Unknown To Best Friends in Gujarati Love Stories by Dhvani Patel books and stories PDF | અજાણ્યા થી બેસ્ટ ફ્રેન્ડ સુધી ની સફર

Featured Books
Categories
Share

અજાણ્યા થી બેસ્ટ ફ્રેન્ડ સુધી ની સફર

ધારા અને કેવલ બન્ને ક્યારે અજાણ્યા માંથી ગાઢ મિત્રો બની જાય છે. એના પર આજની મારી આ વાર્તા છે.

ધારા અને કેવલ બન્ને 25 વર્ષ ની ઉંમરના હોય છે... અને બન્ને એક એપ્લિકેશન પર લેખક હોય છે. ધારા વાર્તા લખે છે અને કેવલ કવિતા અને ગઝલ...

આ વાત છે 14/02/2019 ની...

ધારા એ એના રૂટિન મુજબ એની વાર્તા મૂકી હોય છે. ધારા જુવે છે તો એની વાર્તામાં એક છોકરા એ 5 માંથી 4 સ્ટાર સાથે "વાહ, મજા પડી વાંચવાની" આવી કૉમેન્ટ કોમેન્ટ બોક્સ માં કરેલી હોય છે...

આધુનિક ટેકનોલોજીના કારણે એ એપ્લિકેશનમાં મેસેજની સુવિધા ઉપલબ્ધ હોવાથી તુરંત જ ધારા ને ગુસ્સો આવતા એ કેવલને મેસેજ કરે છે...

"હેલ્લો સર
મજા પડી હોય તો 5 સ્ટાર આપો ને 4 કેમ આપ્યા...???
તમે તો લેખક છો એટલે તમને ખબર જ હશે કે સ્ટાર ની શું કિંમત છે...??? "

આવો મેસેજ કરી ને ધારા કેવલના જવાબ ની રાહ જુવે છે... અને વિચારે છે કે કેવલનો શું જવાબ હશે...??? કેવલ ને વાર્તા સારી લાગી તો કેમ 4 જ સ્ટાર આપ્યા... 5 સ્ટાર કેમ ના આપ્યા...???

ત્યાં 1 કલાક પછી કેવલ નો રીપ્લાય આવે છે...

"સર નહીં કેવલ કહેશો તો પણ ચાલશે...
અને રહી વાત સ્ટારની તો હું તમને કહું કે જે લખતા શરૂ થયા છે. એમને પ્રોત્સાહનની ચોક્કસ જરૂર છે. પણ આપણે એક વાતનું પણ ધ્યાન રાખવાનું છે. નવા લેખકો ને વાહ વાહ કરી ગેરમાર્ગે જતા અટકાવવા. કેમ કે હવે ઘણા ખરા વાહ વાહી માં આવી જાય છે. જેથી એમને સાચી દિશા મળતી નથી...
મને આશા છે તમે વાત સમજી શકશો..."

ધારા તો કેવલ ના રીપ્લાયનો જ ઇન્ટેઝાર કરતી હોય છે... એટલે તુરંત જ ધારા કેવલ ને રીપ્લાય કરે છે...

"Ok Sure
I Can Understand
Thank You So Much..."

"ખૂબ ખૂબ આભાર...
માર્ગદર્શનની જરૂર પડે ત્યારે કહેશો...
મદદ કરીશ જેટલી મને સમજ છે એટલું સમજાવીશ... " કેવલ તુરંત જ વળતો જવાબ આપી ને મદદની ઓફર કરે છે

"Thank You" કહી ને ધારા ટૂંકમાં વાત પતાવે છે... અને વિચારે છે કે એક રીતે તો કેવલ એ જે કીધું એ સાચું જ છે...

અને બસ આ રીતે ધારા અને કેવલની વાતચીત ની શરૂઆત થાય છે...

ધારા એક ઓપન માઈન્ડેડ છોકરી... "આ છે કોણ આવું જ્ઞાન આપવા વાળું..." એવું વિચારી ને મનમાં ખંધુ હસી ને... બસ ફેસબુક ખોલીને કેવલ નું આઇડી સર્ચ કરી ને કેવલ ની ઇન્ફોર્મેશન જોવે છે...

ધારા ને પોતાની ઓળખ છુપાવવી હોવાથી એ "અનામી" એવા નામ થી વાર્તાઓ લખતી હોય છે... એટલે કેવલ ને જાણવાની આતુરતા હોવા છતાં પણ એ ધારા વિશે ફેસબુક પર કંઈ જ ઇન્ફોર્મેશન કાઢી શકતો નથી...

હવે તો દરરોજ એકબીજાની જિંદગી વિશે વાતો થવા લાગી અને ફોન નંબર ની પણ આપ-લે થઈ ગઈ... સમય જતા ફક્ત 1 જ અઠવાડિયામાં ધારા અને કેવલ ખૂબ જ સારા મિત્રો બની ગયા...

એવી જ રીતે એક વાર કોલ માં વાત ચાલુ હતી... અને કેવલ ધારા ને પૂછે છે...

"તારું સાચું નામ શું છે એ તો કહે... Miss...???" કેવલ પૂછે છે...

"સોરી યાર, પણ હું મારુ નામ નહિ કહી શકું..." ધારા થોડી ઉદાસી સાથે કહે છે...

"ઓકે વાંધો નહિ... તો હવે હું આજથી તને Miss Unknown જ કહીશ..."

"ઓકે ઓકે Mr. Known..." ધારા વળતો ઉત્તર આપે છે

"ઓકે... તો મેડમ તમારો એક ફોટો તો બતાવો..." કેવલ મસ્તી ભર્યા સુર માં કહે છે.

અને ધારા 10 વર્ષ જૂનો એક ફોટો કેવલ ને મોકલે છે... કેવલ ને એ ફોટો જોઈ ને કંઇક યાદ આવે છે એટલે તુરંત જ એ ધારા ને પૂછે છે...

"Hey... Miss Unknown..." કેવલ આતુરતાથી મેસેજ કરે છે...

"હા બોલ ને... Mr Known..." ધારા જવાબ આપે છે

"તું 8th માં છત્રોલા સર ના ટ્યુશનમાં જતી ને... બોય કટ વાળ હતા તારા... સાચું ને..."

"હા... પણ તને કઇ રીતે ખબર...??? " ધારા આતુરતા થી પૂછે છે

"હું પણ ત્યાં જ આવતો... તારી સામે જ જોતો... આ તો તે ફોટો આપ્યો એમાં તને જોઈને ઓળખી ગયો..." કેવલ ધારા ના સવાલનો જવાબ આપતા કહે છે

"ઓહહ એવું છે એમ ને... Mr Known..."

"હા યાર... ત્યારે હું તારી સામે જ જોતો... તું મને બહુ જ ગમતી... તારા લિપ્સ પણ કેવા મસ્ત હતા પિંક પિંક... તારા લિપ્સ પર જાન અટવાયેલી હતી મારી..." કેવલ ફ્લર્ટ કરતા કરતા કહે છે

"ઓકે... પણ હું તને નહિ ઓળખી શકતી... મને યાદ નહિ..." ધારા થોડું શરમાઈ ને જવાબ આપે છે

"હા પણ મેડમ... તમે બૂકમાંથી મોઢું બહાર કાઢો તો અમને જોવો ને... ભણેશરી..." કેવલ ટોન્ટ મારતો હોય એવી રીતે બોલે છે

"અમે કંઈ તમારી જેમ નવરી બજાર નહિ તો બીજા સામે જોઈએ... " ધારા વળતો જવાબ આપે છે...

અને બન્ને હસી પડે છે...

"હવે તો આપણે ફ્રેન્ડ છીએ... અને સાથે ટયુશનમાં પણ હતા... સાચું ને...???" કેવલ કહે છે

"હા સાચું..."

"હવે તો યાર તારું નામ કહે..." કેવલ આજીજીનાં સુર માં કહે છે

"કહેવું પડશે...???" ધારા મસ્તી ના મૂડમાં જવાબ આપે છે

"હા... હવે તો કહેવું જ પડે ને... Miss Unknown"

"ઓકે... Mr Known... મારુ નામ ધારા છે..."

અને પછી તો વાતો નો સિલસિલો શરૂ થાય છે... અને બન્ને ફ્રેન્ડ માંથી બેસ્ટ ફ્રેન્ડ બની જાય છે...

બન્ને ની ફ્રેંડશીપ ને 7 મહિના થઈ જાય છે અને હજુ એક પણ વાર રૂબરૂમાં મુલાકાત નહીં થઈ...

અને ફાઇનલી એ દિવસ આવી જાય છે... જ્યારે એ બન્ને એકબીજા ને મળે છે...

21/09/2019 નો એ દિવસ હોય છે... એક સંસ્કૃતિક કાર્યક્રમમાં એ બન્ને જવાના હોય છે... કેવલ એકલો જવાનો હોય છે... અને ધારા એના ફેમિલી સાથે...

સંસ્કૃતિક કાર્યક્રમમાં ધારા અને કેવલ એકબીજાને સૌ પ્રથમ વાર રૂબરૂમાં જુએ છે... ધારા કેવલ ની મુલાકાત એના મમ્મી પારુલબેન સાથે પણ કરાવે છે...

"કેમ છો આન્ટી..." કેવલ ધારા ને મમ્મી ને પૂછે છે

"બસ બેટા... મજામાં... અને તને...???" ધારાના મમ્મી પારુલબેન કહે છે

"હું પણ મજામાં જ છું..." કેવલ વળતો જવાબ આપે છે

"સારું બેટા... પછી મળીએ... આવજે ક્યારેક ઘરે..." પારુલબેન કહે છે

"ચોક્કસ આન્ટી... તમારું ધ્યાન રાખજો..." કેવલ કહે છે

અને પછી બધા છૂટા પડે છે...

ક્યારેક થોડી નોકજોક, લડાઈ-ઝઘડા, રિસાઈ જવું-મનાવી લેવું....
બસ આ રીતે ધારા અને કેવલ ની ફ્રેંડશીપ હજુ સુધી ચાલુ જ છે...

બેસ્ટ ફ્રેન્ડ્સ‌ ફોરએવર....

Angel(Dhingli)...💐