Rasoima janva jevu - 15 in Gujarati Cooking Recipe by Mital Thakkar books and stories PDF | રસોઇમાં જાણવા જેવું - ૧૫

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

રસોઇમાં જાણવા જેવું - ૧૫

રસોઇમાં જાણવા જેવું

ભાગ-૧૫

સંકલન- મિતલ ઠક્કર

આમ તો દરેક ગૃહિણી રસોઇમાં કંઇને કંઇક નવું શિખતી જ રહે છે. પોતાની રસોઇને આસાન બનાવવાની નવી નવી તરકીબ અવારનવાર અજમાવતી જ રહે છે. એ જ રીતે બીજી ગૃહિણી પોતાની અલગ રીતથી રસોઇ બનાવે છે. આમ અરસ પરસ રસોઇની અવનવી જાણકારીનું આદાનપ્રદાન કામમાં સરળતા લાવે છે. અને તમારી રસોઇનો સ્વાદ પણ વધી શકે છે. અને ભોજનથી આરોગ્ય મેળવવા માટે પણ જરૂરી એવી ટિપ્સ મળે છે. આવી જ કેટલીક જાણકારી અહીં રજૂ કરવામાં આવી છે.

* શિયાળામાં ઠંડી સામે રક્ષણ મળે અને શરીરમાં ગરમી આવે એ માટે ત્રણ-ચાર ખજૂરને ગરમ પાણીમાં ઉકાળી લો. પછી એમાં ચપટીક મરી અને તજનો ભૂકો નાખી પી જવું.

* રોટલી કે પરાઠામાં આર્યનનું પ્રમાણ વધારવા માટે તેનો લોટ પાણીને બદલે બીટના રસથી બાંધવો જોઇએ. આમ કરવાથી રોટલીનો રંગ થોડો લાલશ પડતો થશે જે વળી રોજના ભોજનમાં વૈવિધ્ય લાવશે.

* જો રોટલીમાં વિટામીન ઇ નો વધારો કરવો હોય તો અળસી, કોળાના સૂકવેલા બીજના ભૂકા કે સૂર્યમુખીના બીજને નાખો. જે આરોગ્ય માટે લાભકારક સાબિત થશે.

* પરાઠાને પ્રોટિન અને વિટામિન એ થી સમૃધ્ધ બનાવવા તેના લોટમાં ગાજર અને પનીર ઉમેરી શકાય. આથી પરોઠા વધારે સ્વાદિષ્ટ પણ લાગશે.

* દૂધ ફાટી જાય ત્યારે પનીર બનાવવામાં આવે અને આ પનીર કાઢતી વખતે વધેલા પાણીનો ઉપયોગ લોટ બાંધવામાં થાય તો સુપાચ્ય પ્રોટિન શરીરને મળી શકે છે.

* મેથીના દાણાને પીસીને તેનો પાઉડર બનાવીને રાખો. તેનો દહીં, સલાડ કે ગરમ પાણીમાં ભેળવીને ઉપયોગ કરવાથી શરીરને ફાયદો થાય છે.

* ડેઝર્ટ તરીકે પણ ઉપયોગી થતી ખીર બનાવતી વખતે જો કેટલીક બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો એ વધારે સ્વાદિષ્ટ બનશે અને વધુ પડતી ગળી નહીં થાય. ખીર બનાવવા હંમેશા તળિયું જાડું હોય એવા વાસનનો ઉપયોગ કરવો. ખીરમાં કેસર-એલચી અચૂક નાખવા જેથી સ્વાદિષ્ટ બનશે. ગોળની ખીર બનાવતી વખતે ગોળ છેલ્લે જ નાખવો અને ગેસ બંધ કરીને હલાવવો. પહેલા ગોળ નાખી દેવાથી ફાટી જાય છે. ખીર વધુ પડતી ગળી થઇ જાય તો એમાં ચોખાનો લોટ નાખો અને બે-ત્રણ મિનિટ ગેસ પર થવા દો. તમારી ઇચ્છા હોય તો બ્રેડનો ભૂકો પણ નાખી શકો છો. ખજૂરની ખીર પણ સરસ બને છે. એક તપેલીમાં દૂધ ગરમ કરી તેમાં બાફેલા ભાત અને ખજૂર ટુકડા નાખી ઉકાળવા મૂકવું. પછી એને મિક્સરમાં પીસી લઇ રબડી જેવી ખીર બનાવો.

* બાફેલા ચણાનો પણ સ્વાદિષ્ટ સૂપ બનાવી શકાય છે. જે આરોગ્યપ્રદ અને શક્તિવર્ધક છે. સૌપ્રથમ ચણાને બરાબર ધોઇ નાખો. અને કૂકરમાં નાખીને બરાબર બાફી લો. હવે જે પાણી નીકળે તેને ફેંકી દેવાને બદલે તેના ઉપર જીરું, લીલા મરચાં અને મીઠા લીમડાનો વઘાર કરીને નાખવો.

* વધેલી બ્રેડથી તમે એક નાસ્તો બનાવી શકો છો. એ માટે પ્રથમ પાનમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે તેમાં હિંગ, રાઇ, ૫-૬ મીઠો લીમડાના પાન અને લીલું મરચું સ્વાદ અને પ્રમાણ અનુસાર નાખી પકાવો. હવે તેમાં વટાણા અને શીંગદાણા નાખી હલકા બ્રાઉન થાય ત્યાં સુધી ચઢાવો. પછી હળદર અને મીઠું સ્વાદ અનુસાર નાખો. ત્યાર બાદ વધેલી બ્રેડના ટુકડા નાખી થોડું પાણી છાંટી મિક્સ કરી બે-ત્રણ મિનિટ પકાવી લો. અને તેના પર લીંબુંનો રસ, નમકીન સેવ ઉપરાંત ટામેટાના ટુકડા કે નારિયેળનું છીણ પણ નાખી શકો.

* નાસ્તામાં કાંદાના ભજીયાને બદલે તેની રીંગ્સ પણ મજેદાર લાગશે. કાંદાની રીંગ્સ બનાવવા ૧ કાંદો, અડધો કપ છીણેલું મોઝરેલા ચીઝ, એક બાફેલો બટાટો, ૩/૪ ટીસ્પૂન કાશ્મીર લાલ મરચું, અડધી ટીસ્પૂન ચાટ મસાલો, એક કપ બ્રેડ ક્રમ્બ્સ, ૨ ટીસ્પૂન મેંદો, ૨ ટીસ્પૂન કોર્નફ્લોર, પા કપ પાણી, જરૂરી તેલ અને સ્વાદ મુજબ મીઠું લઇ લો. સૌપ્રથમ એક મોટા બાઉલમાં છીણેલું મોઝરેલા ચીઝ લઇ તેમાં બાફીને છુંદેલો બટેટો નાખો. તેમાં ચાટ મસાલો, મીઠું અને લાલ મરચું નાખી બરાબર મિક્સ કરી તેને એક બાજુ પર રાખો. હવે કાંદો લઇ એની સ્લાઇસ કરી તેની રીંગા કરી અલગ રાખો. હવે એક મોટી અને એક નાની કાંદાની રીંગ લો. તેની વચ્ચે ચીઝ અને બટાકાનું પૂરણ ભરો. હવે કોર્નફ્લોર-મેંદો, પાણી અને મીઠું નાખી તેનું ખીરું બનાવો. તેમાં કાંદાની રીંગને બોળીને બ્રેડ ક્રમ્બસમાં રગદોળો. ફરીથી આ રીતે ખીરામાં બોળી બ્રેડ ક્રમ્બસમાં રગદોળો. આ પડવાળી કાંદાની રીંગને ૨૦ થી ૩૦૦ મિનિટ માટે ફ્રિઝમાં મૂકી દો. પછી એક કઢાઇમાં તેલ ગરમ કરો. કાંદાની રીંગ પરના વધારાના બ્રેડ ક્રમ્બસ ખંખેરી નાખો. અને રીંગને તેલમાં નાખી સોનેરી બ્રાઉન થાય ત્યાં સુધી તળો. તેલ નિતારીને પેપર પર મૂકો. અને ટોમેટો કેચઅપ સાથે પીરસો.

* મસ્સાલેદાર મસ્ત મગદાળ બનાવવા ૨૦૦ ગ્રામ મગની તળેલી દાળ, અડધો કપ ફણગાવેલા મગ, અડધો કપ સમારેલા કાંદા, અડધો કપ સમારેલા ટામેટા, અડધો કપ છીણેલું ગાજર, એક ટીસ્પૂન ગોળ-આમલીની ચટણી, અડધી ટીસ્પૂન મરચાંની પેસ્ટ, અડધી ટીસ્પૂન લીંબુનો રસ, કોથમીર અને સ્વાદ અનુસાર મીઠું લો. પહેલાં એક બાઉલમાં સમારેલા કાંદા, ટામેટા, ગાજર અને મરચાંની પેસ્ટને બરાબર ભેળવી દો. તેમાં તળેલી મગની દાળ અને ફણગાવેલા મગ નાખી ગોળ-આમલીની ચટણી નાખી બરાબર ભેળવો. પછી લીંબુનો રસ અને મીઠું નાખી હલાવો. મસ્સાલેદાર મગદાળ તૈયાર છે. તેના પર કોથમીર નાખી પીરસો.

* નાસ્તામાં ફણગાવેલા મગની ચાટ પણ મસ્ત લાગે છે. એ માટે બે કપ ફણગાવેલા મગ, એક સમારેલો કાંદો, એક સમારેલું ટામેટું, સમારેલા એક-બે સમારેલા લીલા મરચા,પા ટીસ્પૂન લાલ મરચું, એક ટીસ્પૂન ગોળ-આમલીની ચટણી, સ્વાદ અનુસાર ચાટ મસાલો અને મીઠું, એક-બે ટીસ્પૂન લીલી ચટણી, ૩-૪ ટેબલસ્પૂન સેવ, થોડા કોથમીર લો. સૌપ્રથમ ફણગાવેલા મગને બાફી લો. એક બાઉલ લઇ લીંબુનો રસ અને અને સેવ સિવાયની બધી સામગ્રી ભેગી કરો. પછી લીંબુનો રસ નાખો. અને સેવ તથા કોથમીર ભભરાવી તરત પીરસો.

* રસોઇમાં તાજું લસણ વાપરવાનો સમય ના રહેતો હોય તો તેને સૂકવીને પણ ઉપયોગમાં લઇ શકાય છે. એ માટે લસણને ફોલીને તેને પીસી લઇ કોટનનું કપડું લઇ તેના પર વડીની જેમ નાની ગોળીઓ વાળવી. તેને તડકે સૂકવીને ફ્રિઝમાં મૂકી દેવી. જરૂર પડે ઉપયોગ કરવો.

* ઇડલી સાથે જો સંભાર ના ભાવતો હોય તો કરી બનાવીને પણ ખાઇ શકાય છે.

* સ્ટફ્ડ પરાઠા તમને ભાવતી શાકભાજી, કઠોળ કે પનીર-ચીઝનો ઉપયોગ કરીને પણ બનાવી શકો છો. અને સાદા પરાઠાની ઉપર પાલક કે મેથીની ભાજી ચોપડવામાં આવે તો પોષ્ટિક બનવા સાથે સારો રંગ પણ આવે છે.

* બટાટાની વેફર્સને તળ્યા પછી તેના પર બટર નાખવાથી અનોખી સોડમ આવે છે.

* સૂકા ફુદીનાનો ઉપયોગ આલુ પરાઠા કે સૂપમાં કરવાથી તેની ફ્લેવર બદલાઇ જશે. મૂઠિયા અને થેપલામાં પણ તેનો ઉપયોગ થઇ શકે.

* સામાન્ય રીતે મસાલા ચાટવાળા આમલી કે આંબોળિયાની ચટણી બનાવતા હોય છે. તેમાં જો ખજૂર નાખીને ચટણી બનાવવામાં આવે તો તેની મજા કંઇક અલગ હશે અને તે શરીરને નડતી પણ નથી.