Maa nu samaryavaan in Gujarati Women Focused by મનોજ નાવડીયા books and stories PDF | માં નુ સામર્થ્યવાન

Featured Books
Categories
Share

માં નુ સામર્થ્યવાન

"માં નુ સામર્થ્યવાન"

વષાઁ પહેલા ની સાચી વાત છે. એક મધ્યમ પરીવાર ની માતા અને નાનો દીકરો ગુજરાત ના સુરત શહેર માં રહેતા હતા. સવાર નો સમય હતો. અંદાજીત ૯.૦૦ વાગેલા, પિતાજી બહાર ઓફિસ મા જતા રહેલ, માતા ઘર નુ કામ કરી રહેલ હતી. એક નાનો 9 વષઁ નો કુમળો દીકરો ઘર ની બહાર, નાના ઉમરા પાસે શાળાની બેગ લઈને બેસેલ અને તેનુ લેશન કામ કરી રહ્યો હતો. અચાનક ત્યા એક ગાય માતા આવે છે જેને મારા ખ્યાલ પ્રમાણે બહુ ભુખ લાગેલ હશે.
આમય નાના હોય ત્યારે ગાય અને ગલુડિયા બધાને બહુ પિયૃ હોય છે તેથી તે ગાય માતા ઉમરા પાસે આવી તો તે છોકરો તેણી સાથે મજાક મસ્તી કરવા લાગ્યો. છોકરા ને તો તેની સાથે રમવાની મજા આવતી હતી તયા અચાનક ગાય માતા યે તેની લેશન બુક ની મુખ્ય ચોપડી મોમા લઈ લીધી અને ખાવા લાગી, છોકરાયે તેની રીતે ઘણો પ્રયાસ કરયો બુક લેવાનો પણ નિષ્ફળ ગયો અને ગાય ત્યાથી દૂર નીકળી ગઈ.
છોકરાયે માં ને જોરથી બૂમ પાડી ને બોલાવી તો તરતજ માં ઘર ની બહાર આવી અને તેની વાત સાંભળી. તો માતાયે થોડાક ક્ષણ ની પણ રાહ જોયા વગર ગાય પાસે દૌડી અને ઘણી મહેનત કર્યા પછી ગાય ના મોમા થી પુસ્તક લય લીધુ. કારણ કે તે શાળા ની મુખ્ય બુક હતી. આ જોતા ૯ વષઁ ના દીકરા ને મન મા અદભૂત વિચાર આવ્યો કે. શુ મારી માતા આટલી "સામર્થ્યવાન". સંકટ સમયે આવી મદદ માતા અને પિતા જ કરી શકે છે.

તેથી કવિ દામોદર ખુશાલદાસ બોટાદકરે લખેલ ગીત યાદ આવે છે

મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ
એથી મીઠી તે મોરી માત રે
જનની ની જોડ સખી! નહી જડે રે લોલ.

પ્રભુના એ પ્રેમતણી પૂતળી રે લોલ,
જગથી જૂદેરી એની જાત રે … જનની ની

અમીની ભરેલ એની આંખડી રે લોલ,
વ્હાલનાં ભરેલાં એના વેણ રે … જનની ની

હાથ ગૂંથેલ એના હીરના રે લોલ,
હૈયું હેમંત કેરી હેલ રે … જનની ની

દેવોને દૂધ એનાં દોહ્યલા રે લોલ,
શશીએ સિંચેલ એની સોડ્ય રે … જનની ની

જગનો આધાર એની આંગળી રે લોલ,
કાળજામાં કૈંક ભર્યા કોડ રે … જનની ની

ચિત્તડું ચડેલ એનું ચાકડે રે લોલ,
પળના બાંધેલ એના પ્રાણ રે … જનની ની

મૂંગી આશિષ ઉરે મલકતી રે લોલ,
લેતા ખૂટે ન એની લહાણ રે … જનની ની

ધરતી માતા એ હશે ધ્રૂજતી રે લોલ,
અચળા અચૂક એક માય રે … જનની ની

ગંગાનાં નીર તો વધે ઘટે રે લોલ,
સરખો એ પ્રેમનો પ્રવાહ રે … જનની ની

વરસે ઘડીક વ્યોમવાદળી રે લોલ,
માડીનો મેઘ બારે માસ રે … જનની ની

ચળતી ચંદાની દીસે ચાંદની રે લોલ,
એનો નહિ આથમે ઉજાસ રે
જનની ની જોડ સખી ! નહી જડે રે લોલ.

આ વાર્તા એટલે લખવા નો વિચાર આવ્યો કે આપણી આજુ બાજુ મા અને દેશ મા સ્ત્રી પત્ત્રેય કેટલાય અન-બનાવ અને કુર અકસ્માત બને છે. આ એક મોટી ગેર સમજણ છે જાણે કે સ્ત્રી પાસે કોઈ સામથ્યૅ કે શકિત જ નથી. તેથી જો આ દુનિયા માં બધા જ લોકો ને નાનપણ થી જ સારી સમજણ, શિખ, સંસ્કારો અને શિક્ષા આપવા મા આવે તો આવા બધા બનાવ બનેજ નહીં અને બનવા પણ ના જોયે.
તેથી કહેવાય છે કે,
"Women weren't created to do everything a man can do. They were created to do everything a man can't do"
મનોજ નાવડીયા