Kavya samiksha - Path ki pehchan in Gujarati Book Reviews by SUNIL ANJARIA books and stories PDF | काव्य समीक्षा - पथ की पहचान

Featured Books
Categories
Share

काव्य समीक्षा - पथ की पहचान

पथ की पहचान

पूर्व चलने के बटोही, बाट की पहचान कर ले


पुस्तकों में है नहीं छापी गई इसकी कहानी,

हाल इसका ज्ञात होता है न औरों की ज़बानी,

अनगिनत राही गए इस राह से, उनका पता क्या,

पर गए कुछ लोग इस पर छोड़ पैरों की निशानी,

यह निशानी मूक होकर भी बहुत कुछ बोलती है,

खोल इसका अर्थ, पंथी, पंथ का अनुमान कर ले।

पूर्व चलने के बटोही, बाट की पहचान कर ले।


है अनिश्चित किस जगह पर सरित, गिरि, गह्वर मिलेंगे,

है अनिश्चित किस जगह पर बाग वन सुंदर मिलेंगे,

किस जगह यात्रा ख़तम हो जाएगी, यह भी अनिश्चित,

है अनिश्चित कब सुमन, कब कंटकों के शर मिलेंगे

कौन सहसा छूट जाएँगे, मिलेंगे कौन सहसा,

आ पड़े कुछ भी, रुकेगा तू न, ऐसी आन कर ले।

पूर्व चलने के बटोही, बाट की पहचान कर ले


कौन कहता है कि स्वप्नों को न आने दे हृदय में,

देखते सब हैं इन्हें अपनी उमर, अपने समय में,

और तू कर यत्न भी तो, मिल नहीं सकती सफलता,

ये उदय होते लिए कुछ ध्येय नयनों के निलय में,

किन्तु जग के पंथ पर यदि, स्वप्न दो तो सत्य दो सौ,

स्वप्न पर ही मुग्ध मत हो, सत्य का भी ज्ञान कर ले।

पूर्व चलने के बटोही, बाट की पहचान कर ले।


स्वप्न आता स्वर्ग का, दृग-कोरकों में दीप्ति आती,

पंख लग जाते पगों को, ललकती उन्मुक्त छाती,

रास्ते का एक काँटा, पाँव का दिल चीर देता,

रक्त की दो बूँद गिरतीं, एक दुनिया डूब जाती,

आँख में हो स्वर्ग लेकिन, पाँव पृथ्वी पर टिके हों,

कंटकों की इस अनोखी सीख का सम्मान कर ले।

पूर्व चलने के बटोही, बाट की पहचान कर ले।


यह बुरा है या कि अच्छा, व्यर्थ दिन इस पर बिताना,

अब असंभव छोड़ यह पथ दूसरे पर पग बढ़ाना,

तू इसे अच्छा समझ, यात्रा सरल इससे बनेगी,

सोच मत केवल तुझे ही यह पड़ा मन में बिठाना,

हर सफल पंथी यही विश्वास ले इस पर बढ़ा है,

तू इसी पर आज अपने चित्त का अवधान कर ले।

पूर्व चलने के बटोही, बाट की पहचान कर ले।

- हरिवंशराय बच्चन


આ કાવ્યમાં કવિ લાંબા અને વણ ખેડાયેલા રસ્તે જાવા નીકળેલા યાત્રીને માર્ગનો ક્યાસ કાઢીને જ ડગ આગળ ભરવા સોનેરી સલાહ આપે છે. એ સાથે માર્ગમાં આવતાં વિઘ્નો અને થતી કસોટીઓ પ્રત્યે અંગુલીનિર્દેશ કરે છે.

જિંદગીમાં કારકિર્દી હોય કે મહત્વના વળાંક, આગળ અનિશ્ચિતતા ભર્યો રસ્તો હોય છે. સહુ જાય તેને બદલે વણખેડાયેલા માર્ગે જવાથી સફળતાની નવી જ ઉંચાઈઓ આંબી શકાય છે.

આવી સાવ અજાણી વાટે ડગલું માંડતા પહેલાં વિચાર કરી લેવા અને પછી એ માર્ગ કોઈ પણ ભોગે ન છોડવા કવિ કહે છે, જેવું ગુજરાતીમાં 'ડગલું ભર્યું કે ના હટવું.. સમજીને તો ડગલું ભરવું..મૂકી કદી ના ડરવું' કહેવાયું છે.

અગાઉના યાત્રીઓના પગની નિશાનીઓ મુક પણે ઘણું કહી જાય છે તેને ધ્યાનમાં લેવા કવિ કહે છે. એકવાર નક્કી કરેલ માર્ગે આગળ જતાં કોઈ પણ વિપત્તિ આવી પડે, માર્ગ નહીં બદલવા મનોમન દ્રઢ નિર્ધાર કરવા કવિ જાણે આદેશ આપે છે. સફળતા કદમ ચૂમે તે પહેલાં માર્ગના કાંટાઓ ચૂમીને લોહીનાં બુંદ પાડશે જ. એને સર કરી આગળ જવાનું છે.

જીવનની કઠોર વાસ્તવિકતાઓ સેવેલાં સ્વપ્નોથી મોટી છે. 'સ્વપ્ન સૌ તો સત્ય દો સૌ'. છતાં સ્વપ્ન સાકાર કરવા પ્રયત્નો જરૂર કરવા પણ ધરતી પર પગ રાખીને એટલે કે વાસ્તવિકતા સમજીને તેમ કવિ સલાહ આપે છે. પરંતુ જીવનની મહત્વની બાબતો જેવી કે કારકિર્દી, લગ્ન, મોટું રોકાણ - એ દરેકમાં સ્વપ્ન તો સેવવાં જ જોઈએ અને સમજી વિચારીને આત્મવિશ્વાસપૂર્વક આગળ ડગલું માંડવું તો જોઈએ જ. 'હર સફલ પંથી વિશ્વાસ લે..બઢા હૈ' કહી નિશ્ચિત માર્ગે વિચલિત થયા વિના જઈ સફળતાનાં શિખર સર કરવા અંતે કવિ પોરસ ચઢાવે છે.

સુંદર પ્રેરણાત્મક કાવ્ય.

- સુનીલ અંજારીયા