એક પ્રેમી સિંહ અને સિંહણ વન વગડામાં ફરતા ફરતા થાક લાગ્યો એટલે એક સુંદર જગ્યા પસંદ કરીબેઠા અને વાતો કરતા હતા....
સિંહણ.. એય! તને કઉ છું, તું આ શું કરે છે ?'
સિંહ... 'કશું ય નહિ.'
સિંહણ... 'એય , હાથમાં આ મોબાઇલ લઇને બેઠો છે ને પાછો
કહે, કશું નહિ ?'
સિંહ.... 'ગાંડી, તને આમ કશી ખબર નો પડે.'
સિંહણ... 'હો ઓ હા ...ના જોયા હોય તો મોટા ખબર ના પડે
કહેવાવાળા.' તમે કોણ?
સિંહ.... તારો પતિ... શુ છે?... 'બોલ જલ્દી.'
'ખોટી લમણા કૂટે છે તું... કહ્યું ને એકવાર તને ખબર નહિ પડે.'
સિંહણ... 'જા .... જા તેલ લેવા અને પડ ઊંડી ખાણમાં, આમેય તું અવળો જ હાલે છે મારી સાથે... ના કહેવું હોય તો.'
'હું તો આ ચાલી મારે ઘર. તું અને તારો આ મોબાઇલ.' રહે જો સાથે.
સિંહ... 'અરે ! ગાંડી, તું તો નાનકડી વાતમાં જ આમ રિસાઇ એમ થોડું ચાલે... તું તો મારી ડિયર જાનુ છે.... તારા વગર હું કેમ એકલો રહી શકું?.
સિંહણ.. જાણે જુઠો ? ' હું રિસાઉં નહિ તો બીજું કરું શું ?' તારી સાથે તો મારે આમ જ કરવું પડે.
સિંહ... પ્રેમથી 'જો સાંભળ મારી પ્રિયે, કહું બધું તને. મારી નજીક આવ. આને મોબાઇલ કહેવાય.'
સિંહણ... એ ગાંડા..' અલ્યા એ તો મનેય ખબર છે. કે એને મોબાઇલ કહેવાય. હું સાથે હોવા છતાં તું મારી સાથે એક મિનિટ પણ પ્રેમ થી વાત કરતો નથી, અને મારી સામે પણ જોતો નથી. એટલે બોલું છું... કે આખો દિવસ મોબાઇલમાં તું કરે છે શું ?' મારા કરતા આ માં એવુ શુ છે?..
સિંહ... અરે મારી વાલી.. 'જો સાંભળ આ મોબાઇલમાં હું વોટશોપ જોઉં છું.'
સિંહણ... 'વોટશોપ જુએ છે?, પણ આ વોટશોપ માં તું આખો દિવસ જુએ છે શું ?'
સિંહ... 'આપણાં ડાચા જોઉં છું?'
સિંહણ.. 'પણ, આપણાં ડાચા માં વળી એવુ તો શું જોવાનું હોય? 'જેવાં હોય તેવાં દેખાય એમાં શુ નવીન જોવાનું વળી.'
સિંહ... 'સાવ એવું નહિ હોં.'
સિંહણ.. 'કેમ એવું નહિ ? એવું જ હોય.'દરપણમાં આપણે જેવા હોઇએ એવા જ દેખાઇએને ?' એમાં આપણા ડાચાની જગ્યાએ નવીન ડાચા નો દેખાય... મને ગાંડી સમજીને ઉલ્લુ બનાવો છો?..
સિંહ.. અરે જાનુ... 'અરે ! પગલી, પણ આ દરપણ નથી. આ વોટશોપ છે.'
સિંહણ.....હેં અલ્યા, આ વોટશોપ માં આપણું ડાચું જેવું હોય તેવું ન દેખાય ?' હાચુ બોલને...
સિંહ.. 'જેવું હોય એવું નહિ પાગલ , એવું જ દેખાય ને યાર... તું કેમ આ કરે છે?...
સિંહણ.. 'અલ્યા શું વાત કરે છે તું !' આતો ભારે કમાલની ને મજાની વાત લાવ્યો વાલા તું તો ! એમ કહી સિંહને ગ઼ાલ પર હળવુ ચુંબન આપે છે...
સિંહ.. 'તો એ તો કમાલ ને મજા છે. આ વોટશોપ માં. એમાં આપણે જેવા હોઇએ એવા જ નહિ પણ આપણને આપડે જેવા ચિતરવા હોય ને એવા ચિત્રી ને બીજાને બતાવી શકાય.'
સિંહણ 'વાહ જાન વાહ. અલ્યા આ તો ભારે નવાઇની વાત કીધી...' હેં ડીયર ધારોકે આપણે ટીચર ના હોઇએ તો પણ વોટશોપ આપણને ટીચર બનાવી દે ?'
સિંહ.. 'અરે ગાંડી,ટીચર તો શુ?... ડૉક્ટર., વકીલ, કવિ, લેખક-ચિત્રકાર-વિવેચક-પત્રકાર-અનુવાદક-નાટ્યકાર-સંગીતકાર જે બનવું હોય તે બધુ ય આ વોટશોપ આપણને બનાવી દે.'
સિંહણ.. અલ્યા......સામું તો જો મારી... આ શિયાળો છે., આ કડકડતી ટાઢા પડે છે. એટલે... નવરા બેઠા,
'તું તો ટાઢા પહોરનાં ગપ્પાં મારતો હોય એમ મને લાગે છે.'
સિંહ...સિંહણ ના માથે હાથ મૂકીને... 'ના ગાંડી ના. તારી કસમ. આ ટાઢ માં જો હું ગપ્પાં મારતો હોઉં તો.'
સિંહણ.. 'તો પછી... મને કહે આવું બધું કરવાનું કેમનું ? અને આપણને આવું અઘરું આવડે કેવી રીતે?'
સિંહ. 'પગલી, આ તો એકદમ સહેલું છે.
સિંહણ... સિંહ ની સામે જોઈને. તો મને શીખવાડો તેં કેમ કરવાનું ?
સિંહ... જો હું તને સમજાવું. ધ્યાન આપ જે હો. બધું વિગતવાર સમજાવી, સાંભળ.' મોબાઈલ માં વોટશોપ ની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની. પછી એમાં આપડા નંબર નાખવાના, એટલે વોટશોપ શરૂ થાય... બધાના નંબર એમાં એડ કરવાનાં... વોટશોપ માં....
'સૌથી પહેલાં બધાનું બરાબર ધ્યાન દઈને વાંચવાનું શરું કરવાનું, થોડાક દિવસ વાંચ્યા પછી બધાનું લાઇક કરવાનું શરું કરવાનું.'
સિંહણ... 'બરાબર .., પણ આગળ તો બોલને. હવે પછી આગળ શું કરવાનું ?'
સિંહ.. 'પછી ધીરે ધીરે થોડીક હિંમત ભેગી કરીને બધામાં કોમેન્ટ લખવાનું શરુ કરવાનું.'
સિંહણ. 'અલ્યા પણ આ કોમેન્ટ એટલે શું? તે કેમ લખાય ?'
સિંહ. અરે પાગલ. 'આ તો બધા કરતા સાવ સહેલું જ છે . જો આપણે બધામાં 'સરસ છે ' 👌👍 આટલું જ લખવાની શરુઆત પહેલા કરવાની. પછી ધીરે ધીરે આગળ આગળ એક એક ડગલું ચાલ્યા કરવાનું. આમ ઉતાવળ તો બીલકૂલ કરવાની નહિ. બધા માટે બધું જ 'સારું' 'સારું' 👌👍એમ લખે રાખવાનું.' આટલા અવળું કઈ બીજી નહિ લખવાનું enu ખાસ ધ્યાન રાખવાનું...
સિંહણ.. હેં જાન , આ માં સારું ના હોય ના ગમતું હોય તોય બધું સારું જ લખવાનું હે ?'
સિંહ.. 'અરે જાન , એટલું પણ સમજતી નથી.... એ તો લખવું પડે.' બોવ નહિ વિચારવાનુ...
'સિંહણ.. સારું હવે ખબર પડી આમ સમજણ આપતાં રહેવું.. હવે પછી, આગળ બોલ. હવે આગળ શું કરવાનું ?'
સિંહ... 'બસ .....પછી શું?.. ક્યાંકથી જે કંઇ સારું મળે તે બધું કોપી કરીને વોટશોપ માં ઠપકારે રાખવાનું.' અને બીજાને ફોરવર્ડ કરતુ રહેવાનું... છે ને મજા?..
સિંહણ.. 'બસ આટલું જ કરવાનું, આ તો બહુ સહેલું છે.
આવું કરીએ તો કોઇ કશું બોલે નહિ ?'
સિંહ 'કોણ બોલે ?'. 'અરે પાગલ .' બધા એવું જ કરતા હોય છે ?.
સિંહણ.. શું વાત કરે છે તું જાન?.
સિંહ.. 'ના ગાંડી, ના.આપણાથી એવું કહેવાય ? ને એવું કોઇ કરતું પણ હોય ?આ તો જે આપણા જેવાં હોય તે જ કરે.'
સિંહણ... ગાંડા, 'આ વોટશોપ તો બહુ મજાનું છે. હવે મને ખબર પડી કે આખો દિવસ તું આ મોબાઇલ લઇને કેમ પડ્યો રહેછે !' અને મને જરાય સમય આપતો જ નથી?.
'તો એમ વાત છે ત્યારે, આ બંદો એટલે આટલો વાટ મારે છે?'
'બંદાનો વટ નહિ,અલ્યા, આ તો આ વોટશોપની કમાલ છે.