Adhuro Prem. - 10 in Gujarati Love Stories by Gohil Takhubha ,,Shiv,, books and stories PDF | અધુુુરો પ્રેમ - 10 - નિશબ્દ

Featured Books
  • નિતુ - પ્રકરણ 52

    નિતુ : ૫૨ (ધ ગેમ ઇજ ઓન)નિતુ અને કરુણા બંને મળેલા છે કે નહિ એ...

  • ભીતરમન - 57

    પૂજાની વાત સાંભળીને ત્યાં ઉપસ્થિત બધા જ લોકોએ તાળીઓના ગગડાટથ...

  • વિશ્વની ઉત્તમ પ્રેતકથાઓ

    બ્રિટનના એક ગ્રાઉન્ડમાં પ્રતિવર્ષ મૃત સૈનિકો પ્રેત રૂપે પ્રક...

  • ઈર્ષા

    ईर्ष्यी   घृणि  न  संतुष्टः  क्रोधिनो  नित्यशङ्कितः  | परभाग...

  • સિટાડેલ : હની બની

    સિટાડેલ : હની બની- રાકેશ ઠક્કર         નિર્દેશક રાજ એન્ડ ડિક...

Categories
Share

અધુુુરો પ્રેમ - 10 - નિશબ્દ

નિશબ્દ

પલકનું વેવિશાળ સમાજ ના મોભાદાર વ્યક્તિઓ સામે પરંપરાગત રીતે પુરુ થયું.પલક અને આકાશનો સમય જાણે
થંભી ગયો. એક તરફ પલકના પરીવાર ની ખુશી છેતો બીજી બાજુ આકાશનો નીર્મળ પ્રેમ. આ બંને વચ્ચે પલકનું હ્લદય પીખાઈ રહ્યું છે. એ આજે પહેલી વખત પોતાના જ હૈયાને સમજાવી નથી શકતી. એના વેવીશાળ ની ખુશી જેટલી થવી જોઈએ એટલી પલકના ચહેરા ઉપર નજર નથી આવતી.
પલક આકાશને જોવા માટે પોતાના ઘરની ઓશરીમાં આવી.કચવાતા કાળજે પલકે બુમ પાડી.એ આકાશ પલકની બુમ સાંભળીને વીભાભાભી બહાર આવી ને કહ્યું હા પલક બોલ શું કામ છે આકાશનું. કોઈ ઘરનું કામ કરાવવું છે.અથવા ફરી એના ભાંગેલા કાળજાના કટકા કરવા છે.વીભાભાભીએ પલકને શબ્દોનુ વેધક બાણ માર્યું. પલક પણ સમજી ગ્ઈ.એને થયું કે ભાભી એના દિયરના દુઃખને
વધારવા નથી માંગતી. અને એ વ્યાજબી પણ છે એના ભાભી આકાશ ને ખૂબ જ પ્રેમ કરે છે. એથી આકાશનો પક્ષ જરૂર લેશે.
વીભાભાભીએ કહ્યું પલક તું હવે તારા સંસારમાં ખુશ રહે મારા આકાશને આમ આવી આવીને વારંવાર હેરાન પરેશાન ન કરીશ એ આમ પણ ખૂબ ડીસ્ટર્બ છે.એને હમણાં એકલો છોડી દે પલક બહું થયું તારું નાટક.વિભાભાભીના શબ્દો પલકને હૈયામાં તીરની માફક ચુભી ગયા.પણ પલક પાસે આજે પહેલી વખત કોઈજ જવાબ મળ્યો નહી.એ ચુપચાપ ઊભી ઉભી સાંભળતી રહી.ને કશું જ કહ્યા વગર પોતાના રુમમાં જ્ઈને ધ્રુસકે ધ્રુસકે રડી પડી. એને લાગતું હતું કે આ આકાશની મનોદશાની જવાબદાર હું જ છું. મારે જો વેવિશાળ કરવું જ હતું તો આકાશને સાફસાફ ના પાડવી જોઈતી હતી. એકતો મેજ એના પ્રમનો સ્વીકાર કરી ને આકાશના જીવનને અંધકાર મય ધકેલી દીધું છે. આકાશની અવદશાની જીમ્મેદાર માત્ર ને માત્ર હું જ છું.
પરંતુ જે હોય તે મારે આકાશને પાસે બાદ સીને સમજાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. પલક પોતાની જાતને કોષી રહી છે.ફરી એકવાર પલક ઉભી થઇ ને આકશના ઘરનો દરવાજો ખોલીને કહ્યા વગર જ દાખલ થઈ ગઈ. ને વીભાભાભીને પણ ખબર ન પડવા દીધી કે કયારે પલક મીનીપગલે આકાશના બેડરૂમમાં ઘુસી ગ્ઈ.પલકે જોયું તો આકાશ પોતાના ચહેરા ઉપર પોતાની ટેક્ષબુક રાખીને કશુંક બડબડાટ કરતો હતો.પલકે ધ્યાનથી સાંભળ્યું ત્યારે એને લાગ્યું કે એ પલકનું નામ જ લેતો હતો. જેમ કોઈ ભગત
વારંવાર ભગવાનનું નામ લેતો હોય એવી રીતે આકાશ પણ વારંવાર પલક પલક પલક એવું રટણ કરતો હતો.
પલક ઘડીભર થંભી ગ્ઈ એના રુવાડા ઉભા થઈ ગયા. એના મોઢેથી હાયકારો નીકળી ગયો. એને થયું કે આ છોકરો પાગલ થઈ ગયો છે કે શું. આ શું કરી રહ્યો છે.જો આકાશ ને આ પ્રેમ ઉપરથી બીજે ધ્યાન કેન્દ્રિત કરાવવું જરૂરી છે.એમ વીચાર કરી પલકે આકાશને બોલાવવા પોતાનો હાથ લાંબો કર્યો. થોડીવાર અટકી ગઈ. તરતજ સ્વસ્થ થઈ ને આકાશના ચહેરા ઉપરથી ચોપડી લઈ લીધી. આકાશ જબકી ને જાગી ગયો.ત્યારે પલકને ખબર પડી કે આકાશતો સુતો હતો.એ નીંદરમાં જ મારા નામનું રટણ કરતો હતો. એ સોક થઈ ગઈ ને મનમાંથી વેદનાની ચીખ નીકળી ગઈ. આકાશે આંખો ખોલી. સામે પલકને જોઈને ઘડીભર તો એને સપનું જ લાગ્યું. પછી એને ભાન થયું કે પલક પોતાના બેડરૂમમાં આવી છે.એ તરતજ ઉભો થયો. આજે આકાશના મોઢામાં પહેલી વખત પલકને જોયા પછી કોઈજ શબ્દો નથી.આકાશ આજે "નિશબ્દ"બની ગયો છે.
પલકે કહ્યું આકાશ મારાથી નારાજ છેને ,તારી નારાજગી બીલકુલ વ્યાજબી છે.મેં તને અંધારામાં ધકેલી દીધો છે આકાશ બની શકે તો મને માફ કરજે.હું ખરા હ્લદયથી તારી બે હાથ જોડીને માફી માંગુ છું. મારા જીવનની આ સૌથી મોટી ભુલ થઈ છે.મે મારા સગા હાથેથી જ તારું ભવિષ્ય અંધારામાં ધકેલી દીધું છે.પરંતુ તું જ વિચાર આકાશ હું કરતી પણ શું ?તું તો મને બાળપણથી જ ઓળખે છે. હું જયારે નાની હતી ત્યારે જ મારા પપ્પાનું અવસાન થયું. અમે બધા જ ભાઈ બહેનો ખુબ જ નાના હતા. દરેકની જવાબદારી મમ્મી ઉપર આવી ગઈ હતી. એમણે કેટકેટલી તકલીફો સહન કરી ને અમને ભણાવી ગણાવી ને મોટા કર્યા. અને આજે મને પગભર કરવામાં મારી મમ્મીનો બહુમુલ્ય ફાળો રહ્યો છે. તું એ પણ જાણે છે કે કેટલી વખત અમારા ઘરમાં પપ્પાના ગયા પછી એક ટંકનુ જમવાનું પણ ના હોય. અને ઘણીવાર વીભાભાભીએ અમને જમવાનું આપ્યું હતું. તું આ બધીજ જાણે છે. તને ખબર છે કે હું પણ તને કેટલો પ્રેમ કરું છું. અને એટલે જ તો મે તને કહ્યું પણ હતું ને.પરંતુ હું મારી મમ્મીની વાતને આટોપી ના શકી.અને એ પણ સાચું જ છેને વડીલોએ આપણા ઉપર કેટલો ઉપકાર કર્યો છે. એમની આજ્ઞા આપણે કેવીરીતે ઉથાપી શકીએ.
દરવાજાની પાછળ ઉભા રહીને વીભાભાભી પલકનો સંવાદ ખૂબ જ ધ્યાનથી સાંભળી રહી છે. પલકની વાત સાંભળીને ભાભીની આંખોમાં આંસુ આવી ગયા. પલક આગળ વધી અને આકાશને કહ્યું આમ ભુત બનીને મારા તરફ જોયા ન કર તારી હંમેશા લપલપાતી જીભ ઉપર આજે તાળું કેમ લાગી ગયું છે.આકાશ તારી ચુપ્પી મારો જીવ લ્ઈને
રહેશે.તને ખબર છે આકાશ મને જયારથી મારી સગાઈ થઈ છે તયારથી જમવાનું પણ ભાવતું નથી.આખુંય જગત જાણે કડવા દોડે છે.મારા માથા ઉપર જાણે મોટા હીમાલય જેટલો ભાર લાગે છે.હું મારી ફીલિંગ તારી સાથે જાહેર નથી કરતી એનો મતલબ એવો નથી કે હું ફીલિંગ વગરની છું. પણ મારી પણ કોઈ જવાબદારી છે.
પલકના સવાલનો આકાશે કોઈજ ઉત્તર ન આપ્યો એણે આકાશને સમજાવવાનો ખૂબ પ્રયત્ન કર્યો. એની કોઈપણ વાતનો આકાશે કોઈજ જવાબ ન આપ્યો. એથી પલક ખૂબ અકળાઈ ગ્ઈ.મનોમન એમ પણ થયું કે હંમેશાં મને જોતાજ કોઈને કોઈ કોમેન્ટ કરતો છોકરો આજે "નિશબ્દ"બની ગયો છે. એની પાસે મારી વાતનો જવાબ આપવાનો પ્રયત્ન પણ કર્યો નથી.અને જો આ કશું જ નહી બોલે તો હું હંમેશાં હીનભાવનાથી પીડાતી રહીશ. એટલે પલકે આકાશનો હાથ પકડીને કહ્યું કે મને કશું તો બોલ. મને ગાળો દે,મને ન કહેવાના શબ્દો કે મારા ઉપર ધીકકાર વરસાવ.પણ કશુંક તો કે આકાશ તારી ખામોશી મને કોરી ખાય છે.અને જો તું આવું કરીશને તો હું વધારે સમય સહન નહી કરી શકું. અને એ વાતના બોજ તળે હું હંમેશા તડપતી રહીશ.
લગભગ એકાદ કલાક પલકે સતત બોલ્યા જ કર્યું પણ એની આકાશ ઉપર કોઈજ અસર ન થઈ. એણે પલકને ઈગ્નોર કરી અથવા પલકની વાતનો કોઈ જવાબ ન આપવા નીર્ણય કરી લીધો હતો. પલકને પણ થયું કે આકાશ પોતાની વાત ઉપર કોઈપણ પ્રકારની ટીપ્પણી કરતો નથી તેથી પલકે અત્યારે આકાશને એકલા છોડી દેવાનો નીર્ણય કર્યો. એમ ઉભી થઇ ને કહ્યું ઠીક છે આકાશ બસ આમ મુંગો બેસીને મારો શોક મનાવતો રહે.આટલું સમજાવવા છતાં પણ તું કશું જ સમજવા રાજી નથી તો ઠીક છે.આજ છે તારો પ્રેમ પોતાની પ્રેમીકાને દુઃખ આપવાનો.તને ખબર છે પ્રેમ એટલે શું ? પ્રેમ પામવાની વસ્તુ નથી પ્રેમ એટલે એકબીજાને સપોર્ટ કરવાની કળા છે.પોતાની પ્રેમીકાને કોઈ વાતનું દુઃખ ન થાય એનું હરેક પ્રકારે ધ્યાન રાખવું એજ પ્રેમ છે.પલકની વાત સાંભળીને આકાશ સહેજ હોઠમાં હસ્યો.પણ આકાશની હસી પલકને હાડોહાડ લાગી ગઈ.................. ક્રમશઃ


(શું પલક આકાશને સમજાવી શકશે...આકાશનું જીવન કેવો વળાંક લેશે..............્્જજોઈશું ભાગ:-11 વળાંક)