Preet ek padchhayani - 2 in Gujarati Horror Stories by Dr Riddhi Mehta books and stories PDF | પ્રિત એક પડછાયાની - ૨

Featured Books
  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

  • ખજાનો - 76

    બધા એક સાથે જ બોલી ઉઠ્યા. દરેકના ચહેરા પર ગજબ નો આનંદ જોઈ, ડ...

Categories
Share

પ્રિત એક પડછાયાની - ૨

લીપી હાંફતા હાંફતા બોલી, અનુ હાશ ફાઈનલી ઉપર આવી ગયાં.... પણ અહીં બહુ ઓછી પબ્લિક છે....પણ ગુફાની આસપાસ પણ કેટલું બધું જોવા જેવું લાગે છે...મને તો એમ કે ઉપર એક સામાન્ય ગુફા જેવું જ હશે.

અન્વય : હા સાચી વાત છે...પણ યાર મને તો ક્યાંક શાંત એવી જગ્યાએ બેસવું છે... પબ્લીક સાથે થોડી વાર મજા આવે પણ યાર હનીમૂન તો એકબીજા માટે જ હોય ને. કદાચ ઉપર ચડવાનું હોવાથી ઓછા લોકો આવતા હોય એવું પણ બની શકે...

લીપી : જાનું..આઈ નો...મારી પણ એવી જ ઈચ્છા છે...ચાલ પહેલાં આ ગુફામાં અંદર જોઈ લઈએ...થોડા લોકો તો જઈ રહ્યા છે તો કંઈક તો હશે જ જોવાનું..જો તારી ઈચ્છા હોય તો જઈએ...

અન્વય : ઓકે ચાલ જઈએ....

*. *. *. *. *.

લીપી : કેટલું અંધારું છે અહીં તો ગુફામાં ?? મને બહું બીક લાગે છે...

અન્વય : મારો હાથ પકડી લે કંઈ નહીં થાય...

લીપી : હા યાર તારા વિના તો મારી જિંદગી હું વિચારી પણ નથી શકતી... તું મારી સાથે હોય તો મને એટલી ગભરાહટ નથી થતી. પણ હવે આમાંથી બહાર કેમ નીકળીશું ?? યાર મને કેમ એવું થાય છે કે હું આમાંથી બહાર નીકળી નહી શકું.. જાણે આ જગ્યામાં કંઈક તો એવું છે જે મને બોલાવી રહ્યું છે.

અન્વય : શું પાગલ જેવી વાતો કરે છે...આટલા લોકો આવે જાય છે આપણને શું થવાનું...ચાલ મને પકડી લે ફટાફટ બહાર જઈએ...

અન્વય ( મનમાં ) કોણ જાણે કેમ મારૂં મન પણ ગભરાહટ અનુભવી રહ્યું છે કે જાણે કંઈ ખરાબ થવાનું છે...આ પહેલાં ક્યારેય મને આવી ફીલીગ આવી નથી....પણ લીપીને કંઈ કહેવું નથી જે ભગવાનની મરજી હશે એ જ થવાનું છે આખરે...

લીપી : દુર કંઈ અજવાળું દેખાય છે બસ ત્યાં જ બહાર નીકળાતું હશે....

*. *. *. *. *.

અન્વય : લીપી હું તને મળવા આવું ને ?? ડિયર હવે તો આપણી સગાઈ પણ થઈ ગઈ છે... ઘરેથી પણ કોઈને પ્રોબ્લેમ નથી..

લીપી : હા આવ... વાંધો નહીં...કાલે હું ફ્રી જ છું...

એટલામાં લેન્ડલાઈન પર રીંગ વાગે છે....લીપી બે મિનિટ કોઈનો ફોન આવે છે હું પછી વાત કરૂં..

લીપી ફોન ચાલુ મુકીને ત્યાં વાત કરવા જાય છે. એક રિલેટીવ સાથે ફોન પર વાત કર્યા પછી તે ભુલી જાય છે કે અન્વય સાથે ફોન પર વાત કરતી હતી...અને તે રૂમમાં પોતાનું કામ કરવા લાગે છે...

એ કામ કરતા કરતા સોન્ગ ગાય એવી એને આદત હતી...એ આદત મુજબ તે ગીત ગાવા લાગી...આ બાજુ અન્વય હજુ પણ લીપીની રાહ જોઈને ફોન સ્પીકર પર રાખીને લેપટોપ માં કામ કરતો હતો.એટલામાં જ આટલો સરસ અવાજ સાંભળીને તે એકદમ ચોંકી ગયો...તેને મોબાઈલમાં કોલ રેકોર્ડિંગ ચાલું કરી દીધું...

પછી તેનો અવાજ બંધ થતાં એણે ફોન કટ કરી દીધો...અને ફરી ફોન કર્યો...લીપીએ સ્ક્રીન પર અન્વયનું નામ જોતાં જ તેને યાદ આવ્યું કે તે ફરી ફોન કરવાનું તો ભુલી ગઈ....

એટલે ફોન ઉપાડતા જ તે બોલી, અનુ..સોરી..સોરી... હું કામમાં ફરી તને ફોન કરવાનું જ ભુલી ગઈ... બોલ હવે..

અન્વય : ઘરે બીજું કોઈ નથી ??

લીપી : ના મમ્મી-પપ્પા બહાર ગયા છે હમણાં થોડીવારમાં આવશે...ભાઈ એના ફ્રેન્ડ સાથે બહાર ગયો છે...

અન્વય: મતલબ તું એકલી જ છે ને ઘરમાં ?? હમમમ... કંઈની હું તને મળવા આવું છું...

લીપી : અત્યારે ?? ના હવે એમ થોડી અવાય ??

અન્વય : ના પાગલ હવે કાલે આવીશ...રેડી ફોર સરપ્રાઈઝ....કહીને એને ફોન મુકી દીધો‌‌.

*. *. *. *. *.

લીપી : આજે તો અન્વય આવવાનો છે મમ્મી...

પ્રિતીબેન : ઓહો...જમાઈરાજા આવે છે... સારૂં તો અહીં બરોડા ક્યાં ફરવા જવું છે નક્કી તો કરી દે...

લીપી : મમ્મી, તું મને મારી મમ્મી કરતા ફ્રેન્ડ વધારે લાગે છે. તું અને પપ્પા મારા અને ભાઈ સાથે ખરેખર અમારી ઉંમર મુજબ તમે જીવો છો...મને તારાથી કોઈ વાત કરતા એવો ખચકાટ નથી થતો...

પ્રિતીબેન : હા બેટા એ તો દરેક સંબંધ માટે જરૂરી છે... દરેક સંબંધ માટે સ્પેસ આપવી જરૂરી છે.એ માતા-પિતા ને સંતાનો હોય કે પતિ-પત્ની નો સંબંધ હોય...

લીપી : અન્વય સાથે ફરવાનું તું મને સામેથી કહે છે.. જ્યારે મારી ઘણી ફ્રેન્ડ છે જેને એના ફિયાન્સ જોડે બહાર જવાનું કહેવામાં પણ અચકાટ થાય છે.... મમ્મા..આઈ એમ રિયલી લકી...

પ્રિતીબેન : જા હવે રેડી થઈ જા...મારો દીકરો આવતો હશે...અન્વય.એને રાહ ના જોવડાવીશ બહું.

લીપી ખુશ થઈને તેની મમ્મીને એક કિસ કરીને કહે છે...લવ યુ મોમ...કહીને અંદર જતી રહે છે....

*. *. *. *. *.

અન્વય : હવે શાંતિ થઈ ફાઈનલી બહાર તો આવી ગયા...પણ આ જગ્યા તો હવે કંઈ અલગ જ લાગે છે...

લીપી : હવે હાલ ક્યાંય જવું નથી.. ત્યાં સામે એક સરસ જગ્યા દેખાય છે... નાનું પાણીનું ઝરણાં જેવું છે ત્યાં નજીક બેસીએ...પણ બધી પબ્લિકથી દુર.

અન્વય : ઓકે...લેટ્સ ગો...

લીપી : કેટલી શાંત અને સરસ જગ્યા છે...મને એમ થાય છે કે અહીં જ રોકાઈ જઈએ...જો હવે અહીં તો કોઈ નથી...

અન્વય : લીપી એક વાત કહું તને અંદર જેવું થતું હતું એવું મને પણ થતું હતું અંદર...પણ ભગવાનનો પાડ કે કોઈને કંઈ થયું નહીં... કદાચ આવી જગ્યા જોઈને આપણને આવું થતું હશે... પણ આવું બધું તો આપણો વ્હેમ હોય નહીં ??

લીપી : હા યાર...પણ અહીં લોકલ પબ્લિક બહુ ઓછી દેખાય છે... સાથે બીજી જગ્યાઓની જેમ અહીં કોઈ એવા ચોકીદાર કે લોકલ માણસો નથી..જે છે એ બધા આપણી જેમ પ્રવાસીઓ જ દેખાય છે..સાચે અહીં કંઈ એવું નહીં હોય ને ??

અન્વય : હવે એવું કંઈ હોય તો સરકાર જ આ જગ્યા પર અવરજવર બંધ ન કરાવી દે ?? હવે બકા આ બધું વિચાર્યા વિના આપણે એન્જોય કરીએ...

એમ કહીને અન્વય લીપીનો હાથ પોતાના હાથમાં લઈને કહે છે, લીપી ખરેખર આપણે આવી રીતે જ આખી લાઈફ રહીશું...ભલે ગમે તે થાય એકબીજાનો સાથ ક્યારેય નહીં છોડીએ...‌કહીને તેના ગાલ પર એક ચુંબન કરી દે છે.

ચાલ આપણે મસ્ત ફોટોઝ લઈએ... ક્લિક...ક્લિક...!!

અન્વય : બહુ ફોટા પાડ્યા...ચાલ હવે આપણે ફોટોઝ જોઈએ... કેવાં આવ્યાં છે...

લીપી : પછી શાંતિથી જોઈશું... અત્યારે મજા કરીએ ને.

અન્વય : ના...બે ચાર તો જોઈ લઈએ...પછી શાંતિથી જોઈશું...

લીપી : ઓકે.એક મિનિટ... અનુ આપણી પાછળ કોણ છે આ ??

અન્વય પાછળ જોઈને કોઈ નથી બકા...

લીપી : આપણી પાછળ નહીં... ફોટામાં આપણી પાછળ કોણ છે ?? એ શું છે ??

અન્વય : મને ઝુમ કરીને જોવા દે...આ તો માણસ જેવી આકૃતિ છે પણ માણસ નથી...

લીપી : કદાચ ભુત...મને તો બીક લાગે છે.

અન્વય તેને વચ્ચેથી જ બોલતાં અટકાવીને કહે છે, લીપી તું પણ આ એકવીસમી સદીમાં આવી એજ્યુકેટેડ થઈને આવી વાતો કરે છે... હોતાં હશે ભુતબુત...

લીપી : સારૂં...પણ આપણે અહીંયાથી જઈએ...મને અહીં બરાબર નથી લાગતું. ખોટું આપણે આ ગોલ્ડન સમય આપણો બગાડવો નથી...

અન્વય : ઓકે ડીયર... અહીં આ બાજુ નીચે જવાય એવો રસ્તો દેખાય છે..

બંને જણા નીકળીને જાય છે.... થોડું ડુંગરાળ વિસ્તારથી આગળ વધે છે ત્યાં બહુ ઓછી પબ્લીક દેખાય છે...લીપીને સતત કંઈક પાછળ આવતું હોય એવો ભાસ થાય છે પણ અન્વય ખીજાશે એ ડરથી કંઈ બોલતી નથી...

બંને જણા વચ્ચે થોડીવાર એકદમ ચુપકીદી છવાઈ જાય છે... ત્યાં એકદમ શાંત વાતાવરણમાં ખબર નહીં શું થયું ને એકદમ જ લીપીને પગમાં ઠોકર વાગે છે...ને એનું ધ્યાન જાય છે કે તેના હાથમાં રહેલી સગાઈની રિંગ તેના હાથમાંથી નીકળી જાય છે અને સાઈડમાં જે નીચે સાઈડમાં પર્વતનો ઢોળાવવાળી વિસ્તાર હોય છે ત્યાં સરકે છે...

તે એકદમ અન્વયનો હાથ છોડવા જાય છે ત્યાં જ તે બોલે છે, લીપી તું ઠીક તો છે ને ?? તું કેમ આટલી ગભરાયેલી છે ??

લીપી : મારી રીંગ... ત્યાં નીચે પડી...આપણી સગાઈની... હું લઈ આવું...

અન્વય : શું બોલે છે તું ?? ત્યાં જવાતું હશે ?? હું તને બીજી લાવી દઈશ આનાથી પણ સરસ...નીચે તો જો લેવા જતાં સહેજ પગ સરકે તો નીચે ખાઈમાં જ પટકાઈએ એવું છે.તારે કે મારે કોઈને ના જવાય.

લીપીને જાણે કોઈ અજ્ઞાત શક્તિ ખેંચી રહી હોય એમ એ કહે છે, ના મને એ જ જોઈએ...એમ કહીને તે અન્વય તેને કંઈ પણ સમજાવે એ પહેલાં તેનો હાથ છોડીને રીંગ લેવા ભાગે છે....

અન્વયના મોંમાથી ફક્ત લીપી...લીપી...શબ્દો નીકળી રહ્યા છે !!!

શું થશે આગળ ?? લીપી અને અન્વયની લવસ્ટોરી પર અહીં જ પુર્ણવિરામ આવી જશે ?? શું થશે લીપી નું ?? અન્વયને લીપી પાછી મળશે ખરી ?? આટલા જોખમવાળી ખાઈ વિસ્તારમાં તે બચી શકશે ખરી ??

અવનવા વળાંક, રોમાંચ, રહસ્યો , રોમાન્સ માટે વાંચતા રહો, પ્રિત એક પડછાયાની - ૩

બહું જલ્દીથી મળીએ નવા ભાગ સાથે............