આગળ જોયું કે જય ઇન્ડિયા આવી જાય છે તેની ઉદાસી હજી દૂર થઈ ન હતી.તેવા માં જ જયના અને આનંદનાં બાપુજી જય માટે છોકરી જોવા જાય છે. બંને ને છોકરી ગમી જાય છે.
બાપુજી ઘરે આવે છે અને જય ને બોલાવે છે.
"જય....એ જય..." બાપુજી એ બુમ મારી
"હા....બાપુજી...શું કહો?" જય એ કહ્યું.
"આજે હું ને આનંદ ના બાપુજી તારા માટે છોકરી જોવા ગયા હતા.અમને છોકરી ગમી ગઈ છે.... ડાહી, રૂપાળી અને સંસ્કારી છે એટલે એના બાપુજી ને મેં હા કહી દીધી છે."બાપુજી એ કહ્યું.
"પણ બાપુજી હા પડતા પહેલાં મને એક વાર પૂછવું તો જોઈએ...."
"એમાં પૂછવાનું શું.....ભલે તું વિદેશ જઈ આવ્યો પણ વિવાહ તો માબાપ ની મરજી થી જ થાય ને.....અરે તને તો સારું છે કે મળવા તો દેશે..... અમે તો લગ્ન થયા પછી એકબીજા ને જોતા.....ત્યાં સુધી કોઈ મળવા તો શું મોઢું પણ નહીં જોવા દેતું." બાપુજી એ કહ્યું.
"બાપુજી...પણ...." જય બોલ્યો.
"બસ દીકરા.....જો તું એને મળી તો લે....પછી તું જે કહે તે હું તારી પર કોઈ દબાણ નહી કરીશ...." બાપુજી એ કહ્યું.
"જય , કઈ નહિ તારે લગ્ન ન કરવા હોય તો તું ના કઈ દેજે હું બાપુજી ને સમજાવીશ..બાપુજી એમના ઘરે જઈ હા કહી આવ્યા છે તું એને જોયા વગર ના કહી દેશે તો બાપુજી ની ઈજ્જત જશે......" કૃપા એ કહ્યું.
"ઠીક છે બાપુજી ને કહી દો હું મળવા તૈયાર છું..." જય એ કહ્યું.
થોડી વાર પછી આનંદ ઘરે આવ્યો.
આનંદ : " શું વાત છે જય , તારા તો મેરેજ થવાના ને...."
જય : "હવે તું પણ મારો જીવ ના લે.....સવાર થી હું આ બધું સાંભળી સાંભળી ને કંટાળી ગયો છું."
આનંદ : " હા...હા...પણ તને શું થયું હતું બાપુજી કહેતા હતા કે તું ચૂપચાપ અને ઉદાસ રહે છે...કઈ પ્રોબ્લેમ છે....?"
જય : "ના....કઈ નથી થયું...."
આનંદ : " બાપુજી અને કૃપા બેન બંને કઈ એમજ ના કહે ને.....લંડન માં કઈ થયું છે ને .......બોલ.."
જય : " એટલા દિવસ માં મારું જીવન ઘણું બદલાયું ગયું છે....મને કંઈ જ સમજ નથી પડતી.....હું થાકી ગયો છું હવે....આનંદ"
આનંદ : "એવું તો શું થયું.....જય...?"
જય એ લંડન માં બનેલી બધી ઘટના જણાવી દીધી...
આનંદ : " કાયરા.....એ હોસ્પિટલ માં નર્સ હતી તે ને....?"
જય : "હા...."
જય ની આંખો માંથી આંસુ ઝરવા લાગ્યા.
આનંદ : "જો હવે એને તું છોડી ને આવી ગયો છે અને એણે તને રોક્યો પણ નહીં તો તું એના વિશે વિચારશે તેનાથી પણ કઈ ફાયદો નથી.....એને ભૂલવું સરળ નથી....પણ હવે તારી પાસે જીવન માં આગળ વધવા સિવાય કોઈ ઉપાય પણ નથી.."
જય : " એ તો હું પણ જાણું છું....પણ હું બીજા મેરેજ તો નહિ કરી શકું..."
આનંદ : " એ છોકરી નું નામ નિશા છે અને હું એને ઘણી સારી રીતે જાણું છું.....તું એક વાર એને મળી લે...એ તારા લાયક છે....દસ સુધી ભણેલી છે."(આ એ જમાનો હતો જ્યાં છોકરી ઓ મેટ્રિક પાસ હોય એ બહુ મોટી વાત ગણાતી.)
જય : "હા...જોવા સિવાય બીજો કોઈ ઉપાય નથી....બાપુજી હા પણ કહી ને આવ્યા છે તે...."
આનંદ : " હા...ખબર છે મને......હવે તું ઉદાસી છોડ અને ચાલ...મારી સાથે...આપને થોડું બહાર ફરી આવીએ....તારું માઈન્ડ પણ ફ્રેશ થઈ જશે..."
બંને બહાર ફરવા ગયા.
ત્રણ દિવસ બાદ ......
જય અને આનંદ તેમજ બાપુજી નિશા નાં ઘરે ગયા નિશા ને જોવા. નિશા ની તો પહેલી થી જ હા હતી. કેમકે ત્યારે માબાપ ની મરજી થી જ વિવાહ થતાં....કોઈ ને મરજી પૂછવામાં ન આવતી.
"બાપુજી મારે છોકરી સાથે વાત કરવી છે એકલા માં......." જય એ કહ્યું.
"જય....એકલા માં વાત ન કરાય....જે કહેવું હોય તે અહીં જ કહે..." બાપુજી એ કહ્યું.
"હવે શું કરું....?" જય મન માં વિચારતો હતો.
આનંદ : "કઈ નહિ પછી વાત કરી લેજે.....તને છોકરી ગમી કે નહિ.....?"
જય : " છોકરી તો ગમે એવી છે પણ હું એને અંધારા માં રાખવા નથી માંગતો..."
આનંદ : " જય,તું તો જાણે છે ને કે આપને ત્યાં વિવાહ વગર છોકરી ઓ સાથે વાત નથી કરી શકાતી...તું પછી વાત કરી લેજે....ગમતી હોય તો હમણાં હા કહી દે પછી નિશા સાથે વાત કરી લેજે...એને પછી જે કરવું હોય તે.."
જય : "એવું કરવું સારું રહેશે...?"
આનંદ : "એ જ સારું રહેશે..."
જય એ નિશા ને હા કહી દીધી પણ એના મન માં હજી બોજ હતો.
ક્રમશ.........