Mari Chunteli Laghukathao - 32 in Gujarati Short Stories by Madhudeep books and stories PDF | મારી ચૂંટેલી લઘુકથાઓ - 32

Featured Books
Categories
Share

મારી ચૂંટેલી લઘુકથાઓ - 32

મારી ચૂંટેલી લઘુકથાઓ – મધુદીપ

ભાવાનુવાદ: સિદ્ધાર્થ છાયા

સાઈઠ કે સિત્તેર વર્ષે...

“લીલાવતી, હવે આપણે વૃદ્ધ થઇ ગયા છીએ.”

લોનમાં ‘ઇઝી ચેર’ પર બેસીને સવારની ચાના ઘૂંટડા પીતા પીતા રામનારાયણે કહ્યું તો તેમની પત્ની ચોંકી ઉઠી.

“તમે આમ કેમ વિચારો છો? હજી તો તમે સાઈઠના જ થયા છો.”

“લીલાવતી, માણસ સાઈઠ કે સિત્તેર વર્ષે વૃદ્ધ નથી થતો.”

“તો...” લીલાવતી આશ્ચર્યચકિત હતી એ વિચારીને કે આજે આમને શું થઇ ગયું છે.

“તું ચા બનાવી રહી હતી ત્યારે સોમેશનો ફોન આવ્યો હતો.”

“એ ઠીક તો છે ને?” એને ચિંતા થઇ.

“એ ઠીક છે લીલાવતી, એ બિલકુલ ઠીક છે.”

“અહીં આવવા માટે એણે કશું કહ્યું કે નહીં?”

“એ હવે કદાચ જ પાછો આવશે... એણે લંડનમાં જ લગ્ન કરી લીધા છે.”

“હેં?? આપણને પૂછ્યું પણ નહીં?”

“મેં તને કીધુંને લીલાવતી, માણસ સાઈઠ કે સિત્તેર વર્ષે વૃદ્ધ નથી થતો.”

“હા, આપણે હવે જરૂર વૃદ્ધ થઇ ગયા છીએ.” લીલાવતીએ ચા ના ખાલી કપ ઉપાડ્યા અને પોતાની ભીની આંખોને છુપાવતી છુપાવતી અંદરની તરફ ચાલી નીકળી.

***