Mari shodh puri thai in Gujarati Short Stories by NupuR Bhagyesh Gajjar books and stories PDF | મારી શોધ પૂરી થઈ...

Featured Books
Categories
Share

મારી શોધ પૂરી થઈ...

મારા પરમ મિત્ર, મારા ઈશ્વર કહે છે કે, કોઈ પણ વ્યક્તિનો જન્મ થાય ત્યારે જ તેને બધાં જ સંબંધો જન્મતા ની સાથે જ મળી જતા હોય છે, માં-બાપ, ભાઈ-બહેન અને બીજા બધાં જ સંબંધો પણ આ જ રીતે ready-made જ મળી જાય છે,
પણ એક સંબંધ તો આપણે જ બનાવતા હોઈએ છે અને એ સંબંધ ની શોધ માં હું હતી...

આજે તારી અને મારી વચ્ચે થયેલી એ એકદમ casual વાતની વાત કરું તો, તને કહેવા માંગીશ કે આખી દુનિયા એક તરફ અને "મારું" આ સ્વપ્ન એક તરફ...
"જે તે જોયું છે મારી માટે" એ સ્વપ્ન...અને જે મારી હકીકત બનવા માટે મારી રાહ જોઈ રહ્યું છું, પણ એ હકીકત બને એ પહેલાં તને મારા એક નવા સંબંધની શોધ વિશે કહેવા માંગીશ...
તું જાણે જ છે કે,તું અને તારો સાથ જ તો છે જે મને સદાય આટલી ખિલખિલાટ રાખે છે, ભલે ને ગમે એટલા દુઃખમાંથી હું પસાર થતી હોય! ભલે ને તારા જોયેલા સ્વપ્નને હકીકત બનાવવા તરફ હું એકદમ કામચોર હોવ, ભલે ને તું દરરોજ મને પૂછ્યા કરે કે આજે લખ્યું તે... આજે તો લખ્યું જ હશે ને.. આજે તો તે તારા માટે time કાઢી લીધો ને.... તારા આ પ્રશ્નો મને બહુ જ ગમે છે! મારી અંદરની આત્માને જગાવી દે છે અને હું ફરીથી ચેતનાને પામું છું!

તું આજે તારું જ સપનું મારા શબ્દોમાં સાંભળ!
મને ખબર છે તને ગમશે જ...

" નાયરા, નાયરા, નાયરા... તારું નામ જેટલી વખત લઉં છું, હું પાગલ થઈ જઉં છું, તારા નામમાં શું જાદુ છે મને કંઈ સમજાતું જ નથી... પણ સાચું કહું તો જે છે એ બહુ જ કમાલ છે.. મને હવે મારી આ life પહેલા કરતા બહુ જ વધારે રોમાંચક લાગે છે, દરેક દિવસ જાણે મારી માટે કંઈક નવી જ તક લઈને આવી જાય છે, તારી વાતોને, તારા random quotes એ મને ઘણું શીખવ્યું છે, તું છે મારી જોડે એ વાત નો મને બહુ જ ગર્વ છે...
તને ખબર છે હું કયા દિવસની રાહ જોઉં છું!?
તારી પહેલી book લોન્ચ થાય એની!
મેં બધું પ્લાન કરી રાખ્યું છે.. બસ તું તારી બુક લખીને આપ,... પછી આપણે આખો હોલ book કરીશું... તું stage પર બેઠી હોઈશ... તારા favourite કલર ના outifts માં અને તારા હાથમાં book હશે, એ book જે તું વર્ષોથી લખવા માંગતી હતી, એ story જે તું વર્ષોથી શોધી રહી હતી...મમ્મી પણ બહુ જ ખૂશ દેખાઈ રહ્યા છે અને એમના અને ભાઈના હાથે book નું વિમોચન પણ કરવામાં આવશે.. એમના face પરની smile આયે હાયે.. મને તો અત્યારથી જ દેખાઈ રહી છે અને બહુ જ મઝા આવી રહી છે.. બસ આ ક્ષણ જલ્દીથી આવી જાય...
ત્યાં બેઠેલા બધા audience તાળીઓ પાડતાં હશે અને એમાં હું પણ હોઈશ... હું સીટી મારીશ અને બધાને આજુબાજુ કહીશ કે જો આ છે મારી પ્રિય મિત્ર, મારી best ગર્લ-ફ્રેન્ડ.. મારી જીવનની સૌથી અમૂલ્ય વ્યક્તિ જેને મને આ જગ્યા પર લાવીને ઉભો રાખ્યો છે કે હું proud ફિલ કરી શકું... અને એ પણ એના હોવાના લીધે... I love you for everything!


તું જ તો છે હંમેશા મારી સાથે જે મને શીખવે છે કે life ને કેવી રીતે સરળતાથી જીવી શકાય છે, ગુસ્સો કર્યા વગર, દુઃખી થયા વગર અને કોઈ પણ જાતનો અફસોસ કર્યા વગર, અને સૌથી ખાસ વાત, life ની દરેક moment ને પોઝિટિવ રીતે લઈને એને ખુલ્લા મનથી સ્વીકારતા પણ તે જ તો શીખવ્યું છે! અને આટલા સંઘર્ષ પછી આજે તારી બુક publish થઈ રહી છે, હું બહુ જ ખુશ છું, મારી ખુશી નો કોઈ પાર નથી રહ્યો..."

તારું આ સપનું એ મારું favorite છે, અને હું એ સપનાને તારી માટે નહીં પણ મારી માટે સાકાર કરવા માગું છું.... તે જોયેલું આ સપનું જો આટલી ખુશી અને સંતોષ આપી શકતું હોય તો.. જ્યારે હકીકત બનશે ત્યારે.. મારી પણ ખુશીનો પાર નહીં રહે!

જેનેે સાંભળવા માત્રથી હું આટલી ખુશ થઈ ગઈ એ જ સપનાને જીવીને હું ધન્ય થઈ જઈશ!

Thank you મારી માટે આ સપનું જોવા માટે, મારી સાથે એને share કરવા માટે અને most importantly મારા સપના પર વિશ્વાસ રાખવા માટે...
જે સપનું મેં કોઈની સાથે share નથી કર્યું, એ જ સપનું જોઈને મારી સમક્ષ એનું વર્ણન કરવા માટે અને.. મારામાં છુપાઈ રહેલી હિંમતને હિંમત આપવા માટે.

ક્યારેય કહ્યું નથી પણ આજે કહું છું, તને મારો મિત્ર બનાવવાના મારા એ નિર્ણય પર મને ગર્વ છે!

"ભગવાન જ્યારે જ્યારે જે જે કરે છે ને એ બધું જ બરાબર જ કરતો હોય છે, જેમ એ મારો પરમ મિત્ર છે, એ જ રીતે તું પણ મારો શ્રેષ્ઠ મિત્ર છે! કૃષ્ણ ના કહ્યા અનુસાર, મારા પરમ મિત્રની શોધ તને મેળવીને પૂરી થઈ."