ટુથ બિહાઇન્ડ લવ -29
સ્તવન આવ્યો અને શ્રૃતિએ નાટકીય અંદાજમાં આવકાર આપ્યો અને સ્તવને મસ્તી કરતાં એનું નાક ખેંચી લીધું. પછી સ્તુતિને શ્રૃતિનાં વાંગબાણથી બચાવી તો શ્રૃતિની આંખમાંથી ઇર્ષ્યાનાં તીખો તીખાર ફૂટી ગયો. સ્તવનને કંઇ સમજાયું નહીં ના સ્તુતિએ કંઇ ધ્યાન આપ્યું અને કીચનમાંથી અનસુયા બહેન બહાર આવ્યાં અને પ્રણવભાઇ એમનાં રૂમમાંથી અને સ્તવને કહ્યું"
"જય ભોલે પાપા... અનસુયાબહેને કહ્યું" કંઇ નહીં બેસ હું ગરમાગરમ ચા બનાવું. સ્તવને કહ્યું "ના માં પછી ફરીવાર હમણાં નીકળવું જ છે સ્તુતિને લેવાં જ આવ્યો છું.
"એય એય સ્તુતિને જ નહીં શ્રૃતિને પણ મને ઓફીસ ડ્રોપ કરીને જવાનું છે અંચાઇ નહીં કરવાની.
સ્તવને હસતાં હસતાં કહ્યું "કેમ નહીં તારી સેવા પહેલી જ એમ કહીને ત્રણે હસતાં હસતાં ઘરેથી નીકળ્યાં. શ્રૃતિએ સ્તુતિને જોઇને મનમાં કંઇક નક્કી કર્યું અને આવે એવી સરપ્રાઇઝ આપું કે.... અને નિર્ણય કરીને મનમાં જ હસી પડી.
સ્તવને કારમાં બધાને બેસાડી પછી ઓફીસ આવતાં જ શ્રૃતિને ઉતારી... કોમ્પલેક્ષ આવતાં પહેલાં શ્રૃતિ તૈયાર જ હતી એણે કારમાંથી ઉતરતાં જ કહ્યું" એય દી... લવ યુ પણ એક કામ કરજે હું અને માં પાપા તૈયાર થઇએ ત્યારે તને ફોન કરીશ તું લેવાં આવી જજે પ્લીઝ આજે ટ્રેઇન નહીં પકડીએ પ્લીઝ દી...
સ્તુતિએ હસતાં હસતાં કહ્યું "શ્યોર તમે લોકો તૈયાર થઇ જાય ત્યારે કહેજે હું લેવા આવી જઇશ.
સ્તવને કહ્યું "જો તને કાર શીખવાનો કંટાળો આવતો હતો પણ એ સમયે તમને બંન્નેને આગ્રહ કરીને ડ્રાઇવીંગ સ્કૂલ મેં જોઇન્ટ કરાવી હતી કેટલું કામ લાગે છે જ્યારે જરૂર પડે ત્યારે.
શ્રૃતિએ કહ્યું "સાચી વાત છે જીજું. થેંક્સ અગેઇન અમને એલર્ટ કરવા માટે.. અમને બંન્નેને હવે ખૂબ સરસ આવડે છે.
સ્તવને કહ્યું "એમાં થેંકસ શું ? હું પણ શીખતો હતો મને કંપની જોઇતી હતી સ્તુતિની... મારાં સ્વાર્થમાં પણ હતું.
શ્રૃતિએ કહ્યું "જોયું કેટલાં લૂચ્ચા છે.. કંઇ રહી પણ એ બહાને અમને બંન્ને બહેનોને આવડી ગયું. ઓકે ટેક કેર બાય... દી... હું રાહ જોઇશ. અને સ્તવને કાર ચલાવી દીધી. શ્રૃતિ જતી કારને જોતી રહી અને કંઇક પ્લાન વિચારી હસી રહી.
****************
પ્રણવભાઇ અને અનસુયાબહેન ઝવેરીને ત્યાંથી સોનાની સુંદર ચેઇન લઇ આવેલાં અને શ્રૃતિએ સ્તુતિને ફોન કરી દીધેલો અને થોડાં સમયમાં સ્તુતિ કાર લઇને આ લોકોને લેવા માટે આવી ગઇ.
સ્તુતિ જેવી ઘરમાં આવી... માં પાપાને તૈયાર જોયાં પણ સ્તુતિ રૂમ બંધ કરીને અંદર બેઠી હતી એણે નોક કરી રૂમ ખોલાવ્યો. "શ્રૃતિ તું હજી તૈયાર નથી થઇ ? કેમ આમ ?
અરે દી..હું તો કન્ફ્યુઝ છું શું પહેરું ? જે રીતે માં પપ્પાની તૈયારી છે એ રીતે ઔપચારીક શું આતો તારા વિવાહ કે ગાંધર્વ લગ્ન જેવું લાગે છે મને. મને પછી ખબર પડી કે વટ વ્યવહાર કરવા અને નક્કી જ કરવા જવાનું છે પછી જેવો તેવો ડ્રેસ થોડો ચાલે ?
દી.. મને એક આઇડીયા આવ્યો છે.. પ્રોમીસ કર તું હા જ પાડીશ અને આજનાં દિવસે જીજુની મજા પડશે અને ટેસ્ટ લઇએ.
"કેમ બિટ્ટુ એવું શું છે ? શું વિચારે તુ ? સ્તુતિએ પૂછ્યુ "અરે દી.. આપણે બંન્ને જણાએ આપણી બર્થ ડે દિવસે એક જ સરખાં એક ડીઝાઇન એક જ રંગના ચણીયા ચોળી જે પ્રસંગ સિવાય પણ પહેરી શકાય એવાં લીધેલાં છે.. એ આજે આપણે બંન્ને પહેરીએ તારો ડ્રેસ ભલે ભારે છે પણ પ્રસંગને અનૂકૂળ નથી તું પણ બદલી લે આપણે સરખું જ પહેરીએ. દી. મેકઅપ ગેટઅપ આપણું ઓરનામેન્ટસ બધું જ આજે સરખું... પ્લીઝ જીજુની મજા આવશે જોઇએ આપણે ટવીન્સને જોઇને તને કેવી રીતે ઓળખી કાઢે છે... જોઊં તો ખરી દેખાવમાં પણ તને જુદી કેવી રીતે તારે છે ? જો જુદી તને તારી તો એ તરી જશે નહીંતર હારી જશે.
સ્તુતિ સાંભળીને પહેલાં આશ્ચર્ય પામી પછી શ્રૃતિનાં કહેવાથી માની પણ ગઇ અને બંન્ને બહેનોએ એક સરખો જ ડ્રેસ ચણીયાચોળી પહેર્યાં. એક સરખો મેકઅપ- ગેટઅપ- બહું જ સરખું અને રૂમની બહાર નીકળ્યાં.
માં જોઇને ડઘાઇ જ ગઇ....બોલી આ શું તમે બે જણીએ એક સરખું કેમ પહેયું ? આ શું તમાશો કરો છો ? હું જ નથી ઓળખી શક્તી મારી જ જણેલીઓને... પેલા લોકો... ના ના બદલો આવું નથી કરવાનું જાવ બદલો....
પ્રણવભાઇએ હસતાં હસતાં કહ્યું "અરે અનુ કેમ આમ કરે ? મને પણ રસ પડ્યો છે. લેટ્સ સી એ લોકો સ્તુતિને અને શ્રૃતિને જુદાં ઓળખી શકે છે ? પણ દિકરાં પહેલાં મને તો કહો કોણ શ્રૃતિ અને કોણ સ્તુતિ હું જ ઓળખી નથી શકતો.
શ્રૃતિએ કહ્યું "અરે પાપા હું સ્તુતિ- આ શ્રૃતિ... શ્રૃતિએ સ્તુતિની જ સ્ટાઇલમાં હળવેથી કીધું એની વાત કરવાની સ્ટાઇલ પણ સાવ સ્તુતિ જેવી કરી દીધી.
"હાંશ ચલો મને તો ખબર પડી. અનસુયાબહેને કહ્યું" તને પણ શું છોકરીઓને સાથ આપો છો ? ગરબડ થઇ ગઇ તો ? જાવ બદલી નાંખો કોઇ મોટો પ્રોબ્લેમ ના જોઇએ મને પ્લીઝ.
સ્તુતિએ શ્રૃતિની સ્ટાઇલમાં કહ્યું "એય, મોમ તું પણ શું આમ ? અને મૂડ બનાવ્યો છે મસ્ત બિટ્ટુનો આઇડીયા મને ગમ્યો છે.. આજે બધાની પરીક્ષા થઇ જશે પ્લીઝ. ચાલો દીને મોટું થશે એમ કહી સ્તુતિએ શ્રૃતિને આંખ મારી.
"ચાલો તમે બે જણીઓ માનવાની નથી અને સમય બગાડો છો પેલા લોકો રાહ જોતાં હશે ચાલ સ્તુતિ... અને શ્રૃતિએ સ્તુતિ પાસેથી કારની ચાવી લીધી અને સ્તુતિ હોય એમ બધાને કહુ ચાલો. અને ઘર બંધ કરી બધાં સ્તવનનાં ઘરે જવા નીકળ્યાં.
****************
સ્તવનનાં નાકડાં પણ સોહામણાં બંગલા પાસે પહોચ્યાને સ્તુતિએ કારમાંથી નીકળી ઝાંપો ખોલ્યો અને શ્રૃતિએ કાર અંદર કમ્પાઉન્ડમાં લીધી.
સ્તવન-વિનોદાબેન અને વિનોદભાઇ બહાર આવી ગયાં. સ્તવને જોયું-સ્તુતિ કાર ચલાવીને આવી છે શ્રૃતિએ ઝાંપો ખોલ્યો બધાં જ રાહ જોઈ રહેલાં... સ્તુતિને શ્રૃતિ અને શ્રૃતિને સ્તુતિ ઓળખી રહેલાં.
શ્રૃતિ-સ્તુતિ અને એનાં માં પાપા ઉતરીને ઘરમાં આવ્યા વિનોદાબહેને આવકાર આવ્યો અને બધાને બેસાડ્યાં ઘરમાં ખુશીનું વાતાવરણ છવાઇ ગયું.
શ્રૃતિ સ્તુતિને જેમ જ વર્તાય અને એની સ્ટાઇલમાં જ બોલી રહેલી. સ્તુતિને અંદરથી ખૂબ મજા આવી રહી હતી એને થયું જોઊં તો ખરી સ્તવન ઓળખી પાડે છે કે નહીં ? થોડીક ઔપચારીક વાત પછી કલ્પનાબહેન બધાંને પાણી આપી ગયાં.
વિનોદાબહેને કહ્યું "તમે છોકરાઓ જાવ તમે વાતો કરો પછી તમને બોલાવીશું.
સ્તવને શ્રૃતિને સ્તુતિ સમજીને ઇશારો કર્યો અને એને ઉપર આવવાનું ઇજન આપ્યું શ્રૃતિ સમજી ગઇ એણે સ્તુતિની સામે જોયું. સ્તુતિએ કહ્યું "હાં જીજુ ચાલો આપણે ઉપર જઇએ મેં સાંભળ્યું છે તમે ટેરેસમાં ખૂબ જોરદાર ગાર્ડન બનાવ્યો છે અને અંકલજી કેર લઇ રહ્યાં છે આજે જોઇજ લઊં.
સ્તવને શ્રૃતિ સામે જોઇને કહ્યું સ્તુતિ તે બધાને જણાવી દીધું છે ? ચાલો આજે એજ બતાવું એને થયું આ અણવર હવે બધે જોડે જોડે રહેશે હું શું કરીશ ?
અને... સ્તવન શ્રૃતિ-સ્તુતિ ત્રણે જણાં ટેરેસમાં ગયાં. ઉપર પહોચીને શ્રૃતિતો ગાર્ડન અન પ્લાન્ટસ જોઇને ગાંડી જ થઇ ગઇ એણે સ્વબાવ પર કાબૂ મેળવીને સ્તુતિની સ્ટાઇલમાં બોલી "અરે વાહ તેં બનાવ્યો પણ પાપાએ કેવો સરસ જાળવ્યો છે અને એમાંય આ મોટાં મોટાં પાન કહેવું પડે જાણે જમીન ઉપરનો બાગ.. આ માંડવા પર ક્રિપર કઇ છે ? જીજું બોલવા ગઇ અને સંભાળી જીભને બોલી સ્તવન આ ટ્રીપર કઇ છે ? ચમેલી- જૂઇ-જાઇ-મધુમાલતી કે કૃષ્ણ કમળ ? આટલી સરસ સુગંધ આવે છે.
સ્તવને કહ્યું "અરે મૈં તને કીધેલું તો ખરું કે માંડવા પર ચમેલી અન આજુબાજુ મોટાં પોટમાં રાતરાણી છે આ સાંજ થવા આવી એટલે સુંગંધ અને મ્હેંકની રમઝટ ઝામશે.
"સુગંધ અને મહેકમાં શું ફરક બંન્ને છે તો સુવાસનો જ પર્યાય શબ્દને...
સ્તવન શ્રૃતિનાં પ્રશ્નથી હસી પડ્યો "હાં ભાઇ સુગંધ જરા ઘેરી હોય અને મ્હેંક આમ આછી આછી. બાકી બંન્ને સુવાસ.
સ્તુતિનાં રોલમાં રહેલી શ્રૃતિએ અચાનક સ્તુતિને કહ્યું શ્રૃતિ પ્લીઝ એક કામ કરને નીચેથી પાણી લઇ આવને શોષ પડે છે. સ્તવને કહ્યું "લાવ હું લઇ આવું.
સ્તુતિએ કહ્યું ના હું લઇ આવું છું દી ને શોષ સહેવતો નથી. અને સ્તુતિ કર વાત અને નીચે ગઇ. સ્તુતિને નીચે જતી જોઇને સ્તવનની નજીક સરકી શ્રૃતિ અને એની આંખોમાં જોવા લાગી. સ્તવને સમય બગાડ્યા વિનાં જ સ્તુતિનાં રોલમાં રહેલી શ્રૃતિને કેડથી પકડીને બાંહોમાં ભરી ભીસ દઇ દીધી અને હોઠ પર હોઠ મૂકી દીર્ધ ચૂંબન લીધું અને સ્તુતિ ઉપર આવી....
વધુ આવતા અંકે.... પ્રકરણ-30