ચારેય તરફ અંધકાર હતો. હેરી હાથમાં ટોર્ચ લઈ અને જંગલ તરફ, આગળ વધી રહ્યા હતા. દૂર દૂર સુંધી કંઈજ નજરે નહોતું ચઢી રહ્યું. ટોર્ચ નો પ્રકાશ છેક, પાંચસો મીટર દૂર એક ઝૂંપડા પર પડતું હતું. હેરી જેમ-જેમ આગળ વધી રહ્યા હતા, તેમ-તેમ જંગલી જાનવરો ના આવજો વધી રહ્યા હતા. હેરી એ ટી હાઉસ તરફ વધી રહ્યા હતા. અચાનક પાછળ થી કોઈએ, પકડી લીધું હોય! તેવું હેરી ને લાગ્યું. અને તેમનું આવું વિચારવું યોગ્ય હતું. કારણ કે, લખા ની આત્માએ તેમને જકડી નાખ્યો હતો. પરંતુ, આ હેરી ની એક ચાલ હતી. એ દોરડો! જે, તેમનું રક્ષા કવચ હતું. એ તેમણે જાણી જોઈને ઉતારી નાખેલો. એ આત્મા એ હેરી ને એક વૃક્ષ પર લઈ જઈ અને, એ વૃક્ષ પર થી નીચે ની તરફ પટક્યો. ફરીવાર હેરી ને ઉંચકી અને પાસે પડેલી, એક બંધ કાર તરફ લઈ જઈ. અને એ કારના કાંચ પર તેને પટક્યો. હેરી નું શરીર લોહી લુહાણ થઈ ગયું હતું. પરંતુ, હેરી હજું સ્માઈલ કરી રહ્યાં હતાં. તેઓ, હસી રહ્યાં હતાં. કદાચ, તેઓ એ આત્મા ને ચેતવણી આપી રહ્યા હતા. પરંતુ, ફરી એ આત્મા એ હેરી ને ઊંચક્યો. અને ફરી વાર તેણે, કારના ઉપર ના ભાગ પર પટક્યો. કારમાં ગોબો પડી ગયો. હેરી ના શરીર પર થી લોહી વહી રહ્યું હતું. આવું કેટલાક સમય સુંધી ચાલ્યું. અને ત્યારે જ અચાનક, બચુ ની એન્ટ્રી થઈ. અને એ એકલો નહોતો. આજે, તેની સાથે લખા નો પરિવાર હતો. લખા નો પુત્ર, પત્ની અને તેના માતાપિતા. કદાચ, આ જોઈ અને લખો પીગળી ગયો. અને તેની આત્મા અદ્રશ્ય થઈ ગઈ. પરંતુ, એનું કારણ શું? એ હેરી ને સમજાતું નહોતું. હેરી એ લખાના પરિવારને ,લખા ને તેના નામથી પુકારવાનું કહ્યું. લખાના પરિવાર એ લખા..... લખા..... એમ કેટલીય વખત બુમ પાડી. પરંતુ, લખા ની આત્મા ત્યાં આવી નહીં. આ તરફ, હેરી એ બચુ ને આંખથી એક ઈશારો કર્યો. અને એ ઈશારા પર, હેરી નો દાંવ ખેલાયો. તેમણે સરપંચ નું અપહરણ કર્યું હતું. અને સરપંચનું જમીન પર પગ પડતા જ! લખા ની આત્મા ત્યાં આવી અને, સરપંચ ને ઉઠાવી લઈ ગઈ. અને સરપંચ સાથે એ ખેલ કરવા લાગી. તેણે આમતેમ પટકવા લાગી. સરપંચ લોહીલુહાણ થઈ ગયા હતા. તેમણે વૃક્ષ ની એક ડાળી, તેમના હાથમાં છેક, અંદર સુંધી ખૂંચી ગઈ હતી. ફરીવાર એ આત્માએ સરપંચ ને જમીન પર પટક્યો. સરપંચ માટે, શ્વાસ લેવું પણ મુશ્કેલ થઈ ગયું હતું. તેઓ, જીવન અને મરણ વરચે ની દોડ માં ફસાઈ ગયા હતા. અને ત્યારે જ, હેરી એ લખા ને હુકમ કર્યો.
"લખા, સરપંચ ને છોડી દે! નહીંતર તારી આત્માને ક્યારેય એ શાંતિ નહીં મળે."
આ વાક્ય સાંભળીને લખા ની આત્મા રોષે ચઢી. તેણે સરપંચ ના શરીર સાથે ખેલ કરવાની શરૂઆત કરી. અને ત્યારે જ ફરીવાર, હેરી તરફ થી એક ધમકી મળી.
"આ શરીર ને તું નહીં મૂકે! તોહ, તારો પરિવાર પણ આ દુનિયામાં નહીં રહે."
અને ત્યારે જ લખાની આત્માએ, સરપંચ ને છોડી દીધો.
"તને ન્યાય જોઈએ છીએ ને? ન્યાય હું આપીશ. પરંતુ, મારી પર તારે વિશ્વાસ રાખવાનું છે. આ નિર્દોષ ગામવાસીઓ ને મારવાનું બંધ કર. તારી સાથે અન્યાય થયું હતું. આ વાત અમે, પણ જાણીએ છીએ. માટે જ, તારી મદદ માટે આવ્યા છીએ. આ સરપંચ મનુષ્ય ના રૂપમાં એક શૈતાન છે! આ વાતની જાણ એ ગામવાસીઓ ને પણ થવી જોઈએ ને? જો, તને ન્યાય જોઈતું હોય. જો, તને તારા પરિવાર પ્રત્યે લાગણી રહી હોય. જો, તને તારા પરિવાર ની ચિંતા હોય. તો ચાલ! મારી સાથે ચાલ! અને આ સરપંચ ની અસલિયત ને બધાય ની સામે લાવ."
લખાની આત્મા આ બધું જ કરવા તૌયર થઈ હોય! એમ, ત્યાં તેના પરિવાર સામે આવી અને અદ્રશ્ય થઈ ગઈ. મોડી રાત્રે ચારેય તરફ ઢોલનું અવાજ ગુંજી રહ્યું હતું. ગામનો ઢોલી આટલી રાત્રે શા માટે ઢોલ વગાડી રહ્યો છે? આવું પ્રશ્ન દરેક, વ્યક્તિના મનમાં આવ્યું જ હતું. ગામમાં રહેતા બધાજ લોકો બહાર મેદાનમાં, આવી ગયા હતા.
"આ બધું શું છે મિલન?(ઢોલી) આટલી રાત્રે તારા આવવાનું કારણ?" ગામના વૃદ્ધ એ પ્રશ્ન કર્યો.
"હું જવાબ આપું છું." બધાય ની વરચે અલગ તરી આવતા હેરી નો અવાજ સંભળાયો.
"ઓહ! થોમસ સાહેબ તમે? તમે, આ બધું કર્યું છે? પરંતુ, આટલી રાત્રે? શું થયું છે શું?"
"માવજી ભાઈ. એ બધું હું તમને નહીં સમજાવું. કોઈ ઔર આપકો બતાએગા. ચલો, બુલાવા આયા હૈ."
સરપંચ...સરપંચ..... સરપંચ.. ચારેય તરફ બસ, આ એક જ અવાજ સંભળાઈ રહ્યું હતું.
" આ શું થયું છે સરપંચ ને? એમની આવી હાલત? આ હાલત કરી છે કોણે?"
"એ જવાબ પણ મળશે. પરંતુ, સરપંચ સાહેબ તમને, કંઈક કહેવા માંગે છે. તોહ, પહેલા એ સાંભળી લો."
"હું જ છું એ અપહરણ કરતા.-"
આ સાંભળી ગામ વાસીઓ ચોંકી ગયા. બધાય વરચે અંદરોઅંદર ચર્ચા થવા લાગી. સરપંચ એ વાત આગળ વધારી.
"શરૂઆતમાં, મેં એક શહેર ના વ્યકતિ ને આવું કરતા જોયું હતું. એ વ્યકતિ આપણા ગામના, એક બાળક ને અગવા કરી લઈ જતો હતો. મેં એનો પીછો કર્યો. હવે, રાત્રી સમયે કોણ હોય? કોણ તમને જોઈ જવાનું? માટે, જ એ બેખોફ જઈ રહ્યો હતો. મેં એ વ્યક્તિ ને પકડ્યો. અને તેના પાસે થી બધી જ જાણકારી મેળવી લીધી. શરૂઆતમાં મને થયું કે, ગામ વાસીઓને આ બધું કહું. પરંતુ, મને એ વ્યક્તિએ એમ, જણાવ્યું હતું કે, આ ધંધામાં પૈસો ઘણો છે. આ બાળકો પાસે થી, કામ કરાવી શકાય. આ બાળકો પાસે થી, ભીખ મંગાવી શકાય. અને અંતે બંને શક્ય ન હોય! તોહ, તેમની કિડની નું વેચાણ કરી! અને પૈસો કમાઈ શકાય. મેં એક દિવસ વિચાર કર્યો. વિચાર્યો...વિચાર્યો... અને અંતે પૈસો જ બધુ છે! એવું નિશ્ચિત કર્યું. અને પછી શું? લાગી ગયો એ ધંધામાં. સરપંચ પર કોણ શક કરવાનું? જ્યારે ગામમાં પુલીશ ની અવરજવર વધી. અને થયું કે, હવે હું પકડાઈ જઈશ. ત્યારે જ, મેં આ માસ્ટરસ્ટ્રોક નો ઉપયોગ કર્યો. મેં લખા ને ફસાવ્યો. મારા દિમાગમાં એવું કંઈ પ્લાન નહોતું. પરંતુ, આ તોહ, વાત નીકળી હતી કે, લખો કોઈ બાળક સાથે જંગલ તરફ જઈ રહ્યો હતો. ત્યારે જ મારો મત! અને મારી જ સરકાર વાળી યોજના અમલમાં આવી. બસ, પછી શું? બધું તમારી સામે છે."
આ શૈતાન ને મારી નાખો. આપણા બાળકો નું જીવ લીધું. આ શૈતાન ને મારો....મારો....મારી નાખો..... ચારેય તરફ થી આજ અવાજ સંભળાઈ રહ્યો હતો.
"શાંત... શાંત.... આને આપણે નહીં મારીએ. આને કાનુન સજા આપશે. કાનુન ને હાથમાં નથી લેવાનું. મનીષ ઇન્સ્પેક્ટર સત્યા ને ફોન કર."
આમ, પુલીશ આવી હતી. અને આ કાંડ બદલ, સરપંચ ને ફાંસી ની સજા સંભળાવવામાં આવી હતી. લખાના પરિવાર ને કદાચ, ન્યાય મળ્યો હતો. એ નિર્દોષ લખાને પણ ન્યાય મળ્યો હતો. અને આ તરફ હેરી થોમસ એ ફરી એક કેશ સોલ્વ કર્યો હતો. અને ફરી છાપાઓમાં તેમની ચર્ચા સંભળાઈ હતી. જાદુગર કે તાંત્રિક? મનુષ્ય કે પરગ્રહી? આવી હેડલાઈનો સાથે તેમના વિશે લેખ આવ્યું હતું. પરંતુ, આ બધું એમની માટે સામાન્ય હતું.
"તોહ, મિસ્ટર થોમસ! જાદુગર કે પરગ્રહી?" અમાયરા એ હલકી મુસ્કાન સાથે પ્રશ્ન કર્યો.
"તમારા માટે જાદુગર અને અન્યો માટે પરગ્રહી. હવે, તમે સમજી જ ગયા હશો કે, હું શું કહેવા માગું છું?"
"હા! આ વાક્ય મને ન સમજાય એમ? પરંતુ, એક વાત તોહ, પૂછવાની જ રહી ગઈ. શું લખાને ખરેખર ન્યાય મળ્યો હશે?"
"હા! મળ્યો હશે. કારણ કે, જે લોકો એક વખતે તેની વિરુદ્ધ હતા. આજે તે લોકો એ જ, લખા નું સન્માન કર્યું છે. એમણે લખા ના પરિવાર ને સ્વીકાર્યો છે, આવકાર્યો છે. અને મેન પોઈન્ટ તોહ એ છે કે, ગુનેહગાર જડપાયો છે. તોહ, આ પરથી તોહ, કહી શકાય કે લખા ને ન્યાય જરૂર મળ્યો હશે."
આમ, ખરેખર લખા ને ન્યાય મળ્યો હતો કે, નહીં? એ તોહ, કોઈ પણ ન કહી શકે. પરંતુ, હા આ તરફ સરપંચ ની ફાંસી ના એક દિવસ પહેલા, ખરાબ રીતે હત્યા કરી નાખવામાં આવી હતી. કહેવાઈ રહ્યું છે કે, કોઈએ બ્લેડ વડે તેના ટુકડાઓ કરી નાખ્યા હતાં.
સમાપ્ત....