Jivan Sangram 2 - 8 in Gujarati Fiction Stories by Rajusir books and stories PDF | જીવન સંગ્રામ 2 - 8

The Author
Featured Books
  • ઈર્ષા

      ईर्ष्यी घृणी न संतुष्टः क्रोधनो त्याशङ्कितः।  परभाग्योपजीव...

  • ફરે તે ફરફરે - 61

    ફરે તે ફરફરે - ૬૧   જુના જમાનાના લેખકો સવારનુ વર્ણન કરત...

  • રાય કરણ ઘેલો - ભાગ 10

    ૧૦ મહારાણીની પ્રેરણા   કાંધલે જે કહ્યું તે સાંભળીને કરણ...

  • ઇડરિયો ગઢ

    ઇડરિયો ગઢવર્ષોથી મનમાં તમન્ના હતી અને એક ગૂજરાતી ફિલ્મ પણ વા...

  • આકર્ષણ બન્યુ જીવનસાથી - 1

    મહિનાનો પહેલો દિવસ અને ઍ પણ સોમવાર. અમારી ઓફિસ મા કોઇ જોબ મા...

Categories
Share

જીવન સંગ્રામ 2 - 8

પ્રકરણ - ૮

આગળ આપણે જોયું કે ગગન સર જય ને છોડાવીને ઘરે આવે છે. અને  જમાવા બેસે છે . ઓમ ના જન્મદિવસ પર નીરુ અને જય ને આમંત્રણ આપે છે.....

હવે આગળ......

આવતી કાલે ઓમ નો જન્મદિવસ છે તો તું ને જય આવજો. નાની એવી પાર્ટી રાખીશું. અને  ક્યાંક બહાર જમવા જાશું..... ત્યારે અમને ક્યાં ખબર હતી કે ઓમ નો આ જન્મદિવસ અમે બધા છેલ્લી વખત ઓમ સાથે ઉજવવા જઈ રહ્યા હતા.... હવે પલક અને ઋતુ પણ રડવા લાગી.... જીજ્ઞા દીદીએ મહારાજ ને ચા બનાવવાનું કહ્યું ને પાણી મંગાવ્યું.... થોડી વાર માં મહારાજ પાણી આપી ગયા.જીજ્ઞા દીદીએ નીરુ અને પલક તથા ઋતુ ને પાણી આપ્યું.... અને નીરુ ને કહ્યું આગળ શું થયું?????

અમે  બપોરે જમી ને ઉભા થયા ત્યારે મે સર ને કહ્યું કે હવે મારો મોબાઇલ ચાલુ કરું????

હા હવે ચાલુ કર. પણ યાદ રાખજે હું અને તમે ભેગા છીએ એ તરંગ ને ખબર ના પડવી જોઈએ.

અને મે મોબાઇલ ચાલુ કર્યો.  ત્યાં જ અજાણ્યા લેન્ડ લાઈન નંબર પરથી  કોલ આવ્યો.  મે રિસિવ કર્યો તો એ કોલ તરંગ નો હતો.મને સીધું જ કહ્યું કે તે અને ગગને મારી સાથે દગો કર્યો છે.એની સજા તમને મળશે.....જ ...... તૈયાર રહેજો.......એમ કહી કોલ કાપી નાખ્યો.... મે બધી વાત સર ને કરી.... સરે તરત જ તેના મિત્ર રાજનને બધી વાત કરી..... રાજન કહે હું હમણાં કોલ ની તપાસ કરાવું છું.  પણ ત્યાં સુધી તમારે ક્યાંય બહાર જવાનું નથી.... લગભગ એક કલાક બાદ રાજન સર નો કોલ આવ્યો કે એતો કોઈ લોકલ જગ્યા નો નંબર હતો.અને તરંગ નો મોબાઇલ ઓફ આવે છે હું એના પર વોચ રાખું છું.તમે લોકો એલર્ટ રહેજો. સરે આજની રાત અહીંયા જ રોકાવાનું કહ્યું........ અને અમે ત્યાં જ રહ્યા.... બીજે દિવસે સવારે ઉઠી ને ઓમ માટે ગિફ્ટ લાવવી હતી એટલે સર ની રાજા લઈને અમે બહાર નીકળ્યા.....

અમે ગયા ને થોડી વાર માં જ તરંગ નો કોલ આવ્યો....આ વખતે પણ બીજા લેન્ડ લાઈન નંબર પરથી  હતો.  અને ખાલી એટલું જ કહ્યું કે જા બચાવી લે તારા સર ને ...... અને એટલું કહીને કોલ કાપી નાખ્યો.... મે તરત જ સર ને કોલ કર્યો.... પણ એ કોલ મેડમે ઉપાડ્યો.... અને કહ્યું કે તારા સર તો ઓમને લઇને એના જન્મદિવસ માટે કેક લેવા ગયા છે.અમે તરત જ સર ના ઘર તરફ પાછા આવ્યા.  પણ સર હજુ આવ્યા ન હતા.અમે ઝડપ થી સર ગયા હતા એ તરફ ગયા. થોડે આગળ ગયા હશું ત્યાં જ આગળ ચાર રસ્તા પર માણસો નું ટોળું જોયું... ત્યાં જઈ ને જોયું તો ....આગળ હવે બોલી ન શકાતું હોય એમ નીરુ પોતાનું મોઢું બંને હાથ વડે દબાવી ને બેશી ગઈ.... જીજ્ઞા દીદી ઊભા થઈ ને તેની બાજુમાં ગયા ને પ્રેમાળ આલિંગ આપી ને બોલ્યા નીરુ હિંમત રાખ . આપણે હજુ ઘણું લડવાનું છે . માટે આગળ શું થયું એ કહે....

અમે ત્યાં જઈને જોયું તો સર અને ઓમ નું એક્સીડન્ટ થયું હતું.... સર અને ઓમ બેહોશ પડ્યા હતા....હું ઝડપ થી એમની પાસે ગઈ...ત્યાં ભીડ માંથી એક જણ બોલ્યો. અમે અેમ્બ્યુલંસ બોલવી છે હમણાં આવતી જ હશે...અને આ રહ્યો એ ટ્રક ડ્રાઈવર જેણે અકસ્માત કર્યો... એને દારૂનો નશો કરેલ છે.એટલી વારમાં  અેમ્બ્યુલંસ આવી ગઈ. સર અને ઓમ ને એમાં  હોસ્પિટલ લઇ જવા માટે બેસાડ્યાં .એમાં સિસ્ટારે એક જ વ્યક્તિને આવવાનું કહ્યું એટલે જય એમાં ગયો અને  હું  રીક્ષા કરીને હોસ્પિટલ જવા રવાના થઈ.  રીક્ષા થોડી આગળ ગઈ ત્યાં મારી રીક્ષાને પાછળથી એક ઇનોવા કારે ઠોકર મારી ને રીક્ષામાંથી હું બહાર ફંગોળાઈ ગઈ. મારા માથામાં વાગ્યું ને હું ત્યાં જ બેભાન બની ગઈ. મને કોણ હોસ્પિટલ લઈ ગયું એ કંઈ જ યાદ નથી. હું ત્રણ દિવસ સુધી ભાન માં ન આવી. ચોથા દિવસે હું ભાન માં આવી ત્યારે માત્ર જય ને જ મારી બાજુમાં જોયો ને મે તરત જ જય ને પૂછ્યું કે સર ને કેમ છે અને ઓમ ને જાજુ વાગ્યું તો નથી ને . આટલું સાંભળતા જ જય ની આંખો માં આંસુ આવી ગયા. અને બોલ્યો અત્યારે સારું છે.બંને ને રજા આપી દીધી છે....

તો સર અહીંયા કેમ ના આવ્યા મારી ખબર કાઢવા.હજુ સારું થયું જ ના હોય.અને જય તે ઓમ ને બેટરી બાઈક લાવી આપ્યું કે નહિ??? પાછા જય ની આંખમાં આંસુ આવી ગયાં ને મને આલીંગ ભરી ને વધુ રડવા લાગ્યો.એટલે મેં પાછું પૂછ્યું કેમ શું થયું છે??? કંઇક તો બન્યું જ છે પણ તું મને સાચું કેમ નથી કહેતો. ક્યાંક તરંગે સરના  ફેમિલી ને  કંઈ નુકશાન તો નથી કર્યું ને. આવી વાતો ચાલતી હતી ત્યાં ડોક્ટર આવ્યા ને મને હોસ્પિટલ માંથી રજા આપી. જય એના સબંધી ને ત્યાં જવાનું કહેતો હતો પણ મે પરાણે સર ના ઘેર જવાનું કહ્યું.. અને અમે સર માં ઘેર ગયા..... પણ ત્યાં તો જાજા માણસો બેઠા હતા... ને વચ્ચે...... વચ્ચે........ ઓમ નો ફોટો સુખડ ના હાર પહેરાવેલો હતો.... મને ત્યાં જ ચક્કર આવ્યા ને હું પડી ગઈ.... સર અને જય બંને એ મને ઉપાડી અને  રૂમમાં લઇ ગયા. થોડું પાણી પાયું  ને થોડી વાર પછી હું સ્વસ્થ બની એટલે મારાથી રડાઈ ગયું... હવે સર પણ રડવા લાગ્યા હતા.... હું રડતા રડતા સર ને ભેટી પડી....ત્યાં મેડમ આવ્યા. એ પણ મને ભેટી ને રડવા લાગ્યા.... કેવો હતો એ કાળમુખો દિવસ....ઓમ ના જન્મદિવસ માટે કેટલું વિચારી રાખ્યું હતું.ઓમ ને બેટરી બાઈક આપી ને એના પર બેસાડી ને સેલ્ફી લેશું અને ઓમ મારા જવતળ હોમાશે અને ..... અને...... આજે ઓમ જ અમારી વચ્ચે નથી......હું કલ્પના પણ કરી નથી શકતી..... અરે જે માણસ ગમે તેવી મુશિબતો સામે લડવા તૈયાર રહેતો હતો.આજે એ જ માણસ મારી સામે રડી રહ્યો હતો ને હું.....હું... કંઈ કરી શકુ તેમ ન હતી.... કેમ કે આ બધું મારા કારણે બન્યું. .. .એમ કહી નીરુ રડવા લાગી.....

જીજ્ઞા દીદી બોલ્યા, નીરુ તમે આ ઘટના પાછળ તરંગ નો હાથ હતો તો પોલીસ કેશ કેમ ના કર્યો......

પોતાના આંસુ લૂછતાં નીરુ બોલી..... હજુ સુધી તો સર કે જય ને ક્યાં ખબર હતી કે આ બધું તરંગે કરાવ્યું છે........

અમે બધા રડતા હતા..... ત્યાં સર બોલ્યા. નીરુ અને જય તમે બને અામારી પાછળ કેમ આવ્યા....

ત્યારે જય બોલ્યો ખબર નહિ સર .આ નીરુ અચાનક મને કહે ચાલ ફટાફટ સર ના ઘરે જવું છે.બાકી બધું ત્યાં પહોંચીને કહીશ...એટલે અમે અહીંયા આવ્યા... પણ તમે ઓમ સાથે બહાર નીકળી ગયા હતા . એટલે નિરુએ પણ પાછળ જવા કહ્યું.... અને અમે ત્યાં પહોંચ્યા.... તો ત્યાં તમારું એક્સીડન્ટ થયું હતું........ ત્યાં હું વચ્ચે બોલી એક્સીડન્ટ થયું ન હતું કરાવ્યું હતું......

કોણે કરાવ્યું તું નીરુ...... અને તને કેમ ખબર પડી..... મેડમે ઊંચા આવજે મને કહ્યું.....

અમે સવારે બહાર નીકળ્યા....થોડા આગળ ગયા ત્યાં જ તરંગ નો કોઈ બીજા લેન્ડ લાઈન નંબર પર થી મને કોલ આવ્યો કે જા બચાવી લે તારા સર ને.. એટલે મેં સીધો સરને કોલ કર્યો પણ કોલ તમે ઉપાડ્યો ને  કહ્યું કે તારા સર ઓમ ને લઈને બહાર નીકળી ગયા હતા...અમે ઘરે પહોંચી ને સીધા સર ગયા હતા એ તરફ  જવા નિકળી ગયા.... ને પછી સર અને ઓમને અેમ્બ્યુલંસમાં બેસાડી હું પાછળ આવતી હતી ત્યારે મારી રીક્ષા નું પણ એક્સીડન્ટ થયું મતલબ એ પણ તરંગે જ કરાવ્યું હશે....

સર હવે મારી બદનામી થવી હોય તો થાય પણ તમે એને પોલીસ ને હવાલે કરી દો.... મને જો આવી પેલા ખબર હોત તો હું જ પહેલા તેની સામે પોલીસ કેશ કરી દેત.... મને મારી ઇજ્જત કરતા મારો ભાઈ વધુ વહાલો હતો....એમ બોલી ને પાછી હું મેડમ ને ભેટી ને રડવા લાગી......

બસ નીરુ તું હવે રડ નહિ... ઓમ ની બધી ઉત્તરક્રિયા પતાવીને આપણે એના પર કેશ કરી દેશું..... સર ગળગળા અવાજે બોલ્યા.......

ત્રણ દિવસ બાદ અમને સમાચાર મળ્યા કે તરંગ અને તેના મિત્રનું એક અકસ્માત માં મોત થઈ ગયું..... હું સીધી સર પાસે આવી ને સર ને આ સમાચાર વિશે વાત કરી....

હા નીરુ મે પણ આ સમાચાર વાંચ્યા  ન્યુઝપેપર માં.

તો સર હવે આપણે શું કરવાનું ????

હવે તો શું કરીએ, અને કોના ઉપર કરીએ..... જે થવાનું હતું તે થઈ ગયું.... હવે આપણે એ બધું ભૂલી ને એક નવી જિંદગી જીવવાની......

નહિ સર હું એ બધું ભૂલી કેમ શકું.... આખરે આ આખી ઘટના મારા કારણે બની છે ને એમાં મે મારો ભાઈ( ઓમ ) ખોયો છે.

નીરુ આપણી એક નાનકડી ભૂલ નું કેટલું મોટું અને ભયાનક પરિણામ મળે એ ખ્યાલ આવી ગયો ને.હવે જે બન્યું એ ભૂલી જવામાં જ આપણો ફાયદો છે. હવે આપણે કેશ કોના ઉપર કરશું.... માટે હવે આ વાત અને આ ઘટના ને અહીંયા જ આપણા હૃદય ના એક ખૂણા માં ધરબી દઈએ....

પછી તો અમારી કોલેજ પૂરી થઈ.... સર ને હું આમરે ગામ લઇ ગઈ....ત્યાં સરે મારા અને જય ના લગ્ન ની વાત કરી . મારા મમ્મી પાપા એ પણ હા પાડી. અને થોડા વખત માં આમરા લગ્ન થઈ ગયા.... અમે ખુશીથી અમારી પારિવારિક જિંદગી જીવી રહ્યા હતા ત્યાં એક દિવસ સવાર માં જાય ન્યુઝ પેપર લઈને આવ્યો ને મને વચાવ્યું.... મે મેડમ ને કોલ કર્યો તો એનો ફોન ઓફ આવતો હતો.અમે સવારે જ અહીંયા આવવા નીકળી ગયા.સાંજે પહોંચીને સીધા સર ને ઘેર ગયા.....પણ.....ત્યાં લોક હતો.... ક્યાં જવું,શું કરવું કશી જ ખબર પડતી ન હતી.....ત્યાં જયે કહ્યું કે સર આપણ ને તપોવન ધામ વિશે કહેતા તો ચાલ ને આપણે સર ના ગુરુ પરમાનંદ નો કોન્ટેક કરીએ.... એ આમાંથી સર ને ગમે તેમ કરીને છોડાવશે જ.એટલે મેં અહીંયા કોલ કર્યો.......ને તમે સવારે આવવાનું કહ્યું.... એટલે અમે સવારે અહીંયા આવ્યા.

પોતાની આપવીતી સંભળાવી ને જાણે થકી ગઈ હોય એમ નીરુ એક લાંબો શ્વાસ લઇ ને ઉભી થઇ ને વોસ રૂમ માં જઈ મોઢું ધોઈને પછી આવી પોતાની જગ્યા એ બેઠી.......

અત્યાર સુધી શાંતિ થી સંભાળી રહેલ ઋતુ અને પલક પણ પાણી પીવા ઉઠી ત્યારે જીજ્ઞા દીદી બોલ્યા ચાલો આપને બહાર થોડી ચક્કર મારી આવીએ.....

નીરુ ,ઋતુ , પલક અને જીજ્ઞા દીદી બહાર નીકળે છે એટલી વાર માં જય પણ આવી જાય છે. બધા સાથે સંસ્થાના બગીચા તરફ ચાલવા લાગે છે. બગીચો જોતા જ પલક અને ઋતુ બોલે છે. ઓહ..  હો... હો....  કેટલો સુંદર બગીચો છે. દીદી આ બગીચો કોણે બનાવ્યો છે.

મારા અને તમારા સરના  ગુરુ પરમાનંદ સરે....

આ આખી સંસ્થા નું નિર્માણ એમણે કર્યું છે. ક્યારેક ફ્રી થાવ તો તમારા સર પાસે થી પરમાનંદ સર ના જીવન વિશે જાણજો.... ઘણું શીખવા મળશે.....

હા દીદી સર થોડી થોડી વાતો તો અમને કરતા સમય મળે ત્યારે...... ઋતુ ની વાત અડધી રાખીને જ વચ્ચે નીરુ બોલે છે...હું તો બધું જાણું છું.... પણ પહેલા સર ને આપણે છોડાવીતો લઈએ....

હા નીરુ.... હું હવે એ જ વાત કરવા જઈ રહી છું ... તમારી વાતો પરથી મે એક તારણ કાઢ્યું છે.... અને મારા માનવા પ્રમાણે જો એ તારણ સાચું હશે તો ગગન ને ફસાવવામાં પણ એનો જ હાથ હોઈ શકે.... ઊંડા વિચારો માં ખોયેલ હોઈ એ રીતે જીજ્ઞા દીદી બોલ્યા.......

કયું તારણ .....દીદી.... અમને કહો.... અમે તો કંઈ સમજી ના શક્યા......

હા સમજાવું પણ એ પહેલા મારે  રાજનને બોલાવી આ બધું કહેવું પડશે....એમ કહી દીધી પોતાનો મોબાઈલ કાઢી રાજનને કોલ કરી તપોવન ધામ બોલાવે છે. મોબઈલ બંધ કરતા બોલ્યા આ રાજન ને તો ઓળખો જ છો ને. રાજન અહીંયાની વિદ્યાર્થી અને હાલ  સીઆઈડી ચીફ ઓફિસર છે.

ચાલો આપણે કાર્યાલય માં બેસીએ ત્યાં સુધીમાં રાજન આવી જશે ત્યાર બાદ આપણે બધી બાબતો ની ચર્ચા કરે છે. એમ કહી બધા કાર્યાલય તરફ ચાલતા થયા.....

ક્રમશ::

જીજ્ઞા દીદીએ ક્યું તરણ કાઢ્યું હશે??????

શું નીતુને ફસાવનાર ઉપર થી ગગનને બચાવી શકાશે??????

શું ગગન ને જામીન પર છોડવી શકાશે રાજ??????

આ બધા જ પ્રશ્નો ના જવાબ માટે વાચતા રહો જીવન સંગ્રામ ૨ નું પ્રકરણ ૯...........

આપના પ્રતિભાવ ની રાહે........રાજુસર........