Bhul - 1 in Gujarati Horror Stories by Pritesh Vaishnav books and stories PDF | ભૂલ - 1

Featured Books
  • ફરે તે ફરફરે - 37

    "ડેડી  તમે મુંબઇમા ચાલવાનુ બિલકુલ બંધ કરી દીધેલુ છે.ઘરથ...

  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

Categories
Share

ભૂલ - 1


" મેં કઈ નથી કર્યું. આ..આ... " નિલ દર્દથી કાણસતા બોલ્યો. તેની ચીખથી આસપાસનું વાતાવરણ ભયભીત થઈ ગયું. તેની પાસે ઉભેલો તેનો મિત્ર કુશ હોશમાં આવ્યો. " આપણે ક્યાં છીએ? " કુશ ઉઠતાની સાથે નિલ તરફ જોતા બોલ્યો. નિલ અત્યારે કઈ પણ બોલવાની હાલતમાં ન હતો. તેના શરીરમાંથી ચામડીમાંથી આરપાર લોહીના ટીપાં નીકળીને હવામાં ગુમ થઈ જતા હતા. નિલના હાથ અદ્રશ્ય દોરડા વડે બાંધેલા હોય તેવું લાગતું હતું. આસપાસ અંધારું હતું. પોતે કોઈ રૂમમાં હોય તેવું લાગતું હતું.

અચાનક કુશ ની પાસેથી કોઈ ગયું. કુશે તે તરફ ફરીને જોયું. એક હવામાં ઉડતું કપડું જેવું લાગ્યું. અચાનક તે પાછું ફર્યું અને કુશની અંદરથી પસાર થઈ ગયું. કુશનું આખું શરીર ચોંટી ગયું. " હું હલી નથી શકતો. " કુશ બળ લગાવતા બોલ્યો. " કોણ છે તું ? " કુશ જોશથી રાડ પાડતા બોલ્યો. " હું... " એક ભારે ખુદરાઈ ગયેલો અવાજ આવ્યો. " તારા ખરાબ કર્મો યાદ કર. એ પેલા તને અહીંથી મુક્તિ નઇ મળે. " સામેથી ફરી તે જ અવાજ આવ્યો. " પણ તું કોણ છે ? " કુશ આક્રોશ સાથે બોલ્યો. " તને કીધું એટલું કર. " કાનના પડદા ફાટી જાય એવો જોરથી અવાજ આવ્યો. કુશ પણ રીઢા ગુનેગારની જેમ ફરી જોરથી ચિલ્લાયો. " પણ મેં તો કસું નથી કર્યું. " " યાદ કર. " ફરી ગુસ્સા સાથે ધમકાવતો આવાજ આવ્યો. કુશ થોડો ડરી ગયો.
*

" પાસ કર. " નિલે બુમ પાડી. હર્ષે બોલ નિલને પાસ કર્યો. " સૂટ. " હર્ષ બોલ્યો. નિલે પુરી તાકાત સાથે કિક મારી . બોલ ગોલપોસ્ટમાં ગયો. " ઓહ યે.." નિલ અને હર્ષ હવામાં હાથ ભટકાવતા બોલ્યા. " યાર અમને એક સારો ગોલ કીપર જોઈએ છે. " કુશ બોલ્યો. " આ દીપ સારો તો છે. " નિલ બોલ્યો. " હજુ સુધી એક બોલ નથી રોક્યો. " ક્રિશ બોલ્યો. " હા અમારે નિરવે ક્યાં રોક્યો છે !" નિલ બોલ્યો. " પણ અમે ક્યારે ત્યાં પહોંચ્યા ?" કુશ બોલયો. " હા તો પો'ચો. " રાજ બોલ્યો. " એમ કરો તમે કિશન લઈ લો અને નિલ આપી દો. " કુશ બોલ્યો. " એમ કરીએ બધાને એક જ બાજુ ગોલ કરવાનો. " રાજ બોલ્યો. " એમ થોડુ ચાલે. " કુશ બોલ્યો. " હ તો આમ પણ ના જ ચાલે. " રાજ બોલ્યો. " જીતી તો ક્યાં રૂપિયા મળવાના છે અને હારી તો ક્યાં ભરવાના છે. " હર્ષ બોલ્યો. ફરી બધા ફૂટબોલ રમવા લાગ્યા. થોડીવારે થાકીને બધા પોતાના ઘરે ચાલ્યા ગયા.
નિલ અને હર્ષ ભાઈ હતા. નિલ હર્ષ કરતા એક વર્ષ મોટો હતો. રાજ , નીરવ અને ક્રિશ નિલ સાથે અગિયારમું કરતા હતા. કિશન , કુશ અને દીપ હર્ષ સાથે દસમુ કરતા હતા.

" મમ્મી મારો મોબાઈલ જોયો ? " બ્રિસા એ બુમ પાડી. " તારા બેગના પેલા ખાના માં જો. " બ્રિસાની મમ્મી રસોઈ કરતા કરતા બોલી. " મળી ગયો. " બ્રિસા મોબાઇલમાં ઈન્ટરનેટ ચાલુ કરતા બોલી. બ્રિસાઈ વોટ્સએપ ના આઈકન પર ક્લિક કરી. અચાનક મોબાઈલ સ્વીચ ઓફ થઈ ગયો. બ્રિસાએ પાવર ઓન કરવા સ્વિચ દાબી. અચાનક મોબાઈલ ગરમ થવા લાગ્યો. બ્રિસાએ બેડ પર મૂકી દીધો. અંદરથી કઈક અવાજ આવવા લાગ્યો. બ્રિસા સાંભળવા કાન નજીક લાવી. અંદર કોઈક ગુંગુણાવતું હોય તેવું લાગ્યું. " મારી પાસે આવી જા. તારું કામ છે. " " કોણ છે ? " બ્રિસા બોલી. " હું તારી ફ્રેન્ડ છું. " અંદરથી કોઈક છોકરીનો અવાજ આવ્યો. " કોણ ફ્રેન્ડ ? " " તારા જુના ઘરની પાસે રહેતી હતી એ. " ફરી એવો જ અવાજ આવ્યો. બ્રિસા ચમકી ગઈ. તે ભૂતકાળમાં ખોવાઈ ગઈ. તે દ્રશ્યો યાદ આવવા લાગ્યા.

તેના જુના ઘરની પાસે એક છોકરી રહેતી હતી. બધા તેની ખૂબ મજાક કરતા. તે ઘરમાં છુપાઈને રહેતી. તેના મમ્મી પણ ખૂબ પરેશાન રહેતા. દિવસે દિવસે તે પાતળી થતી જતી હતી. બ્રિસા પણ કેટલીક વખત તેની મજાક કરતી. બ્રિસા ને થોડા સમયમાં સમજી ગઈ કે તેની આવી હાલત થવામાં પોતાનો પણ થોડોક ફાળો હતો. તેની આંખો ઉપસીને બહાર આવી ગઈ હતી. તેની આંખો ફરતે કાળા કુંડાળા થઈ ગયા હતા. તેનું ફ્રોક પણ ઢીલું થઈ ગયું હતું. હાથ પગના સ્નાયુઓ સુકાઈ ગયા હતા. હાડકા પર ચામડી પહેરાવી હોય તેવું લાગતું હતું.

બ્રિસા બધાને તેની મજાક ન કરવા સમજાવતી. અચાનક એક દિવસે તે ઘરમાં માં -દીકરી એ આત્મહત્યા કરી લીધી. ભૂલમાં બ્રિસા એ તેના લટકતા મૃત દેહોને બારી માંથી જોઈ લીધા હતા. તેની પૂર્ણ રીતે ખૂલેલી આંખો સફેદ ઠેરી પર કાળા મોટા ટપકા સમાન હતું. અને તેની કારીગરી રૂપે તેમાં લાલ રંગના પાતળા લીટા સામેવાળાની આંખો ડરથી ભરી દેવા કાફી હતી. બ્રિસાની તે અત્યારે પોતાની આંખ સમક્ષ દેખાઈ રહ્યા હતા. " શ..શ...શું કામ છે ? " ગભરાયેલા અવાજે બોલી. " મારે મદદ જોઈએ છે. " અચાનક રૂમની લાઈટ ધીમી થવા લાગી. એક ઝટકા સાથે બંધ થઈ ગઈ. બ્રિસાના શરીર પર માથાથી પગ સુધી રુવાડા ઉભા થઇ ગયા. મોબાઈલ માંથી એક હાથ આવ્યો અને બ્રિસાનો કાન પકડી લીધો. તે તરત તેના રસોડા તરફ ભાગી. ડર ને ઘટાડવા તે મમ્મી મમ્મી ની બુમો પાડવા લાગી. તરત મમ્મીને જઈને ભેટી પડી. ત્યાં સુધીમાં હીબકાં ચાલુ થઈ ગયા હતા.

" કઈ નઇ લાઈટ જ ગઈ છે. પાસે કામ ચાલે છે. " બ્રિસાના મમ્મી માથા પર હાથ ફેરવતા બોલ્યા. " મમ્મી ફોનમાં ફોનમાં.... " બ્રિસા રડતા રડતા બોલી. " શું છે ફોનમાં ? " બ્રિસાના મમ્મી બોલ્યા. બ્રિસાએ રડતા અવાજે આખી વાત કરી. " ચાલ દેખાડ. " " ના મને બીક લાગે છે. " બ્રિસાએ પકડ મજબૂત કરી. " હું છુ ને તારી સાથે. " બન્ને ધીમા પગે રૂમ માં ગયા. મોબાઈલમાં ભૂતનું મુવી ચાલુ હતું. " આવા મુવી જોવાની ના પાડી છે ને પછી આવું જ થાય. " " પણ મારો ફોન તો સ્વીચ ઓફ હતો." બ્રિસા ફોન હાથમાં લેતા બોલી.
*

" મમ્મી ... મમ્મી... " કવિતા બાથરૂમ માંથી રાડો પાડતી હતી. " શું થયું ? " કવિતાના મમ્મી દોડીને તેની પાસે ગયા. " બ્લડ. " કવિતા બંધ આંખે બોલી. " કયા છે ? " " આ ફુવારામાંથી આવે છે. " કવિતા બોલી. " આંખો ખોલી ને જોને. " કવિતાએ આંખો ખોલી. ફુવારામાંથી પાણી જ આવતું હતું. " પણ મમ્મી હમણાં... " " હા સમજાય ગયું. ડરી ગઈ હું બસ. જાવ છું. " એમ કહી કવિતાના મમ્મી ત્યાંથી નીકળી ગયા. કવિતા એના મમ્મી સાથે મજાક કરતી. આ વખતે આગળના મજાક ભારે લાગ્યા. કવિતાએ પાણી નીચે હાથ રાખ્યો. સાચે એ પાણી જ હતું. કવિતાએ ઉપર જોયું તો ત્યાં લાલ અક્ષરે નીરજ લખેલું હતું.

નીરજ એ કવિતાને પ્રેમ કરતો હતો. નિરજે કવિતાને પ્રપોઝ કર્યું. કવિતાએ ના પાડી. નીરજ તેનો પીછો કરતો. કવિતાને એ ના ગમતું. કવિતાએ એકવાર તેને પાછળ આવતો જોય તેની પાસે ગઈ. " સા માટે મારો પીછો કરે છે? હું હા નથી પાડવાની. " કવિતા ગુસ્સામા ચિલ્લાઈ. " એવું ના બોલ. હું તારા વગર નઇ જીવી શકું. " નીરજ બોલ્યો. " તો મરી જા. પણ હવે જો તે મારો પીછો કર્યો છે ને તો હું પોલિસ ને કૉલ કરીશ. " એટલું બોલી કવિતા ત્યાંથી નીકળી ગઈ. પછી ક્યારેય નીરજ તેને દેખાયો નહિ. કવિતાને એમ કે નીરજ ડરી ગયો અને ચાલ્યો ગયો.

કવિતા બ્રિસાના ફઇની છોકરી હતી. અવારનવાર તે બ્રિસા સાથે વાંચવા લખવા અને રમવા જતી. બન્ને વચ્ચે ગાઢ મિત્રતા હતી. બન્ને એકબીજા સાથે બધી વાતો કરતા.
*
" કોણ છે ? " નીલમ અચાનક દરવાજો બંધ થતાં બોલી. " હું તારી ફ્રેન્ડ. " બંધ દરવાજા પાછળથી અવાજ આવ્યો. " કોણ ફ્રેન્ડ ? " નિલમે ધીમેથી પૂછ્યું. " તારી સાથે ભણતી, તારી બાજુમાં બેસતી એ. " નિલમ વિચાર કરવા લાગી. " ઓહ નેહા. આવ ને. " નીલમ દરવાજો ખોલવા ગઈ. દરવાજાને અડકતા જ દરવાજો ખુલી ગયો અને નિલમ ત્યાં પડી ગઈ. દરવાજાની પાછળ કોઈ ન હતું. ફરી ઉભી થઇ." કોણ છે ? " નીલમના મનમાં થોડો ડર બન્યો. ફરી દરવાજાની બીજી બાજુથી અવાજ આવ્યો. " મિતલ. " દરવાજાની બીજી બાજુ એકદમ અંધારું થઈ ગયું. લાઈટ હોવા છતાં ત્યાં અંધારું હતું. જાણે કોઈ પ્રકાશને શોષી લેતું હોય તેવું લાગ્યું. નીલમ તેના ભુતકાળમાં ચાલી. મિતલ તેની પાસે બેસતી એક સાદી છોકરી હતી. પરીક્ષામાં બંને પાસે આવ્યા હતા. મિતલ માંથી નિલમે જોઈ લીધું પણ મિતલને ન બતાવ્યું. મિતલ પરીક્ષામાં ફેલ થઈ. મિતલને તે વાતનું દુઃખ સહન ન થતા તેને આત્મહત્યા કરી લીધી હતી. નીલમ વિચારી ખૂબ જ ગભરાઈ ગઈ. " શું કામ છે ?" નીલમ ડરતા ડરતા બોલી. " મારે મદદની જરૂર છે. " અચાનક ચારે તરફ અંધારું ફેલાઈ ગયુ. નિલમે ડર ના લીધે આંખો બંધ કરી રડવા લાગી. ત્યાં તેના મમ્મી આવીને ઉભી કરી.

પ્રતિભાવ આપશો.