SPACESHIP - 2 in Gujarati Human Science by Patel Nilkumar books and stories PDF | સ્પેસશીપ - 2

Featured Books
  • स्वयंवधू - 31

    विनाशकारी जन्मदिन भाग 4दाहिने हाथ ज़ंजीर ने वो काली तरल महाश...

  • प्रेम और युद्ध - 5

    अध्याय 5: आर्या और अर्जुन की यात्रा में एक नए मोड़ की शुरुआत...

  • Krick और Nakchadi - 2

    " कहानी मे अब क्रिक और नकचडी की दोस्ती प्रेम मे बदल गई थी। क...

  • Devil I Hate You - 21

    जिसे सून मिहींर,,,,,,,,रूही को ऊपर से नीचे देखते हुए,,,,,अपन...

  • शोहरत का घमंड - 102

    अपनी मॉम की बाते सुन कर आर्यन को बहुत ही गुस्सा आता है और वो...

Categories
Share

સ્પેસશીપ - 2

સ્પેસશીપ

અધ્યાય - 2

અને છેવટે અંદર પ્રવેશ્યો. આ અવાજ હતો તેમની પોતાની હાથે બનાવેલી ઘડિયાર નો! ઘડિયાર નું નામ ' ફેલિશ ' હતું, આ એક ગજબની શોધ હતી, આના વિશે લગભગ કોઈ નહોતું જાણતું. તે આપમેળે ચાલતી હતી, તે એક એવા પ્રકાર ના તરંગ નું ઉત્સર્જન કરતી કે જે નિકોલસ ની પ્રત્યેક હલન-ચલન ની પરખ કરી લેતી હતી, અને ઉત્સર્જિત થતા તરંગ પણ હાનિકારક ન હોતાં.
નિકોલસે ફેલિશ ને ઉતારી ને ટેબલ પર મૂકી, તે શિયારા ની ફૂલ ગુલાબી ઠંડી માં રાત્રે એ પોતાના ઘર ના ધાબા પર હતાં . તેમને ફેલિશ ની જેમ એક ટેલિસ્કોપ પણ બનાવ્યું હતું એનું નામ ' વિઝન ' રાખ્યું હતું, એ પણ ફેલિશ ની જેમ આપમેળે જ કાર્ય કરતું હતું, ફેલિશ ના વિસ્તાર માં એ આવે તો તે આપમેળે જ તે ફેલિશ સાથે જોડાઈ જતું હતું.
તેઓ થોડી વાર પેહલા એ ટેલિસ્કોપ ની મદદ થી આકાશ માં કંઈક શોધી રહ્યા હતાં, હળવો પવન ફૂંકાતો હતો એટલે રાત્રે ક્યારે તેમની આંખ લાગી ગઈ તેમને ખબર જ ન રહી તે ઊંઘી ગયાં.
તે ભર શિયારે ધાબા પર સુઈ ગયાં તેમના આવા સ્વભાવથી લોકો તેમને ગાંડા સમજતા હશે. તેમની આવી વિચિત્ર હરકતો હતી જેથી બીજા તેમને ગાંડા ગણતા હતા.
રાત્રી ના બે વાગે ઘડિયાર ફેલિશ માથી અવાજ આવ્યો, " GOD! PLEASE WAKE UP QUICKLY PLEASE, SOMETHING IS HAPPENING IN THE SKY " આવી ખબર ફેલિશ ને પડી કેમકે ફેલિશ એ ટેલિસ્કોપ સાથે ઓટો- કૉંનેક્ટ મોડ પર હતી.
નિકોલસ આંખ મીંચોરતા મીંચોરતા ઉભા થયાં અને પોતાની અંદર જાણવાની જિજ્ઞાસા હોવાથી તેમણે પોતાની આંખ લગાડી ને ટેલિસ્કોપ માં જોયું , આકાશ માં તારા જેવા જ આકાર માં પૃથ્વી તરફ સડસડાટ ગતિ કરી કંઈક આવી રહ્યું હતું!! તે શું હશે? , કોણ હશે? , શું કામ આવું થઈ રહ્યું છે જેવા હદય ના એક ખૂણે થી આવા ગણાં પ્રશ્નો ની ગડમથલ આવી રહી હતી.
મોડી રાતે 2:15 થતી હતી હવે જે હોય એ જોવા અને જાણવાની હદય માં જિજ્ઞાસા હતી અટલે પોતાની કાર ને ફેલિશ ની મદદ થી પાર્કિંગ માંથી બહાર બોલાવી એ આપોઆપ બહાર આવી, આ કાર એ 2050 ની લેટેસ્ટ ટેકનોલોજી હતી તે આપણા કહેવા પ્રમાણે પોતાનો રંગ બદલી દેતી હતી, એટલે ઘડિયાર ના કહેવા પ્રમાણે તેને પોતાનો રંગ રાત્રે સફેદ કરી દીધો હતો.
કાર પણ જાણે LED જેવી બોડી હોય તેમ રંગ બદલતી હતી. હવે એ કાર માં બેસી ને તે જગ્યાએ જઈ રહ્યો હતો જ્યાં પેલી તારા આકાર ની અજીબોગરીબ વસ્તુ પડી હતી, તે રસ્તો જોતા નિકોલસ ને લાગ્યું કે આ રસ્તો તો શહેર ની કચરો ઠાલાવવાની જગ્યાએ જઈ રહ્યો છે એવું નિકોલસ ને લાગ્યું,
તે ત્યાં પોહચ્યો અને તેણે દૂરથી પેલી મોટી વસ્તુ ને જોઈ અને તે અચંબામાં પડી ગયો, ત્યાંથી તે તેણી નજીક ગયો અને જોયું તે સ્પેસશીપ જેવું લાગતું હતું. તે તેણે સ્પર્શ કરવાનો પ્રયત્ન કરવા જતો હતો ત્યારે ફેલિશ બોલી " GOD!! PLEASE CAREFULLY "
તેમને પોતાનો હાથ પાછો ખેંચી લીધો અને થોડી વાર વિચાર્યા પછી તેમને પોતાની આંગળી અડાડી, તેમને તે સખત પદાર્થ નું બનેલું હોય તેમ તેમને લાગ્યું અને બીજી વાર પણ પોતાની આંગળી અડાડી ત્યાંજ એક અવાજ આવ્યો " STOP MR. NIKOLAS " આ અવાજ હતો સ્પેસશીપ નો !!
આટલું સાંભળતા ની સાથેજ દાદા ને ધ્રાસકો પડ્યો કે આ સ્પેસશીપ મારુ નામ કંઈ રીતે જાણે છે? તેમને કંઈક અજુગતું લાગ્યું તે વિચારતાં જ હતા એટલા માં સ્પેસશીપ માંથી અવાજ આવ્યો " MR. NIKOLAS PLEASE PUT YOUR HAND PALM ON THE BODY OF THIS SPACE SHIP "

ક્રમશઃ~