Prem ni Abhaykruti - 8 in Gujarati Love Stories by Parl Manish Mehta books and stories PDF | પ્રેમ ની અભયાકૃતિ - 8

Featured Books
Categories
Share

પ્રેમ ની અભયાકૃતિ - 8

વાર્તા શરુ કરતા પહેલા આપ સૌને નવા વર્ષ ના જય શ્રી કૃષ્ણ .


અને નવો ભાગ મુકવામાં આટલા બધા વિલંબ બદલ મને માફ કરશો જી .


ચાલો હવે વાર્તા તરફ વધીએ જરા


આગળ ના ભાગ માં આપણે જોયુંકે ,


"હવે આગળ સાંભળ " આદિ બોલ્યો.


"પછી થયું એવું કે જેવી આકૃતિ એ અભય ને આ વિષય માં વાત કરી કે અભય તો ખળખળાટ હસી પડ્યો કે આવી બધી વાતો આપણો વર્ષો નો સાથ શું તોડી લેવાનો ....પણ અભય નહોતો જાણતો કે આ સાથ હવે તૂટવાનો હતો.કોઇન્સિડેન્સલી થયું એવું હતું કે અભય ની ભૂતપૂર્વ પ્રેમિકા અને આકૃતિ નો ભૂતપૂર્વ પ્રેમી એક બીજા સાથે પ્રેમ સંબંધ માં હતા ." અનોખી બોલી.


ચાલો હવે આગળ.....

"અને અભય ની એક્શ તમે સાયકો પણ ગણી શકો એવી હતી. એના મગજ માં બસ એમ હતું કે હું જેને ચાહું અને દગો દઈ આગળ વધુ એ ક્યારેય એની જિંદગી માં આગળ ન વધી શકવું જોઈએ અને અહીંયા અભય આગળ વધી ગયો એ એનાથી ન જોઈ શકાયું અને આકૃતિ ના એક્સ નો આ બાબતે ઉપયોગ કરી આ સંબંધ તોડવા અથાક પ્રયત્નો થયા અને અંતે એવું સાબિત કરાવામાં આવ્યું કે આકૃતિ એના ભૂતપૂર્વ પ્રેમી ને સામે જોઈ પોતાની લાગણી નથી રોકી સકતી અને અભય ને આ વાત ની જાણ થતા વગર કોઈ પ્રશ્ન જવાબે એ આકૃતિ ને છોડી ચાલી જવાનો નિર્ણય કરે છે અને ચાલ્યો પણ જાય છે અને એ વાત થી આકૃતિ બહુ દુઃખી થઇ અને અભય થી નફરત કરવા લાગે છે અને એને સંપર્ક કરવા પણ પ્રયત્ન નથી કરતી અને અમને અભય તરફ થી કઈ જ ખબર ન હોવાથી અમને પણ આકૃતિ જ સાચી લાગી અને એને પડખે અમે ઉભા રહી ગયા. પણ... " રવિ આટલું બોલતા જ અટકી ગયો....


"મામુ પણ સુ ?? આમ કેમ અચાનક અટકી ગયા તમે ?" વિહા ની ધીરજ ન રહેતા એ બોલી.


"રવિ આ વાત નથી બોલાય એવી .... " આદિ બોલ્યો.


"પણ ગમે ત્યારે કહેવું તો પડશે જ ને ... અને બધી વાત કહો છો તો એ વાત વચ્ચે નથી છુપે એવી." ક્રિના બોલી.


" પણ એની અસર કઈ અલગ જ આવી તો પરિસ્થિતિ નહિ સાચવી શકાય આપણા થી ."


"અરે આ બધું શુ ચાલે છે જે હોય એ કહી દો હવે અમે મોટા છીએ જરૂર સમજવા પ્રયત્ન કરીશુ અને ન સમજીએ તો તમારા જેવા સારા વડીલો છે અમારા તમે સમજાવી દેજો . " વિહાર બોલ્યો.


"હું આગળ બધી વાત હવે કરી દઉં છું . એ લોકો સમજશે ." રવિ બોલ્યો .


"હા તો સાંભળો આગળ .... જયારે અભય અને આકૃતિ છુટા પડ્યા ત્યારે આકૃતિ ની કોખ માં એમના પ્રેમ નું પ્રતીક હતું અને એના જ સહારે એને આગળ જીવવા નો નિર્ણય રાખ્યો હતો એવું પણ કહી શકાય પણ એ બાળક વિહાર નહિ વિહા હતી .... " ધ્રુજતા અવાજે રવિ બોલ્યો.


"શું??" એકીસાથે ચારેય ના મુખ માંથી નીકળી ગયું.


"હા બેટા , વિહા એ અભય અને આકૃતિ નું પ્રથમ સંતાન છે . એમનો નિર્ણય હતો કે જો પહેલું સંતાન દીકરી હશે તો એના માટે એક મોટો ભાઈ જરૂર આપણે લાવીસું જેથી એક અનાથ બાળક ને પરિવાર મળી જાય અને ભગવાન પણ કદાચ એવું જ ઇચ્છતા હતા એટલે એમના ઘરે લક્ષ્મી નો જન્મ થયો અને આકૃતિ એ એના અને અભય ના નિર્ણય ને હંમેશ માટે મોખરે રાખી અને વિહાર ને દત્તક લીધો. વગર વિચાર્યે કે એ એકલી કેવી રીતે 2 બાળકો ને સાચવશે. " રવિ બોલ્યો.


"વિહાર પ્લીઝ તને આ વાત થી ક્યારેય કોઈ ફર્ક ન પડવો જોઈએ તું હંમેશા અમારો જ છોકરો છું અને રહીશ એ યાદ રાખજે." અનોખી થોડા ચિંતિત સ્વર માં બોલી.


"મમ્મા તું જરાય ચિંતા ન કર મને એ વાત થી ક્યારેય ફર્ક નહિ પડે. હું તમારી સાથે રહ્યો તમે મને મોટો કર્યો એટલે તમે જ મારા મમી પાપા એનાથી વિશેસ બીજું કઈ જ નહિ ." વિહાર બોલ્યો.


બધા એ ભેગા થઇ અને એક સરસ family hug લીધું.


"વિહા આ તો જો હું તને કાયમ કહેતો કે તને કચરા પેટી માંથી લાવ્યા છે પણ અહીંયા તો મારે એવું નીકળ્યું." વિહાર બોલ્યો.


"ભાઈ પ્લીઝ આવો ના બોલશો." વિહા બોલી.


"એ વાત આપનો પરિવાર નહિ તોડે ચાલો આગળ વાત કરો તમે લોકો હું હવે આ વાત પુરી નહિ થાય ત્યાં સુધી ઠરી નહિ શકું." વિશ્વા અધીરા અવાજે બોલી.


"પછી અમે થોડા જ સમય માં વિશ્વાસ નો જન્મ થયો અને અમે નકકી કર્યું હતું કે ત્રણેય બાળકો નો ઉછેર સાથે કરીશુ અને અભય ની ઓછપ તમને ક્યારેય લાગવા નહિ દઈએ અને એના 2 વર્ષ માં વિશ્વા નો જન્મ થયો પછી 3 વર્ષ ઘણી સારી રીતે આ આપનો પરિવાર ભેગો રહી અને ચાલતો હતો અને કાયમ આકૃતિ અભય ની રાહ જોયા કરતી કે ક્યારેક તો એનો અભય આવસે અને હા પછી રવિ અને ક્રિના જ્યારે મસૂરી ફરવા ગયા હતા તો ત્યાં એમને અભય મળી આવ્યો અને અભય પોતાને રોકી ન શક્યો અને અહીં આવી ગયો બધી ગલતફેમહીં નો અંત આવ્યો અને એક સરસ સુખી પરિવાર રહેવા લાગ્યો પણ ખબર નહિ ભગવાન સુ ઈચ્છતો હતો......" આદિ બોલતા અટકી ગયો.


"હા ત્યાર પછી શું થયું હતું મને યાદ છે ત્યાં સુધી અમે બસ 2-3 મહિના જ સાથે હતા પછી એ લોકો અમને મૂકી ને જતા રહ્યા હતા." વિહાર બોલ્યો.


"હા પછી તમે બધા સિંગાપોર હંમેશા માટે જતા રહેવાના હતા તો વિઝા ના કામ થી અભય અને આકૃતિ મુંબઈ જતા હતા ....." એટલું બોલતા રવિ ગળગળો થઇ ગયો.


"એ રાત મને આજે પણ યાદ છે મારી અને આકૃતિ ની ફોને પર વાત ચાલતી હતી. આકૃતિ એ તમારા બધા વિશે મને પૂછ્યું અને એ બોલતી ગઈ કે મારા 2 છોકરા ની મને ક્યારેય ચિંતા નહિ રહે કેમ કે જશોદા દેવકી કરતા હંમેશા સારી રીતે રાખશે એટલે મારા છોકરાઓ ની તો મને કોઈ જ ચિંતા નથી. અને ત્યાં જ અચાનક એને બૂમ પડી અભય....... " અનોખી બોલતા બોલતા ત્યાં જ અટકી ગઈ .


"મમી શું થયું હતું ત્યારે તું કેમ આટલું બધું રડવા લાગી પ્લીઝ કઈ બોલ ." વિશ્વાસ પણ ધીરજ ખોઈ બેઠો અને બોલ્યો.


"બેટા એ તારી મમ્મી અને પપ્પા નો છેલ્લ્લો દિવસ હતો આ દુનિયા માં . આકૃતિ બસ પછી અનોખી ને બોલતી રહી ... એન્ની મારા છોકરા તારા છોકરા એમને સાચવજે હું જીવીશ એવું લાગતું નથી ધ્યાન રાખજે એમનું અને છેલ્લે બસ એ 'તે કર્યું અમારી સાથે આવું કુરુ.... 'બોલતા શ્વાસ છોડી જતી રહી. " કરીના બોલી.


"શું ? શું ? મારા મમ્મી પપ્પા છે જ નહિ આ દુનિયા માં ....." બોલતા જ વિહા તૂટી પડી .


"એ રાત અને એ એની સાથે ની છેલ્લી વાત મારી હું ક્યારેય નહિ ભૂલું મારી અક્કી મને મૂકી ને જતી રહી." અનોખી બસ રડે જ ગઈ .


"મારી ઢીંગલી મારો જીવ મારી બેન જતી રહી મને મૂકી ને ...." રવિ જાણે આટલા વખત દિલ દબાવેલુ રુદન આજે તોડી અને બૌ રડ્યો .


"મારો ભાઈ સમો મને જીવ થી પણ વ્હાલો દોસ્ત જે 8 વર્ષે મને પાછો મળ્યો હતો હંમેશા માટે મારી પાસેથી જતો રહ્યો." આદિ પણ પોક મૂકી ને બહુ રડ્યો .


જાણે આટલો વખત બધા એ દિલ માં ભરી રાખેલા આશુ ઓ ને મુક્ત કરી દીધા .


સૌથી વધારે અસર વિહાર અને વિશ્વા પાર દેખાય રહી હતી કારણ કે આટલો વખત એ મરેલા લોકો ને દોશી ઠેરાવી અને કેટલુંય બોલતા રહ્યા હતા આ અને એ લોકો ..... હવે દુનિયા માં જ નથી .


આદર્શ અને મનાલી એ પોતાના મોટા હોવાની જવાબદારી સમજી આખા પરિવાર ને સાચવ્યો . કોઈ પણ સ્વસ્થ ન હતું બધા નું ધ્યાન રાખી અને મનાલી એ આવતા જ એક ઘર ની વહુ હોવાનું જવાબદારી યુક્ત કામ સારી રીતે પાર પાળ્યું .


વાતાવરણ પહેલા જેવું થતા 2-3 દીવસ નો સમય નીકળી ગયો.


ત્યાં અચાનક વિહાર ને યાદ આવ્યું અને એ દોડતો અનોખી પાસે ગયો .

" મમ્મી એ લાસ્ટ માં અક્કી મમાઁ સુ બોલતા ગાયક હતા ... તે કર્યું આ કુરુ.... એવું કઈ ??? એ સુ હતું??"


બસ આજ માટે બહુ થયું હવે પ્રશ્ન ઘણા આવ્યા .


આ કુરુ... વાળું સુ છે પાછું નવું ??

મનાલી નો શું સંબંધ છે આ બધા સાથે ?

અને હવે પાછું નવું આ સુ ચાલુ થવાનું છે ??


હા તમારા આ બધા પ્રશ્નો ના જવાબ માટે વાંચતા રહો પ્રેમ ની અભયાકૃતિ .


અને આ વખત જલ્દી ન્યૂ પાર્ટ આવશે . 😅


©️પર્લ મહેતા