઅંદર ખુશ થાવું...

me : ગુજરાતી મૂવી જોઈને આવી છો કે શું??

સનમ : તું યાર ખરેખર હો....મૂડ બગાડી નાખે છે...હું કેવી એકદમ ઘરગથ્થુ ગૃહિણી એકદમ પતિવ્રતા નારી ના કેરેકટર માં આવી જ ગઈ હતી...

એ થોડી ગુસ્સા થવાના નાટક કરવા લાગી...અને એક તો ઠંડો પવન ચાલી રહ્યો હતો તે મંડપ માં...સાંજ તો થઈ જ ગઈ હતી પહેલેથી....રાત થવા આવી હતી..

me : ઓકે...સોરી....ચાલ હું તારો મૂડ સુધારી દવ...

એમ કહીને મેં મારા પાસે રાખેલી એક ગિફ્ટ કાઢી જેમાં એક સ્પેશિયલ design વાળી ઘડિયાળ હતી...મેં એને આપી...

સનમ : આટલો ખર્ચો કરવાની શુ જરૂરત હતી??કેટલી મોંઘી દેખાય છે....

me : મારા માટે તું જ બેશકિમતી છો....અને એમપણ મમ્મી ની ઈચ્છા હતી કે આજે સગાઈ ના દિવસે તને કંઈક ગિફ્ટ આપું મારા તરફ થી....એટલે એમ સમજ કે મમ્મી એ જ દીધું છે...

ગિફ્ટ ભલે મેં જ લીધેલી પણ સનમ ને સીધુ જ એની માં વિશે ના પુછાય એટલે જ આવું કહેવું પડ્યું...

સનમ બે ઘડી ઈમોશનલ થઈ ગઈ...

me : અચ્છા સનમ એક વાત કે...આજે તને કઇ વાત નું દુઃખ હતું....તું તારા મમ્મી ને યાદ કરતી હતી ને આજે મંડપ માં..

સનમ : એ તો જરાક તારો પરિવાર સામે બેઠો તો મને એક સમય માટે મારો પણ આખો પરિવાર યાદ આવી ગયો...અને એમાં પણ મારી સગાઈ હતી અને મારી મમ્મી જ નહોતી એમાં...એનાથી વિશેષ કયું દુઃખ હોય..
હવે સનમ જરાક રડવા જેવી થઈ ગઈ હતી...

me : એકવાર લગ્ન થઈ જવા દે સનમ....આઈ પ્રોમિસ કે તારા મમ્મી ને પણ તને મળાવી દઈશ...ત્યાં સુધી મારા મમ્મી ને તારા સમજી ને તું રાખી શકે છે...

સનમ : એ પણ આવી શકતા હતા મને મળવા....છતાંય ના આવ્યા...હવે એમને મળીને. પણ હું શું કરું...અમારા વહેવાર પણ કપાઈ ગયા છે...સંબંધ જ નથી..

me : બધું જ એકદમ જોરદાર થઈ જશે...પહેલા કરતા પણ વધારે ખુશી હશે તારા જીવન માં.. ટ્રસ્ટ મી...

સનમ : thank you kartik.....for everything....

એટલે મેં ઉભા થઇ ને એને એક સ્વીટ હગ કરી....અને બીજું કંઈ બોલવા જાવ એની પહેલા જ હવેલી માંથી એક નોકર આવી ગયો સેજલ સાથે સનમ ને લેવા....

me : આ લોકો ને બીજો કાઈ કામધંધો નથી કે શું?દરવખતે કંઈક રોમાન્ટિક સીન આવે કે તરત આવી જાય...

સનમ : હું પણ કંટાળી ગઈ છું આનાથી... તો બસ હવે ફક્ત કાલ નો દિવસ પછી કોઈ નહિ આવે...

એના ફેસ પર ચોખ્ખું જ દેખાઈ આવતું હતું કે હવે તે અહીંથી કંટાળી ગઈ છે....અને એમપણ બસ કાલ નો જ દિવસ હતો પછી તો તે મારી વાઈફ જ બની જાત....અને નાછૂટકે તેને સેજલ સાથે ઘરે જવું પડ્યું અને જતા જતા એ પાછળ ફરી અને બોલી,"આઈ લવ યુ....ભાવિ ભરથાર પતિદેવ...."એમ કહીને હસતા હસતા સેજલ સાથે જતી રહી....કારણ કે રાત પડવા આવી હતી હવે...

લગ્ન ભલે કાલે હતા પણ આજે મારે એના કરતાં પણ જરૂરી કામ કરવા નું હતું....મારે જાનકીને સૂરજ પાસે જઈને મૂકી આવવાની હતી....કારણ કે એના પાસે બીજું કોઈ નહોતું મારા સિવાય કે મદદ કરે...

અને ત્યાં હવેલી માં નિસર્ગ જબરદસ્તી દારૂ પીને જાનકી ને કહી રહ્યો હતો....

નિસર્ગ : બહુ બોલી રહી હતી તું તો....કે લગ્ન નહિ થાય...લગ્ન નહિ થાય....આજે મારી સનમ કોક બીજા ની થઈ ગઈ...શુ કરું બોલ....તું અને મમ્મી બન્ને હમેશા ખોટું જ બોલ્યા છો મને....

જવાબ માં જાનકી આજે ચૂપ જ હતી....હવે એની ચુપકીદી નો મતલબ ખબર નહિ શુ હશે....જોઈએ next પાર્ટ માં....

💜💜JUST KEEP CALM ND SAY RAM💜💜

On insta : @cauz.iamkartik