તે જે આપ્યું એ ઘણું છે
જ્યારે ધોરણ 9માં ભણતો ત્યારે બાળાશંકરની એક ગઝલ આવતી
"ગુજરે જે શિરે તારે જગતનો નાથ એ સહેજે,
ગણ્યું જે પ્યારું પ્યારા એ અતિ પ્યારું ગણી લેજે."
આ શબ્દ ત્યારે તો ખૂબ ઓછા સમજમાં આવ્યા હતા, પણ જ્યારે જ્યારે જીવનમાં અલગ અલગ પાત્રો મળ્યા, અનેક પ્રસંગો આવ્યા, સમયના વહેણમાં સમાય જતા માણસો, સંબંધ જોયા. આ તમામ પરિબળોમાં દિલને સ્પર્શ કરતા લોકો અને એનું વ્યક્તિત્વ ખૂબ રહ્યું રહ્યું છે. કોઈ લખવા માટે પ્રેરણા આપે કે તું આ લખ અને દિલની ખરલમાંથી જે શબ્દ ઘૂંટાય આવે એનાથી લખ્યાનો આત્મ સંતોષ જરૂર થાય છે.
ઉપર જે પંક્તિ લખી છે એ જ મારા આ પુરા લેખનો આધાર છે અને એક પાત્રની જીવની પર ચક્કર લગતી કલમ છે. શબ્દો પણ તેના માટે છે અને અહેસાસ પણ તેના માટે જ છે. શરીરથી ભરપૂર તંદુરસ્ત માણસ જ્યારે માનસિક રીતે પરાસ્ત થયા છે ત્યારે મારી પાસે એના માટે એક જ શબ્દ છે નિર્માલ્ય. કુદરતે જે આપ્યું એમાં સંતોષ નથી એટલે એના મનોબળ તોડવામાં સમય અને સમાજ સહજતા અનુભવે છે. પુરા દિવસમાં કોઈપણ સ્થિતિ સામે લડવા માટે તમામ મનુષ્યને ભગવાને બે અજોડ હથિયાર આપ્યા છે. હિમ્મત અને હાસ્ય.
આજે એક પાત્ર મેં જોયું છે. હેનડીકેપ માણસ કે જે કોઈ પણ સ્થિતિને પોતાની સહજતાથી અને હિમ્મતથી પાર કરે છે. ચહેરા પર એક દિલ સ્પર્શ હાસ્ય રહ્યું છે. જે એક સંતોષ દર્શાવે છે. ભગવાને જે શરીર આપ્યું છે, એ જ શરીરને સાથે લઈ પોતાના સપનાઓ સાકાર કરવા માટે તત્પર છે એટલું જ નહીં એ રાહ પર પથિક બની ચાલતા થયા એ જગતના તમામ માનસિક વિકલાંગ લોકો માટે પથદર્શક છે.
માનસી નામની એક છોકરી બાલ્યવસ્થાથી જ ચાલી શકતી ન હતી. 20 વરસ સુધીએ ઘરમાં જ રહી. પછી એને એક હિંમત કરી અને પોતે આગળ આવી, એની બાજુમાં એનો ભાઈ તમામ બાબતમાં સહાયક બની રહ્યો. 20 વર્ષે નિર્ણય કર્યો કે મારે ચાલતું થવું છે અને એ ચાલવા લાગી, દોડવા લાગી, એક મજબૂત મનોસ્થિતિની સ્થાપના કરી દેશમાં રહેતા તમામ હેનડીકેપને ઉભા કરવા છે એમના પગ પર અને આજે એ ઉભી છે અને બીજાને હૂંફ આપી ઉભા કરી રહી છે. હાલ એ રાજકોટમાં એક IT કંપનીમાં HRની પોસ્ટ ઉપર જોબ કરી રહી છે. જ્યારે એ ઇન્ટરવ્યૂહ આપવા ગઈ ત્યારે એનાથી ઓફિસનો દરવાજો નહોતો ખુલતો પણ એને વિક્સહર કર્યો કે જો આજે આ દરવાજો ન ખુલ્યો તો જીવનનો દરવાજો હંમેશા બંધ થઈ જશે.
અત્યારે એ દોરમાં પૂરો સમાજ જીવી રહ્યો છે કે જેને માનસિક નપુંસકતા કહી શકાય. થોડા માતા પિતા કે પતિ પત્નીના અન્યાય કે થોડીક ગેરવર્તણૂક પર આત્મહત્યા સુધી પહોંચી જતા નબળા લોકોને સમાજ રહેતા હેનડીકેપ લોકોને જોઈ પ્રેરણા લેવી જોઈએ, કુદરતી અન્યાયને પણ એ લોકો સહેજતાથી સ્વીકારી પોતાના જીવનના લક્ષ્યને સાધી શકે છે. હરેક સ્થિતિને રૂબરૂ થવાનું જ છે તો હિમ્મત અને હાસ્ય સાથે થાવ, કારણ કે સ્થિતિ ક્યારેય આંસુ જોઈને કે નિરાશા જોઈને પોતાના રસ્તા નથી બદલતી. આપણે એ સ્થિતિને કઈ રીતે હેન્ડલ કરવી એ કોઈ તમામને શીખવતું પાસું હોઈ તો એ છે હેનડીકેપ માણસ.
સામાન્ય માણસ કરતા હેનડીકેપમાં મેં વધુ આત્મ સંતોષ જોયો છે એનું માત્ર એક જ કારણ છે કોઈપણ સ્થિતિનો મુકાબલો કરવો. અને જ્યાં સુધી મંજિલ ન મળે ત્યાં સુધી એ સ્થિતિ સામે હિમ્મતભેર લડતું રહેવું. આજે એક આવું જ નાજુક અને હિમ્મતવાળું દિલ જોયું છે. જે હંમેશા પ્રોજેટિવ વિચારધારા રાખે છે. શરીર ભલે તૂટી જતું પણ મનોબળ ક્યારેય તોડતું નથી. ખાસ વાત એ કે મારા જેવા ઉડાવજવાબીને કહ્યું કે મારી માટે કંઈક લખો. ત્યારે એ એની હિમ્મત મારા જેવા લેખક કે જે હંમેશા કલમમાં અંગારા રાખે છે. એના રુંવાડા ઉભા કરવા માટે કાફી છે.
જીવનની રાહ હજુ ઘણી લાંબી છે એટલે એટલી શુભેચ્છા આપીશ કે તમામ સમયમાં હસતા રહો અને હિમ્મતભેર લડતા રહો, દુનિયામાં અનેક મુકામ છે અને કોઈ નવું મુકામ શોધી દુનિયાના લોકોને એક નવો જ પથ ચીંધતા રહો. ખુશ રહો, ખુદાર રહો.
✍️મનોજ સંતોકી માનસ✍️