Spaceship in Gujarati Human Science by Patel Nilkumar books and stories PDF | સ્પેસશીપ

Featured Books
Categories
Share

સ્પેસશીપ

સ્પેસશીપ


વર્ષ 2050 ! જે ગજબ નું ટેકનોલોજી નું ટ્યુશન જતા માનસિક બીમાર લોકો ની ભીડ લાગતી હતી. લાગણી વગરના લોકોના રોજ રોજ ના ઝગડા,કંકાસ થી ભરેલા જીવન.
એક શિયાળા નો દિવસ હતો, તારીખ 4-1-2050! મસ્ત કંચન જેવો સોનેરી સૂરજ પણ ગરમી હતી ગજબ ની!

ત્યાં રીબન સીટી કરીને એક પ્રખ્યાત સીટી હતી, ત્યાં ગણા બધા પ્રકાર ના માણસો ની વસ્તી રહેતી હતી. સીટી માં બધા એકબીજા ની જાત ને સહવિશેષ બતાવવાની હોડ જામી હતી, ત્યાં કોઈને પરસ્પર કોઈની સંભાર લેવાનો સમયસુધ્ધા પણ ન હતો.

એ શહેર માં એક મોટો બંગલો હતો, એમાં એક વૃદ્ધ વ્યક્તિ રહેતી હતી . એનું નામ નિકોલસ હતું. શહેર માં એને લોકો ગાંડાધિપતિ તરીકે જ ઓળખતા એટલે કે જાણે એ વ્યક્તિ જ આખા શહેર માં ગાંડા માં ગાંડો હોય!!
નિકોલસ એતો વાસ્તવમાં કંઈ મૂર્ખ કે ગાંડો ન હતો, પોતાની વિશ્વમાં અલમસ્ત રહેતાં શહેર ના આગવા વૃદ્ધ હતાં.
ત્યાંના લોકો કંઈક નવું ને નવું કરી બતાવવાની વૃત્તિ અને આગળ નીકળી જવાની ગાળાડૂબ સ્પર્ધા માં લોકો લાગ્યા હતાં. લાગણી વગળ ના વર્ષ 2050 ના ટેકનોલોજી એ પારેલા યંત્ર જેવા થઈ ગયા હતાં.

ઉંમર ની સાથે સાથે પકૃતિ પ્રત્યે નો લગાવ વ્યાજબી હતો, નિકોલસ એ નિખાલસ સ્વભાવ ના હતા અને બગીચા માં બેસવાનો ખૂબ શોખ હતો .
તે એક દિવસે સવારે નાના બગીચા ના એક બાંકડે બેઠા હતાં, એકલા બેઠા હતા એટલે પોતાના આગવા વિશ્વ ના ભૂતકાર માં ખોવાયેલા હોવું સ્વાભાવિક થઈ જતું.

નિકોલસ એ જિંદગી ની કંઈક એવી પળો માં પોહચી ગયાં કે ત્યાં તેમને જિંદગી માં કંઈક ખૂટવાનો અફસોસ થઈ આવ્યો,જે બાંકડે બેઠા હતાં એ પણ 2050 માં માણસો જેમ સ્વભાવ બદલે એમ બાંકડો પણ!!
બાંકડો પણ બેબાંકડો થતો એટલે કે તે એક પેટી જેવો હતો જે સૂર્ય ઉર્જા નો ઉપયોગ કરતો જે પેટી જેવો પણ કોઈ એની નજીક જાય એટલે તે નાનકડી પેટી માંથી બાંકડો બની જતો, જેમ 2050 ના લોકો સ્વભાવ બદલે એમ બાંકડો પણ પોતાનો આકાર બદલતો આ 2050 ની ટેકનોલોજી હતી કેમકે બગીચો નાનો હતો .

નિકોલસ ત્યાંથી ઉઠી ને ઘર તરફ રવાના થવાની તૈયારી માં જ હતાં, તે ઉભા થઇ ને પોતાનું માથું નીચું રાખી ને ચાલવા લાગ્યા, ત્યાંજ સામેથી એક કાર આવી રહી હતી જે પુરજોશ માં હતી અને તે કાર ની બિલકુલ સામે એક કૂતરું આવી ગયું,

તે કાર આપમેળે પોતાનો રસ્તો બદલી આગળ વધતી હતી ત્યાંજ તે રસ્તા ની બાજુ માં ઉભા એક થાંભલા ની સાથે અથડાઈ ગઈ એ થાંભલો પણ.....
તે કાર ને કંઈ પણ નુકશાન ન થયું ને વળી, એ થાંભલા ને પણ. નિકોલસ નીચું માથું રાખી ને ચાલતાં ચાલતાં તે કાર થી આગળ નિકર્યા તે કાર વારા ભાઈ એ નિકોલસ ને કંઈ પણ વાંક વગળ ગાળો આપી, નિકોલસ થોડા હસી ને આગળ ચાલ્યા પણ એ કાર વારા ભાઈ ને જોઈ ને નઈ પણ તે ટેકનોલોજી ને જોઈ હસ્યાં હતાં, લોકો તેમના આવા વર્તન જોઈ ને ગાંડા ગણતા હતાં.

તે તેમના ઘરે પોહચ્યાં, તે દરવાજા ની સામે જઇ ને ઉભા રહ્યા એટલા માં આપોઆપ દરવાજો ખુલ્યો અને તે ઘરમાં અંદર પ્રવેશવા જ જતા હતાં ત્યાંજ એક અવાજ આવ્યો
MR. NIKOLAS, MY GOD!! PLEASE PUT YOUR SHOES HERE...

આટલો અવાજ તેમને સંભળાયો તે પોતાના બુટ તરફ જોઈ ને ખૂબ હસ્યાં......