Ek kahani aaisi bhi in Gujarati Love Stories by શોખથી ભર્યું આકાશ books and stories PDF | એક કહાની ઐસી ભી

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

એક કહાની ઐસી ભી

એક કહાની ઐસી ભી.


બે દિવસ પહેલા ની વાત છે... હું મારી કંપની ના કામ માટે કોસંબા પાસે એક કંપની ના ગયો હતો... ત્યાં રીસેપ્શન પર એક છોકરી ને જોઈ બસ જોતો જ રહી ગયો શુ એની સુંદરતા હતી. લાઈટ બ્લુ શર્ટ પર ડાર્ક બ્લુ શૂટ પેરેલું અને નીચે ડાર્ક બ્લુ પેન્ટ તેના શરીર ના બધા આકાર ને એકદમ ચપોચપ ફિટ બેસતુ ફિટિંગ અને પગ માં બ્લેક શૂઝ. ખુલા સ્ટ્રેટ વાળ એકદમ વ્યવસ્થિત કપાયેલા થોડા પાછળ અને થોડા આગળ હતા અને એક વાળ ની લટ તેના ગાલ પર અહહ શુ એનું રૂપ. હું તો ત્યાં જ કોઈ મૂર્તિ ની જેમ ઉભો રાજી ગયો.. તેના ગાલ પર નજર પડતા લાગિયું કે એની સામે તો ચાંદ પણ જખૌ પડે. કેવાય છેને કે ચાંદ પર પણ ડાઘ છે પણ તેના ગાલ પર એક પણ ડાઘ નતા એક દમ લિસા અને કોમળ ગાલ. ગાલ પર એક કાળું તલ એને થોડું વધારે જ સુંદર બનાવતું હતું. તેની ગોળ અને મોટી મોટી કાળી આંખો માં કઇક અજબ જ જાદુ હતો. આંખો પર લગાવેલ કાજલ તેને વધારે સુંદર બનાવી રહ્યું હતું. તેની આંખો ની ઉપર લાગેલ નારિયેળ ના આકાર નો ચાંદલો તેના કપાળ પર ચાર ચાંદ જેટલુ સુંદર બનાવતો હતો. નાક માં રહેલ નાનો દાણો અને કાન માં પહેરેલ બુટ્ટી તો કઇક વધારે જ સુંદરતા બક્ષતિતી. હું તો તેને મંત્રવત જોતો જ રહીયો...ત્યાંજ એનો અવાજ સભળાનો...
તે છોકરી : એક્સક્યુસ્મી...
તેનો અવાજ સાંભળીયો કેવો માસ્ત અવાજ કોઈ કોયલ નો મીઠો ટહુકાર... હું ફરી મંત્રવત ત્યાં જ તેની સામે જોય ને ઉભો રહીયો... ત્યાં ફરી પેન ના ટકારવાનો અને સાથે એક્સક્યુસ્મી અવાજ આવીયો.
હું થોડો શોભિલો પડ્યો.
હું : યસ
છોકરી : તમે બોલો કોનું કામ છે. તે હસી પડી.
હું ફરી તેના હાસ્ય માં ખોવાય ગયો. એના દાંત એકદમ દૂધ જેવા સફેદ અને એના હોઠ નો પર ને લાઈટ લિપસ્ટિક બસ જોતો જ રાહુ એમ થયું.
થોડો પણ હોંશ નહોતો મારામાં.
હું થોડો સ્વસ્થ થવાની કોશિશ કરું તે પેલા તેનો ફરી થી એક સવાલ સાંભળીયો આ વખતે થીદા ગુસ્સા સાથે બોલી કોનું કામ છે.
બસ મારા થી તો એટલુંજ બોલાયું મુકેશભાઈ.
તેને પહેલે થઇ ખબર હોઈ તેમ મને મુકેશભાઈ ના કેબીન નો રસ્તો બતાવી ને ઝીણું મારકાઈ. અને હું ત્યાંથી આગળ નીકળી ગયો...

એક કહાની ઐસી ભી.. પાર્ટ 2...


દિલ તોડ દિયા.


હાય મિત્રો...

આજે ફરી એક બનાવ બનિયો હા પેલો જ બનાવ.. એક કહાની ઐસી ભી વાળો...

આજે હું ફરી તે કંપની માં ગયો હતો. મને જોતાજ પેલી છોકરી હસવા લાગી સામે મેં પણ હળવું સ્માઈલ આપી દીધું અને લાગીયું કે જંગ માં લડવા જવાનું હવે પાક્કું જ છે. તેને જોતા આજે ફરી વખત હું પ્રેમ માં પડી ગયો. સુ તેનું રૂપ અહાહા.

તેની પાસે પોહોંચતા જ એણે પુછીયું બોલો સુ કામ છે.

હું:- (હસીને) મુકેશભાઈ ને મળવા આવીયો છૂ.

તે મારુ હસવા નું સમજી ગઈ હોય તે રીતે તે તેનું મંગળસૂત્ર બતાવવા લાગી અને મારી સામે હસતા હસતા મુકેશભાઈ ના કેબીન માં જવાનો ઈશારો કરિયો...

હું પણ કઈ અલગ જ મૂડ માં હતો એટલે પાછો વળતી વખતે તેને જોય ને એક મીઠું મધુર હાસ્ય વેરતો ગયો. એ હાસ્ય જોય ને એને કોઈ પસ્તાવો થયો હોય એવું લાગ્યું. અને એને પોતાનો ચહેરો બીજી તરફ ફેરવી લીધો.


અંકિત સવાણી