ગિરીશ ભાઈ : ધ્રુવ ... હવે હું તારી એક વાત નહિ સાંભળું , જામીન માટે રાજેશે પેપર્સ રેડી કરી દીધા છે , હવે તારે ફકત સાઈન કરવાની છે ...
ધ્રુવ : પણ પપ્પા .. મમ્મી
ગિરિશભાઈ : પણ બન કંઈ નહિ ધ્રુવ ... તું આમ જેલ માં જ રહીશ તો તને શું લાગે છે , તું નિર્દોષ સાબિત થઈ જઈશ ? પ્રિશા જલ્દી આવી જશે ? ખબર નહિ ક્યાં ગઈ છે , ક્યારે આવશે અને આમ બેસી રહીને કંઈ જ પ્રાપ્ત નથી થવાનું ... સાઈન કર .. મારે બીજું કંઈ જ નથી સાંભળવું ..
ધ્રુવ : ઓકે ... ( પેપર્સ પર સાઈન કરે છે . )
ભાવનાબેન : દીકરા .. આવું પાગલપન કોણ કરે ? ફકત પ્રિશા જ નથી તારી અમે પણ કંઇક છીએ ... એ હજી સુધી આવી નહિ એટલે આમ બેસી જવાનું ... તું બહાર હોત તો અત્યાર સુધી ગુનેગાર ને પકડી પણ લીધો હોત ... હવે તને મારી કસમ આવું કંઈ કર્યું છે તો ...
ધ્રુવ : હા મમ્મી ... પ્લીઝ રડશો નહિ ... માહિર ને હોશ આવ્યો કે નહિ ?
ભાવનાબેન : ના બેટા .. હજી તો કોઈ ન્યુઝ નથી એના હેતાક્ષીબેન ત્યાં જ છે ...
રાજેશભાઈ : ગિરીશ ... ભાભી ... હેતાક્ષી નો ફોન હતો ... માહિર કોમામાંથી બહાર આવી ગયો છે .. થોડી રિકવરી લાગે છે ... ગમે ત્યારે હોશ પણ આવી શકે છે ...
ગિરિશભાઈ : સરસ ... હવે એને જલ્દી થી હોશ આવી જાય તો સૌથી બેસ્ટ ... બધું જ ઠીક થઈ જશે ...
ભાવનાબેન : હા ... ભગવાન બધું સારું કરે ...
ધ્રુવ : પપ્પા તો ચાલો પેહલા હોસ્પિટલ જ જઈએ ...
રાજેશ ભાઈ : બેટા ... તું ઘરે જા ... તું માહિર ને નહિ મળી શકે ... તને પરમિશન નથી ... એને મળવાની ... ભાભી .. તમે આને લઈ જાઓ .. હું હોસ્પિટલ જાઉં છું.
ધ્રુવ : ઓકે પણ તમે મને બધું કહેતા રહેજો ...
રાજેશભાઈ : હા બેટા ...
*
રાજેશભાઈ : ડોકટર ... મહિરના શું ન્યુઝ છે ?
ડોકટર : એણે થોડી મૂવમેન્ટ કરી છે , પ્રાર્થના કરો કે જલ્દી ભાનમાં આવી જાય ...
રાજેશભાઈ : થેંક્યું ડોકટર ..
ડૉક્ટર:- માહિર ને આરામ ની ખૂબ જ જરૂર છે એને disturb ના કરવામાં આવે એ જ સારું છે.
રાજેશભાઇ:- જરૂર ડોક્ટર
*
ગિરીશભાઈ ને પોલીસ સ્ટેશન થી call આવે છે....
ઇન્સ્પેક્ટર:- hello... પ્રિશા ના કોઈ સમાચાર મળ્યા ?
ગિરીશભાઈ:- ના... કોઈ call નહિ કોઈ જ massage નહિ , બહુ જ ચિંતા થાય છે...
ઇન્સ્પેક્ટર:- ચિંતા ન કરો અમે જલ્દી જ એમને શોધી લઈશું....
ગીરીશભાઈ :- મને તમારા ઉપર વિશ્વાસ છે કે તમે શોધી જ લેશો....
ઇન્સ્પેક્ટર:- ધ્યાન રાખજો અને કંઈ પણ અજીબ ઘટના બને કે તમને એમના વિશે કંઈ યાદ આવે તો મને જણાવજો... અમારા માટે એ બધી વાતો જાણવી જરૂરી છે...
ગિરીશ ભાઈ:- જરૂર જરૂર....
ઇન્સ્પેક્ટર:-ok bye
ગીરીશભાઈ ફોન ટેબલ પર મુકવા જાય છે ત્યાં જુએ છે. આયરા અને પ્રિશા એમના સામે ઊભા છે....
ગિરીશ ભાઈ:- પ્રિશા...!!આયરા...!! ક્યાં હતાં બેટા તમે?
પ્રિશા:- ધ્રુવ ને બચાવવા માટેના સબૂત ભેગા કરવા ગયા હતા..
ગીરીશભાઈ:- બેટા એ કામ પોલીસ નું છે તમને કંઈ થઈ જાત તો...ધ્રુવ પોતાને ક્યારેય માફ ના કરી શકત... એને એમ થાત કે એના લીધે બધું થયું ...
આયરા:- અમને કંઈ જ નથી થયું અને હવે ધ્રુવ ને પણ નહીં થવા દઈએ...
ગીરીશભાઈ:- શું...! હું સમજ્યો નહિ..
પ્રિશા:- પપ્પા...ધ્રુવ ની car ની બ્રેક ફેલ કરવા માં આવી હતી... અને માહિર જલ્દી માં ને જલ્દી માં ધ્રુવ ની car લઈને નીકળ્યો અને એ જ શિકાર બની ગયો...
(પ્રિશા રડી પડે છે)
ગીરીશભાઈ:- ધ્રુવ ને મારી નાખવાનું કાવતરું...!?
આયરા:- હા.... Uncle એવું જ...
ગિરીશ ભાઈ:- પણ તમે આટલું ચોક્કસ કઈ રીતે કહી શકો? પોલીસ ને તો આ વાત ની જાણ જ નથી....
પ્રિશા:- હું તમને બધું કહીશ પણ પેલા મને પોલીસ સ્ટેશન લઈ જાઓ.... please પપ્પા
ગીરીશભાઈ:- ok... ચાલો હાલ જ નીકળીએ...
*
પ્રિશા, આયરા અને ગીરીશભાઈ પોલીસ સ્ટેશન પહોંચે છે...
ગીરીશભાઈ:- ઇન્સપેક્ટર....હું અંદર આવી શકું?
ઇન્સપેક્ટર:- અરે ગીરીશભાઈ.... આવો આવો...
(પોતાની જગ્યા થી ઉભા થઈને)
ગીરીશભાઈ અંદર આવે છે અને એમની પાછળ પ્રિશા અને આયરા આવે છે....
ઇન્સપેક્ટર:- પ્રિશા....? આયરા....? તમે...!
ગિરીશ ભાઈ:- હાલ જ બન્ને ઘરે પાછા આવ્યા છે....
ઇન્સપેક્ટર:- બેસો બેસો... અને મને કહો તમે ક્યાં હતાં?
પ્રિશા:- ધ્રુવ ને બચાવવા માટે સબૂત ભેગા કરવા માટે.....
ઇન્સપેક્ટર:- કહેવા શુ માંગો છો પ્રિશા તમે....?
પ્રિશા:- સર તમે ઓફીસ ના કૅમેરા ચેક કર્યા હતા?
ઇન્સપેક્ટર:- હા... અમે કોઈ પણ કેસ હોય એ કેસ માં કૅમેરા પહેલા ચેક કરીએ છીએ કારણ કે મોટા ભાગ ના કેસ માં કૅમેરા અમને મદદ કરે છે ગુનેગાર ને પકડવામાં... તમારી ઓફિસ ના પણ ચેક કર્યા હતા પણ તમારી ઓફીસ ના કોમ્પ્યુટર માં ખરાબી થઈ હતી એ time પર તો બધાં video ઉડી ગયા હતા અમને કોઈ જ સબૂત ના મળ્યા...
પ્રિશા:- મને ખબર જ હતી.. કારણ કે કોમ્પ્યુટર બગડ્યા નહોતા બગાડવામાં આવ્યાં હતાં.. કૅમેરા ના બધાં કન્ટ્રોલ security department જોડે છે જે લોકો નો પણ હાથ હતો , ધ્રુવ ને મારવા નો...
ઇન્સપેક્ટર:- શું....!તમે શું બોલો છો પ્રિશા....
પ્રિશા:- હા સર હું જે કહું છું સમજી વિચારીને કહું છું....
આયરા:- સર પ્રિશા સાચું જ કહે છે...
પ્રિશા:- સર દરેક ઓફીસ માં કૅમેરા હોય છે અને એનું કંટ્રોલ security department જોડે હોય પણ સાથે સાથે hide camara પણ હોય છે જેના કંટ્રોલ only boss જોડે હોય છે અને એના કંટ્રોલ મારા mobile સાથે join છે... ધ્રુવ bussiness માં busy રહેતો હોવાથી એણે મને આ કામ આપ્યું હતું . એ કૅમેરા આખી ઓફીસ માં છે પણ કોઈ જોઈ નથી શકતું કારણ કે એ hide છે... ઓફિસે ની દરેક LED light માં અંદર ની તરફ થી ફિટ કરેલા છે... એ video મારા સીવાય કોઈ ના computer કે mobile માં ના જોઈ શકાય...
ઇન્સપેક્ટર:- તો પ્રિશા... તમને કોઈ સબૂત મળ્યું?
આયરા:- હા સર.... wait હું બતાવું....
(આયરા પ્રિશા નો મોબાઈલ લઈને ઇન્સપેક્ટર ના હાથ માં આપે છે ઇન્સપેક્ટર video ચાલું કરે છે)
【 Video માં watchman છુપાઈ છુપાઈ ને ધ્રુવ ની car નીચે કંઈક કરી રહ્યો હોય છે ,થોડી વાર માં એનું કામ પતાવી ને બહાર ની બાજુ દોડી જાય છે...】
ઇન્સપેક્ટર:- ohh my god...તો ધ્રુવ ની car સાથે ચેડાં કરવામાં આવતા હતા...
પ્રિશા:- હા સર... પણ હજુ એક વસ્તુ બતાવવાની બાકી છે.
ઇન્સપેક્ટર:-શું..?
(પ્રિશા માહિર ના accident ના 3 દિવસ પહેલાનો video બતાવે છે.)
【 watchman ઑફિસ ના main gate પર કોઈ બ્લેક car માં બેસેલા માણસ જોડે થી એક પેકેટ માં કંઈક લેતો દેખાય છે】
ઇન્સપેક્ટર:- ઓહહ કેસ તો ધાર્યા કરતાં જટિલ બનતો જાય છે...
પ્રિશા:- સર અમે આ watchman ને પકડવા માટે જ ગયાં હતાં... એ accident પછી ગાયબ છે. અને એના ઘરે અમે ગયાં હતાં મહારાષ્ટ્ર માં પણ ત્યાં પણ નહતો એ...
ઇન્સપેક્ટર:- આ black car માં હતું કોણ???
પ્રિશા:- સર કોણ હતું એ ખબર નહિ પણ car ક્યાંથી આવી હતી એ મને ખબર છે.
ઇન્સપેક્ટર:- ક્યાં થી આવી હતી..!
પ્રિશા:- સન રાઇઝ કંપની ની car હતી. સર car ના કાચ પાછળ sun draw કરેલું છે અને આ સિમ્બોલ ફક્ત સન રાઈઝ કંપનીનો છે.
ગિરીશ ભાઈ :- પ્રિશા... આ એ જ કંપની છે ને જે શેર માર્કેટ માં આપણા થી પાછળ પડી ગઈ હતી અને એમની સાથે deal કરવાની ધ્રુવ એ ના પાડી હતી?
આયરા:- જી હા uncle એ જ છે...
ઇન્સપેક્ટર:- હા પણ હું એમને direct ના પકડી શકું... કારણ કે પાક્કું સબૂત નથી...
watchman ને મળવું એ ગુનો નથી અને video માં એ just car માં થી મળતાં દેખાય છે પણ car માં કોણ છે એ નથી ખબર અને watchman પણ ગાયબ છે.
પ્રિશા:- હા સર હવે ધ્રુવ ને કંઈ જ નહિ થવા દઉં હું..
( ત્યાં પોલીસ સ્ટેશન માં હોસ્પિટલમાં થી call આવે છે ડોક્ટર નો....)
ઇન્સપેક્ટર:- આપણે argent જવું પડશે ...હોસ્પિટલ ડોક્ટર નો call આવ્યો છે.
to be continued.........