જય સ્વામિનારાયણ
શિમલા માં જયારે શરદી ની ઋતુ હતી, ધીમો ધીમો બરફનો વરસાદ અને કોહરો જાણે આખા શિમલા ને મનમોહક ચમકતું હોય એવું દ્રશ્ય ઉભું કરતું હતું ને જોવાલાયક પણ હતું, આખું શહેર જાણે બરફ ની ચાદર માં લિપ્તાનું હોય એવું સુંદર મજાનું દ્રશ્ય લાગી રહ્યું હતું, ત્યારે ત્યાંના સ્ટેશન માં બપોર ના 1 વાગ્યા હતા અને બરફના વરસાદ ને અને કોહરા ને લીધે ટ્રેન પણ 3 દિવસ માટે રદ કરી દેવામાં આવી હતી અને ત્યાં પણ કોઈની અવર જ્વર નોતી ત્યાં બસ ખાલી બે - ત્રણ જણા રેલવે ના ટ્રક પાસે બરફ હટાવી રહ્યા હતા અને તેની દેખરેખ માટે એક પોલીસ વાળો હતો, અને અહીં સ્ટેશનની અંદર સ્ટેશન માસ્ટર તેની ઓફિસ ની અંદર તેની ખુરશી માં તેની આદત પ્રમાણે પગ ઉપર પગ ચડાવીને નિરાંતે છાપું વાંચી રહ્યા હતા, જો કે બરફ નો વરસાદ ધીમે ધીમે ચાલુ જ હતો તેથી તેમને ટાઢ થી બચવા એક કાલા કલર નું જાકીટ પહેર્યું હતું અને ટેબલ પર લાલ કલર ની લાલટેન પણ રાખી હતી અને સાથે બૂક્સ પણ રાખી હતી.,
તે સ્ટેશન માસ્ટર એક વૃદ્ધ છે ને આશરે 65-70 ની તેમની ઉંમર હશે તે ને માથે તાલ છે ને પાછળ થોડા વાળ છે, ને થોડી આછી દાઢી રાખે છે ને બન્ને વાળ સફેદ છે, અને નંબર ના ચશ્માં પહેરે છે,
અને બીજી બાજુ સ્ટેશન ના બીજા ખૂણે એક બાકળા ઉપર એક યુવક નિરાશ, શાંત, એકદમ ચૂપ સાવ સુમસામ બેઠો હતો, એક રીતે તે શરીરે એકદમ હુષ્ટપુષ્ટ, લંબાઈ (5'7), પાતળો બાંધો નો આખો એમની કાળી, આંખ પર નંબર ના ચશ્માં થી એકદમ તે હીરો ટાઈપ લાગતો હતો, તેને ઘેરા પીળા રંગ નું જેકેટ પહેર્યું હતું, તે છેલ્લા કલાક થી કપાળે હાથ દઈને બેઠો હતો, તે આ બધું સ્ટેશન માસ્ટર તેમની સામે વારંવાર જોઈ રહ્યા હતા, મનમાં કહે છે કે (આ છોકરો બવ પરેશાન લાગે છે ) થોડીક ક્ષણો માં તે સ્ટેશન માસ્ટર ટેબલ પર છાપું મૂકી ખુરશી પર થી ઉભા થઈ ને હાથ માં લાલ ટેન લઈને (કોહરા થી કઈ નથી દેખાતું તેથી ) તે યુવક પાસે જાય છે,. અને તેની પાસે જઈને તેના ખમ્ભા ઉપર હાથ મૂકીને તેને કહે છે કે,.
સ્ટેશન માસ્ટર : બેટા ! હું તને કેટલીય વાર થી તને જોવ છુ તું કેમ નિરાશ છે ? તને કઈ પરેશાની છે જે હોય તે કે જો શક્ય હોય તો તારી હું મદદ કરી શકીશ.
યુવક : ના સર, એવું કઈ નથી, બસ એમનમજ,
વૃદ્ધ સ્ટેશન માસ્ટર સમજી ગયા, પછી તે સ્ટેશન માસ્ટર યુવક ને કહે છે કે
ભલે બેટા ! હું આ રેલવે સ્ટેશન નો સ્ટેશન માસ્ટર છુ અને આ મારી ઓફિસ છે (હાથ નો ઈશારો કરતા કહે છે કે ) મારી કઈ જરૂર હોય તો કેજે હું હમણાં અહીં જ છુ. ત્યારે બપોરે 3 વાગ્યા હતા ને સ્ટેશન માસ્ટર ની 5 વાગ્યા સુધી તેમની ડ્યૂટી હોય છે,. એમ કહી સ્ટેશન માસ્ટર પોતાની ઓફિસ તરફ આગળ વધે છે,. ને પછી તે ઓફીસ માં જઈ પોતાની ખુરશી પર બેસી ટેબલ પર રાખેલ બુક હાથમાં લઈ ને વાંચવા માંડે છે., પણ તેમની નઝર ઘડીક બુક માં તો ઘડીક પેલા યુવક સામે હોય છે. પણ તેમને ખબર હતી કે તે તેની પાસે જરૂર આવશે જ,
બીજું આવતા અંકે.,,
....થૅન્ક્સ..........
જય સ્વામિનારાયણ.