Dojakh in Gujarati Moral Stories by Dipty Patel books and stories PDF | દોજખ

Featured Books
Categories
Share

દોજખ

મનીષે ડોરબેલ વગાડી , દરવાજો ખુલવાની રાહ જોઈ , થોડીવારમાં દરવાજો ખૂલ્યો. જાગૃતિએ બારણું ખોલ્યું અને સામે પોતાના પતિને જોતા છે આશ્ચર્યમાં ગરકાવ થઈ ગઈ. એકદમ સુકાઈને દુર્બળ પડી ગયેલું શરીર જોઈને જાગૃતિને જોરદાર ધક્કો લાગ્યો. કેટલાય વખતથી કંઈ કામ-ધંધો નહીંં મળતા મનીષ લંડન પોતાની બહેન ત્યાં પૈસા કમાવાના કારણે ગયો હતો . આજે દસ વરસ પછી મનીષ પાછો પોતાના વતન પોતાના ઘરે આવ્યો હતો.

ઘરમાં આવતા જ જાગૃતિ તરત જ પોતાના પતિ મનીષ ને સરસ વાનગી બનાવી જમીને આરામ કરવા કહ્યું. સાંજે બેસીને દસ વરસ માં એકબીજા થી જૂદા થયા પછી ના અનુભવો પૂછવા લાગ્યા.

મનીષે કહ્યું ક્યારેય પૈસાના લોભથી પૈસા કમાવા પરદેશ જવાનું વિચારીને ખૂબ પૈસા કમાઈ શકો એવું કંઈ જ નક્કી નથી હોતું , કોઈ જ ધારાધોરણ હોતા નથી. મનુષ્યને નસીબમાં લખેલું જ મળતું હોય છે. પરદેશમાં પરિવારથી દૂર રહેવાનું પણ તમારે સહન કરવાનું હોય છે અને ધૂતારાઓ ત્યાં પણ હોય છે જ. ત્યાંનું વાતાવરણ પણ અહીંના કરતા અલગ હોવાથી સેટ થતા પણ વાર લાગતી હોય છે અને ત્યાંના ખર્ચા પણ ત્યાંના પ્રમાણે જ મોંઘા હોય છે એટલે તમને જે પણ કંઈ કામ મળે તે કરી લેવું પડતું હોય છે અને તે છતાં વધારે પૈસા કમાવવા માટે બીજું પણ કામ કરવું પડે છે. મને પણ કોઈએ નોકરી અપાવવાના બહાને બે લાખ રૂપિયા આપવાનું કહ્યું અને એને ઘણા લોકોને નોકરી અપાવી પણ હતી એટલે મને એવું થયું અગર બે લાખ રૂપિયા નોકરી મળી જતી હોય તો હુંય સ્વીકારી લવું કાલે સારી નોકરી થી પૈસા કમાઈને તમને લોકોને અહીં મોકલી આપું. મારા પાસે ત્યારે બે લાખ રૂપિયા હતા નહીં એટલે તારા પાસેથી પૈસા મંગાવ્યા હતા.

જાગૃતિ બોલી : " હા ત્યારે મારા પાસે પણ એટલી મોટી મૂડી ના હોવાથી મેં મારું મંગળસૂત્ર વેચીને તમને મોકલ્યા હતા." આ સાંભળીને મનીષની આંખોમાં આંસુ આવી ગયા. મેં તેને પૈસા આપી દીધા પછી મને કોઈ કામ આપ્યું નહીં એટલે મારે એની સાથે ઝઘડો થઈ ગયો અને હું કામ વગર અને પૈસા વગર ત્યાં રહેવાની તકલીફ પડવા લાગી , ત્યારે મને એક વ્યક્તિ મદદ કરી અને ત્યાં કોઈ મંદિરમાં કામ માટે નોકરી અપાવી હતી , જ્યાં મને મંદિરમાં સાફ-સફાઈ અને વાસણ ધોવાનું કામ કરવાનું આપ્યું હતું તેથી ત્યાં મને જમવાનું મળી રહેતું હતું અને ખૂબ મોટા વાસણો ધોવાનું અને બધું સફાઈનું કામ મળ્યું. બીજી કોઈ નોકરી મળી ન હોવાથી મેં એ કામ પણ સ્વીકાર્યું હતું પણ એમાંથી હું ત્યાંનું રહેવાના પૈસા જ ભરી શકતો હતો બીજી કોઈ બચત વધારાની ના થવાથી હું અહીંયા તમને કોઈ પૈસા મોકલી શકતો ન હતો. એટલે મારા પૈસા આપ્યા હતા હું એને રોજ ને રોજ મને કામ આપવા માટે ટોક્યા કરતો હતો. અને એક દિવસે મને કહ્યું કે કે કાલે સવારે કામ માટે વહેલાં આવી જજો. બીજા દિવસે હું સવારે વહેલા ઉઠીને ત્યાં પહોંચી ગયો હતો. ત્યારે મને એક પાર્સલ આપીને મને એક જગ્યાએ પહોંચાડવાનું કામ આપ્યું હતું. એક નાના પાર્સલના આટલા બધા પૈસા આપવાના મને થોડું અજુગતું લાગ્યું. ત્યારે મને સમજાયું કે આ તો સ્મગલિંગ નું કામ છે. હું ખોટી જગ્યાએ ફસાઈ ગયો હતો. મેં એ કામ કરવાની ના પાડી. તો મને મારા પૈસા પાછા નહીં મળે અને ખોટી રીતે ખૂબ ગાળો આપી , અને કોઈને પણ આ બાબત જણાવી તો મને મારું ખૂન કરવાની પણ ધમકી આપી દીધી. મારા પાસે મજૂરીકામ કર્યા સિવાય કોઈ રસ્તો હમણાં હતો જ નહીં. એટલે મંદિરમાં પાછો એ જ મારો રૂટીન કરતાં કરતાં કંટાળી ગયો હતો. જેલ જેવી એ જિંદગીથી ખૂબ કંટાળીને અહીંયા પાછા આવવા માટે વિચારતો હતો. તેમાં મારાથી એક બે વખત કોઈ ભૂલ થઈ ગઈ હતી. વધારે પૈસા માટે હું ફરી પાછો પહેલા વ્યક્તિ પાસે ગયો હતો. અને ફક્ત એક જ વખત હું આ કામ કરી આપીશ એ માટે વાત કરી હતી. પણ એ વ્યક્તિ પણ મને એક વખત એ કામ આપ્યું હતું. મારા મૂર્ખામી ભર્યા એ કામમાં પહેલી વખતમાં જ હું પોલીસના હાથમાં ઝડપાઈ ગયો હતો. જ્યાં મને જેલની સજા થઇ ગઇ હતી. મારા સારા વ્યવહારમાંથી મારી થોડી સજાને માફ કરીને મને ઇન્ડિયા પાછા આવવા માટે એ લોકો એ જ વ્યવસ્થા કરી આપી હતી. અને એટલા માટે જ હું તમને કોઈ સંપર્ક કરી શકતો નહોતો. હું ત્યાં દસ વરસ પછી કોમામાંથી ભાનમાં આવ્યો છું , એવું અનુભવી રહ્યો છું. જાગૃતિ આ બધું સાંભળીને રડી પડી હતી. તને એને મનીષને કહ્યું હતું : " હવે તમે બધું ભૂલી જાવ અને આપણે હવે સાથે મળીને કશું કરીશું. તમે મનમાં કોઈ વાતનો રંજ રાખશો નહીં."

દોજખ વાળી દસ વરસની જિંદગીથી ભાન માં આવેલા મનીષે ફરીથી નવેસરથી જિંદગી શરૂ કરી.