Akbandh rahasya - 1 in Gujarati Moral Stories by Matangi Mankad Oza books and stories PDF | અકબંધ રહસ્ય - ૧

Featured Books
Categories
Share

અકબંધ રહસ્ય - ૧

#વાર્તા_ભાગ_એક
#

આંખો બંધ કરીને ઋત્વા પડી હતી, નીંદર તો આવવાની હતી નહીં પણ આંખો ખોલી જાગવાની ઈચ્છા પણ થતી ન હતી. આજે પ્રથમના માસી આવ્યા હતા. બે દિવસથી એમની આગતા સ્વાગતા તેમજ તેમને ભાવતા ભોજન બનાવવામાં સમય ક્યાં ચાલ્યો ગયો ખબર જ ના પડી. સવારથી માસી અને ભાણેજ જાણે યુગો પછી મળ્યા હોય એવી રીતે વાતોમાં મશગુલ હતા કે ઋત્વાની હાજરી પણ એમને વર્તાતી ન હતી.

આમ તો માસી અને પ્રથમ વચ્ચે ઉંમરનો કોઇ જાજો ફેર હતો નહીં એટલે આ માસી ભાણેજ ઓછા અને મિત્રો વધુ લાગતા હતાં. સવારે વાતવાતમાં માસીએ એવો ટોપીક છંછેડ્યો કે રસોડામાં રસોઈ કરતી ઋત્વા રસોઈ છોડી દરવાજે કાન રાખી વાત સાંભળવા ઉભી રહી ગઈ. "પ્રથમ પાંચ વર્ષ થઈ ગયા કેમ હજી બાળકનો વિચાર નથી કર્યો, અરે ઋત્વા ન સમજે તો સમજાવ, કેરિયર તો પછી પણ બની જશે સમય જો જશે ને તો અમુક ઉંમર પછી બાળક રાખવું અઘરું પડી જશે" પ્રથમ એની માસી ને માસી નહીં મંજરી કહી ને જ સંબોધન કરતો હતો.
"મંજરી શું તું પણ હજી તો પાંચ જ વરસ થયાં છે અને ઋત્વા એના ફિલ્મમાં વ્યસ્ત રહે છે આ તો તુ આવવાની હતી એટલે રજા લીધી છે." શરૂઆતમાં તો
ઋત્વા ને અજુગતું લાગતું કે માસી ભાણેજના સબંધ આવા પણ હોય, ભાણેજ માસીને એક નામે અને નામ લઇ ને બોલાવે? પણ પછી થયું સરખી ઉંમરના છે તો કદાચ બની શકે.

ઋત્વા ફિલ્મ પ્રોડક્શનમાં કાર્ય કરતી હતી એટલે શેડ્યુલ પ્રમાણે ક્યારેક રાત્રે પણ કામ કરવા જવું પડતું હતું. જોકે પ્રથમ ને તો પહેલેથી જ ઋત્વાના આ કામની અને તેના સમયની ખબર હતી. પ્રથમ પોતે ભલે બેંકમાં નોકરી કરતો પણ ઋત્વા ના કામને પણ એટલો જ સપોર્ટ કરતો હતો. બાળક વિશે પ્રથમ પણ જાણતો હતો કે ઋત્વાના વિચારો શું છે માટે ક્યારેય કોઈ જ આગ્રહ કરેલ નહીં. ઋત્વા સૂતી સૂતી એ જ વિચારતી હતો કે પ્રથમ દ્વારા હંમેશા બધી જ જાત નો સહયોગ મળતો હતો એટલે જ બે બે શિફ્ટમાં પણ કામ કરવું સહેલું હતું.

ઋત્વાને બાળક નહોતું જોતું એવું પણ ન હતું પણ અત્યારના સમયમાં કેરિયર એનાં માટે વધુ મહત્વનું હતું જે પ્રથમ માનતો પણ હતો. માસીને ભાણેજ લગ્નની સીડી જોઈ રહ્યા હતાં. લગ્ન પછી પહેલી જ વખત આવેલ એટલે ક્યારેય સીડી કી ફોટો આલ્બમ જોયું જ ન હતું. લગ્નમાં પણ હાજરી આપી શક્યા ન હતાં કોઈ કારણસર એટલે સીડી દ્વારા દરેક વિધિને માણી રહ્યા હતા. ઋત્વા થાકી ગઈ હતી એટલે પોતાના રૂમમાં આવી ગયેલ. બીજે દિવસે પહેલી શિફ્ટ માં શૂટિંગ હતું એટલે આરામ પણ જરૂરી હતો. ઋત્વા ને એમ હતું કે નીંદર આવી જશે પણ સવારે જે સવાલ માસી એ પૂછેલ પ્રથમ ને તે ફર્યા જ રાખતો હતો. જવાબ પ્રથમ જાણતો હોવા છતાં શા માટે સીધો જવાબ નહોતો આપતો એ ખટકતું હતું. (#MMO} આ વસ્તુ પહેલી વખત બની પણ ન હતી દરેક જગ્યા એ લગ્નને આટલાં વર્ષ થયાં એટલે સવાલ આવતો જ હતો અને ઋત્વા ને તકલીફન પડે એટલે કોઈ જ સવાલ ન પૂછતાં પણ પ્રથમ હમેંશા જવાબ ગોળ ગોળ જ આપતો એને ઋત્વા ને હંમેશા થતું કે શા માટે વાટ ક્લિયર કરી નથી દેતો. બાળક તો કોને ન ગમે પણ જન્મ એને મૃત્યુ તો સર્વશક્તિમાન પરમતત્વ ના હાથમાં છે ને ... હવે એની મરજી સામે કોઈનું ચાલતું નથી પણ જીવનના સત્યને છુપાવી મૃગજળ પાછળ ની દોટ ન મૂકવી જોઈએ પ્રથમે એવું ઋત્વા માનતી હતી. {#માતંગી}