અે દિવસો પણ કેટલાં સુંદર હતાં,
જ્યારે આપણે આપણાં ગામ થી જોડાયેલાં હતાં.
હવે ગામ પણ ક્યાં એવું કઈ રહ્યું,..
વિતી ગયો અે સમય, વિતી ગઈ અે યાદો...
તે છતાં પણ મને મારા ગામ અને અે ઘર ની બહુજ યાદ આવે છે.
મારા ઘર ની આગળ પડતો અે રોડ ,
ઘર ની સામે ગણપતિ બાપા નો અે ઓટલો,
સામે પટેલ બા ની આદત જોર જોર થી બોલવાની,
ક્યારેક જો ગયા હોય,અે ગામ અે જગ્યા અે ફરી,
તો કાનમાં ગુંજે એમનો અવાજ..
સવાર પડે એટલે, મમ્મી નું શરુ થાય,
નિશાળે નથી જવાનું, કુંભકર્ણ ઉઠ હવે.
નિશાળ અે જતાં પહેલાં કરવાના કામ,
મારા હિસ્સે આવે ખાલી જાડું પોતા.
નિશાળે જઈને ભણતું કોણ,
હું તો ફક્ત રમવા જતી નિશાળે.
નિશાળ અે હંમેશા અડધો કલાક વેળા જવાનું,
લપસણી ખાવાની, લટકવાનું. બેનપણી કે એનાથી ઊંચાઈ વધે,
ઊંચાઈ એટલી વધી ગઈ કે, નિશાળ માં મને છેલ્લી બેન્ચ માં બેસાડે.
નિશાળ માં લઈ જવાતું અે દફતર, કંપાસ અને વોટર બેગ.
મારી વોટર બેગ માં પાણી ઠંડું રહેતું. એટલે જૂની થઈ ગાઈ.
તો પણ હું એને લઈ જતી.
છોકરીએ ની નિશાળ માં ભણતી, ત્યાં નાં શિક્ષકો પણ હતા સ્ત્રીઓ,
મે બનેલા બેન ને મિત્ર મારા, આજે પણ યાદ છે મને એમનું નામ.
આરતી બેન જ્યારે જવાના હતાં, ત્યારે મે એમને મારા ઘરે બોલાવેલા .
આરતીબેન સમજતાં હતાં મને, અને મને બહું ગમતાં.
મારે પણ. એમનાં જેમ બનવું હતું.
૨૬ મી જાન્યુઆરી નાં થતું મારા નિશાળ માં એન્યુલ ડે,
એની તૈયારી ડિસેમ્બર થી શરૂ થઈ જતી હતી.
મને કોઈ અે ડાંસ માં નાં રાખી.
એક દેશ ભક્તિ ગીત હતું, " અે વતન હમકો તેરી કસમ, તેરી રહો મે જા તક લુટા જયેગે.".
મને રાખી લાશ ઉઠવાના સીન માં.
કારણકે હું ઊંચાઈ માં વધારે છું.એમ કહીને મને નતી રાખી ડાંસ માં
જીવન નાં ઘણાં તબ્બકે મે સહ્યો છે, તિરસ્કાર,
રંગ રૂપ, થી અમીરી ગરીબી થી તોલવાની લોકો ની માનસિકતા ને...
બચપણથી કરી મે મારા હક માટે લડાઈ..
નીકળી નાની હથેળી માં, મોટા સપનાં જોવા માટે હું...
બદલવા હતા લોકોના વિચારો ને, બદલવી છે લોકો ની માનસિકતા.
નિશાળે પણ હંમેશા કાળા રંગ અને બાકી છોકરી અો કરતાં ઊંચાઈ અને શરીર માં વધારે.
એની ટીકા રોજ કરવામાં આવતી મારા પર.
પણ મારા પર અસર નાં કરતી ક્યારે અે વાતો..
મારી મમ્મી મને હમેશાં સમજાવતી અને કહેતી કે હું બરાબર છું જેવી છી એવી,
વાસ્તવિકતા ને સ્વીકારતા શીખી ગઈ, પણ કદાચ..
ક્યાંક મનમાં એક ખૂણે નકારાત્મક વલણ કામ કરતું રહ્યું.
હું છોકરી છું, એજ હું ભૂલી ગઈ...
ક્યારે સુંદર દેખતાં કે છોકરી જેવા નખરા કરતાં નાં આવડયું.
લોકો ની માનસિકતા હતી છોકરો બધું કરી શકે,
અને મે પોતાની જાત ને છોકરા જેવી બનાવી દીધી,
કોઈ મને આવીને કઈ બોલી પણ નાં શકે...
ખુદને અગરો દાખલો બનાવી દીધો.
ત્યારે નાની હતી, સમજણ નતી મારામાં...એટલે ભૂલો ઘણી કરી..મે
લોકો નાં માનમાં હોય છે હંમેશા પશુ ભાવ...
કે તમે ૧૦ વર્ષ પહેલાં કેવા હતાં અે યાદ રહે .
પણ આજે તમે શું છો અે નાં સમજે..
વર્ષો પહેલાં બાળક કે ભૂલ કરેલી હોય જગડા કરેલા હોય.
બાળક ને પરિપક્વ થતાં સમય લાગે..
૧૮ સુધી તો અે થઈ જાય છે, પરિપક્વ...
લોકો લેબલ લગાવનું છોડશે નઈ...
જીવનમાં બાળક હોય ત્યારે બધાં ભૂલો કરે છે,સામે બોલે મોટાને..
અે વખતે સમાજ નથી હોતી.
તિરસ્કાર બહુ મોટી નકારાત્મક ભાવના છે, જે માણસ ને મનથી તોડી નાખે છે.
આ ભાવના માણસ ને માનસિક રીતે બીમાર કરી નાખે છે.
હર એક માણસ એટલો મનથી સ્ટ્રોંગ નથી હોતો બધું હસીને જવાદે...
મે તો બાળપણ થી જ શીખી લીધું અને મન ને સ્ટ્રોંગ બનાવી લીધું.
દુનિયા આવી છે, એના લોકો અવાજ રેવાના..
આપણે આપણી જાત સાથે કેવા છે, પોતાના ખાસ લોકો માટે કરવા છે, અે આપણાં માટે શું વિચારે છે.
અે વસ્તુ ને મહત્વ આપો, બાકી દુનિયા જાય તેલ લેવા...એની માને ને 😂😜
અમુક લોકો આવી કરીને પૂછશે તમને સવાલ શું તમે પરફેક્ટ છો??
પરફેક્ટ કોઈ નથી હોતું, હા પણ આપણે માનસિક રીતે પરફેક્ટ હોવું અનિવાર્ય છે...
"કુછ તો લોગ કહે ગે ની માનસિકતામાં."
તમે ખુદ ને સ્ટ્રોંગ મન થી બનાવો, તમારા વીતેલાં સમય માં ભલે કેટલો પણ ખરાબ કેમ નાં ગયો હોય.
પણ અે સમય થી જે શીખવા મળ્યું, અે શીખી ને તમારા વર્તમાન ને મજબૂત બનાવો.
આપણે ત્યાં લોકો બહાર નાં દેખાવ સારો ,અે પરફેક્ટ ની વ્યાખ્યા માને છે. (મોસ્ટલી).
અને બીજા છે જે વાસ્તવિકતા માં જીવે છે! અને માને છે કે માનસિક રીતે પરફેક્ટ બનો.
મને માનસિક રીતે પરફેક્ટ બનવામાં સમય લાગ્યો, ૧૮ સુધી પહોંચી ત્યાં સુધીનો...!!!
ક્યારે વિચાર્યું છે, ખુદને મન થી. સ્ટ્રોંગ બનવા માટે શું કરવું જોઈએ.
મારા હિસાબે પહેલું પગથિયું છે, મહાભારત ને જુવો અને સમજો.
* શીખો પોતાના જીવન માં, પોતે કરેલા સંગર્ષ...
*શીખો તમારા માટે કરેલાં તમારા માતાપિતા નાં સંગર્ષ થી.
*શીખો પોતાનાં જીવન થી, .....
જ્યારે તમે બીજાની પંચાયત કરવાનું છોડીને પોતાનાં જીવન માં થોડું ડોકિયું કરશો ત્યારે સમજાશે,
તમે ક્યાં ભૂલો કરી, ક્યાં હોશિયારી બતાવી, અને
પોતાના જીવન નું અનુકરણ કરતા કરતા...
તમે શીખી જશો જીવન શું છે...
"પોતાના જીવન નું રિમોટ પોતાના હાથ માં રાખશો તો પોતાની મરજી મુજબ જીવની ચેનલ ને ચલાવી શકાશે."
નઈ તો જીવનભર બીજાના નિર્ણયો પર નિર્ભય રહીશું.શું કામ એવા બનવું કે તમે પોતાના જીવન નાં નિર્ણયો પોતે નાં લઈ શકો.
પોતાની જાત પર વિશ્વાસ રાખતાં શીખો, પોતાના નિર્ણયો પોતે લેતા શીખો.કોઈ પણ ખરાબ દિવસો રોજ એવા નથી રહેવાના માટે..
ખુશી ને માણતા શીખો, વર્તમાન ને એક ચાન્સ આપતાં તો શીખો..
હર એક માણસ ને હક છે, પોતાનું જીવન ખુશી થી જીવનો..
જીવનમાં એક ડગલું જાતે પોતે આગળ વધતાં તો શીખો..
પોતાની જાત ને કોસવા કરતાં, મિટ્ટી પાવો કરીને હાથ ખંખેરીને,
આગળ વધતાં તો શીખો.
બધાં ડર મળ્યાં છે જે વીતેલાં સમય માં, અે ડર ને ભુલાવી નવી શરૂવાત કરતાં તો શીખો..
બીજાને નાં સહી પોતાની જાત ને એક ચાન્સ આપતાં તો શીખો..
થોડુક પોતાનાં માટે જીવતાં તો શીખો..
લોકો શું કહેશે, અે ડર થી બહાર આવી ને ખુલ્લા હૃદય થી જરા શ્વાસ લેતા તો શીખો.
પોતાની જાત ને પ્રેમ કરતાં તો શીખો
જો છે પોતાની જાત થી પ્રેમ તો આ જીવન ને સાચા અર્થમાં વેડફવા કરતાં જીવતાં તો શીખો......
એક વાર મન તૂટે એક બ્રેક અપ, એક છૂટાછેડા, કે તમે હોય વિદુર...જીવનો હક તમારો પણ છે...
પોતાના માટે જીવતાં શીખો,.......
....... ..