The Accident - 20 in Gujarati Love Stories by Dhruv Patel books and stories PDF | ધ એક્સિડન્ટ - 20

Featured Books
  • નિતુ - પ્રકરણ 70

    નિતુ માટે જન્મેલ નવીનનું નાનકડું આકર્ષણ દિવસેને દિવસે પ્રબળ...

  • દાદા ભિષ્મ

    પૌરાણિક દ્રષ્ટાંત કથા –                      પિતામહ ભીષ્મની...

  • અધુરો પ્રેમ

    જિગ્નાસુ ખુબ જ સરળ અને શાંત છોકરી.... પરીવાર મા વડિલ અને નાન...

  • વહુના આંસુ

    સવીતા રસોડામાં રસોઈ કરતી હોય છે,  ત્યાં જ છાંયા બહેન જોરથી ચ...

  • ભાગવત રહસ્ય - 164

    ભાગવત રહસ્ય-૧૬૪   પિતાજી નામદેવને કહે છે- કે “સવારે વહેલા જા...

Categories
Share

ધ એક્સિડન્ટ - 20












ઇન્સ્પેકટર : ધ્રુવ ... જ્યાં સુધી હું તમને પર્સનલી ઓળખું છું ત્યાં સુધી તમે આવું વિચારી પણ ના શકો ... પ્લીઝ તમે બધું જણાવો કે એક્સીડન્ટ પહેલાં થયું હતું શું , તમારા અને માહિર ની વચ્ચે ...

ધ્રુવ : સર ... પ્રિશા આવી ?

ઇન્સ્પેકટર : ના ... ફકત તમારા મેનેજર આવ્યા હતા , તમે કોઈ જોડ વાત કરવા નહતા માંગતા તો એ પણ એમનું સ્ટેટમેન્ટ આપીને જતાં રહ્યા ... હું જાણું છું કે તમારી શું હાલત થઈ રહી છે પણ પ્લીઝ કો - ઓપરેટ કરો... લોકોમાં હજી પણ તમારા પર વિશ્વાસ છે , જે લોકોની તમે હેલ્પ કરો છો, જેમનું ઘર પણ તમારા દ્વારા ચાલે છે ... એમના માટે જ ફકત ...

ધ્રુવ : ઓકે સર ... તમે સાચું કહી રહ્યા છો ... ક્યાં સુધી હું આમ જ બેસી રહીશ ... સર ... એક્સીડન્ટ ના આગળ ના દિવસે ....... ..... ...... અને પછી હું ઘરે આવી ગયો .

ઇન્સ્પેકટર : ઓકે ... તમે કંઈ મિસ તો નથી કરી રહ્યાં ને પ્લીઝ શાંતિથી વિચારો ધ્રુવ ...

ધ્રુવ : હા ... એક વાત ....

*

મેનેજર : યાર ... આ બધું જે થઈ રહ્યું છે એ જરાય ઠીક નથી ... સર નું આમ અરેસ્ટ થવું એ માન્યા માં જ નથી આવી રહ્યું , શેર પણ ગગડી રહ્યા છે , ઇન્વેસ્ટર્સ પણ બેક આઉટ કરી રહ્યા છે ... જો સર જલ્દી આ બધામાંથી નહિ નીકળી શકયા તો બહુ જ મોટી પ્રોબ્લેમ થઈ જશે ... મીડિયા એ તો ઓલરેડી જ વાતનું વતેસર કરી નાખ્યું છે , ગણ્યાગાંઠ્યા લોકો જ બચ્યા છે જેમને સર પર ટ્રસ્ટ છે ....

એમ્પ્લોયર : પણ સર પોતે જ તૂટી ગયા છે , જ્યારથી સર ને અરેસ્ટ કરવામાં આવ્યા છે , ત્યાર થી પ્રિશા મેમ પણ દેખાયા નથી , ઘરે પણ કોઈને નથી ખબર કે એ ગયા છે ક્યાં ... માહિર સર પણ હજી કોમા માંથી બહાર નથી આવ્યા ...

મેનેજર : ભગવાન કરે જલ્દી થી બધું ઠીક થઈ જાય ...

*

ગિરીશ ભાઈ : રાજેશ , હેતાક્ષી ભાભી ... આ બધું શું ચાલી રહ્યું છે , કોઈ કહેશે અમને...

રાજેશભાઈ : શું કહું ગિરીશ ?! મને જ કંઈ સમજાતું નથી ... આ ત્રણ વચ્ચે ચાલી શું રહ્યું હતું અમને કંઈ જ જાણ નહોતી ... એમાં પણ ધ્રુવ ની જોડે રહેવાના બદલે પ્રિશા પણ ખબર નહિ ક્યાં જતી રહી છે .... બે દિવસ થઈ ગયા પણ હજી સુધી ઘરે આવી નથી ...

હેતાક્ષીબેન : હા ... પાછી એની સાથે માહિર ની કોઈ ફ્રેન્ડ છે આયરા ... ખબર નહિ શું કરી રહ્યા હશે બંને ... એમાં પણ પ્રિશા નું મને કંઈ જ સમજ માં નથી આવતું ... અત્યારે ધ્રુવ ને એની જરૂર છે ત્યારે જ એની સાથે નથી ..ધ્રુવ ની હાલત પણ મારાથી જોવાતી નથી ...

ભાવનાબેન : હેતાક્ષી બેન ... તમારી વાત તો સાચી છે પણ ... હું જ્યાં સુધી પ્રિશા ને ઓળખું છું ત્યાં સુધી તો જરૂર એ અત્યારે કોઈ પ્રોબ્લેમ માં હશે અથવા તો પ્રોબ્લેમ નું સોલ્યુશન લાવતી હશે .... એ મુશ્કેલી નો સામનો કરવામાં માને છે , ભાગવામાં નહિ ....

ગિરિશભાઈ : રાજેશ ... તને કોઈ પ્રૂફ મળ્યું ... જેનાથી ધ્રુવ નિર્દોષ સાબિત થઇ શકે ... અથવા તો હાલ પૂરતા જામીન મળી શકે ?

રાજેશ ભાઈ : હજી સુધી કોઈ જ ખાસ સબૂત નથી મળ્યા .. અને જામીન તો મળી જતા હતા પણ ...

ગિરીશ ભાઈ : પણ .. પણ શું ?

રાજેશભાઈ : પણ ધ્રુવ એ ના પાડી દીધી છે ...

ગિરિશભાઈ : શું ? પણ કેમ ?

રાજેશભાઈ : એ તો ખબર નહિ ... કારણ કે એ કોઈની સાથે વાત કરવા પણ તૈયાર નથી .... એ કંઇક બોલે તો હું કંઈ કરી શકું ને ... જામીન માટે સાઈન કરવાની જ ના પાડી દીધી એણે ... બસ .. વારંવાર એક જ વસ્તુ પૂછે છે .. પ્રિશા આવી કે નહિ ... ગિરીશ બહુ થયું એનું ... હવે મારે પહેલા પ્રિશા ને જ શોધવી પડશે ...પણ એ પહેલાં તમે ધ્રુવ જોડે વાત કરવાનો પ્રયાસ કરો .. એ કદાચ માની જાય ... આમ પણ તમે .. હમણાં સીધા જ અહીં આવ્યા છો .. એને એકવાર મળી લો .. તમને કંઇક કહી દે ...

ભાવનાબેન : ગિરીશ ... રાજેશભાઈ સાચું કહે છે ... આપણે એકવાર પ્રયત્ન કરી જોઈએ .. ધ્રુવ મળવાની હા પાડી દે તો ...

ગિરિશભાઈ : હા ચાલો .... રાજેશ તમે પણ ચાલો સાથે ... જામીન માટે કદાચ એ માની જાય તો ... તું બધું સંભાળી લે ...

રાજેશભાઈ : હા ... ચાલો ....

*


" ધ્રુવ ના શું ન્યૂઝ છે ? ... અને પેલો ... માહિર ... જીવે છે કે પછી ? "

" ધ્રુવ તો હજી પોલીસ કસ્ટડીમાં જ છે અને માહિર હજી કોમા માં જ છે ... "

" શું... હજી કોમા માં જ છે ... એ કોમા માંથી બહાર આવવો જ ના જોઈએ ... એ એમ જ મરી જશે તો જ કેસ વધારે સ્ટ્રોંગ બનશે ... અને ધ્રુવ ની રહી સહી ઈજ્જત પણ પાણીમાં ... એક- બે વર્ષ માં તો .. એણે જાણે કે આખા દેશમાં પોતાનું સામ્રાજ્ય ઉભું કરી દીધું હોય એવો માહોલ થઈ ગયો હતો .. ગરીબોનો તો જાણે ભગવાન બની ગયો હતો .. પણ હવે નહિ ચાલે આ બધું હવે બધું જ સમાપ્ત ... અને ફરી પાછું બધું જ ... પહેલાં હતું એમનું એમ ... "

" યેસ સર "

" પ્રયત્ન કરો કે એ જેલમાંથી બહાર જ ના નીકળી શકે ... આમ તો હું એને દુનિયામાંથી જ ઉઠાવી દેત પણ કંઈ વાંધો નહિ , એક તીર એ બે નિશાન .... માહિર જો સાથે હોત તો પ્રિશા પણ કદાચ એના બિઝનેસ ને વધારે આગળ લઈ જાત ... પણ હવે તો માહિર નું તો કંઈ જ કહેવાય નહિ ... અને રહી વાત પ્રિશા ની તો... એ એકલી કંઈ જ કરી શકે તેમ નથી ... અને હા .. ધ્યાન રાખજો કે કોઈ સબૂત આપણી વિરુદ્ધ મળે નહિ ... નહિ તો આખી ગેમ ઓવર થઈ જશે ... અને એ મારાથી કોઈ કાળે સહન નહિ થાય ... સમજી ગયા ને ? ... "

" યેસ સર ... ડોન્ટ વરી... એક પણ સબૂત નહિ મળે કોઈને પણ .. "


to be continued.......