Pruthvi-Ek prem katha - 50 in Gujarati Fiction Stories by DrKaushal Nayak books and stories PDF | પૃથ્વી:એક પ્રેમ કથા - ભાગ - 50

Featured Books
Categories
Share

પૃથ્વી:એક પ્રેમ કથા - ભાગ - 50

આપણે આગળ ના ભાગ માં જોયું કે પૃથ્વી પોતાની સુષુપ્તાવસ્થા માંથી બહાર આવે છે,પરંતુ રક્ત ની પ્યાસ ના કારણે એ આદમખોર થઈ ચૂક્યો હોય છે. જેથી રક્ત ની તલપ માં એ નંદની ના રક્ત ની માંગણી કરે છે,નંદિની પોતાના પ્રેમ ની પરીક્ષા કરવા માટે એને પોતાનું રક્તપાન કરવા ની અનુમતિ આપે છે.પૃથ્વી એક ઘૂંટડો ભરતા જ નંદીના અશ્રુ ના સ્પર્શ થી એને અચાનક ભાન થાય છે,પશ્ચાતાપ થી એ નંદિની થી દૂર ચાલ્યો જાય છે,વિશ્વા અને અંગદ એની ખોજ માં પાછળ જાય છે ,જ્યારે અવિનાશ નંદીની ને લઈ ને રહસ્યમયી ગુફા માં પહોચે છે,અંતે નંદિની એ ઘડા માથી પુસ્તક ને બહાર કાઢવામાં સફળ થાય છે,નંદની ના ઇનકાર હોવા છ્તા અવિનાશ એ પુસ્તક ખોલી ને એમાં રહેલા રહસ્ય ની જાણવાની ઈચ્છા દર્શાવે છે,અંતે નંદની હા કહેવાથી અવિનાશ એ પુસ્તક ખોલી ને એનું મંથન કરે છે,અવિનાશ આશ્ચર્યચકિત થઈ જાય છે ત્યારે નંદિની એને કારણ પૂછતા ,અવિનાશ જણાવે છે કે આ રહસ્યમયી પુસ્તક ની રચના સ્વયં માયા એ કરેલી છે
ક્રમશ:
અવિનાશ : નંદિની ..આ પુસ્તક માયા નું છે ..માયા જેને માયાપૂર ની રચના કરી,દુનિયા ની સૌથી શક્તિશાળી witch ,દુનિયા ની સૌથી શક્તિશાળી witch નું સૌથી શક્તિશાળી મંત્ર નું પુસ્તક.
નંદિની થોડીક વાર સુધી અવાક થઈ ગઈ.
નંદિની : હવે ....
અવિનાશ : હવે મને થોડુક સમજાઈ રહ્યું છે કે નીલાંજના ને આ પુસ્તક ની આટલી ચાહના કેમ હતી ?
નંદની : અવિનાશ ....હું સમજી ગઈ કે .. આ પુસ્તક સૌથી શક્તિશાળી છે... પરંતુ તું શું કહેવા માંગે છે એ મને બિલકુલ નથી સમજાતું.
અવિનાશ : નંદિની .... આ તુરંત સમજાઈ જાય એટલું સરળ પણ નથી.
આ પુસ્તક માં માયા એ માયાપૂર ની રચના અને એના ઇતિહાસ નું વર્ણન કરેલું છે.માયાપૂર માં જાદુ ની શરૂઆત જ માયા થી થઈ,માયાપૂર ના દરેક રહસ્ય આ પુસ્તક માં કેદ છે,માયાપૂર ના ગુપ્ત રસ્તા,માયાપૂર ના પ્રતિબંધિત જાદુ ,દરેક વાત આ પુસ્તક માં છે.
નંદિની : મતલબ કે આ પુસ્તક ની મદદ થી આપણે નઝરગઢ પરત ફરી શકીશું ? નીલાંજનાજી નું કથન સત્ય જ હતું.
અવિનાશ : હા પરંતુ...
નંદિની : હવે શેનું પરંતુ ?
અવિનાશ : આ પુસ્તક અત્યંત મૂલ્યવાન છે નંદિની ...એને નીલાંજના જી આપવું ઉચિત રહેશે ?
નંદિની : અવિનાશ.... મને લાગે છે કે તું આ પુસ્તક કોઈ ને આપવા ઈચ્છતો નથી, તને એના પર લાલચ જાગી છે .......તું ભૂલી રહ્યો છે કે નીલાંજનાજી ના લીધે આપણે માયાપૂર પહોચી શક્યા છીએ અને પૃથ્વી સુધી પહોચી શક્યા.
અવિનાશ : નંદિની ...તું મારા વિષે ખોટું વિચારી રહી છે ...મને આ પુસ્તક પ્રત્યે કોઈ પણ લાલચ જાગી નથી.પહેલા પણ મંત્ર ના દૂરપયોગ થી મહાવિનાશ સર્જાઈ ચૂક્યો છે ,હું નથી ઈચ્છતો કે પુનઃ એવી કોઈ ઘટના બને ...આ પુસ્તક માં એવા મંત્ર છે જે મહા વિનાશ પણ કરી શકે અને મહાન સર્જન પણ.
નંદીની એ અવિનાશ ની વાત પર વિચાર કર્યો.
નંદિની : દેખ અવિનાશ ...મંત્ર અને એની તાકતો વિષે મને ઊંડાણ માં કોઈ ખ્યાલ નથી,પરંતુ તે હમણાં જે રીતે કહ્યું એ રીતે ...જો ખરેખર આ પુસ્તક અત્યંત શક્તિશાળી છે .... તો સંભવ છે .... કે આ પુસ્તક થયેલા વિનાશ ને ..... નવસર્જન માં રૂપાંતર કરી શકે.
અવિનાશ : મતલબ ?
નંદિની : શું આ પુસ્તક ....માયાપૂર માં થયેલા આ મહાવિનાશ ને સર્જન માં રૂપાંતર કરી શકે ?
અવિનાશ ગૂઢ વિચાર માં પડી ગયો....નંદિની ના વચનો એના મન માં ઘોળાઈ રહ્યા હતા ....
અવિનાશ : શ.... શું એ શક્ય છે ?
નંદિની : તે જ તો કહ્યું કે આ પુસ્તક દુનિયા નું સૌથી શક્તિશાળી પુસ્તક છે .....જો સાચેજ હોય તો એના માટે કઈ પણ અશક્ય નથી.જો મારો પૃથ્વી મહાવિનાશ થી પણ જીવિત બચી શકતો હોય તો ... આ નગર તો મહાન ઇતિહાસ અને જાદુ નું સાક્ષી છે .... પૃથ્વી ની સાથે એ પણ તો આ ભયંકર તારાજી નો સામનો કરી ને આજે આપણી સમક્ષ ઊભું છે.
અવિનાશ તુરંત જ બાજુ માં રહેલા પથ્થર પર બેસી ગયો અને ...પુસ્તક ના દરેક પાનાં ને ઉલટાવી ને એમાં રહેલા મંત્ર નું અવલોકન કરવા લાગ્યો.
એના આંખો માં પોતાના માયાપૂર ને પુનઃ જીવંત કરવાની ચાહના સ્પષ્ટ જણાતી હતી.નાના બાળક ની જેમ આતુરતા થી એ બધુ નિહાળી રહ્યો હતો.
નંદિની એ એના ચહેરા પર ખુશી જોઈ આનંદ થયો.
નંદની (મન માં ): તું મારા થી દૂર નથી પૃથ્વી .....તારી નંદિની તારી રાહ જોઈ રહી છે ... આપની સમસ્યા ઓનો અંત નિકટ છે.જલ્દી થી અમારી પાસે આવી જા ...અમે તારો ઇંતેઝાર કરી રહ્યા છીએ.
હું તારો ઇંતેઝાર કરી રહી છું .... તું જાણે છે ને ....હું મારો અંત કરી દઇશ પણ તારા વિના અહી થી ક્યાય નહીં જાવ.
અહી આ બાજુ ......
નંદની ના મન ની અવાજ પૃથ્વી ના કાન માં પડી.
નઝરગઢ ના બીજા છેડે ..એક અંધારી ગુફા માં એને પોતાને કેદ કરી લીધો હતો ...જેથી કોઈ એની સુધી ના પહોચી શકે ....
પરંતુ નંદિની નો અવાજ એ ગુફા ને ચીરી ને પૃથ્વી પાસે પહોચી ગયો.
પૃથ્વી : તારે જવું પડશે નંદિની ....તારો પૃથ્વી આદમખોર થઈ ચૂક્યો છે ... એ જાનવર બની ગયો છે.હું તારા માટે ફક્ત એક ખતરો છું .... તારા જીવન પર ગ્રહણ છું....ચાલી જા નંદિની ....હું તારી પાસે નહીં આવી શકું ...સદૈવ માટે ..પોતાને આ ગુફા માં કેદ કરી લઇશ.
વિશ્વા પૃથ્વી ને શોધતી શોધતી એ ગુફા પાસે પહોચી .....વિશ્વા આમતેમ જોઈ રહી હતી.
ગુફા નું મુખ એક વિશાળ પથ્થર થી ઢંકાયેલું હતું.
વિશ્વા એ ગુફા ના મુખ પાસે પહોચી ત્યાં પાછળ થી અવાજ આવ્યો .
“તો તું અહી છે ?”
વિશ્વા એ પાછળ વળી ને જોયું તો અંગદ અને અરુણરૂપા ત્યાં ઊભા હતા.
વિશ્વા : અંગદ ...પૃથ્વી ?
અંગદ : ના... એનો કોઈ પત્તો નથી.
વિશ્વા એ સાંભળી ને નિરાશ થઈ ગઈ.
વિશ્વા : એ જાણી જોઈ ને આપણાં થી છુપાઈ રહ્યો છે.
અંગદ : હા ...અને જ્યાં સુધી મને લાગે છે ,એ અવશ્ય આપણાં પર નઝર રાખી રહ્યો છે ...
વિશ્વા એ જોર થી અવાજ નાખ્યો.
“પૃથ્વી .... જો તું અમને સાંભળી રહ્યો છે... તો એક વાત સમજી લે અમે કોઈ પણ સંજોગો માં તને નઝરગઢ પરત લઈ જઈશું.બસ તને એ જ જણાવવા માંગીએ છે કે આપની પાસે સમય ઓછો છે ....જો એક દિવસ માં આપણે નઝરગઢ નહીં પહોચી શકીએ તો આપનો સંપૂર્ણ પરિવાર અહી હમેશા માટે કેદ થઈ જશે.નિર્ણય તારો છે કે તું આપણાં પરિવાર ને સદાય માટે અહી કેદ રાખવા માંગે છે કે અમારી સાથે નઝરગઢ આવવા માંગે છે.”
અંગદ : પૃથ્વી .... તું આજે પણ અમારા માટે એ જ પૃથ્વી છે ...અમારી પાસે આવી જા... તારો પરિવાર તારી રાહ જોઈ રહ્યો છે.
પૃથ્વી બધી જ વાતો સાંભળી રહયો હતો.એના આંખો માં બસ અશ્રુ હતા.
પૃથ્વી (ધીમા સ્વર માં) : હું સમજુ છું ...પરંતુ હું પોતાના પરિવાર ની હત્યા કરવા નથી માંગતો ...મારો ખુદ પર કાબૂ નથી.મારા પર કૃપા કરો અહી થી ચાલ્યા જાઓ.
વિશ્વા એ તુરંત વળી ને ગુફા તરફ જોયું.
અંગદ : શું થયું વિશ્વા ?
વિશ્વા : અહી થી મને પૃથ્વી નો અવાજ આવ્યો .
અરુણરૂપા : પૃથ્વી ? અહી ?
અંગદ : હા બની શકે કે પૃથ્વી આ ગુફા ની અંદર જ હોય.
વિશ્વા : હા આપણે ગુફા ના અંદર પ્રવેશ કરવો જોઈએ.
પૃથ્વી આ સાંભળી ને ઘભરાઈ ગયો .... એ સમજી ગયો હતો કે ...કે હવે એ લાંબો સમય સુધી છુપાઈને નહીં રહી શકે.
વિશ્વા ગુફા ના મુખ પાસે પહોચી અને એના આગળ રાખેલા વિશાળ પથ્થર ને હટાવવાની કોશિશ કરી રહી હતી.

અહી આ બાજુ અવિનાશ ...પુસ્તક ના પાનાં ઉલટાવી રહ્યો હતો ..ત્યાં એક પાનાં પર એની નઝર અટકી ...એને વાંચતાં ... જ એ પુસ્તક ....એના હાથ માથી પડી ગયું.એની આંખો માંથી અશ્રુ વહી રહ્યા હતા...એના હાથ ધ્રુજી રહયા હતા.
નંદની : અવિનાશ તું ઠીક તો છે ને.
અવિનાશ : ન...નંદિની ...ચમ ...ચમત્કાર થઈ ગયો...તારી વાત સાચી હતી ...
આ પુસ્તક સાચે માયાપૂર ને પુનઃજીવિત કરી શકશે................
નંદની ને આંખો ભીની થઈ ગઈ.
અવિનાશ : અને એટલું જ નહીં .....માયાપૂર માંથી અદ્રશ્ય થયેલું સંપૂર્ણ મંત્ર અને જાદુ પણ પુનઃ સ્થાપિત થશે.
નંદીની ....મારૂ નગર પુનઃ જીવિત થશે......
એનો મતલબ સમજે છે.....
માયાપૂર ના સમગ્ર ગુપ્ત રસ્તા ફરીથી કાર્યરત થશે.
નંદિની : તો... અવિનાશ રાહ શેની જોવે છે ... એ મંત્ર નો પ્રયોગ કર .
અવિનાશ : નહીં કરી શકું ....
નંદિની : કેમ ?
અવિનાશ : આ મંત્ર અત્યંત શક્તિશાળી છે...અને એના ઉચ્ચારણ માટે 5 લોકો ની જરૂર પડશે.
એક હું ,સ્વરલેખા ,માતા અરુણરૂપા , અંગદ અને મનસા.
નંદની : તો આપણે તુરંત ... મહેલ પહોચવું જોઈએ.
પરંતુ અંગદ અને માતા તો પૃથ્વી ની શોધ માં છે ..
અવિનાશ : એમના સુધી એક સંદેશ પહોચાડવો પડશે.
નંદિની : પરંતુ કઈ રીતે ?
અવિનાશ : એનો જવાબ પણ આ પુસ્તક માં જ છે... હું એક મંત્ર ના ઉપયોગ થી એક સંદેશ એમની સુધી મોકલીશ.બસ તારે મારી મદદ કરવી પડશે.
નંદિની : માફ કરજે અવિનાશ હું ..મંત્ર નો પ્રયોગ કરવામાં અસમર્થ છું.
અવિનાશ : તારે મંત્ર નો પ્રયોગ નથી કરવાનો ... તું ફક્ત એક માધ્યમ છે.... હું તારો અવાજ અંગદ અને માતા સુધી પહોચાડીશ.
બસ જ્યારે હું મંત્ર નું ઉચ્ચારણ શરૂ કરું અને તારો હાથ પકડીશ એવું તારું મન એ લોકો સાથે જોડાઈ જશે ...તું એમના સાથે વાર્તાલાપ કરી શકીશ ...પરંતુ એના માટે તને થોડીક જ ક્ષણો મળશે ... એ ક્ષણો માં તારે એમને સર્વ સમજાવી ને તુરંત મહેલ આવવા જણાવવું પડશે.
નંદની : ઠીક છે ...હું તૈયાર છું ...
અવિનાશ એ એક હાથ માં પુસ્તક લીધું અને મંત્ર નો ઉચ્ચાર શરૂ કર્યો ..અને બીજા હાથ થી નંદિની નો હાથ પકડ્યો .... નંદિની પોતાની આંખો બંધ કરી લીધી.
અહી આ બાજુ વિશ્વા એ... ગુફા ની સામે થી પથ્થર હટાવી દીધો.
અને ત્રણેય ગુફા માં પ્રવેશ કરતાં હતા ત્યાં ...જ નંદની નો અવાજ અરુણરૂપા અને અંગદ ના કાન માં પડ્યો.
નંદીની : અરુણરૂપા જી ,અંગદ તમે મને સાંભળી શકો છો ?
બને ડઘાઈ ગયા.
બંને એકસાથે બોલ્યા “નંદિની .... હા .... પણ....”
આ બાજુ વિશ્વા પણ કઈ સમજી શક્તિ ના હતી બસ એ બંને ના સામે જોઈ રહી હતી... બંને આંખો બંધ કરી ને ઊભા હતા.
નંદિની : સવાલ જવાબ નો સમય નથી .. બસ આપ ત્રણેય ..જેટલું બને એટલું ઝડપ થી મહેલ પહોચો.
અંગદ : પરંતુ નંદની ...શું થયું છે ..અમારો જીવ ઘભરાય છે ...બધુ સકુશલ તો છે ને ?
નંદિની : હા બધુ કુશળ જ છે ... બસ તમારી જરૂર અહી વધારે છે ...તુરંત પહોચો.
અરુણરૂપા : ઠીક છે બસ ..એટલું જણાવ કે પૃથ્વી મળી ગયો છે ?
નંદિની : ના .....
ત્યાં નંદિની કઈ બોલે એ પહેલા જ મંત્ર પૂરો થયો અને તેઓ નું મન નું જોડાણ તૂટી ગયું.
અરુણરૂપા : નંદીની....નંદિની ...
અંગદ : એનો અવાજ બંધ થઈ ગયો છે.
વિશ્વા : કોઈ મને સમજાવશે કે અહી શું થઈ રહ્યું છે ?
પૃથ્વી ગુફા માં સંતાઈ ને બધુ સાંભળી રહ્યો હતો.
અંગદ : ખૂબ જ વિચિત્ર વાત છે ....
વિશ્વા : શું ?
અંગદ : નંદની ...નો અવાજ અમારા મન થી જોડાયો હતો....અને આપણાં ત્રણેય ને તાત્કાલિક મહેલ આવવા કહ્યું છે .
વિશ્વા : કેમ ? શું પૃથ્વી ત્યાં છે ?
અંગદ : ના ... વધુ વાત ના થઈ શકી ..પરંતુ ખૂબ જ અગત્ય નું કામ જણાય છે.
અરુણરૂપા : પરંતુ ..નવાઈ ની વાત એ છે કે .... કોઈ પણ જાદુ વગર નંદની નો અવાજ આપણાં સુધી પહોચ્યો કઈ રીતે ?
વિશ્વા : એ પણ વિચારવા જેવી બાબત છે ...જરૂર થી કઈ મોટી ઘટના બની છે ....
અંગદ : એ પુસ્તક ...જેની અવિનાશ વાત કરી રહયો હતો ... બની શકે કે એ પુસ્તક માં કઈ એવું મળ્યું હોય જે અત્યંત આવશ્યક હોય.
અરુણરૂપા : આપણે તુરંત ત્યાં પહોચવું જોઈએ.
વિશ્વા : પરંતુ પૃથ્વી ?
અંગદ : નંદની એ આપણ ને પૃથ્વી ની શોધ અટકાવી ને ત્યાં બોલાવ્યા છે વિશ્વા ..ત્યાં પહોચ્યા બાદ જ આગળ કઈ થઈ શકશે.
વિશ્વા : ઠીક છે ....આપણે મહેલ તરફ આગળ વધીએ ...
ત્રણેય ગુફા ની બહાર થી મહેલ તરફ જવા માટે રવાના થઈ ગયા.
પૃથ્વી : મને લાગે છે નંદની ...મારી વાત નું માન રાખી ને માયાપૂર છોડવા માટે રાઝી થઈ ગઈ છે.
એના આંખ માથી આંસુ વહેવા લાગ્યા.
પૃથ્વી : તારા માટે એ જ ઉચિત રહેશે નંદની..પૃથ્વી અને નંદીની એક નહીં થઈ શકે, આ પૃથ્વી પણ તારા વગર નહીં જીવી શકે ... પરંતુ ... સવાલ તારી રક્ષા નો હશે તો હું તારો વિરહ પણ સહન કરી લઇશ.
પૃથ્વી એ ગુફા ફરીથી એ પથ્થર થી ઢાંકી દીધી અને અંદર પુરાઈ ગયો.
પૃથ્વી : તારી સાથે વિતાવેલી દરેક પળ મને જીવિત રાખશે.તારો પ્રેમ મને મરવા નહીં દે ...અને તારો વિરહ ... તારો વિરહ મને ક્ષણ ક્ષણ મને કાપશે.
પરંતુ આ પૃથ્વી હમેશા તારો હતો ...તારો છે અને તારો જ રહેશે............
ક્રમશ: ......
નમસ્કાર વાચક મિત્રો ....
પૃથ્વી નવલકથા ના પ્રથમ ભાગ ના પ્રકાશન થી માંડી આજ સુધી પૃથ્વી નવલકથા ને 2 વર્ષ થી પણ વધારે સમય થઈ ચૂક્યો છે અને આ કથાનક પોતાના 50 ભાગ પૂર્ણ કરે છે ...ધીમે ધીમે આપણો પરિવાર વધતો રહ્યો ... આપ સૌ ના સહકાર થી આ નવલકથા એક અલગ મુકામ સુધી પહોચી શકી ...આપ સૌ ના પ્રેમ એ આ કથાનક પાત્રો ને જાણે સાચે જ જીવંત કરી દીધા.આ યાત્રા દરમિયાન આપ સૌ એ જે પણ સાથ સહકાર આપ્યો એ બદલ હું આપણો હમેશા આભારી રહીશ.
આવનાર ભાગ 51 આ નવલકથા નો અંતિમ ભાગ હશે ...જ્યાં પૃથ્વી કથાનક અંતિમ વિરામ લેશે.પરંતુ દરેક અંત એક નવી શરૂઆત લાવે છે ..એમ એક અત્યંત મહત્વપૂર્ણ વળાંક લેવાનો સમય આવી ચૂક્યો છે.જે રહસ્ય હાલ પૂરતું અકબંધ રાખું છું ...અને ભાગ 51 ના અંત માં એના પર થી આવરણ હટાવીશ.
આ ભાગ પર આપના પ્રતીભાવ અવશ્ય આપશો ...
આભાર.