Be Jeev - 11 in Gujarati Love Stories by Dr. Brijesh Mungra books and stories PDF | બે જીવ - 11

Featured Books
Categories
Share

બે જીવ - 11

બે જીવ

ડૉ. બ્રિજેશ મુંગરા

(11)

હું અને મારી દીવાનગી

પ્રકાશ પછીઅંધકાર એ પ્રકૃત્તિનો નિયમ છે. જીવનમાં પણ કંઈક એવું જ છે. જીવન એ સારી–નરસી ઘટનાઓની ભરમાર છે. મારા માટે પણ અંધકારનાં વાદળો ઘેરાઈ ચૂકયા હતાં. અંધકારરૂપી આ વાદળોને જોવા છતાં પણ હું એને પામી શકતો ન હતો. કંઈ ન સમજાય એવું ગૂઢ હતું.

આજે જમતી વખતે મેં કોઈને પણ રોટી પાસ ન કરી. મારી હાલત ખરાબ હતી. છેલ્લા ત્રણેક મહિનાથી મેં વાળ કપાવ્યા ન હતાં. મારા કપડાં લઘરવઘર હતાં. દાઢી વધેલી હતી અને મુખ પર ઘોર નિરાશા... મને જોઈ મારા જૂનિયર્સ પણ હવે મસ્તી કરવા માંડયા. બસ, હવે 'પાગલ'નું ઉપનામ આપવા નુંજ બાકી હતું. એ પણ જલ્દીથી મારી ઝોળીમાં આવવાનું જ હતું.

જમવાનું બનાવાનાર દક્ષાબેન કંઈક બોલ્યાં, પણ મેં સાંભળ્યું ન સાંભળ્યું કરી નીકળી ગયો. મારા એક જૂનિયરે મને રોકયો.

'આદિત્યભાઈ '

'શુંછે ?' હું એકદમ હાઈપર થઈ ગયો. લાગણી અને સંવેદનાનું તંત્ર અસમતોલ થઈ ચૂકયું હતું.

નૈંતિકભાઈ કયારનાં તમને બોલાવે છે, તમે જમતા હતાં ત્યારે પણ તેમને ઘણી વખત કહ્યું પણ તમે...' જૂનિયરે ધીમા અવાજે કહ્યું.'

'ઠીક છે'

હું સીધો પહોંચ્યો નૈતિક પાસે...

'બોલ શું છે ?'... મેં કહ્યું,

'યાર, આદિત્ય કઈ દુનિયામાં ખોવાયેલો છે ?'

'કામની વાત કર, મેં સીધું તીર છોડયું.'

'ચાલ આપણે બેસીએ.'... 'ચાલ...'

'યાર, આદિ', આજ–કાલ ઘણું જુદું જ બની રહ્યું છે

'હા'... મેં ટૂંકમાં કહ્યું.

' મેં તારી અને પ્રિતી વિશે સાંભળ્યું.'

'આદિ, પ્રિતી સારી છોકરી છે.'

'તો ?'... હું વળી તાડુકયો.

'આદિ, બની શકે પ્રિતીનાં સપનાઓ કંઈક અલગ હોય...

એની લાગણીઓ પણ કંઈક અલગ હોય અને તું એક તરફી...

'હા, એક તરફી, તું સાચું જ બોલ્યો.'

પણ આ પ્રેમની વેદનાએ મારા સમગ્ર અસ્તિત્વને ઝંઝોળી નાખ્યું છે અને

'તું અહીં શું પ્રિતીની વકીલાત કરવા આવ્યો છે ?'

'નહીં દોસ્ત હું તારા માટે આવ્યો છું... ફકત તારા માટે...

'તું પ્રેમ વિશે શું જાણે છે બોલ ?' મેં તેનાં બંને ખભા પકડયાં...

'ઓઉ'...

'યાર, તારા નેઈલ્સ'

ત્યારે મને ભાન થયું કે મારા નખ ઘણા વધી ગયા છે., કારણકે ઘણા મહીનાઓથી મેં મારી જાતની સંભાળ લેવાનું જ બંધ કરી દીધું હતું.

'ઓહ, સોરી હમણા થોડા દિવસથી હું... ' મેં કહ્યું...

'હા, યાર હું સમજી શકું છું તારી સ્થિતિ... પણ એકવાર તું પ્રિતી ને સ્થાને રહી ને જો... તને સમજાઈ જશે કે એ પણ એનાં સ્થાને બરાબર છે.

'બસ... હવે એક શબ્દ પણ આગળ નથી, હું રીતસર તાડુકયો અને ચાલતી પકડી.'

'આદિ, પ્લીઝ મારી વાત સાંભળ.'

મને કોઈની દરકાર ન હતી, પરંતુ અજાણ્યે ત્રણ જિંદગીઓ આ ઘટનામાં હોમાઈ ચુકી હતી...

રોજ સાંજે પથારીમાં પડતાની સાથે જ હું મારા જમણા હાથથી મારા હૃદય પર ત્રણ થીચાર પંચ મારી દેતો. હૃદય એક ધબકારો ચુકયું અને ફરી પૂર્વવત શાંતિ. રાત્રે પ્રિતી નું નામ લઈ હું વહીવળ બની સુઈ જતો.

મારો રૂમ અસ્તવ્યસ્ત રહેતો. કપડાં, શૂઝ, ચપ્પલ અને બુક સબધી જ ચીજો અસ્તવ્યસ્ત રહેતી. અમન મારો પાર્ટનર પણ હવે રૂમમાં ન આવતો. એ બીજા મિત્રનાં રૂમમાં જ સુઈ જતો. બધા એ મારો સાથ છોડી દીધો હતો... પણ મારા વિશ્વાસે નહીં. એક ક્ષણ પ્રિતીનાં પ્રેમને પામી લેવાની જંખના મારી જિંદગીને આગળ ધપાવ્યે જ જતી હતી...

હું નિરર્થ કવિ ચારી વચ્ચે પણ મારા દિલ ને સાંત્વના આપતો સુઈ જા...

કાલની સવાર તારા પ્રેમની જીત લઈને આવશે.

મારા જીવન ની હર ક્ષણ અને હૃદય ની સંવેદના ઓ ફકત એક જ નામ પર કેન્દ્રિત હતી.

'પ્રિતી દેસાઈ...'

કોઈ વાર શોપ વગર જ નાહી લેતો. તો કોઈવાર નાહવાનું જ ભૂલી જતો. મારો અસ્તવ્યસ્ત રૂમ અને પહેરવેશ મારી મનઃસ્થિતિ નીચાડી ખાતું હતું. જમવાનાં સમયનું પણ કંઈ નક્કી નહીં.

કોઈ વાર સૌથી પહેલા પહોંચી જતો તો કોઈવાર સૌથી છેલ્લે. મારા મિત્ર વર્તુળનું માનવું હતું કે આદિય હવે સ્ટુડન્ટ નહીં પણ સાઈકો થઈ ગયો છે અને વાત પણ ખરી હતી. મારામાં અને દેવદાસમાં વધારે અંતર ન હતું. પણ હા... હું શરાબ ન પીતો. એક સિગારેટ ની હલકી કસ... પળવારમાં બધી વેદના ઓ બહાર અને ભીતર હૃદય ખાલીખમ, પ્રેમના અવિરત પ્રવાહને ડામવા મેં સિગારેટનેા સહારો લીધો. આ મારો રોજનો ક્રમ હતો. દિવસમાં હું દસ–બાર સિગારેટ ફુંકી મારતો...

આખો દિવસ લાયબ્રેરીમાં પડયો પડયો હું બુકસ સામે તાકતો રહેતો પણ મન અભ્યાસમાં ન હતું. વિચારોની શૃંખલા તુટતી ન હતી અને એક પછી એક ટ્રાયલ થતી જતી હતી.

કેમ્પસમાં મારા જૂનિયર્સ પણ ફાઈનલ કમ્પલીટ કરી ઈન્ટર્નશીપમાં પહોંચી ગયા હતાં.

ઘણાની મજાક હું રોજ સાંભળતો પણ ધ્યાનમાં ન લેતો. હું કંઈક અલગ જ દુનિયામાં હતો. એક– બે લાગણીશીલ, જૂનિયાર મારો હાલ પૂછતાં પણ હું ટુકમાં ઉત્તર આપતો. એક તરફ એકલતા મને કોરી ખાતી, તો બીજી તરફ હું કોઈ સાથે વાત પણ ન કરતો.

મારી અલગારી દુનિયામાં ફકત હું અને મારી સંવેદનાનું સામાજ્ય જે અંદરથી સમવાનું નામ લેતું ન હોતું. ફકત હતી ઝંખના મારા પ્રેમની, ઈન્તેજારી. હરદમ પ્રિતિ... જીવનરૂપી અફાટ સમુદ્રમાં હું મરજીવો. બસ ઘણા સમયથી થાકય વિના 'પ્રેમ નું રતન' શોધ્યે જ જતો હતો.

૦૦૦

ચોથી વાર પણ ફેઈલ, હવે બધાનો મારા પરથી વિશ્વાસ ઉઠયો, મારો પણ સ્વયં પરથી...

મારી દવાઓ ચાલુ હતી. બાવરા બનેલા ભકતની જેમ ઈશ્વર પ્રત્યે ભકિત હોય એવી જ મારી પ્રેમની ભકિત હતી પ્રિતીને મેળવવાની. ફકત અંતર એટલું જ હતું કે ભકિત સ્વસ્થ ચિત્તે થાય, પરંતુ આ એક નર્યું પાગલપન હતું. એક સામ્યતા પણ હતી સત્ત્ વની આ બંનેમાં પવિત્ર લાગણીઓ હોય છે. જેને પામવાની લગનમાં સર્વસ્વ ગુમાવી કંઈક મૂલ્યવાન વસ્તુ મનુષ્યને પ્રાપ્ત થાય છે જેમાં ભકત ભગવાનમાં અને પ્રેમી તેનાં પ્રિય પાત્રમાં પોતાનાં અસ્તિત્વને ભૂલી એક થઈ જાય છે એ દુર્લભ અને ગૂઢ ચીજ હજુ મને મળી ન હોંતી. કદાચ એટલે જ હું વધુ નેગેટીવ થતો જતો હતો.

આજે સવારે નકુમભાઈ મળ્યાં. મારી સામે જોઈ સ્મિત કર્યુ અને ધીરેથી આંખ દબાવી...

હું રડમસ થઈ ગયો... શું હું પણ ક્રોનિક ? આજે નકુમભાઈ પરિસ્થિતિ હું બરાબર પામી શકયો.

જિંદગીનો એક સંયોગ માણસને કયાંથી કયાં પહોંચાડી દે છે. જ્યારે આપશે એ સ્થાને હોઈએ ત્યારે જ બીજા ની સ્થિતિ સમજાય છે. બસ... હવે હું શું હતો... એક ક્રોનિક ? મેં એક નિર્ણય કર્યો. બની શકે એટલે જલ્દીથી પ્રિતીને ભૂલી જવી જેથી આ બધી યાદો સમાપ્ત થાય. પરંતુ... એ કદાચ મારી ખોટી ધારણા જ હતી. આ ઘટના તો ઘણા વર્ષો સુધી મારા માનસ પર રાજ કરવાની હતી...

ઘણા દિવસોથી હું ઉદાસ હતો. નારાજ હતો. ખુદ થી જ, ન કોઈ વાત, ના કોઈ મિત્રો સાથેમજાક. જાણે એવું લાગતું હતું કે જિંદગી એકાંકી નાટક હોય, સર્વ તરફ ઠલવાયેલો અંધકારનો ફાળો રંગ જ મારી પહેચાન બની ગયો હતો...

એક સિગારેટનો કસ અંદર, થોડો ધુમાડો અને બધી તકલીફ બહાર, થોડું વાંચી હું સિગારેટ પીવા પહોંચી જતો. આ રોજિંદી ક્રિયા બની ગઈ હતી મારા માટે. હવે તો હું જાણે સિગારેટને સહારે જવી રહ્યો હતો. જેનાં સહારાની જરૂર હતી તેને જ મોં ફેરવી લીધું હતું. બે... ચાર... આઠ... દસ... હું રોજની પંદર સિગારેટ સુધી પહોંચી ગયો. પણ અંદરનો જ્વાળામુખી શાંત થવા નું નામ લેતો ન હતો. સિગારેટનો ધુમાડો તકલીફ નું દમન કરતો હતો.

રોજ સાંજે થોડું થોડું ચાલી હું આયુર્વેદિક કોલેજની પાળ પર બેસતો અને ત્યાં પણ બે–ત્રણ સિગારેટ ફુંકી મારતો. કોઈ કોલેજનો મિત્ર કે જૂનિયર્સ જોઈ જાય તો હસીને ચાલ્યો જતો, અને હું પણ અલમસ્ત બનીને પડયો રહેતો. મારી જ દિવાનગીમાં...

મેં પ્રિતીને સામે આવતા જોઈ. તેની આંખો સૂઝેલીહતી. તેફટાફટ ભીની આંખોએ મારી સામેથી નીકળી ગઈ. થોડે દુર નૈતિક ઊભો હતો. હું તુરંત નૈતિક પાસે ગયો.

'શું થયું પ્રિતીને ' મેં ચિંતીત સ્વરે કહ્યું. 'કંઈ નહીં, તારી આ હાલત થી એ ખૂબ દુઃખી છે. ઘણું, સાંભળવું પડયું છે પ્રિતીને... '

'એની આંખો સુઝેલી હતી...' મે કહ્યું 'હા, આદિ. પ્રિતી ઘણું રડે છે તારી આ હાલત પ્રિતી થી પણ સહન નથી થતી... અને એ કશું કહી શકે એમ પણ નથી...'

'હા... એ જ બાબત નો મને અફસોસ છે કે મારી આ હાલત થયા બાદ પણ એ કશું કરી શકે એમ નથી...'

હું દુઃખી હૃદયે ત્યાંથી નીકળ્યો. સાંજે મેં મારી બેગ તૈયાર કરી. મેં મારા હૃદયને સમજાવ્યું પણ એ એની જીદ પર અડીખમ હતી. મેં મારા હૃદયમાંથી આ તુફાનને કાઢવાનો એક નિરર્થક પ્રયાસ કરી જોયો... પરંતુ પરિણામ જ હતું, કંટાળીને હું ભાગી જવા માંગતો હતો. જેથી કદાચ મારી પ્રિતીની આ હાલત જોઈ દુઃખી ન થાય. મારો પ્રેમ શુદ્ધ હતો અને શુદ્ધ પ્રેમ તો ત્યાગ પણ કરે છે.

હું ભાગી જવા માંગતો હતો. પણ કયાં... હું ખુદથી જ ભાગતો હતો. પણ જઈ શકયાં ? આ સવાલ વારંવાર ઉઠતો હોવા છતાં હું તૈયાર કરેલી બેગ લઈ હું કેમ્પસની બહાર નીકળ્યો... ત્યાં જ ઉત્તમ મારી સામેથી પસાર થયો.

'શું છે કિલર ?' ઉત્તમ બોલ્યો.

'બસ, મોજે ફકીરી' મેં જવાબ આપ્યો.

શું જિંદગીથી નારાજ છે યાર ' એનો અવાજ થોડો નરમ થયો.

નહીં ખુદથી...' મેં સિગરેટ જલાવતા કહ્યું.

'સ્ટોપ સ્મોકીંગ આદિ.'

'નો આજ મને વાડી રહી છે.'

'આ બેગ '

'બસ, ભાગી રહ્યો છું'

'શેનાથી ?' ઉત્તમના પ્રશ્નોનો મારો હજુ ચાલુ જ હતો.

'એ જ તો ખબર નથી ખુદથી, કે પછી...'

'યાર, ઓલ ઈઝ વેલ.'

'ના, હું મારા હૃદય ને છેતરી શકું એમ નથી.'

'સંભાળી લે આદિ તારા હૃદયને...

'લે, સિગારેટ'

'ના'...

'ચાલ, હું તને મૂકવા આવું...

'નહીં, હું ચાલ્યો જઈશ. મારી ફીકર ના કર. બીજાની જેમ તું પણ મને છોડી દે.'

'નહીં, હું તને આવી સ્થિતિમાં નહીં છોડું.'

'યાર હું પ્રિતી વગર નહીં જીવી શકું. હું એક જિંદા લાશ છું.

બસ... હવે અર્થી નીકળવાની જ બાકીછે.

'હિંમત રાખ આદિ. બી પોઝીટીવ'

મેં ખિસ્સામાં હાથ નાખ્યો. એક નાની બોટલ કાઢી અને ગટગટાવી. બીજ ક્ષણે ઢળી પડયો.

'આદિ... ' ઉત્તમેં ચીસ પાડી.

તેણે મને જેમતેમ કરી સંભાળ્યો, એ રડી પડયો.

'તારી આંખમાં આંસુ સારા નથી લાગતા, તું તો હસતો જ સારો લાગે છે.' મેં કહ્યું...

'ના યાર, આ તો મને રમ નહીં મળે એટલે...' એણે આંસુ લુછતાં પરાણે હસતાં કહ્યું.

આજે મેં ઉત્તમને મારા માટે રડતો જોયો. ખરેખર સાચા પ્રેમથી તો આ દોસ્તી સારી જે ખરાબ સમયમાં સાથ તો નથી છોડતી, ટ્રેન આવી...

તેને મને ટ્રેનમાં બેસાડયો. મને ઘણી સલાહ આપી. ટ્રેનની વ્હીસલ વાગી, તેને હાથ ઊંચો કર્યો. રાજકોટ ઉતરી જજે. કયાંક મુંબઈના ચાલ્યો જતો.

જાણે આ જે એને મારી હાલત પામી લીધી અને હું ફકત મારી ધુનમાં આ સફરમાં એકલો નીકળી પડયો હતો.

***