TOY JOKAR - 6 in Gujarati Horror Stories by Pankaj Rathod books and stories PDF | ટોય જોકર - 6

Featured Books
Categories
Share

ટોય જોકર - 6

પાર્ટ 06
આગળ જોયું કે દિવ્યા ટોય જેવા દેખાતા એલિયનની વાત સાંભળે છે અને તેનો સાથ આપવા સહમત થાય છે. ટોય દ્વારા દિવ્યાને જાણવા મળે છે કે તેના ભાઈ અક્ષરનું મર્ડર થયું છે. એક જોકરના ટોયે એક ફેમેલેની નું મૃત્યુ કર્યું. પ્રતીક અને પ્રજ્ઞા એક સુરું મણી નામના ગુંડાનું એન્કાઉન્ટર કરે છે. ત્રિવેદી અભી મર્ડર કેસ ની ફાઈલ પ્રતીક ને સોંપે છે. રાકેશ વૃંદા ટોય શોપમાં કુરિયર લેવા જાય છે. ત્રિવેદી કશીક શહેર પર તુફાન આવવાની વાત કરે છે. હવે આગળ…
રાકેશ આજુબાજુ બધા જ ટોય ને ધ્યાનથી જોતો હતો ત્યાં તેની નજર એક ટોય પર આવીને સ્થિર થઈ. અનાયાસે જ તેનાથી બોલાય ગયું. ટોય જોકર. આ ટોય એવુંજ હતું જે તેણે અમેગા મોલમાં હેમને આપ્યું હતું. ત્યારે તેને સ્વપ્ને પણ ખ્યાલ ન હતો કે તેના કારણે તેમનુ મૃત્યુ થશે.
આ ટોયને જોતા જ રાકેશ વિચારોમાં ખોવાય ગયો. ક્યાં તેની આરામ થી ચાલતી જિંદગી અને ક્યા તે ભૂત પ્રેત કુંડાળામાં ફસાનો.
આજે પણ તેને તે મનહુસ દિવસ યાદ છે. જ્યારથી આ જોકર નામની મુસીબત તેની પાછળ પડી. આજ થી લગભગ એક સપ્તાહ પહેલા રાકેશ કશુંક કામના અર્થે બહાર શહેર દૂર ગયો હતો. જ્યાં રસ્તામાં તેની ગાડી અચાનક બંધ થઈ ગઈ. સેલ્ફ સ્ટાર્ટ હતી તે તેણે બે ત્રણ વાર સ્ટાર્ટનું બટન દબાવીને ટ્રાય કરી પણ ગાડી સ્ટાર્ટ ના થઈ. સાત થી આઠ વખત કિક મારી જોઈ પણ પરિણામ શૂન્ય જ આવ્યું. ગાડીમાં પેટ્રોલ પણ હતું. હજી એક સપ્તાહ પહેલા જ બાઈકને સર્વિસ કરવી હતી. અને ચાર મહિના પહેલા જ નવી જોડાવી હતી તેથી કોઈ બીજો ફોલ્ટ હશે નહિ તેની પણ ખાતરી હતી. તો પછી આ બાઈક અહીં અચાનક બંધ કેમ થઈ ગઈ તે રાકેશની સમજણ બહાર હતું.
તેને શહેર આવતા લેટ થઈ ગયું હતું. આજુબાજુ કોઈ ગામ કે પછી આ રસ્તે પણ કોઈ આવતું દેખાતું ન હતું. આ રસ્તો જંગલ માંથી બીજા શહેર જવા માટેનો શોર્ટકટ હતો. અને હંમેશા રાકેશ આ જ રસ્તે શહેર જતો આવતો હતો. પણ આજે તેનું નસીબ ઇતિહાસ બદલવાની ફિરાકમાં હતું. જે તેના શહેર માટે નવી જ મુસીબત લાવવાનું હતું. તેનું રાકેશ ના હસ્તે બીજ અંકુરિત થવાનું હતું. તેનાથી રાકેશ સાવ અજાણ હતો.
રાત ધીમે ધીમે અંધકાર ઓઢતી જતી હતી. કાતિલ ઠંડી પુર જોસમાં હતી. રાકેશ જાણતો હતો કે હવે આ બાઈક સ્ટાર્ટ નહીં થાય તેથી તે બાઈક ને દોરવતો દોરવતો શહેર સુધી લઈ જવા સિવાય બીજો કોઈ રસ્તો ન હતો. જો ભગવાન કરે અને કોઈ આ બાજુ કોઈ વાહન દેખાય તો તેનું કામ બની જાય તેમ હતું. પણ આ રસ્તે રાતે કોઈ આવવા વિચાર પણ કરતું ન હતું.
રાકેશ કાતિલ ઠંડીમાં ધીમે ધીમે બાઈક સાથે જંગલનો રસ્તો કાપતો જતો હતો. થોડું ચાલતા જંગલની અંદર એક. નાનું ઝૂંપડા ટાઈપ નું દેશી નળીયા વાળું મકાન દેખાનું. બહારથી અંદર કોઈ છે તેવું લાગતું હતું. રાજેશે ત્યાં કોઈ હશે અને તે મારી થોડી મદદ કરશે તેવી આશા થી તે બાજુ પ્રયાણ કર્યું.
રાતનું ડરામણું વાતાવરણ, આજુબાજુથી આવતો અમુક જીવજંતુનો તીણો અવાજ, ચાલતા રસ્તા પર આવતા સુકાય ગયેલા પાંદડા પીંછાવાનો અવાજ, જે બધા મળીને એક ડરામણું વાતાવરણ પેદા થતું હતું.
રાકેશ આખરે પોતાની ધીમી ગતિએ તે ઝુંપડી પાસે પહોસી ગયો. ત્યાં પહોસતા તેને ખૂબ થાક લાગ્યો હતો જે તેના સહેરા પર સ્પષ્ટ દેખાય રહિયો હતો. તે ખૂબ થાકેલો હતો. તેણે ઝુંપડી પાસે પહોસીને બારણું થપથપાવ્યું.
“કોણ.” અંદરથી એક આવાજ આવ્યો.
“હું એક વટેમાર્ગુ છું. અહીંથી શહેર જતો હતો અને મારી બાઈક બગડી ગઈ છે. તમે મને કશી હેલ્પ કરી શકો તો.” રાકેશે સહજતાથી કહ્યું.
થોડીવારમાં અંદરથી દરવાજો ખુલ્યો. એક વૃદ્ધ દાદા ટાઈપ ના વ્યક્તિ બહાર આવ્યા. ઉપરથી એકદમ ખુલ્લા અને નીચે એક ધોતી ટાઈપ જેવું પહેરેલું હતું.
“અંદર આવ દીકરા અહીં ખૂબ ઠંડી છે.” તે દાદાએ દરવાજો ખોલીને કહ્યું.
રાકેશ તો પહેલા અંદર જતા અચકાનો પછી બહાર નુ વાતાવરણ અને ઠંડી જોઈને તેને વિચારું અંદર જવું હિતાવહ છે. તેથી દાદા પાછળ અંદર પ્રવેશિયો.
“ક્યાંથી આવ છો બટા, ક્યાં જવા નીકળો છો?” દાદા એ સહજતાથી પૂછ્યું.
“હું અહીંના શ્રીપુર શહેર નો છું. આજે હું શહેર બહાર ખરીદી કરવા માટે આવ્યો હતો. શ્રીપુર પાછા જતી વખતે થોડું મોડું થઈ ગયું. એટલે મેં વિચારું કે આ જંગલ વાળા રસ્તથી વહેલો ઘરે પહોસિ જઈશ. એટલે આ રસ્તે આવ્યો પણ અધવચ્ચે મારી ગાડીમાં ખામી આવી. તે બંધ થઈ ગઈ. મેં ખૂબ કોશિશ કરી પણ સ્ટાર્ટ ના થઈ એટલે હું બાઈકને ચલાવતો ચલાવતો નીકળ્યો ત્યાં આ તમારી ઝુંપડી જોવા મળી. મને અહીં કોઈ મદદ કરશે તે આશય થી હું અહી આવ્યો.” રાકેશ પૂરું વિસ્તારથી તે દાદાને બધું જણાવ્યુ.
“લે બટા, આ ચા પી લે.” દાદા એ એક કપમાં ચાને કાઠીને રાકેશને આપતા કહ્યું.
રાકેશે ચા હાથમાં લીધી અને ચા ને ન્યાય આપ્યો. ચાને પીધા પછી રાકેશને અંદરથી ઘણું ગરમહાટ મળ્યું. ચા ના કારણે રાકેશ ને ઘણા અંચે ઠંડી માં રાહત થઈ.
“જો દીકરા હું તારી આમાં કશું મદદ કરી શકું પણ તારે મારૂ એક કામ કરવું પડશે.” દાદા એ શાંત ચિત્તે રાકેશ ને કહ્યું.
રાકેશ વિચાર કરવા લાગ્યો કે આ દાદાને મારી મદદ ની શેની જરૂર. એવું તો વળી શુ કામ હશે જે તે મારી પાસે કરવા ઇચ્છતા હશે. મને લાગે છે કે આ દાદાને પૈસાની જરૂર હશે. અને કેમ ન હોય. આવા વનવગડામાં દાદા પોતાનો ખર્ચો ક્યાંથી કાઢતા હશે. તેનાથી પણ એક વિશેસ વાત એ છે કે આવા ગાઢ જંગલમાં આ દાદા અહીં રહેતા કેમ હશે. શું તેમના કોઈ સંતાન નહીં હોય. હશે તો શું તેને કોઈ રાખતા નહીં હોય. અને એક બીજી વાત આ દાદા જો અહીં જ રહેતા હોઈ તો તે જીવંજરૂરી સામગ્રી ક્યાંથી લાવતા હશે. આવા હજારો વિચાર રાકેશના મનમાં ચાલી રહ્યા હતા. જેનું સમાધાન તે દાદાને પૂછ્યા છીવાય મળવાનું ન હતું.
“બેટા, શેના વિચારમાં પડી ગયો. તે મારી વાત નો જવાબ ન આપ્યો. તું મારી મદદ કરી શકીશ.” દાદા એ રાકેશને કહ્યું.
“હા દાદા હું તમારી મદદ કરીશ.” બોલતા બોલતા રાકેશ ખિસ્સામાંથી પૈસા નીકળવા લાગ્યો.
“ના, બટા તું ખોટું વિચાર છો મારે તારા પૈસાની જરૂર નથી. મારુ કામ ફક્ત તું જ કરી શકે તેમ છો.” રાકેશ ખિસ્સામાંથી પૈસા નીકળતો હતો તેના ઉદ્દેશથી કહ્યું.
રાકેશ અટક્યો. તેને મન ફરી વાર વિચારના વમળમાં ચક્રવાત થવા લાગ્યું. આ દાદા હવે અજીબ લાગી રહ્યા છે. દાદાને પૈસાની જરૂર નથી તે વાત તો ચાલો સમજમાં આવી પણ દાદા એવું તો કેવું કામ મારી પાસે કરાવા માંગે છે જે ફક્ત હું જ કરી શકું.
“દાદા એવું તો શું કામ છે ફક્ત હું જ કરી શકું બીજા કોઈ નહીં.” રાકેશના મનમાં ચાલતા સવાલને આખરે દાદાને પૂછી જ લીધું.
આના પ્રતિઉતરમાં દાદા થોડું હસ્યા. તેના ચહેરા પર કોઈ જ ભાવ ન હતા. તેની આંખોમાં એક ગજબ ની ચમક હતી. તે એ સિદ્ધ કરવા કાફી હતી કે કોઈ વર્ષો નું અધૂરું કામ બાકી હોય અને તે આજે પૂરું થવાનું હોય. અને દાદા એ ધીમેથી રાકેશની આંખોમાં જોઈ ને કહ્યું.
“તારે મારો જીવ લેવાનો છે.”
★★★★★
ક્રમશઃ
જંગલમાં ઝૂંપડીમાં રહેતા દાદા શા માટે રાકેશ ને પોતાનો જીવ લેવાનું કહ્યું? રાકેશ આગળ જતાં કેવી મુસીબત માં ફસાસે? દિવ્યા અને ટોય એલિયનની આ સંધિ આગળ જતાં કેવું પરિણામ લાવશે? શું સાચે જ દિવ્યાના ભાઈનું મર્ડર થયું હતું જો હા તો આ ટોય એલિયનને કેવી રીતે જાણ થઈ? ત્રિવેદી જે સંકટ ના તુફાન ની વાત કરતા હતા તે શું હતું? જોકરના ટોયે અભી અને તેના ફેમેલીને શા માટે માર્યા.?રાકેશની સાથે 15 વર્ષ પહેલાં એવું તો શું બન્યું જેનાથી રાકેશ ની જિંદગી મુસીબત માં ઉલજાય ગઈ.? આવા જ સવાળોના જવાબ માટે વાંચતા રહો આ રહસ્યમય હોરર સસ્પેન્સ નોવેલ.
આ નોવેલ મંગળવારે પ્રસારિત થાઈ છે તેની નોંધ લેવી.
તમે આ નોવેલ અંગે તમારા કિંમતી અભિપ્રાય મને મારા whatsapp નંબર 7043834172 પર પહોંચાડી શકો છો.
પંકજ રાઠોડ