હેલો મારા વાહલા મિત્રો
જય શ્રી કૃષ્ણ આગળ નો ભાગ તમને કેવો લાગ્યો તેના રીવ્યુ પ્લીઝ આપજો.
First સિંગલ ફાઈટિંગ રાઉન્ડથી શરૂઆત થવાની હતી તેમા થોડા નિયમો હતા બધા કન્ટેસ્ટન્ટ ની અલગ-અલગ ચિઠ્ઠી પર નામ લખીને એક બોક્સ માં નાખવામાં આવશે પછી કોઈ એક ચિઠ્ઠી બહાર કાઢીને જેનું નામ ફર્સ્ટ હશે તે કન્ટેસ્ટન્ટ સામેની ટીમના ચિઠ્ઠી માંથી નીકળેલા નામના ફાઈટર સાથે ફાઇટ કરશે તેમાં ટોટલ દસ મિનિટ નો ટાઈમ આપવામાં આવશે જેમાં જ્યાં સુધી કોઈ એક કન્ટેસ્ટન્ટ પોતાની હાર ના સ્વીકારે ત્યાં સુધી ફાઇટ ચાલશે અને દસ મિનિટ પહેલા કોઈ કન્ટેસ્ટન્ટ હાર સ્વીકારે તો તે ફાઇટ ત્યાં જ stop થઇ જશે તો તમે બધા રેડી છો બધા એકસાથે હા મા સુર પૂર આવે છે.
અભય સર બધા કન્ટેસ્ટન્ટ નામની ચિઠ્ઠી તૈયાર કરી બોક્સમાં નાખે છે અને કેપ્ટન અંજલી ને ચિઠ્ઠીઓ બહાર કાઢવા બોલાવે છે કેપ્ટન અંજલી એક ચિઠ્ઠી ઉપાડીને વાંચે છે અને કહે છે મિસ્ટર કાર્તિક ફાઈટની શરૂઆત કરશે.
કાર્તિક તૈયાર હોય છે તે રોની ની સામે જુએ છે રોની તેને પોતાનું બેસ્ટ આપવા માટે ઓલ ધ બેસ્ટ કહે છે કાર્તિક આંખોથી જ તેનો સ્વીકાર કરે છે અને ગ્રાઉન્ડમાં એન્ટર થાય છે સામેની ટીમમાંથી એક સાડા પાંચ ફૂટ હાઈટ અને ખુબજ સ્ટ્રોંગ બોડી ધરાવતો એક ફાઈટર પણ ગ્રાઉન્ડમાં પ્રવેશ કરે છે મેચ રેફરી તેમના બંનેના હેન્ડ શેક કરાવે છે અને ફાઇટ સ્ટાર્ટ કરવાનું signal આપે છે.
કાર્તિક દેશી સ્ટાઇલથી શરૂઆત કરે છે તે પોતાના રાઈટ લેગ થી સામેના ફાઈટર ને કિક મારે છે ફાઈટર તેની kick ને ચૂકવે છે અને કરાટે નો એક જોરદાર પ્રહાર કાર્તિકના ખંભા પર કરે છે કાર્તિક ત્રણ ડગલા પાછળ સુધી ધકેલાઈ જાય છે હજી કાર્તિક સતર્ક થાઈ તે પહેલા જ ફાઈટર પોતાના લેગ થી કાર્તિકના ફેસ પર એક જોરદાર kick મારે છે કાર્તિક હવા માં ઉડતો દૂર જઈને પડે છે.
ફાઈટર તે જોઈને ઝડપથી કાર્તિક સુધી પહોંચે છે અને કુંફુ નો એક પ્રહાર કરવા જાય છે કાર્તિક તે જોઈને પોતાના બંને હાથથી માર્શલ આર્ટ ડિફેન્સ કરે છે અને એક હેન્ડ થી ફાઈટર ના પેટ પર જોરદાર મૂકો મારે છે જેનાથી ફાઈટર કઈ સમજે તે પહેલાજ એક જોરદાર kick તેના ચહેરા પર પડે છે અને તે દૂર જય પડે છે તેના મોંમાંથી લોહી બહાર આવી જાય છે અને તે ખુબજ ગુસ્સે થઈને તરત જ કાર્તિક પર પોતાની તમામ તાકાત થી પ્રહાર કરવા આવે છે કાર્તિક પોતાના ડિફેન્સમાં ફાઈટર દ્વારા કરવામાં આવેલા પ્રહાર પોતાના હાથ થી ડિફેન્સ કરે છે પરંતુ ફાઈટર ખુબજ ઝડપથી પ્રહાર પર પ્રહાર કરે છે અને કાર્તિક ચૂકી જાય છે અને તેના પેટ અને છાતી પર જોરદાર મુકા ઓનો વરસાદ થાય છે અને કાર્તિક હવામા ઉડતો દૂર જઈને પડે છે તેના મોંમાંથી લોહી નીકળી આવે છે ફાઈટર પવનની ઝડપથી કાર્તિક પર આવી ચડે છે તે પોતાના હાથ થી કાર્તિકની ગરદન પકડી લે છે અને કાર્તિક પ્રયાસ કરવા છતાં થોડો પણ ચાલી શકતો નથી તે પોતાની હાર સ્વીકાર કરે છે તે ફાઈટર નો ટોટલ સાત મિનિટ સુધી સામનો કરી શક્યો તે નિરાશા સાથે ગ્રાઉન્ડની બહાર જાય છે.
કાર્તિક પછી સૌરવ ગ્રાઉન્ડમાં આવે છે તે પણ પાંચ મિનિટ સુધી fighter નો સામનો કરીને પોતાની હાર સ્વીકાર કરે છે.
પછી દ્રષ્ટિ ગ્રાઉન્ડ પર આવે છે તે ખુબજ ચપળતા અને સ્ફૂર્તિથી સામેવાળા ફાઈટર ના બધા જ વાર ચૂકવે છે અને પછી પોતાના માર્શલ આર્ટ દ્વારા સામેના ફાઈટર ના ચહેરા પર વાર પર વાર કરીને તેના આંખો અને નાક પર ઘાવ કરી દે છે પરંતુ તે પણ લાસ્ટ 30 સેકન્ડ માટે થી હારી જાય છે દ્રષ્ટિ પછી ગ્રાઉન્ડ પર મીરા આવે છે મીરા બુદ્ધિ થી ફાઈટર નો સામનો કરે છે ફાઈટર મીરા પર પોતાના પગથી મીરાને કિક મારે છે મીરા પોતાના બંને હાથને v શેપમાં લાવીને તેના પગને હાથોમાં ફસાવી લે છે અને પોતાના પગથી ફાઈટર ના પેટ પર ખુબજ તાકાતથી કિક મારે છે ફાઈટર નીચે પડી જાય છે મીરા તેના પર કરાટેના વાર શરૂ કરી દે છે ફાઈટર ના મોંમાથી લોહી નીકળવા લાગે છે પરંતુ તે મીરાને પોતાના પગથી દેશી સ્ટાઈલ માં એક જોરદાર કિક મારે છે જે મીરા ના ચેહરા પર ખુબજ જોરથી વાગે છે અને તે નીચે પડી જય છે અને તેના બોડીમાં કોઈ હલન ચલન નથી થતું આ જોઈને રોની પોતાને કંટ્રોલ ખોઈ બેસે છે અને તે ગ્રાઉન્ડમાં આવીને ફાઈટર પર હુમલો કરે છે ફાઈટર કઈ સમજે તે પહેલા રોની એક જોરદાર કરાટે kick ફાઈટર ના પેટ પર રસીદ કરે છે અને દેશી સ્ટાઈલ મા તેના ચહેરા પર એક થપ્પડ મારે છે અને તરત જ નીચે બેસીને ફાઈટર ના પેટ પર એક જોરદાર કુંફુ નો મૂકો મારે છે ફાઈટર ત્યાં જ જમીન પર બેહોશ થઈ જાય છે તે રોની ની શક્તિઓ સામે એક મિનિટ પણ ઉભો નથી રહી શકતો રોની તુરંતજ મીરા પાસે જઈને તેને જગાવવાની કોશિશ કરે છે પણ મીરા જરાપણ હાલતી નથી આ બધું એટલી ઝડપથી બની જાય છે કે કોઈ સમજી શકતુ નથી અભય સર ઝડપથી મેદાન પર આવીને મેડિકલ સ્ટાફ ને ગ્રાઉન્ડ પર આવવા કહે છે અને પછી રોની મીરાને ઉંચી કરીને મેડીકલ રૂમ તરફ લઈ જાય છે બધા ત્યાં પહોંચી જય છે અને રોની મીરાને બેડ પર સુવડાવે છે અને ડોક્ટરને ચેક કરવા કહે છે.
ડોક્ટર મીરાને હાર્ટ બીટ અને પલ્સ ચેક કરે છે અને પછી તેના સ્ટાફને થોડી institutions આપે છે અને એક ઇન્જેક્શન મીરાને આપે છે રોની આ બધુ એક ધ્યાન થઈને જોઈ રહ્યો હોય છે તેની heartbeat ખુબજ ફાસ્ટ ચાલતી હોય છે તેને કઈક અજીબ ફીલ થતું હોય છે તેણે પહેલા ક્યારે ય આવું ફિલ કર્યું નથી હોતું ડોક્ટર તેની પાસે આવીને કહે છે ચિંતા કરવાની કોઈ જરૂર નથી આતો વાર ના હિસાબે તે બેહોશ થઈ ગઈ છે મેં ઇન્જેક્શન આપી દીધું છે તે જલ્દી જ હોશમાં આવી જશે રોની ડોક્ટરનો આભાર માને છે અને થોડું હળવું ફીલ કરે છે આ તરફ અભય સર બધાને ગ્રાઉન્ડ પર બોલાવે છે અને કહે છે આજે જે થયું તેનું દુઃખ છે પણ મિલેટ્રી કેમ્પસમાં કોઈપણ નિયમો તોડી ના શકે અને રોની એ નિયમનો બ્રેક કર્યો છે તો તેને પનિશમેન્ટ પણ મળશે અને મીરાએ ખુબ સરસ ફાઇટ કરી તે સિંગલ ફાઈટિંગ રાઉન્ડની ફર્સ્ટ વિજેતા છે તેણે પડતા સુધીમાં દસ મિનિટ પૂરી કરી હતી રોની પણ સર ફાઈટિંગ માં કોઈ આવું વાર કેમ કરી શકે રાઘવ આતો કોમ્પિટિશન છે રીયલ મિશન પર આનાથી પણ વધારે ઘાતક હોઈ શકે છે અને તે ચાલુ ફાઇટમાં વચ્ચે આવીને નિયમનો બ્રેક કર્યો છે રોની અભય સરની વાતનો સ્વીકાર કરે છે પછી અભય સર આગળની ફાઇટ શરૂ કરાવવા સ્ટેજ પર જય છે.
અભય સર જતા જતા વિચાર કરે છે રોની એ ફાઈટર ને એક મિનિટમાં હરાવ્યો તે અવિશ્વસનીય છે કારણ કે બેસ્ટ એજન્ટોના ફાઈટિંગ માં અભય સરનો રેકોર્ડ ૩ મિનિટનો હોય છે અભય સર રોનીના ફાઈટિંગ રાઉન્ડની આતુરતાથી રાહ જોતા હોય છે કારણકે તેમને અંદરથી લાગતું હોય છે કે રોની તેના બધા જ રેકોર્ડ બ્રેક કરીને બેસ્ટ એજન્ટ બની શકે તેઓ ટેલેન્ટેડ હોય છે જે ભારત માટે ખુબજ ગર્વ ની વાત થઈ શકે તેમ હોય છે.
અભય સર સ્ટેજ પર જઈને અંજલી મેમને કહે છે તમે આગળ ની ચીઠી ઉપાડો અંજલી મેં ચિઠ્ઠી લઈને અમિત નું નામ એનાઉન્સ કરે છે.
અમિત ગ્રાઉન્ડ પર આવે છે તે ફાઈટર સાથે હેન્ડસેટ કરીને fight સ્ટાર્ટ કરે છે તે પોતાના આગવા દાવપેચ થી ફાઈટરની મુશ્કેલીમાં મૂકી દે છે કારણકે અમિતે કરાટે અને માર્શલ આર્ટ માં ખુબજ ટ્રેનિંગ કરીને સ્પેશિયાલિટી હાસિલ કરી હોય છે તે ફાઈટર ને માર્શલ આર્ટના પોઇન્ટથી ગળા પર દબાવે છે અને કરાટે થી ખંભા અને હાથ પર જોરદાર પ્રહાર કરીને ફાઈટર નો એક હાથ ખોટો કરી દે છે પછી ફાઈટર કઈ સમજે તે પહેલા માર્શલ આર્ટ થી પગની નશો પકડીને જોરદાર વાર કરે છે ફાઈટર ત્યાં જ નીચે પડી જાય છે અમિત તેના પગ પર બેસીને તેના પેટ પર વાર કરે છે ફાઈટર તેના જવાબમાં અમિતને એક જોરદાર થપ્પડ દેશી સ્ટાઈલમાં ગાલ પર મારે છે એક સેકન્ડ માટે અમિતને અંધારા આવી જાય છે પરંતુ તરત જ તે પોતાની જાતને સંભાળીને ફાઈટર ને કરાટે જોરદાર પ્રહાર પેટ અને નાક પર કરે છે ફાઈટર ત્યાં જ બેહોશ થઈ જાય છે અમિત વિજેતા જાહેર થાય છે અમિતે આ રાઉન્ડ બધાથી ફાસ્ટ પાંચ મિનિટમાં પૂરો કર્યો હોય છે તે ગ્રાઉન્ડની બહાર જાય છે.
તેના પછી શ્યામ નું નામ એનાઉન્સ થાય છે શ્યામ ગ્રાઉન્ડ મા આવે છે અને હેન્ડશેક કરીને fight શરૂ કરે છે.
શ્યામ સામેના ફાઈટર ના બધા જ વાર વાર ખુબજ ચપળતાથી ડિફેન્સ કરતો હોય છે અને આ તરફ દ્રષ્ટિ રોની પાસે જઈને કહે છે શ્યામ ડિફેન્સમાં સ્પેશિયાલિસ્ટ છે મને લાગે છે તે આ રાઉન્ડ પાર કરી જશે રોની દ્રષ્ટિ તરફ સ્માઇલ કરીને શ્યામ ની ફાઇટ જોવા લાગે છે શ્યામ ખુબજ સરળતાથી સામેના ફાઈટર ના વાર ચૂકવી જતો હોય છે આમ 8 મિનિટ જેટલો સમય પસાર થઈ જાય છે પછી અચાનકજ ફાઈટર નીચે બેસીને શ્યામ નો પગ ખેંચીને તેને નીચે પાડી દે છે પછી તેના પર આવી જાય છે અને શ્યામને પોતાનામાં હોય એટલી તાકાતથી વાર પર વાર કરે છે શ્યામના મોંમાંથી લોહી નીકળી જાય છે છતાં પણ તે હાર એક્સેપ્ટ નથી કરતો અને ફાઈટર ઓછા ટાઇમના લીધે શ્યામ પર ખુબજ જોરથી વાર કરતો જતો હોય છે ફાઈટર શ્યામ પર આખરી વાર કરવા કરાટેના ખતરનાક સ્ટાઈલ મા હાથ ઉપર કરે છે રોની સમજી જાય છે જો આ વાર શ્યામ પર થયો તો તેને ખુબજ ચોટ આવશે પણ રોની કઈ કરી શકે તેમ નથી હોતો તે ખુબજ ગુસ્સે ભરાય છે આ તરફ ફાઈટર નો હાથ નીચે આવતો જ હોય છે કે સેકન્ડ ના અડધા ભાગમાં સમય સમાપ્તિની ઘોષણા થાય છે ફાઈટર ત્યાં જ અટકી જાય છે
શ્યામ પણ વિજેતા જાહેર થાય છે પણ તેને ખુબજ વાગ્યું હોય છે રોની ઝડપથી તેની પાસે જઈને તેને સંભાળે છે અને અભિનંદન આપે છે શ્યામ સ્માઈલ કરવાની ના કામ કોશિશ કરે છે પછી રોની ને એક હાથ થી ઓલ ધ બેસ્ટ કહે છે કારણ કે નેક્સ્ટ રોની જ હોય છે રોની શ્યામને મેડિકલ રૂમ તરફ લઈ જવા કહે છે અને પોતાની આંખોમાંથી આશુ ક્લીન કરે છે અને ગુસ્સા સાથે ગ્રાઉન્ડ પર આવે છે.
શું થશે આગળ.....................to be continue
શું રોની પોતાના ગુસ્સા પર કંટ્રોલ કરીને કોમ્પિટિશન જીતી શકશે શું મીરા બેહોશી માંથી બહાર આવી જશે શ્યામને ગંભીર હાલત થઇ જશે પ્રશ્નો ઘણા છે શું થશે તેના માટે તમારે મારા આગળ ના ભાગની રાહ જોવી પડશે તો વાંચતા રહો રોની ની સફર અને તમારા અમૂલ્ય રીવ્યુ આપવાનું ચુકતા નહી તમે instagram પર પણ રીવ્યુ આપી શકો છો .
"instagram id:- pratik patel
Pratik 7149"