Gamdani Prem Kahaani - 2 in Gujarati Love Stories by Sujal B. Patel books and stories PDF | ગામડાની પ્રેમ કહાની - 2

Featured Books
  • स्वयंवधू - 31

    विनाशकारी जन्मदिन भाग 4दाहिने हाथ ज़ंजीर ने वो काली तरल महाश...

  • प्रेम और युद्ध - 5

    अध्याय 5: आर्या और अर्जुन की यात्रा में एक नए मोड़ की शुरुआत...

  • Krick और Nakchadi - 2

    " कहानी मे अब क्रिक और नकचडी की दोस्ती प्रेम मे बदल गई थी। क...

  • Devil I Hate You - 21

    जिसे सून मिहींर,,,,,,,,रूही को ऊपर से नीचे देखते हुए,,,,,अपन...

  • शोहरत का घमंड - 102

    अपनी मॉम की बाते सुन कर आर्यन को बहुत ही गुस्सा आता है और वो...

Categories
Share

ગામડાની પ્રેમ કહાની - 2

(આગળના ભાગમાં આપણે જોયું કે મનન સુમન ને શાળા ના સમયથી જ પસંદ કરતો હતો.પણ,કહેતા અચકાતો હતો.તે હવે ડોક્ટર બની ગયો હોવાથી સુમને પોતાના દિલની વાત કહેવા માંગતો હતો.હવે જોઈએ આગળ.)




સુમન અને મનન બંને એક જ હોસ્પિટલમાં કામ કરવાના હતાં.એ વાતથી મનન થોડો ખુશ થાય છે.એક જ હોસ્પિટલમાં હોવાથી તેને પોતાના દિલની વાત સુમન ને કહેવા માં સરળ રસ્તો મળી ગયો હતો.બસ,ડર એક જ વાત નો હતો કે સુમન મનન ની વાતને સમજશે કે નહીં.છતા,મનન એ હવે પોતાના દિલની વાત કહેવાનું નક્કી કરી લીધું હતું.
મનન હોસ્પિટલની મુલાકાત કરી.બધા સ્ટાફ ને મળી પોતાની ઘરે જવા નીકળે છે.એટલા માં જ સુમન તેને બોલાવે છે."મનન એક મિનિટ તારું કામ છે.તારે મોડું ના થતું હોય તો તુ મારી કેબિનમાં આવી શકે?"સુમન સાવ નિરાંતે મનન ને પૂછે છે.
મનન તો બસ ગાંડાની જેમ સુમન ને જ જોયાં કરતો હતો.સુમન એ શું કહ્યું તેનું તેને ભાન સુધ્ધાં નહોતું.મનન કાંઈ જવાબ નથી આપતો.તો સુમન ફરી મનન ને કહે છે,"હું તને કહું છું.તારુ ધ્યાન ક્યાં છે?"
સુમન મનન ની એકદમ નજીક જઈને કહે છે.પણ,મનન તો સુમન ને જોવામાં જ વ્યસ્ત હતો.તે અપલક નજરે બસ સુમન ને જ જોયે જતો હતો.મનન ને આમ બાઘાની જેમ જોતા જોઈ સુમન મનન સામે ચપટી વગાડીને કહે છે,"ક્યાં ખોવાઈ ગયો તું?હુ કયારની તને કહું છું.તારે મોડું ના થતું હોય તો મારે તારું કામ છે."
સુમન નો અવાજ એકદમ મોટો થતાં.મનન ભાનમાં આવે છે,ને જાણે શબ્દો ગોઠવતો હોય એમ કહે છે,"હા મારે કાંઈ ઉતાવળ નથી.શુ કામ છે તારે?બોલ."
"એક દર્દી છે તેનું ઓપરેશન કરવાનું છે.તો મારે તેની તારી સાથે થોડી ચર્ચા કરવી હતી.તુ મારી કેબિનમાં આવ હું તને તેની ફાઈલ બતાવું"સુમન મનન ને કહે છે ને ચાલવા લાગે છે.મનન કાંઈ બોલ્યા વગર જ સુમન ની પાછળ પાછળ ચાલવા લાગે છે.બંને સુમનની કેબિનમાં જઈને દર્દી ની ફાઈલ જોઈને થોડી ચર્ચા કરી છૂટાં પડે છે.
મનન અમદાવાદ થી સીધો હોસ્પિટલ આવ્યો હોવાથી.સીધો પોતાની ઘરે જાય છે.કાનજીભાઈ અને કોકિલાબેન તેની જ રાહ જોઈને બેઠા હતાં.જેવો મનન ઘરમાં પ્રવેશે છે એવા જ કોકિલાબેન બોલે છે,"ક્યાં હતો અત્યાર સુધી?અમે ક્યારના તારી રાહ જોઈએ છીએ.આવતાની સાથે જ કામે લાગી ગયો.એકવાર તારા મા-બાપ ને તો મળી લેવાય ને!મેં તારા માટે તારું મનપસંદ જમવાનું બનાવ્યું છે.જા,જલ્દી હાથ ધોઈને જમવા આવ."
મનન તેના મમ્મી ના હાથની રસોઈ ની સુગંધ થી જ જમવા માટે અધીરો થઈ ગયો હતો.આમ,પણ શહેરોમાં તે બહારનું જમીને કંટાળ્યો હતો.તે ફટાફટ હાથ ધોઈને જમવા બેસે છે.કોકિલાબેન એ જમવામાં, રીંગણનો ઓળો, બાજરાના રોટલા અને કઢી-ખીચડી બનાવ્યા હતા.જે જોઈ મનન બહુ ખુશ થઈને કહે છે, "મમ્મી,જલ્દી પરોસો ને બહુ ભૂખ લાગી છે."
મનન ની અધિરાઈ જોઈને કોકિલાબેન કહે છે,"આ સારું હો, અત્યાર સુધી ભૂખ નહોતી લાગી.જમવાનુ જોતાં જ ભૂખ લાગી ગઈ તને!"
મનન તેેેના મમ્મી ને મસ્કા મારીને કહે છે,"અરે મમ્મી,તમે જમવાનું જ એવું બનાવ્યું છે કે ભૂખ ના હોય તો પણ જમવાનુ મન થઈ જાય."
કોકિલાબેન મનન ની ચાલાકી સમજી જાય છે ને કહે છે,"હવે બહુ મસ્કા ન માર,મારા ગુસ્સા થી બચવા માટે.હુ તને બરાબર જાણું છું."
મનન ની ચોરી પકડાઈ ગઈ હોય એમ મનન વાતને બદલતાં કહે છે,"હવે કોઈ જમવા આપશે? કે પછી,મારે ગુસ્સા થી જ પેટ ભરવાનું છે?"
મનન વધુ કાઈ બોલે એ પહેલાં કોકિલાબેન, કાનજીભાઈ અને મનન ની થાળી માં જમવાનું પરોસે છે.જમવાનુ પરોસીને કોકિલાબેન ઉભા થવા જાય છે. ત્યાં જ મનન તેમને રોકતાં કહે છે,"મમ્મી, આજે બધાંને સાથે જ જમવાનું છે.તમે પણ બેસી જાઓ.ચાલો, હું તમને જમવાનું પરોસી આપું."
મનન નો તેના મમ્મી પ્રત્યે નો પ્રેમ જોઈ કોકિલાબેન ની આંખો ભરાઈ આવે છે.જેની જાણ મનન ને થતાં જ તે બોલી ઉઠે છે,"બસ, મમ્મી હવે રડવા ના લાગતાં હો.કેટલા સમય પછી હું તમારી ખુશી જોવા માટે આવ્યો છું.તમને રડતાં જોવા નહીં."
મનન ની વાત સાંભળી કોકિલાબેન આંખો લુછી જમવા બેસે છે.બધા વાતો કરતાં કરતાં જમે છે.મનન તો મમ્મી ના હાથની રસોઈ જમી બહુ ખુશ હતો.તે બસ રસોઈના જ વખાણ કર્યે જતો હતો."આહા,શું સ્વાદ છે મમ્મી.કેટલા સમય પછી તારા હાથની રસોઈ જમવા મળી."
મનન ને ખુશ જોઈ કોકિલાબેન કહે છે,"હવે તો રોજ હું તને અવનવી વાનગીઓ બનાવી જમાડીશ.જો ને કેટલો પાતળો પડી ગયો છે."દુનિયા માં દરેક મમ્મી નો આ ડાયલોગ નક્કી જ હોય છે,એટલે મનન કોકિલાબેન ની વાત સાંભળી હસવા લાગે છે.
બધાં જમીને બહાર બેસી વાતો કરતાં હતાં.ત્યા જ સુમન ના પપ્પા કાનજીભાઈ પાસે આવે છે.કાનજીભાઈ અને ધનજીભાઈ વચ્ચે સારાં સંબંધ હતાં.મનન ના બહાર ગયા પછી કોઈપણ તકલીફ હોય તો ધનજીભાઈ બનતી બધી મદદ કરતાં.ધનજીભાઈ આવતાવેંત જ મનન ને પૂછે છે,"કેમ છે બેટા?હવે અહીં જ રહેવાનું છે કે ફરી અમદાવાદ ચાલ્યું જવાનું છે?"
મનન ધનજીભાઈ ને જવાબ આપતાં કહે છે,"ના કાકા અહીં જ રહીને આપણાં ગામનાં જ દવાખાનામાં કામ કરવાનું છે.એટલે જ,અહીં આવ્યો છું."
ધનજીભાઈ મનન ની વાત સાંભળી ખુશ થાય છે ને કહે છે,"સારું બેટા.જો બધા તારી અને સુમન ની જેમ પોતાનાં ગામનું વિચારે તો ગામ લોકોને શહેરમાં ઈલાજ માટે કે કોઈ બીજી જરૂરિયાત માટે જવું ના પડે."
‌‌‌‌‌‌ સુમન નું નામ સાંભળીને મનન ના દિલની ધડકન થોડીવાર માટે થંભી જાય છે.તે વિચારવા લાગે છે કે,ધનજીકાકા અને પપ્પા વચ્ચે બહુ સારા સંબંધો છે.જો મનન કાંઈ પણ ખોટું પગલું ભરશે તો આ સંબંધ તૂટવાની શક્યતા તો છે જ.સાથે સાથે તે કદાચ સુમન ને પણ ક્યારેય ના મળી શકે એવું પણ બને.ધનજીભાઈ મનન ને ચૂપ જોઈ તેને કહે છે,"શું થયું બેટા?કેમ ચૂપ થઈ ગયો?"
ધનજીભાઈ ના સ્વર કાને પડતાં મનન પોતાના વિચારોમાંથી બહાર આવે છે ને કહે છે,"કાંઈ નહીં કાકા.દવાખાના નું થોડું કામ યાદ આવી ગયું.તો એ વિશે જ વિચારતો હતો.તમે વાતો કરો હું કામ કરી લઉં."
મનન ને કામ પ્રત્યે વફાદાર જોઈ ધનજીભાઈ કહે છે,"કાનજી તું ખરેખર નસીબદાર છે,તને આવો છોકરો મળ્યો છે.નહીતર આજકાલ કોઈ સગા મા-બાપ નું પણ નથી વિચારતું, ને તારો છોકરો પોતાના ગામની સુવિધા માટે આટલું વિચારે છે."
ધનજીભાઈ ના મોઢે મનન ના વખાણ સાંભળી કાનજીભાઈ બહુ ખુશ થાય છે.મનોમન તે ભગવાનનો આભાર માને છે,ને પોતાના દિકરા પ્રત્યે ગર્વ અનુભવે છે.બંને થોડીવાર વાતો કરે છે,ને ત્યાં કોકિલાબેન ચા લઈને આવે છે.ચા પીઈને ધનજીભાઈ ઘરે જવા નીકળે છે ને કહે છે,"હવે હું જાવ કાનજી.કોઈપણ તકલીફ હોય તો વિના સંકોચે કહી દેજે.હવે છોકરો આવી ગયો છે તો મને ભૂલી ના જતો."
ધનજીભાઈ ની વાત સાંભળી કાનજીભાઈ કહે છે,અરે, ધનજીભાઈ એવું કાંઈ હોતું હશે.તમે અમારો અત્યાર સુધી બધાં સુખ દુઃખ માં સાથ આપ્યો છે,તો તમને થોડા ભૂલી જઈએ."
કાનજીભાઈ ની વાત પૂરી થતાં.ધનજીભાઈ પોતાની ઘરે જવા નીકળે છે.કાનજીભાઈ ને કોકિલાબેન પણ ઘરમાં જઈને સૂઈ જાય છે.




(ક્રમશઃ)