લવ ઇન સ્પેસ
પ્રકરણ -૬
અગાઉ પ્રકરણ ૫ માં તમે વાંચ્યું.....
જોય તેની પત્ની છાયા અને દીકરી રીધીમાં જોડે હોપ ગ્રહની યાત્રા કરી રહ્યો હોયછે. એ વાતની એવલીનને ખબર પડે છે. નવેસરથી જોય જોડે પોતાની મિત્રતા શરુ કરવા એવલીન જોયને પત્ર લખે છે. હવે આગળ વાંચો.....
▪▪▪▪▪
“ડીયર જોય....
આજે મારો બર્થડે છે.....
Celebrate કરવાની ઈચ્છા છે. સાંજે રેસ્ટોરન્ટમાં હું તારી વેઇટ કરીશ.
જાણું છું પત્ર ખુબ નાનો છે. એનું કારણ એ છે કે પાછલાં કેટલાંક દિવસોમાં જે કંઈ થયું એ ભૂલીને હું નવી શરૂઆત કરવા માંગુ છું. આશા છે તું પણ આ નવી શરૂઆતમાં મારો સાથ આપીશ....
ક્યારની તારી થઇ ચુકેલી ....
તારી એવલીન.....”
જોયે છેલ્લું વાક્ય મનમાં બેવાર વાંચ્યું. “ક્યારની તારી થઇ ચુકેલી ....” એટલે ....?”
જોય confuse થઇ ગયો અને એવલીનના પત્રના શબ્દો મનમાં મમળાવા લાગ્યો”નવી શરૂઆત ....?” “ક્યારની તારી થઇ ચુકેલી....?”
“એવલીન શું કહેવા માંગે છે....!?”
“બધું ભૂલી જવાનું...એટલે...!?”
જોય પત્ર લઈને બેડ ઉપર બેસી ગયો.
“એવલીનને જઈને પૂછી લઉં....!?” થોડીવાર સુધી એવલીને લખેલું વિચાર્યા પછી જોય મનમાં ફરી બબડ્યો “ના....! એણે સાંજે બોલાવ્યો છે....તો સાંજે જ જઈશ.....!”
“એનો બર્થડે છે....તો કંઇક ગીફ્ટ તો લઇ જવું પડશેને...શું લઇ જવું.....!?”
એવલીનને શું ગીફ્ટ આપવું એના વિચારોમાં ખોવાયેલો જોય ક્યાંય સુધી બેડ ઉપર એવલીનનો પત્ર હાથમાં લઈને બેસી રહ્યો. આખરે કંઇક સુઝતા જોય બેડ ઉપર ઉભો થયો અને વોર્ડરોબમાંથી તેનાં કપડાં કાઢી પહેરવાં લાગ્યો.
▪▪▪▪▪
એવલીન સુંદર લાલ રંગના લાંબા ડ્રેસમાં સજ્જ થઇ ગઈ. સ્પેસમાં પોતાનાં જન્મ દિવસને યાદગાર બનાવવાનું તેણે વિચારી લીધું હતું. રેસ્ટોરન્ટમાં જમીને નોવા અને જોય સાથે મળીને તેની બર્થડે celebrate કરવાનો તેનો પ્લાન હતો.
કેટલોક સમય કાંચ સામે જોઈ રહ્યા પછી એવલીન સ્પેસશીપના બીજા માળે આવેલી રેસ્ટોરન્ટ તરફ જવા તેનાં રૂમમાંથી નીકળી ગઈ. કોરીડોરમાં ચાલતી-ચાલતી એવલીન બીજા માળે જતી સીડીઓ ચઢવા લાગી. જેમ-જેમ તે સીડીઓ ચઢતી જતી હતી તેમ-તેમ મનમાં એકજ વિચાર વારે-વારે ઘુમરાયા કરતો હતો “જોય આવશે કે નહિ.....!?”
▪▪▪▪▪
રેસ્ટોરન્ટના દરવાજે પહોંચીને એવલીન ઉભી રહી. દરવાજો કાંચનો બનેલો હતો. અને દરવાજાની આરપાર અંદર જોઈ શકાતું હતું. એવલીને જોયું કે રેસ્ટોરન્ટની અંદર અંધારું હતું.
“એટલે જોય હજી નથી આવ્યો....!?” એવલીને મનમાં વિચારી નિ:સાસો નાખ્યો.
કાંચના દરવાજાની નજીક પહોચતાંજ દરવાજો આપમેળે ખુલી ગયો. એવલીન રેસ્ટોરન્ટમાં દાખલ થઇ. એવલીનના અંદર દાખલ થતાંજ આખી રેસ્ટોરન્ટ રોશનીથી ઝળહળી ઉઠી. જેનાથી ચોંકીને એવલીન એક જગ્યાએ ઉભી થઇ ગઈ.
એવલીનની exact સામેજ પૈડાવાળા સર્વિંગ ટેબલ ઉપર એક સરસ મજાની લંબચોરસ ચોકલેટ કેક મુકેલી હતી. તેનાં ઉપર એવલીનનું નામ અને “Happy Birthday” લખેલું હતું. કેકના ચાર ખૂણે ચાર કેન્ડલ સળગી રહી હતી. એવલીનની આંખમાં ઝળહળીયાં આવી ગયા.
“Happy birthday ……!” એવલીનની પાછળથી જોયે તેનાં ખભે હાથ મુકીને હળવા અવાજે કહ્યું. એવલીન પાછી ફરીને જોયને વળગી પડી. એવલીન થોડીવાર જોયને એમજ વળગેલી રહી. પછી જોયે હળવેકથી એવલીનને તેનાથી અલગ કરી.
“ઓહો....!?” જોયથી થોડા દુર ઉભા રહી એવલીને જોયને ઉપરથી નીચે જોતાં-જોતાં કહ્યું “સુટ-બુટમાં તું તો એકદમ અંગ્રેજ લાગે છે.....!”
“હા...પણ મારા વાળ તારી જેમ ગોલ્ડન કલરના નથી....!” જોય હસ્યો.
“હમમ....! તો આજે કેટલી છોકરીઓ ફિદા થઇ તારી ઉપર....!” એવલીને હજી ટીખળ કરી રહી હતી.
“અમમ...!કેપ્સ્યુલમાં જેટલી સુતેલી છે એટલી!” જોય જાણે યાદ કરતો હોય તેમ બોલ્યો.
બંને હસી પડ્યા. થોડું હસ્યાં પછી બંનેને એ વાતનો અનુભવ થયો કે બંને આખા સ્પેસશીપ “એકલાં” છે. કેટલીકવાર ખિન્ન ચેહરે તેઓ એકબીજાને જોઈ રહ્યા.
“તો ...ચાલો મેડમ તમારું ડીનર તૈયાર છે...!” જોય વેટરના અંદાજમાં બોલ્યો.
એવલીન ડોળ કરતી કરતી જાણે કોઈ રાજ્યની રાણી હોય એમ મોઢું ઊંચું કરીને ચાલવા લાગી. જોયે રેસ્ટોરન્ટમાં પહેલેથી સજાવી રાખેલા ટેબલ પાસે બંને આવ્યા.
જોયે ચેયર ખસેડી એવલીનને બેસવામાં મદદ કરી પછી પોતે તેની સામેના ટેબલ ઉપર બેઠો. આખી રેસ્ટોરન્ટ તો ખાલીજ હતી, પરંતુ જે ટેબલ જોયે પસંદ કર્યું હતું તે એક વિશાળ કાંચની બારી પાસે હતું. જેમાંથી સ્પેસનો સુંદર નજારો દેખાતો હતો. એવલીન ઘડીભર માટે બારીમાંથી દેખાતો સ્પેસનો તે અદ્ભુત નજારો જોતી રહી. પછી જોય સામે જોઇને બોલી “Thank you જોય......! આ surprise માટે.....!”
“My pleasure ....!” જોય સસ્મિત બોલ્યો “હવે કેક કાપીએ અને કંઇક ખાઈએ....!”
“કેમ નહિ.....!” એવલીને હસતાં મોઢે કહ્યું અને જોયના ચેહરા તરફ ઘડીભર જોઈ રહી. પછી તેણે કેક પર લગાવેલી કેન્ડલો ફૂંક મારીને બુઝાવી.
▪▪▪▪
“તો technically તારી ઉંમર ૬૬ વર્ષ છે રાઈટ....!?” જોયે એવલીનને પૂછ્યું. બંને ક્રાયોજેનિક કેપ્સ્યુલોની ચેમ્બરમાં ચાલી રહ્યાં હતા. બર્થડે કેક ખાધાં પછી બંનેએ રેસ્ટોરન્ટમાં ડીનર લીધું હતું અને પછી વાતો-વાતો કરતાં-કરતાં ક્રાયોજેનિક કેપ્સ્યુલોની ચેમ્બર તરફ આવ્યા હતા.
“ઓય....કોઈ દિવસ કોઈ છોકરીને તેની ઉમર નાં પૂછવી જોઈએ.....! ખાસ કરીને મારાં જેવી એક હોટ છોકરીને ....!” એવલીને જોયની વાત ઉપર મજાક કરતાં કહ્યું.
“ઓહ ...! come on એવલીન......!” જોયે એવલીનની પીઠ ઉપર હળવો ધબ્બો માર્યો. એવલીન થોડી વાર શૂન્યમનસ્ક થઈને વિચારવા લાગી.
“જયારે પૃથ્વી ઉપરથી સ્પેસ ટ્રાવેલ માટે નીકળી ત્યારે મારી ઉંમર ૩૩ વર્ષ હતી.....!” એવલીને કહ્યું “સ્પેસ ટ્રાવેલમાં બીજા ત્રીસ વર્ષ મેં ક્રાયોજેનિક કેપ્સ્યુલમાં શીત નિદ્રામાં વિતાવ્યા....!” એવલીન થોડી ક્ષણો અટકીને બોલી “સ્પેસશીપમાં જાગ્યા પછી મેં લગભગ અઢી વર્ષ જેટલો સમય એકલાં વિતાવ્યો અને પછી છેલ્લાં લગભગ ત્રણ મહિનાથી તારી જોડે....” એવલીન હવે જોય બાજુ ફરીને ઉભી રહી અને પોતાનાં ચેહરા ઉપર શક્ય હોય તેટલાં મજાકના ભાવ લાવીને બોલી “તો.... ! હા....! મારી ઉંમર ૬૬ વર્ષ છે....લગભગ તારી દાદીમાંની ઉંમર જેટલી.....!”
બંને હસી પડ્યાં.
“તો પણ....!” એવલીન તેની કમર ઉપર હાથ મુકીને બોલી “મેં મારું ફિગર મસ્ત maintain કર્યું છે નઈ.....!”
બંને ફરી હસ્યાં.
“જ્યારે કોઈ વ્યક્તિ ક્રાયોજેનિક સ્લીપમાં હોય છે....!ત્યારે તેની ઉંમરમાં નજીવો વધારો થાય છે....!” જોય ક્રાયોજેનિક કેપ્સ્યુલમાં સુતેલાં કોઈ યાત્રી તરફ જોઈ હતાશ ભાવે બોલ્યો “ક્રાયોજેનિક કેપ્સ્યુલો એવીરીતે ડીઝાઇન કરવામાં આવી છે કે ૧૨૦ વર્ષની આપણી આખી સ્પેસ યાત્રામાં યાત્રીઓની ઉંમરમાં કેટલાંક મહિનાઓનો જ વધારો થવાનો છે.....”
જોયે નિ:સાસો નાખ્યો “મારી ઉંમર ૨૪ વર્ષ હતી ...! પ્લસ ૩૦ વર્ષની ક્રાયોજેનિક સ્લીપ! એટલે હવે મારી ઉંમર લગભગ ૫૪ વર્ષ છે.....!” જોય એવલીન તરફ ફર્યો.
“હમ્મ....! મને ચાલશે....!” એવલીને ફરી મજાક કરતા કહ્યું. જોયે જવાબમાં હળવું સ્મિત આપ્યું. બંને ફરીવાર આગળ ચાલવા લાગ્યા. હવે બંને જોયની પત્ની અને તેની દીકરીની કેપ્સ્યુલો પાસે આવીને ઉભા રહ્યા.
જોય ખિન્ન ચહેરે તેમની તરફ જોઈ રહ્યો. એવલીને પણ થોડીવાર તેમની તરફ જોયું પછી જોય તરફ જોવા લાગી. જોયના ઉદાસ ચેહરાને જોઈ એવલીનને ફરીવાર પોતાનાં “કૃત્ય” ઉપર ઘૃણા આવી.
“તેઓ હવે મને કદી નઈ જોઈ શકે” જોય તેની દીકરીની કેપ્સ્યુલ તરફ જોયું અને તેની સામે જોતાં-જોતાં થોડીવાર અટકયો પછી બોલ્યો “જ્યારે તેઓ જાગશે .....! ત્યારે હું કદાચ....” “તે કદી નઈ જાણી શકે કે મારી સાથે શું થયું....!””
“I am sorry જોય....!” એવલીને જોયના ખભા ઉપર હાથ મુકતા કહ્યું.
જોયે નિરાશામાં એક ઉચ્છવાસ નાંખ્યો. થોડીવાર પછી બંને ત્યાંથી ચાલવા લાગ્યા.
▪▪▪▪▪
“ખરેખર તારી વાઈફે તને પ્રોપોઝ કર્યું હતું....!?” એવલીને આશ્ચર્યથી જોયને પૂછ્યું. બંને બારમાં બેઠા હતા. નોવા બંનેની વાતો સાંભળી રહ્યો હતો.
“હા...સાચે....!” જોયે ભારપૂર્વક કહ્યું અને વ્હીસ્કીનો એક ઘૂંટ ભર્યો.
“વેલ....આ તો ખુબ સારું કહેવાય....!” નોવાએ કહ્યું.
“તમે બંને પ્રથમવાર ક્યાં મળ્યા હતા...!?” એવલીને ઉત્સાહથી પૂછ્યું.
“એક સાયન્સ કોન્ફરન્સમાં ....!” જોયે યાદ કરતાં કહ્યું.
“Oh how boring.....!” એવલીને મો બગડ્યું.
જોયે વ્હીસ્કીનો ગ્લાસ ખાલી થતાં નોવાને બીજો પેગ ભરવા ઈશારો કર્યો.
“તમે રોજ કરતાં ઓલરેડી બે પેગ વધુ પી ચુક્યા છો...!” નોવાએ કહ્યું.
“આજે એવલીનનો બર્થડે છે. ...તો તેનાં માનમાં પીવું પડે...!” જોયે નોવા તરફ જોઇને કહ્યું. નોવાએ અડધો ગ્લાસ વ્હીસ્કી જોયના ગ્લાસમાં ભરી.
“પછી શું થયું....!?” એવલીને ફરી જોયને પૂછ્યું.
“હું કોન્ફરન્સમાં જવા માટે બિલ્ડીંગની લીફ્ટમાં હતો....!” જોયે યાદ કરતાં કહ્યું “તે એલીવેટરમાં પ્રવેશી અને અમારી બંનેની આંખો મળી....!” જોયે ફરી વ્હીસ્કીનો ઘૂંટ ભર્યો “અને અચાનક બિલ્ડીંગની લાઈટ જતી રહેતા એલીવેટર બંધ થઇ ગઈ...!”
“ઓહ ગોડ...!” નોવાએ હળવા આઘાત સાથે કહ્યું
“પછી શું થયું જલ્દી બોલ....!” એવલીને હવે અધીર્યા જીવ સાથે પૂછ્યું.
“કંઈ નઈ....! એ ગભરાઈ ગઈ...!” જોયે આગળ કહ્યું “તે અંધારાથી ડરતી હતી. કદાચ તેને અંધારાનો ફોબિયા હતો .....! તેનાં શ્વાસ ફૂલવા લાગ્યા અને.... તે બેભાન થઈને લીફ્ટમાં જ ધડામ કરતાં પડી”
“ઓહ ગોડ.....!” એવલીન હતપ્રભ થઇ ગઈ “પછી તે શું કર્યું..?”
“હું કંઈ સમજુ એ પેહલાંજ લાઈટ આવી ગઈ અને લીફ્ટ ચાલુ થઇ ગઈ...!” જોયે આગળ કહ્યું “મેં જોયું કે છાયા નીચે પડેલી હતી. મેં તરત જ એને જગાડવાનો પ્રયત્ન કર્યો અને લીફ્ટ સ્ટોપ કરીને એને ઊંચકીને બાહર કાઢી...” જોય બોલતા બોલતા અટક્યો.
“આ તો કોઈ રોમેન્ટિક મુવી જેવું લાગે છે....!” નોવા હસતાં મુખે બોલ્યો.
“શશશ....! નોવા તું વચ્ચે નાં બોલ.....!” એવલીન બોલી “પછી...!?”
“પછી...! હું છાયાને તરતજ કોરીડોરમાં લાવ્યો અને તેને જગાડવાનો ફરી પ્રયત્ન કર્યો. તેનાં શ્વાસ ધીમા ચાલતા હતા. આથી મેં તેને મોઢેથી શ્વાસ આપ્યો....” જોય બોલ્યો.
“ઓહ...તો તો એ બચીજ ગઈ હશે....!” એવલીને આંખ મીચકારી ટીખળ કરી.
જોય હળવું હસ્યો.
નોવાએ પ્રશ્નાર્થભરી નજરે પહેલાં જોય અને પછી એવલીન સામે જોયું.
“ઓહ...!જોય આ કામમાં માહેર છે નોવા...!” એવલીને ફરી મજાક કરી. એવલીનની વાત ઉપર મંદ-મંદ હસી રહેલા જોય સામે એવલીન અનિમેષ નજરે જોઈ રહી.
“જોય....!” એવલીને જોયના હાથ ઉપર તેનો હાથ મુક્યો “thank you ફરી એકવાર...મારી વાત માનવા માટે”
“its ok એવલીન!” જોયે કહ્યું. બંને એકબીજાની સામું થોડીવાર સુધી જોઈ રહ્યા.
“હું મારી આંખો બંધ કરી લઉં....!?” નોવાએ ખોંખારો ખાતા પૂછ્યું.
ત્રણેય હસી પડ્યા. ત્રણેય ક્યાંય સુધી એજ રીતે વાતો કરતાં રહ્યા.
▪▪▪▪
“જોય.....!” એવલીને જોયની સામે જોયું. બંને તેનાં રૂમ તરફ જઈ રહ્યાં હતા “thank you....ફરી એકવાર ....!”
“એવલીન...! આજે તારા બર્થડેના દિવસે તું “thank you” બોલવાનો રેકોર્ડ બનાવી દઈશ....કે શું...!?” જોયે ટીખળ કરી. એવલીને હળવું સ્મિત કર્યું. બંને એવલીનના રૂમથી થોડાં દુર કોરીડોરમાં ઉભાં રહ્યાં.
“જો તને યોગ્ય લાગે તો...!” એવલીન થોડું ખચકાઈ “આજની રાત મારી સાથે મારા રૂમમાં રોકાઈશ....!?”
જોયના ચેહરાના ભાવ થોડાં બદલાયા, પણ પછી તેને સ્મિત કરતાં કહ્યું “હા...ok..!”
એવલીન ખુશ થઇ ગઈ. તે જાણતી હતી જોયે કમને હા પાડી હતી. તો પણ એવલીન માટે એ ખુશીની વાત હતી. બંને આગળ એવલીનના રૂમ તરફ ચાલ્યા. રૂમ પાસે આવતાંજ રૂમનો દરવાજો એની મેળે ખુલી ગયો. પેહલાં એવલીન અને પછી જોય રૂમમાં દાખલ થયા.
રૂમમાં દાખલ થયા પછી એવલીન જોય તરફ ફરી. જોય નર્વસ ચેહરે તેની સામે જોઈ રહ્યો. એવલીને થોડીવાર જોય સામે જોયે રાખ્યું.
“એવું લાગે છે કે તું કોઈ દિવસ કોઈ છોકરી જોડે એકલો રૂમમાં નથી રહ્યો...!?” જોયના નર્વસ ચેહરાને જોઇને એવલીને ટીખળ કરી. જોય પરાણે હસ્યો. એવલીનને થોડી દયા આવી.
“જોય .....!” એવલીન થોડી નજીક આવી “જો તને comfortable feel નાં થતું હોય તો તું જઈ શકે છે....!”
“નહિ...its ok....!” જોય બોલ્યો.
“તારે કંઈ પીવું છે....!” એવલીન બેડ ઉપર આરામથી બેઠી.
“નાં.....!” જોય હવે થોડો relax થયો “મેં આજે બહુ વ્હીસ્કી પી લીધી ....એક મિનીટ....!?” જોયે એવલીનના રૂમની સામેની દીવાલ પર લાગેલાં પડદાને જોતાં કહ્યું અને તે પડદા તરફ ગયો.
“તારાં રૂમમાં વિન્ડો પણ છે....!?” જોયે પડદો ખસેડ્યો. લગભગ જોયની ઊંચાઈ જેટલો મજબુત પારદર્શક ગ્લાસ ત્યાં લાગેલો હતો. પડદો ખોલતાંજ જોયને સ્પેસનો સુંદર નજારો દેખાયો. એવલીન ઉભી થઇને જોયની પાસે આવી.
“મને નહોતી ખબર....!” જોય બહાર જોતાં બોલ્યો.
“મેં અઢી વર્ષથી વધુ સમય એકલાં આ નજરો જોઈ-જોઈને જ વિતાવ્યો...જોય!” એવલીન ઉદાસ ભાવે બોલી “મને બહાર દેખાતા સ્પેસથી એટલી નફરત થઇ ગઈ હતી કે મેં પડદો ખોલવાનો જ બંધ કરી દીધો...!”
“હું તારા રૂમમાં ઘણીવાર આવ્યો હતો...પણ મેં કદી ધ્યાન ના આપ્યું...!” જોય બોલ્યો. એવલીન પાછી ફરી વોર્ડરોબ તરફ ચાલી અને તેમાંથી કપડાં કાઢી શાવર તરફ ચાલી ગઈ.
જોયે પાછળ ફરીને એવલીનને શાવરમાં જતી જોઈ પછી તે પાછો કાંચમાંથી બહાર દેખતા સ્પેસ તરફ જોવા લાગ્યો. કાળા અંતરીક્ષમાં ચમકી રહેલાં અનેક તારાઓને જોતો-જોતો જોય એવલીન, તેની પત્ની અને તેની દીકરીના વિચારોના વમળોમાં ખોવાઈ ગયો.
▪▪▪▪
“તું હજી પણ એ કાળા ડીંબાંગ સ્પેસ તરફજ જોઈ રહ્યો છે....!?” થોડીવાર પછી એવલીને શાવરમાંથી બહાર નીકળીને કહ્યું. જોયના વિચારો ભંગ થતાં તે પાછળ ફર્યો. તેણે જોયું કે એવલીને બ્લેક કલરની લાંબી સિલ્કની નાઈટી પેહરી હતી. સિલ્કની હોવાને કારણે નાઈટી એવલીનના સુંદર ઘાટીલાં શરીરને ચોંટી જતી હતી.
જોય ફરી થોડો નર્વસ થયો.
“શું કરું ....!?” નર્વસ થયેલાં જોયને જોઈને એવલીન બોલી “મારાં લગભગ બધા કપડાં આવાજ છે....!”
“અ...” જોયની જીભ થોથવાઈ “its ok.....! it suits you....!”
એવલીન થોડીવાર જોયને અનિમેષ નજરે જોઈ રહી.
“તો....! પૃથ્વી પર તારો કોઈ બોયફ્રેન્ડ નહોતો.....!?” તેની સામે જોઈ રહેલી એવલીનને આખરે જોયે મૌન તોડતા પૂછ્યું.
“મ્મ્મ્મ.....હતાં ને.....!” એવલીને મસ્તીખોર અદામાં બોલી અને પછી બેડ ઉપર જઈને દીવાલે ટેકો દઈને બેસી.
“હતા....!?” જોય પણ બેડની બીજી બાજુ એવલીનની સામે બેઠો “એમ કેટલાં બોયફ્રેન્ડ રાખ્યા’તા તે....!?”
“મજાક કરું છું.....!” એવલીન હસી “છોકરાઓની બાબતમાં મારું નસીબ થોડું ખરાબ રહ્યું છે....!”
“ચલ હવે.....!” જોયે કહ્યું “તારા જેવી છોકરીને બોયફ્રેન્ડ ના હોય એવું બને....!?”
“હતો...પણ..!” એવલીનનો સ્વર થોડો ગંભીર થયો “મારો અનુભવ સારો નહોતો રહ્યો તેની સાથે .....!”
“કેમ.....!? એ તારી બર્થડે ભૂલી ગયો તો કે શું.....!?” જોયે ટીખળ કરી
એવલીને જોયના ચાળા પાડ્યા પછી ફરી ગંભીર સ્વરમાં બોલી “જોય....! છોકરીઓ માટે બીજું પણ ઘણું બધું મહત્વનું હોય છે....!”
“જેમકે....!?” જોય બેડ ઉપર લાંબો થયો.
“જવા દે તારી વાઈફને પૂછી લેજે....!” એવલીન બોલતાં-બોલતાં અટકી અને જોય સામે જોવા લાગી. જોયના ચેહરા ઉપરનું હાસ્ય વિલાઈ ગયું.
“sorry....જોય! મારે નહોતું બોલવું જોઈતું” જોયના ચેહરા ઉપર ઉદાસીના ભાવ જોઈ એવલીન બોલી.
“its ok એવલીન.....!” જોય હવે રૂમની છત તરફ શૂન્યમનસ્ક બની જોવા લાગ્યો. તેની સામે તેની પત્ની અને દીકરીના ચેહરા તરવરવા લાગ્યા.
એવલીને થોડી વાર જોયની સામે જોયે રાખ્યું. પછી એ પણ બેડ ઉપર સીધી ઊંઘી. તેણે આંખો બંધ કરી લીધી. જોય એવલીનના પગ બાજુ બેઠો હતો. જોય પણ બેડ ઉપર આડો પડ્યો. ત્યાંથી સુતાં-સુતાં જોયને હવે એવલીનના પુષ્ટ ઉભારો દેખાઈ રહ્યા હતા. જોય તેનાથી વિરુધ્ધ દિશામાં પડખું ફેરવી લીધું. થોડીવાર માટે તેનાં મગજમાં એવલીનની સુંદરતાના વિચારો ઉમળવા લાગ્યા. તેણે પોતે પણ તેની પત્ની વિના ઘણો સમય “એકલાં” વિતાવ્યો હતો. જ્યારથી જોય જાગ્યો હતો ત્યારથી તેણે પોતાના મનને એવલીનના રૂપના સમુદ્રમાં ડૂબવાથી દુર રાખ્યું હતું. પરંતુ એ ભયંકર એકલતાભરી યાત્રામાં અપ્સરા જેવી એવલીનથી વધુ સમય પોતાને દુર રાખવું ખુબ અઘરું હતું. એમાંય તેનાં જાતીય આવેગોની તીવ્રતા હવે ધીરે-ધીરે વધવા લાગી હતી.
બાકીની જીંદગી સ્પેસશીપ ઉપરજ વિતાવવાની છે એ વાસ્તવિકતા એવલીને સ્વીકારી લીધી હતી. પરંતુ જોયે હજી પણ હિમ્મત નહોતી હારી. એને હજી પણ આશા હતી કે શીત નિદ્રામાં સુવા માટેનો કોઈક રસ્તો તો સ્પેસ શીપ ઉપર હશેજ. અને એજ આશાને લીધે તે એવલીનથી દુર રહેવામાં સફળ થયો હતો. તે કોઈપણ ભોગે પોતાની પત્ની છાયા સાથે બેવફાઈ નહોતો કરવા માંગતો.
“એવલીન.....!” જોય હળવા આવજે બોલ્યો. એવલીને કોઈ પ્રતિભાવ ના આપ્યો “સુઈ ગઈ લાગે છે....” કોઈ પ્રતિભાવના મળતાં જોયે વિચાર્યું અને બેડ ઉપરજ બેઠો થયો. તેણે ફરીવાર એવલીનના સુંદર ચેહરા સામે જોયું જે સાક્ષાત સ્વર્ગની કોઈ અપ્સરા જેવો દેખાતો હતો. જોય હળવેથી બેડ ઉપરથી ઉઠ્યો અને રૂમના દરવાજા તરફ ચાલ્યો. દરવાજો આપોઆપ ખુલ્યો. જોયે ફરીવાર પાછાં ફરી એવલીન બાજુ જોયું. તે હજી પણ સુઈ રહી હતી. જોય રૂમની બહાર નીકળી ગયો. એવલીનના રૂમ બહાર નીકળી જોય સીધો ક્રાયોજેનિક ચેમ્બર તરફ ચાલ્યો.
▪▪▪▪▪▪
“હું ગમે તેમ રસ્તો શોધી લઈશ છાયા....!” જોય તેની પત્ની છાયાની ક્રાયોજેનિક કેપ્સ્યુલ પાસે ઉભો હતો. તેણે પહેલાં કેપ્સ્યુલમાં સુતેલી છાયા અને પછી તેની બાજુની કેપ્સ્યુલમાં સુતેલી તેની દીકરી રીધીમા તરફ જોયું.
“હું હજી હિમ્મત નથી હાર્યો.....!” જોય બોલ્યો અને તેણે છાયાની કેપ્સ્યુલના કાંચ દરવાજા ઉપર હાથ મુક્યો.
જોય લગભગ રોજ અહીં આવતો. જોકે એવલીનને એ વાતની ખબર નહોતી. થોડીવાર તેની પત્ની છાયા અને દીકરી સાથે “વાતો” કર્યા બાદ જોય ત્યાંથી ચાલવા લાગ્યો.
▪▪▪▪▪
એક વર્ષ પછી.....
એવલીનના જન્મ દિવસથી બંનેએ પોતાની મિત્રતા નવેસરથી શરુ કરી હતી. એવલીને જોયને આકર્ષિત કરવાના પોતાનાં પ્રયાસો પડતા મુક્યા હતા. અગાઉ એવલીન જોયને તેની તરફ આકર્ષવા માટે અતિશય હોટ કપડાં પહેરતી. પરંતુ હવે તેનાં સ્વભાવમાં પરિવર્તન આવ્યું હતું. જોકે એવલીન યાત્રામાં પોતાનો વટ પાડી દેવા જે કપડાં લાવી હતી તે મોટેભાગે “હોટ” કહી શકાય તેવાજ હતા. આમ છતાં એવલીન શક્ય એટલાં વ્યવસ્થિત કપડાં પહેરવાનો પ્રયત્ન કરતી જેથી જોયને અસુવિધા નાં થાય.
એવલીનના બદલાયેલા વર્તનથી જોય વધુ સ્વાભાવિક રીતે એવલીન સાથે હળતો-મળતો. ઘણીવાર તે સામે ચાલીને એવલીન સાથે તેનાં રૂમમાં રોકતો. બંને ક્યાંય સુધી પોતાનાં ભૂતકાળની વાતો વાગોળતા. હવે જોય અને એવલીન બંને તેની પત્ની અને દીકરીને “મળવા” સાથે જતાં. જોય, નોવા અને એવલીન, હવે ત્રણેય એક સાથે જાણે કોલેજમાં ભણતા ગ્રુપમાં હોય એ રીતે મસ્તી કરતાં.
ધીરે-ધીરે જોય એવલીનની વધુને વધુ નજીક આવી ગયો. સ્વીમીંગ પુલમાં તરવાનું, જીમમાં કસરત, શીપમાં નવી નવી જગ્યાઓએ ફરવાનું, એમ મોટાભાગનો સમય બંને સાથે જ પસાર કરતાં.
▪▪▪▪▪
“સાવધાન ......! Traveller X spaceship Proxima Midnight ગ્રહની નજીકથી પસાર થવા જઈ રહ્યું છે. ગ્રહનો સુંદર નજારો જોવા માટે નજીકની વિન્ડો પાસે જાઓ....!” સ્પેસશીપમાં અનેક જગ્યાએ લાગેલાં સ્પિકરમાંથી સ્પેસશીપના કમ્પ્યુટરની સુચના પ્રસારિત થઇ. એવલીન અને જોય બંને કસરત કરવા જીમ તરફ જઈ રહ્યાં હતા. સુચનાનો અવાજ સંભળાતાજ બંને તરતજ વિન્ડો તરફ દોડ્યા. સ્પેસશીપના મુખ્ય વિશાળ “Milky Way” hallમાં એક તરફ બનેલી વિશાળ કાંચની વિન્ડો પાસે જઈને બંને ઉભા રહ્યા.
“Oh my god.....!” વિશાળ ગ્રહ Proxima Midnightનું ભવ્ય દ્રશ્ય જોઈને જોય બોલ્યો. બંને ફાટી આંખે અવાચક બનીને Proxima Midnightનું ભવ્ય કદ જોઈ રહ્યા. પૃથ્વી કરતાં કદમાં ૧૪ ગણા મોટા Proxima Midnightને શનિ ગ્રહની જેમ સુંદર વલયો હતાં. સ્પેસશીપ ગ્રહની એટલી નજીકથી પસાર થઇ રહ્યું હતું કે ગ્રહનું વિશાળ કદનું દ્રશ્ય સ્પેસશીપની વિન્ડોમાં સમાતા પણ નહોતા.
“તેનાં વાલયો તો જો કેટલા સુંદર છે....!” એવલીન બોલી.
“હા.....! જાણે કોઈ સુંદર સ્ત્રીની આંગળીમાં કોઈએ સુંદર વીંટી પહેરાવી હોય!” જોયે પણ Proxima Midnightના સુંદર વલયો સામે જોઇને સુર પુરાવ્યો.
અચાનક સ્પેસશીપ પહેલાં ધીમી ગતિએ હચમચ્યું. કેટલીક ક્ષણો બાદ સ્પેસશીપ થોડું વધુ ગતિએ હચમચી ઉઠ્યું. એવલીન અને જોય ગભરાઈ ગયા. સ્પેસશીપ એટલી તીવ્ર ગીતે કંપી રહ્યું હતું કે ઉભા રહેવા માટે બંનેએ એકબીજાના હાથ પકડી વિન્ડોનો ટેકો લીધો. સ્પેસશીપ વધુ પડતું vibrate થવા લાગતા બંને જણા એકમેકના હાથ પકડી નીચે બેસી ગયા.
“જોય.....!” એવલીન ગભરાઈને જોયને વળગી પડી.
એટલાંમાં સ્પેસશીપના સ્પીકરમાંથી ફરીવાર સુચના સંભળાઈ “ગભરાવાની કોઈ જરૂર નથી .....! Proxima Midnight ગ્રહના ગુરુત્વાકર્ષણ અને ચુંબકીય ક્ષેત્રના પ્રભાવના કારણે સ્પેસશીપ થોડીવાર માટે Vibrate થશે...ગ્રહથી દુર થતાજ સ્પેસશીપ અગાઉની જેમજ તેની ગતિ સાથે યાત્રા ચાલુ રાખશે....!”
સુચના પૂરી થઇ. એવલીન અને જોયે સુચનાનો અવાજ સંભાળ્યો. સુચનામાં જેમ કહેવાયું હતું એવુજ થયું. બેસુમાર ગીતથી સફર કરી રહેલાં સ્પેસશીપે લગભગ દસેક મિનીટમાંજ Proxima Midnight ગ્રહના ગુરુત્વાકર્ષણ અને ચુંબકીય ક્ષેત્રના પ્રભાવી ક્ષેત્રને વટાવી લીધું અને એ સાથે જ સ્પેસશીપ smoothly તેની નિર્ધારિત ગતિથી આગળ વધવા લાગ્યું. એવલીન અને જોયને હાશ થઇ. બંને પાછા ઉભા થયા અને વિન્ડોમાંથી સ્પેસશીપને વિશાળ ગ્રહના કદને વટાવતું જોઈ રહ્યા.
“સ્પેસમાં અત્યારસુધી મેં જોયેલો આ સૌથી સુંદર નજારો છે.....!” જોય ગ્રહ તરફ જોઇને બોલ્યો.
“મેં પણ.....!” એવલીને સુર પુરાવ્યો. તેણે જોયના હાથ ઉપર માથું ટેકવી દીધું.
▪▪▪▪
“નોવા....! થોડી વ્હીસ્કી આપને.....!” જોયે નોવાને કહ્યું. તે બારમાં એકલો બેઠો હતો. એવલીન તેનાં રૂમમાં સુતી હતી.
સ્પેસશીપમાં ચોવીસ કલ્લાકના ગાળા મુજબ તેઓની દિન ચર્યા ગોઠવાયેલી હતી. પૃથ્વીથી (અને તેનાં સૂર્યથી પણ) ખર્વો કિલોમીટર દુર હોવાને લીધે સ્પેસશીપમાં સૂર્યોદય કે સુર્યાસ્તનો કોઈ પ્રશ્નજ નહોતો ઉઠતો.
આથી સ્પેસશીપમાં ચોવીસ કલ્લાકના આધારે યાત્રીઓની દિન ચર્યા ગોઠવાયેલી હતી. જોકે એ દિનચર્યા મુજબ યાત્રીઓને ફક્ત ચાર મહીનાજ વિતાવવાના હતા. એવલીન અને જોયને બાદ કરતાં હાલ અન્ય કોઈ યાત્રીને એ દિનચર્યાથી કોઈ ફર્ક પાડવાનો નહોતો.
“તું કોઈ દિવસ સુતો નથી....!?” જોયે નોવાને મજાકમાં પૂછ્યું.
નોવા હળવું હસ્યો “ના ....! હું પરમાણુ ઉર્જાની બેટરીથી ચાલુ છું....લગભગ ૮૦૦ વર્ષ વગર ચાર્જ થયે હું આજ રીતે ચાલતો રહીશ....!”
“બાપ રે....!” જોય અચરજ પામી ગયો “તો અમે મરી જઈશું પછી તું શું કરીશ....!?
“વેલ...! હું બીજા યાત્રીઓને વ્હીસ્કી પીવડાવીશ.....૮૬ વર્ષ પછી તેઓ જાગશે ત્યારે....!” નોવાએ કહ્યું.
“કાશ ....! અમે પણ પરમાણું બેટરીથી ચાલતા હોત....!” જોયે નિસાસો નાંખ્યો.
“જોય ...! શું વાત છે ...!? તમે મુંઝવાયેલા લાગો છો....!” નોવાએ જોયના અવાજમાં રહેલી મૂંઝવણ પકડી પાડી. જોયને આશ્ચર્ય થયું. તે બે ઘડી નોવાની સામે જોઈ રહ્યો. પછી પોતાનાં મનમાં રહેલી વાત બોલ્યો-
“નોવા ...! મારે શું કરવું જોઈએ....!?”
“શેના વિષે...!?” નોવાએ પૂછ્યું.
“એવલીન....!” જોય બોલ્યો “હું પોતાનાં મનને તેની નજીક જતાં નથી રોકી શકતો....! બહુ પ્રયત્ન કરી જોયો...!”
“જોય...!” નોવા થોડો ઝૂક્યો અને હળવા સ્વરમાં બોલ્યો “તમે શા માટે પોતાની જાતને રોકો છો....!?”
“હું પરણિત છું....! નોવા...!” જોયે વ્હીસ્કીનો ગ્લાસ નીચે મુક્યો.
“શું આ કોઈ “બહાનું” છે....!?કે પછી તમારું “કેરેક્ટર”?” નોવાએ વેધક પ્રશ્ન પૂછી લીધો.
“એટલે....!?” જોય મૂંઝાયો.
“બહુ સરળ વાત છે...જોય...! કોઈ પણ જાતના પ્રયત્ન વિના જ્યાં સુધી તમે એવલીનથી દુર રહ્યા તે તમારું કેરેક્ટર હતું અને હવે જ્યારે તમારે પ્રયત્નપૂર્વક એવલીનથી દુર રહેવું પડે છે, તો એ એક બહાનું છે....જોય!” નોવાએ ખુબ સરળ રીતે કહી નાખ્યું.
જોય વિચારે ચઢી ગયો. નોવાની વાત સાચી હતી. શરુમાં તેને એવલીન માટે સહાનુભૂતિ માત્ર હતી. પણ છેલ્લાં ત્રણ મહિનાથી તે એવલીન પ્રત્યે રીતસરનો આકર્ષાયો હતો. એક-એક ક્ષણ તે એવલીનનો સાથ ઝંખતો હતો.
“પણ હું મારી પત્નીને છેતરવા નથી માંગતો...!” જોય ભીના સ્વરમાં બોલ્યો.
“જોય ...! તમારી આ ભાવના પવિત્ર છે....! પરંતુ શું તમને નથી લાગતું કે તમે તમારી પત્નીથી એવલીન વિશેની તમારી ભાવનાઓ છુપાવીને પણ તેને છેતરશો....!?”
જોય વિચારવા લાગ્યો. તે મનમાંજ કમને નોવાની વાતથી સહમત થયો. એવલીનને પ્રેમ કરીને તે ઓલરેડી તેની પત્નીને છેતરી ચુક્યો હતો.
“જોય....! તમારી પત્નીને વફાદાર રહેવાની તમારી પવિત્ર ભાવનાનું પાલન તમે દિલથી કર્યું તેમજ તમે જે બેસ્ટ કરી શકતા હતાં એ તમે કરી ચુક્યા છો....!” નોવાએ સમજાવ્યું.
“તો હું શું કરું....!? મારી પત્ની સાથે બેવફાઈ કરું....!?” જોય બોલ્યો.
“જોય સાધારણ સંજોગોમાં જો તમે એમ કરત તો તે બેવફાઈ કે છેતરપિંડી થાત...!” નોવાએ આગળ કહ્યું “પરંતુ બ્રહ્માંડમાં આ લાંબી યાત્રા તમારા બંને માટે અંતહીન છે....! તમારા હ્રદય ઉપર કાબુ મેળવવાનો પ્રયત્ન છોડીદો જોય....એવલીન માટે જે લાગણીઓ તેમાં છે તેને વહેવા દો.....!”
જોય શાંત રહ્યો અને હાથમાં વ્હીસ્કીનો ગ્લાસ રમાડતો રહ્યો. નોવા આગળ બોલ્યો-
“જ્યારે તમે એવલીનને જોવો છો ત્યારે તમને શું દેખાય છે...!?” નોવાએ જોયને પૂછ્યું. જોય થોડીવાર ચુપ રહ્યો અને પછી બોલ્યો-
“એક સહારો...! હુંફ અને પ્રેમથી ભરેલું એક પાત્ર.....! જાણે અફાટ કાળા અંતરીક્ષમાં મારી આ અંતહીન યાત્રાનો અંતિમ પડાવ હોય ....!” જોયએ ધીમા સ્વરમાં કહ્યું.
“એનો અર્થ એ થયો કે તમારા મનમાં એવલીન માટે જે પણ ભાવનાઓ છે એ પવિત્ર છે જોય....! પ્રેમ એક પવિત્ર ભાવના છે....તમે એક સ્ત્રી તરીકે એનું સમ્માન કરો છો....તમારા માટે એવલીન તમારી વાસના સંતોષવાનું કોઈ સાધન નથી ....કેમકે જો એવું હોત તો તમે એવલીન સાથે કેટલીય વાર પડખાં સેવી ચુક્યા હોત.....!” નોવા બોલ્યો.
“જોય....! એવલીન પોતાનો ભૂતકાળ પૃથ્વી ઉપર છોડીને આવી છે...!” નોવાએ સમજાવ્યું “તમારી પત્ની અને દીકરીને તમારો ભૂતકાળ બની જવા દો...! યાત્રા પૂરી થવામાં ૮૬ વર્ષ બાકી છે....તમે બંને કેટલું જીવશો એ બંનેમાંથી કોઈ નથી જાણતું...! આ સ્પેસશીપ ઉપર તમે બંનેજ એકબીજા માટે સહારો બની શકો એમ છો....!” જોય સાંભળી રહ્યો હતો.
થોડીવાર રોકાઈને નોવા ફરી બોલ્યો “એકબીજાને હુંફ આપશો તો બાકીનું જીવન સરળતાથી વીતશે....તમારા હ્રદયમાં જન્મેલી ભાવનાઓને દબાવીને પોતાની ઉપર અત્યાચાર નાં કરશો જોય....! તમે હજીતો એક વર્ષ પહેલાંજ જગ્યા છો....પણ એવલીન લગભગ ત્રણ વર્ષથી વધુ સમય એકલાં રહી ચુકી છે.....તે તમને ઝંખે છે...જોય”
“તમારી પત્નીને તમારો ભૂતકાળ બનવા દો ...વાસ્તવિકતાનો સ્વીકાર કરો ..એવલીનનો સ્વીકાર કરો.......!” નોવાએ તેની વાત પૂરી કરી અને વ્હીસ્કીની બોટલ પાછી તેની જગ્યાએ પરત મૂકી.
જોય નોવાની વાતોના વિચારોમાં ખોવાઈ ગયો. થોડીવાર સુધી નોવાની વાતો અંગે વિચારતો વિચારતો જોય હવે ત્યાંથી ઉભો થયો.
“નોવા....! તું ખરેખર એક સારો મિત્ર છે.....! thank you...!” જોયે નોવાનો ખભો થાબડ્યો.
“મને ખુશી થઇ....!” નોવાએ અભિવાદન કર્યું.
જોય ત્યાંથી ચાલતો થયો. બારમાંથી નીકળીને જોય એવલીનના રૂમ તરફ ચાલ્યો.
▪▪▪▪
ક્રીમ કલરની full સ્લીવની હાલ્ફ ટીશર્ટ અને લો વેઇસ્ટ જીન્સમાં તૈયાર થયેલી એવલીન ખિન્ન ચેહરે પોતાનું પ્રતિબિંબ અરીસામાં જોઈ રહી. તેની ખુલ્લી કમર ઉપર હળવેથી હાથ ફેરવતી-ફેરવતી એવલીન ઉદાસભાવે મનમાં બબડી
“કાશ ...! હું જોયની પત્ની હોત....! તો મારું આ રૂપ કંઇક કામનું હોત...!”
હંમેશાની જેમ સુંદર અને હોટ દેખાતી એવલીન હવે જોયને તેની તરફ આકર્ષિત કરવાના પ્રયત્નો છોડી ચુકી હતી. એક ઊંડો નિશ્વાસ નાખી એવલીન તેનાં રૂમમાંથી નીકળી જોયના રૂમ તરફ તેણે મળવા ચાલી.
▪▪▪▪
એવલીનના રૂમ તરફ જઈ રહેલાં કોરીડોરમાં ચાલી રહેલો જોય બીજા માળે જઈ રહેલી લીફ્ટ પાસેથી પસાર થઈ રહ્યો હતો.
“ધડ ધડ....!” અચાનક જોયને લોખંડના દરવાજાને કોઈ જોરજોરથી ખખડાવી રહ્યું હોય એવો અવાજ આવ્યો. જોય થંભી ગયો.
“નોવા.....! જોય....!? કોઈ છે...!? મારી મદદ કરો પ્લીઝ....!” તે એવલીન હતી. જે લીફ્ટમાંથી મદદ માટે બુમો પાડી રહી હતી અને લીફ્ટના લોખંડના દરવાજાને તેની મુઠ્ઠી મારી રહી હતી.
જોય એવલીનનો અવાજ સાંભળી તરતજ લીફ્ટ પાસે દોડી ગયો.
“એવલીન....!?” જોયે લીફ્ટના દરવાજા ઉપર બે-ત્રણ વખત મુઠ્ઠી મારી “તું અંદર છે....!? શું થયું...!?”
“જોય....! oh thank god...!” એવલીન અંદરથી માંડ-માંડ બોલી “પ્લીઝ મને બહાર કાઢ...ખબર નહિ લીફ્ટ બંધ થઇ છે. હું ક્યારની અંદર ભરાઈ ગઈ છું....મને ગભરામણ થાય છે જોય...પ્લીઝ...!” એવલીન રડવા લાગી. લીફ્ટમાં ફસાઈ ગયેલી એવલીનને ભયંકર ગુંગળામણ થવા લાગી.
“એવલીન ...! તું ગભરાઇશ નહિ....કંઈ નહિ થાય...!” જોયે એવલીનને શાંત કરવા પ્રયત્ન કર્યો “એવલીન સ્પેસશીપની લીફ્ટ એ રીતે ડીઝાઇન કરેલી છે કે ઈમરજન્સી બટન દબાવતાંજ લીફ્ટનો દરવાજો આપોઆપ ખુલી જાશે.....!”
“જોય....!” ગભરાયેલી એવલીન લીફ્ટના બટનનોની પેનલમાં ઈમરજન્સી બટન શોધવા લાગી “લીફ્ટમાં અંધારું છે ....! મને કંઈ દેખાતું નથી...!”
“એવલીન બધાંજ બટન દબાવી દે....બટનોની લાઈટના લીધે થોડું અજવાળું થશે.....!” જોય લીફ્ટના દરવાજા જોડે મોઢું રાખીને બોલ્યો.
એવલીને જોયે કીધું એમ કર્યું અને બધાં ફ્લોરના બટનો દબાવી દીધા. સામાન્ય બટનોથી અલગ સ્પેસશીપની લીફ્ટમાં બટનો ટચ પેડ જેવી પેનલમાં બનેલાં હતા. આથી કોઈ પણ બટન દબાવ્યા પછી થતી લાઈટ લાંબો સમય સુધી ચાલુ રહેતી. એવલીને બધાં ફ્લોરના બટન દબાવી દીધા હોવથી લાઈટનું અજવાળું સારું એવું થયું.
એવલીને એ અજવાળામાં લીફ્ટનું ઈમરજન્સી બટન શોધીને તરત જ દબાવી દીધું. લીફ્ટનો દરવાજો એક ઝટકા સાથે ખુલ્યો. એવલીનને જોય દેખાયો કે તરતજ એવલીન કુદીને તેને વળગી પડી.
“જોય ....!” એવલીન ડૂસકાં ભરતાં-ભરતાં બોલી.
“its ok એવલીન....!” જોયે એવલીનને શાંત કરવાનો પ્રયત્ન કર્યો. એને પોતાને ધ્યાન ના રહ્યું કે તે પણ એવલીનને વળગી પડ્યો હતો. તેનું ધ્યાન એ વાત પર જવા છતાં પણ તેણે એવલીન ઉપરથી પોતાની પકડ ઢીલી ના કરી. થોડીવાર બન્ને એજ રીતે એકબીજાને આલિંગનમાં જકડી ઉભા રહ્યા.
“તું લીફ્ટમાં કેમની ફસાઈ....!?” જોયે એવલીનને આલિંગનમાંથી ઢીલી કરી તેની સામે જોતાં કહ્યું.
“હું તને મળવા તારા રૂમ ઉપર આવી હતી...!” એવલીન રડમસ ચેહરે બોલી “પણ તું રૂમમાં નહોતો....! મને એમ કે તું સ્વીમીંગ કરવા ગયો હોઈશ.....એટલે હું ત્યાં આવતી હતી...!”
“ઓહ god એવલીન...!” જોય એવલીનને ફરી વળગ્યો “હું તો ડરીજ ગયો હતો....!”
જોયે એવલીનને જે રીતે જકડી રાખી હતી, તેનાથી એવલીન તેનાં ઉરજોના ઉભાર ઉપર જોયની કસાયેલી છાતીનું દબાણ અનુભવી રહી હતી. એવલીનને અચરજ થયું. કેમકે બંને હવે ભલે સારા મિત્રો બની ગયા હતા; છતાં પણ જોય ક્યારેય તેને આ રીતે વળગ્યો નહોતો.
ક્રીમ કલરની full સ્લીવની હાલ્ફ ટીશર્ટ અને લો વેઇસ્ટ જીન્સમાં એવલીનની કમરનો મોટોભાગ ખુલ્લો રહેતો હતો. આથી જોયના પહોળાં લાંબા હાથનું આલિંગન એવલીનની ખુલ્લી કમર સુધી પહોચતું હતું. તેનાં બંને હાથ એવલીનની બંને બાજુ કમરે ફરતે વીંટળાયેલા હતા. ઘણાં સમય પછી શાંત પાણીની જેમ ઠરી ગયેલાં એવલીનના શરીરે જોયના શરીરના ઉષ્મા ભર્યા સ્પર્શથી હળવું કંપન અનુભવ્યું.
જોયનો સ્પર્શ એવલીને એટલો હુંફાળો લાગ્યો કે તેણે ધીરે-ધીરે તેનાં કાન જોયના કાનને સ્પર્શવા દીધા. જોયે પણ તેનો પ્રતિભાવ એજ રીતે આપ્યો. એવલીન ધીરેથી તેનાં ગુલાબી હોઠથી જોયના ગાલ સ્પર્શયા. એવલીન તેની આંખો બંધ કરીને જોયના એ સ્પર્શને થોડીવાર અનુભવતી રહી પછી હળવેથી એવલીને તેનાં હોઠ જોયના હોઠ ઉપર મૂકી દીધાં. “Smooch” કહેવાતું કેટલાંક સેકંડનું હળવું ચુંબન કર્યા પછી એવલીન જોયની સામે જોયું. તેનાં હ્રદયની ગતિમાં ધીમો પણ એકધાર્યો વધારો થયો હતો. જોય એવલીનની સામે પ્રેમથી જોઈ રહ્યો હતો. જોયને કિસ કરીને પોતે કંઇક ભૂલ કરી છે એવું એવલીનને લાગતાં તેણે જોય ઉપર પોતાની પકડ ઢીલી કરી.
“જોય....! I am so....!” એવલીનનું વાક્ય અધૂરુંજ રહી ગયું. જોયે ત્વરાથી તેનાં હોઠ એવલીનના હોઠ ઉપર મૂકી દીધા અને એક પ્રગાઢ ચુંબન કરતા એવલીનને તેની બાહોમાં જકડી લીધી. એવલીનનું શરીર કાંપી ઉઠ્યું. જોય તરફથી જે વર્તનની ઝંખના તે કેટલાંય સમયથી કરતી હતી, આખરે જોયે તેનું પહેલું પગથીયું ભરી લીધું.
એવલીનની આંખો ભીંજાઈ ગઈ. જોયે તેને મુક્ત કરી.
“જોય.....!” ભીંજાયેલી આંખે એવલીન ફક્ત એટલુજ બોલી શકી. અને જોયના ચુંબનનો પ્રત્યુત્તર તેણે જોયને સામું ચુંબન કરીને આપ્યો.
આખરે આટલાં સમયથી પોતાની જાતને રોકી રાખતો બંધ જોયે તૂટી જવા દીધો. અને એવલીન માટે તેનાંમાં જે લાગણીઓ હતી તેને વહી જવા દીધી. સામે પક્ષે એવલીનનો પણ એજ હાલ હતો. જોય તરફથી જે પ્રતિભાવ તેને જોઈતો હતો તે મળતાંજ તેણે જોયને એક પછી એક અનેક ચુંબનો કરવા માંડ્યા.
એવલીનના ચુંબનમાંથી એકાદ સેકન્ડ માટે પોતાને છોડાવી જોયે ઝડપથી તેનું ટીશર્ટ કાઢી નાખ્યું એવલીને પણ તેની હાલ્ફ ટીશર્ટ કાઢી નાંખી. હવે એવલીન જોયની સામે તેનાં આંતરવસ્ત્ર અને જીન્સમાં હતી. એ અવસ્થામાં એવલીનનું દૂધ જેવું ગોરું શરીર જોયની સામે હતું. તો જોયનું સહેજ ઘઉંવરણું કસાયેલું શરીર એવલીનને આકર્ષી રહ્યું હતું.
જોયે એવલીનના કોલર બોન ઉપર એક હળવું ચુંબન કર્યું અને નાજુક કાયાને તેનાં મજબુત હાથમાં ઉઠાવી લીધી. લીફ્ટની દીવાલના ટેકે રહીને તેણે એવલીનને તેનાં ચુંબનોના પ્રેમથી નવડાવી નાંખી. જોય થોડું અટક્યો અને એવલીન સામે જોયું.
“જોય....! પ્લીઝ હવે અટકતો નહિ....!” એવલીન હાંફતાં બોલી. તેનું શરીર હવે ઘગઘગતો અંગારો બની ચુક્યું હતું. જોય માટે પણ હવે પાછાં ફરવું મુશ્કેલ હતું.
જોય એવલીનને તેની બહોમાં ઉઠવીને એવલીનના રૂમમાં લઇ આવ્યો. ઉત્તેજનાના શિખરે પહોંચેલા બંને ફટાફટ તેમના વસ્ત્રો ત્યજી દીધાં.
જોયની લાગણીઓ એવલીન ઉપર વાવાઝોડા જેવી તાકાતથી વરસી અને બંનેના શરીર એકમેકમાં ઓગળી ગયા. લાગણીઓના એ વહેણમાં એવલીને પોતાની જાતને સંપૂર્ણપણે જોયને સમર્પિત કરી દીધી અને જોયે પોતાની પત્ની છાયાને અને દીકરી રીધીમાને એ લાગણીઓના પુરમાં “ભૂતકાળ” બનીને વહી જવા દીધા.
એવલીનના રૂમની બારીનો પડદો ખુલ્લો હતો અને બારીના કાંચની બહાર અફાટ બ્રહ્માંડના અગણિત તારાઓ તેમના પ્રેમના સાક્ષી બની રહ્યાં.
▪▪▪▪
“ગુડ મોર્નિંગ ....! એવલીન....!” બેડમાં સુતેલી એવલીનના ગાલે હળવું ચુંબન કરી જોયે જગાડી.
એવલીને પ્રતિભાવમાં જોયને તેની ઉપર ખેંચી લીધો “જોય.....!” એવલીને પણ જોયના હોંઠ ઉપર હળવું ચુંબન કર્યું અને ભીના સ્વરે બોલી “હવે મને છોડીને ક્યાંય નાં જતો....! પ્લીઝ”
“આ સ્પેસશીપમાં તને છોડીને ક્યાય જવાય એવું છે પણ ક્યાં...!?” જોયે ટીખળ કરી અને તેનાં કપાળે હળવું ચુંબન કર્યું.
“તો પછી મારી જોડે અહીંજ આવીજા ને મારા રૂમમાં...! પ્લીઝ” એવલીને નાનાં બાળક જેવા સ્વરમાં આજીજી કરી.
“હમ્મ....!” જોયે જાણે વિચારતો હોય એમ ખોટો ડોળ કર્યો.
“હજી તારે વિચારવું પડશે...!?” એવલીને અધીર્યા સ્વરમાં પૂછ્યું
“મજાક કરું છું એવલીન...!” જોયે એવલીનને ફરી એક પ્રગાઢ ચુંબન આપ્યું અને એવલીન ઉપરથી ઉઠ્યો “તું કપડાં પેહરીને રેડી રેહ....!” જોયે એવલીન સામે જોઇને કહ્યું. જે હજી ફક્ત ચાદર ઓઢીને સુતી હતી “હું મારા રૂમમાંથી મારો સામાન લઇ આવું છું...!”
“જલ્દી આવજે....!” રૂમ બહાર જવા જઈ રહેલાં જોયનો હાથ પકડીને એવલીને કહ્યું.
“થોડી વાર લાગશે...!” જોયે જતાં-જતાં કહ્યું “પહેલાં સામાન પેક કરીશ પછી સ્વીમીંગ અને પછી અહી....ok..!”
“આજે સ્વીમીંગ કરવું જરૂરી છે.....!? એવલીને મોઢું બગડતા પૂછ્યું “મારી જોડે રેને પ્લીઝ....!” એવલીને ફરી જોયને તેની ઉપર ખેંચ્યો અને ફરી તેનાં હોઠ ચૂમ્યા.
“તને ખબર તો છે ....! મને સ્વીમીંગ વિના ચાલતું નથી.....!” જોયે પરાણે પોતને એવલીનની બાહોમાંથી છોડાવ્યો. અને રૂમમાંથી જવા લાગ્યો.
“હું ઝડપથી આવવા try કરીશ બસ...!” જતાં-જતાં જોય કાલા અવાજમાં બોલ્યો.
“ok....!” એવલીને સ્માઈલ આપી અને જોયને તેનાં રૂમમાંથી બહાર જતાં જોઈ રહી. બહાર નીકળતી વખતે જોયે પાછાં ફરી એવલીન સામે જોયું. એવલીને જોયને એક ફલાયિંગ કીસ આપી. જોય નીકળી ગયો. રૂમનો દરવાજો એની મેળે બંધ થયો.
જોય એક સ્માઈલી ફેસ બનાવીને ત્યાંથી જતો રહ્યો. એવલીન થોડીવાર સુધી બેડ ઉપર પાછલી રાત વિશે વિચારતી-વિચારતી બેસી રહી. જોય સાથે ગાળેલી અનેક મધુર ક્ષણોમાંથી તેને ક્ષણ યાદ આવી જયારે જોયે તેનાં એજ બેડ ઉપર એવલીનની ગરદન ઉપર હળવેથી “bite” કરી હતી. એ ક્ષણ ફરી એવલીનના મનમાં જીવંત થઇ અને તેનાં ગાલ ફરી લાલ થઇ ગયા. એવું નહોતું કે આ એવલીન માટે “પ્રથમ વાર” હતું. પૃથ્વી પર એવલીન અનેક પુરુષો સાથે રહી ચુકી હતી. પણ મોટેભાગે તેઓ માટે એવલીન તેમની વાસનપૂર્તિનું એક સાધન માત્ર હતી. એક સ્ત્રી તરીકે જે પ્રેમ અને સમ્માન તેનાં શરીરના બદલામાં આજ સુધી ઝંખતી, તે માત્ર જોય તરફથી તેને મળ્યું.
જોય વિષે વિચારી રહેલી એવલીનને અચાનક મગજમાં કંઇક સુઝ્યું “જો હું જ જોયના રૂમમાં મારો સામાન લઈને પહોંચી જાઉં અને તેને સરપ્રાઈઝ આપી દઉં તો....!?”
એવું વિચારીને એવલીન ઝડપથી ચાદર હડસેલી અને અનાવૃત જ ઉભી થઇ. તેણે તેનાં વોર્ડરોબ માંથી તેનાં આંતરવસ્ત્રો અને બીજા વસ્ત્રો કાઢી ફટાફટ પહેરી લીધા. અને એટલીજ ઝડપથી તેણે પોતાનો સામાન પેક કરવા લાગી. થોડીવારમાં તેનો સામાન પેક કરીને એવલીન જોયના રૂમ તરફ જવા નીકળવા લાગી.
તેનાં રૂમનો દરવાજો આપોઆપ ખુલ્યો અને એવલીનના પગ, શ્વાંસ અને હ્રદય, જાણે થંભી ગયા.
“એવલીન....!? તું....!” રૂમની બહાર ઉભેલી એ વ્યક્તિ બોલી.
“Oh god! બ્રુનો...તું..?” એવલીન આંખની પાંપણો હલાવ્યા વિના તેને જોઈ રહી.
▪▪▪▪▪▪▪
એવલીન જેને જોઇને ચોંકી ગઈ એ “બ્રુનો” કોણ છે? આગળ વાંચો પ્રકરણ ૭ માં...
Follow me on: twitter@jignesh_19
નોંધ: જો કોઈ વાચક આ storyને PDFમાં વાંચવા ઇચ્છતું હોય તો તેઓ મને ઉપર લખેલા મારા mobile નંબર ઉપર watsapp કરી શકે છે. PDFમાં લખાયેલ storyની ખાસિયત એ છે કે તેમાં લખાણમાં ઘણી જગ્યાએ ફોટોગ્રાફ્સ મુકવામાં આવ્યા છે. જેનાથી story વાંચતી વખતે તમારા “imagination” ને boost મળે છે. તેમજ ફોટોગ્રાફ્સને લીધે નોવેલ એક ગ્રાફિક નોવેલની સ્ટાઇલમાં લખાઈ છે.