Ae to hu jaish in Gujarati Short Stories by Dipty Patel books and stories PDF | એ તો હું જઈશ...

Featured Books
Categories
Share

એ તો હું જઈશ...








" અરે કહું છું સાંભળો છો.? અરે, તમને જ કહું છું, ચલો ને જલ્દી હજી બધા કામ બાકી છે. જમીને પરવારી જઈએ, તો સામાન પૅક કરીએ,"કુસુમબેન હરખાતાં હરખાતાં બોલ્યા , " અને જુઓ તમારે મને પૅકિંગ કરાવવા લાગવું પડશે. " "હું એકલી કંઈ ભૂલી જઈશ તો ઉપાધિ થશે. "એકબાજુ થાળી પીરસતાં કુસુમબેન બોલતાં જતાં હતાં.

મનહરભાઈ : "અરે, પહેલાં તું શાંતિ થી જમી લે, બીજું બધું થઈ પડશે, જયારથી અમેરિકા જવાનું નક્કી થયું છે, તે શાંતિ થી શ્વાસ પણ નથી લીધો. જયેશે કહ્યું એટલે પોટલાં બાંધી દીધાં તે જવા માટે," હસતાં હસતાં બોલ્યાં.

"જુઓ તમે જયેશ નું કશું ના કહેશો, અત્યાર સુધી તમે જ ના પાડતાં હતાં, એટલે હવે એકવાર તો....."

વચ્ચે જ મનહરભાઈ બોલ્યાં: "સારું સારું હવે તો એકવાર જઈ જ આવીએ, પછી કંઈ..??"

" પણ એ પહેલાં સોમનાથ જવાનું છે ,આપણે બે દિવસ ત્યાં રહીશું ,પછી આવીને આપણે અમેરિકા માટે સામાન પૅક કરીશું, હમણાં તો સોમનાથ માટે પૅકિંગ કરી લઉં ," કુસુમબેન બોલ્યાં.

કુસુમબેન અને મનહરભાઈ નો એક નો એક દિકરો જયેશ અમેરિકા સેટ થયો હતો. બેઉં એકબીજા ના પૂરક બની રહેતાં, લગ્ન જીવન ની વાસ્તવિકતા ને જાણતાં હોય એમ દરેક કામ સાથે રહી ને જ કરતાં, મનહરભાઈ ને અમેરિકા જવાની કોઈ ખાસ ઈચ્છા નહોતી, પણ કુસુમબેન નો ઉત્સાહ જોઈ પોતે પણ જવા માટે વ્યાકુળ હોય એમ દર્શાવતાં .

સવારે સોમનાથ જવા નીકળવા નું હોવાથી વહેલાં સૂઈ ગયાં, પાંચ વાગે એલાર્મ વાગતાં જ કુસુમબેન ઊભાં થઈ ગયાં, " અરે, કહું છું , ચાલો નાહી ધોઈ લો , બસ કંઈ આપણને લેવા ઊભી નહિ રહે." બોલતાં બોલતાં જ લાઈટ ચાલુ કરી ,મનહરભાઈ ના માથે હાથ ફેરવવા લાગ્યાં,

મનહરભાઈ હસતાં હસતાં : " આમ જ હાથ ફરતો રહે તો તો ઊંધવાની મઝા આવી જાય. "

" હવે ઊઠો ચાલો સવાર માં ભગવાન નું નામ લો " ,ખોટો છણકો કરતાં કુસુમબેન " હું ચા મૂકું છું , તમે તૈયાર થઈ જાવ " ,

તૈયાર થઈ ને બસ સ્ટેન્ડ પહોંચી ગયાં, રિઝર્વેશન હતું , સીટ નંબર જોઈ બસમાં બેઠાં , થોડી વાર હતી, બસ ઉપડવાની ધીરે ધીરે બધાં પેસેન્જર આવી ગયા , થોડીવારમાં બસ ઉપડી, સવાર ની ખુશનુમા વાતાવરણ થી મન પુલકિત થઈ ગયું ,ઉગતાં સૂર્ય ને લાલ રંગ માં બહાર નીકળતા એ ત્યારે જોવાની મઝા આવે. કુસુમબેન નું અમેરિકા પુરાણ ચાલુ થયું ,
" આપણે અમેરિકા જઈશું , તો આખું અમેરિકા ફરી ને આવીશું , અરે, મારે જયેશ ને પૂછવાનું રહી ગયું, અમેરિકા ફરવા માટે કેટલાં દિવસ લાગે..?? "
મનહરભાઈ હસીને બોલ્યાં : " પંદર દિવસ માં આખું અમેરિકા ફરી લેવાય , આપણે ત્યાં થી પણ ટૂર ઉપડતી હોય ,બધા જોવા લાયક સ્થળો બતાવે , !!!!!!
" સાચે જ તો તો આપણે ફરી જ આવીશું " કુસુમબેન બોલ્યાં
" પણ હંમણા તો આપણે સોમનાથ જઈએ છીએ , એ યાદ રાખજે ". હસીને મનહરભાઈ એ કહ્યું.
" હા હા હવે મને ખબર છે ".

" એ તો હું જઈશ.."

ચ્ ચ્ ચ્ ચ્ જોરથી બ્રેક મારવાથી ટાયર નો મોટો અવાજ સાંભળીને બધા પોતાની જગ્યાએ ઊભા થઈ ગયા.

" શું થયું ? શું થયું ? " એકસાથે બધા નો અવાજ સાંભળી ડ્રાઈવરે બસ ઊભી રાખી,
" કંઈ નહીં શાંતિ થી બેસો , બિલાડી આવી ગઈ હતી," બચી ગઈ, અમુક લોકો ગણગણવા લાગ્યા," આ તો અપશુકન કહેવાય ",

" અરે ભલા માણસ કંઈ દુનિયામાં જીવો છો ?? એવું કશું હોતું નથી, નસીબ માં લખેલું હોય એ જ થાય , " પાછળ થી કોઈ બોલ્યું . " ચાલો ભજનો ગાવ , " કોઈ બોલ્યું.

એક પછી એક ભજનો ચાલુ રહ્યાં ,કુસુમબેન પણ સાથ પૂરાવા લાગ્યાં , અમેરિકા જતાં પહેલાં સોમનાથ જવા ની જયેશ માટે શંકર ભગવાનના આશીર્વાદ લેવાનું એમણે નક્કી કરી રાખ્યું હતું.

નગર મેં જોગી આયા,જશોદા કે ઘર આયા,
જિસે કોઈ સમજ ના પાયા,સબસે બડા હૈ તેરા નામ,
તેરા નામ.

ભજનો ગવાતાં રહ્યાં , કયારે સોમનાથ આવી ગયું ,ખબર જ ના પડી. બધા ખુશખુશાલ નીચે ઉતરવા લાગ્યાં , સવાર ના અગીયાર વાગ્યા હતાં, એટલે પહેલાં મંદિરમાં દર્શન કરી હોટલમાં જવું એવું નક્કી થયેલું હતું. મંદિરમાં અંદર આવતાં જ એક અલગ અનુભૂતિની લાગણી થવા લાગે, માનસિક શાંતિ છવાઈ જાય, " બમ્ બમ્ ભોલે " ના ઉદગાર સાંભળીને મન ભાવવિભોર થઈ જાય. ખૂબ ગીરદી પણ લાઈન માં સારી રીતે દર્શન કર્યાં. તન-મન પુલકિત થઈ ગયું. સાંજે ફરી આવવું નક્કી થયું, બધાં પાછા બસમાં ગોઠવાઈ ગયાં. બધાં હોટલમાં જમી પોતપોતાના રૂમમાં આરામ કરવા ગયાં.

ચા-પાણી પીને બધાં ફરી જવા તૈયાર થઈ ગયા,. હજી કોઈ કોઈ તૈયાર થતાં હતાં , એકબીજાને બૂમો પાડી જલ્દીથી નીકળવા માટે કહેવા લાગ્યા. છેવટે પાંચ વાગે બધા નીકળતાં બધાં પાછા મંદિરે પહોંચ્યા, હવે કોઈ ઉતાવળ નહોતી,. શાંતિથી દર્શન કરીને ફરવાનું જ હતું. મંદિર માં પરમ કૃપાળુ શિવશંકર નુ આહલાદક મનોહર દર્શન ત્યાં ને ત્યાં જ જકડી રાખતું. બહાર પ્રકૃતિ નું અવર્ણનીય દર્શન સમુદ્ર કિનારો મનને પરમ શાંતિ પ્રદાન કરવાથી કોઈ ને ત્યાં થી જવું જ નહોતું,. પણ આ શું......??????

સાંજથી જ થોડું વાદળછાંયું આકાશ હતું, અચાનક ઘનઘોર અંધકાર છવાઈ જઈ વરસાદ ના છાંટા પડતાં, બધાં આમતેમ ભાગી ને જગ્યાએ જવા લાગ્યાં ,ત્યાં તો બારે મેઘ ખાંગા થયા હોય તેમ મૂશળધાર વરસાદ વરસવા લાગ્યો. કુસુમબેન કશું નહિં દેખાતાં, મનહરભાઈ ને બૂમો પાડવા લાગ્યાં , પણ આટલા અનરાધાર વરસાદ માં કોઈ ને કોઈ નો અવાજ સંભળાય ખરો. ???

મનહરભાઈ પણ પુરુષો ની લાઈનમાં દર્શન કરી ને નીકળ્યાં ત્યારે તો બહાર વરસાદે પોતાનું સામ્રાજ્ય સ્થાપી દીધું હતું., એ પણ કુસુમબેનને બૂમો પાડવા લાગ્યાં , કુસુમબેન અંદાજે ચાલવા લાગ્યાં ,પણ એ બહાર ની બાજુ એ ખોટાં રસ્તા ઉપર નીકળી ગયાં,અને વરસાદે તો જાણે રોદ્ર રૂપ ધર્યું હતું . ત્યાં આગળ માટી જ માટી હતી, જે વરસાદ ના પાણી માં ચીકણી થઈ ગઈ હતી, એક -બે વખત પડતાં બચ્યાં ,પણ આગળ કશું જ નહિં દેખાતાં ચીકળી માટીમાં લપસી પડયાં ,જાણે લપસણી હોય એમ લપસતાં ગયા, સારા નસીબ કે એક મોટું ઝાડ ના થડ પાસે અટકયાં , અચાનક આ પ્રહારથી ગભરાટ થી બેહોશ થઈ ગયાં ,

મનહરભાઈ પણ વરસાદ થી બચવા મંદિર ના છતનો સહારે વરસાદ બંધ થવાની આશા એ ઊભાં રહ્યાં ,અને ચારે બાજુ કુસુમબેનને શોધવા નજર ફેરવતાં રહ્યાં .મનમાં ઉચાટ થઈ રહ્યો હતો. પણ કયાંય કુસુમબેન દેખાતાં જ નહતાં !!!!!!!

આખરે બે કલાક પછી વરસાદ પણ જાણે થાકી ગયો હોય એમ થોડો ધીમે પડ્યો ,સાવ ઝરમર વરસાદ થતાં મનહરભાઈ કુસુમબેન ને શોધવા પલળતાં નીકળ્યા ,બધે ફરીને બેવાર ચાર વાર જોઈ આવ્યાં , પછી જે સામે મળે એને પૂછવા લાગ્યાં , હવે તો આંખો માં પણ ઝળઝળિયાં આવી ગયાં ,

બસમાં સાથે આવેલાં બધાં ને કહેવા લાગ્યાં , બે ચાર માણસો સાથે આવ્યાં : " ચાલો શોધી લઈ એ વરસાદ થી બચવા આમતેમ ઊભાં હશે. " બે જણા બહાર નીકળ્યાં , ઘણા દૂર સુધી જોઈને પાછાં આવ્યાં , કોઈ મળ્યું નહીં , મનહરભાઈ એકદમ નિરાશ થઈ ને ત્યાં જ ફસડાઈ ગયા.

બસમાં સાથે આવેલાં એમાં થી બે જણા વરસાદ શરૂ થતાં પહેલાં ચા પીવા જતાં રહ્યાં હતાં , વરસાદ ના લીધે ઝાડ પાસે જ ઊભાં હતાં ,તેમણે કુસુમબેન ને ત્યાં અથડાતાં જોયાં , માણસાઈ થી બીજા બે જણની મદદથી ત્યાં ઊંચા ઓટલા પર સુવડાવી દીધાં હતાં ,પોતાની બસમાં હતાં , એવું યાદ આવ્યું એમને !!

વરસાદ બંધ થતાં તેઓ બસ પાસે આવ્યાં , ત્યાં બધાં ટોળે વળીને કુસુમબેન ની વાત કરતાં જોયાં , એમણે મનહરભાઈ ને કહ્યું , લગભગ દોડતાં જ મનહરભાઈ ત્યાં પહોંચી ગયાં ,કુસુમબેન ને જોઈને એમના જીવમાં જીવ આવ્યો , તરત ડૉકટર પાસે લઈ જવામાં આવ્યાં ,

ડૉકટરે ઇજેકશન આપ્યું , દવાઓ આપી આરામ કરવા કહ્યું , બધા ની મદદથી હોટલમાં રૂમ માં પહોચાડી , મનહરભાઈ એ શાંતિ નો શ્વાસ લીધો
,
સવાર થતાં કુસુમબેને આંખો ખોલી , મનહરભાઈ એ તેમને આગલા દિવસ ની વાત કરી ,કુસુમબેન હસી રહ્યાં , મનહરભાઈ ખોટો ગુસ્સો કરતાં બોલ્યાં : " અમેરિકા જવાનું કૅન્સલ "
કુસુમબેન બોલી ઉઠયાં

" એ તો હું જઈશ....."