રિધ્ધી, મેઘના, ભૂમિ ક્રિસ્ટલ બધા લેપટોપ ની સ્ક્રીનને તાકી ને જોઈ રહ્યા હતા. સ્ક્રીન પર આર્યવર્ધન અને વિપુલ વચ્ચે થઈ રહેલી વાતચીત નો વીડિયો હતો. પણ તે વીડિયો માં થી અવાજ કાઢી નાખવામાં આવ્યો હતો. રિધ્ધી ની સાથે રાજવર્ધન અને બીજા લોકો પણ વિચાર માં પડી ગયા. કારણ કે વિપુલે વર્ધમાન નું ઘર છોડ્યા પછી તેને ફરી ક્યારેય મળ્યો નહોતો તો આ વીડિયો ક્યારે બનાવવા માં આવ્યો હશે.
રાજવર્ધને એ વીડિયો ને બંધ કરીને પેનદ્રાઇવ ની બીજી ફાઇલ ઓપન કરી પણ તેમાં તેને ઓર્ગેનિક સ્ટ્રક્ચર અને ડીએનએ વેરીએશન્સ ડિઝાઇન સિવાય બીજું કંઈ મળ્યું એટલે રાજવર્ધને નિરાશ થઈ ને તે વિન્ડોને ક્લોઝ કરી દીધી. એટલે બધા પાછા પોતાની જગ્યા પર બેસી ગયા. રાજવર્ધન ને વિશ્વાસ નથી થતો કે આર્યવર્ધને આ માહિતી લઈને ક્રિસ્ટલ ને અહીં મોકલી હતી.
અચાનક મેઘના ને કંઈક યાદ આવતાં તેણે રાજવર્ધન ને ફરીથી ડીએનએ વેરીએસન્સ નું ફોલ્ડર ફરીથી ઓપન કરવા માટે કહ્યું. એટલે રાજવર્ધને તે ફોલ્ડર ફરી થી ઓપન કર્યું. મેઘના એ તે વેરીએસન્સ ડિઝાઇન ધ્યાન થી જોયા પછી તેણે રાજવર્ધન સામે જોયું. મેઘના હસી પડી એટલે બધા એ તેની સામે થોડું ગુસ્સા જોયું. એટલે મેઘના ને તેની ભૂલ સમજાઈ ગઈ.
મેઘના એ રાજવર્ધન ને તે વેરીએસન્સ ધ્યાન થી જોવા કહ્યું. એટલે રાજવર્ધને બધા જ વેરીએસન્સ એક એક કરી ને ધ્યાન થી જોઈ લીધા પછી તે મલકાયો. રાજવર્ધને બધા ને MS પાવરપોઇન્ટ માં એક સ્લાઈડ શો બતાવતા બોલ્યો, આ વેરીએસન્સ એક એન્ટિબાયોટિક સિરમ ના છે. જે શરીર ના રેડિયેશન ઇન્ફેકશન થી નુકસાન પામેલા સેલ ના ડીએનએ નું સમારકામ કરી શકે છે.
આ સાંભળીને રિધ્ધી અને ક્રિસ્ટલ રાજવર્ધન ને શંકા ની નજરે જોવા લાગ્યા. એટલે રાજવર્ધન અટકી ને આગળ બોલ્યો, મેં જિનેટિકસ માં P.hd. કર્યું છે એટલે હું આ વેરીએસન્સ ને સમજી ગયો. આ સાંભળી ને રિધ્ધી ત્યાં થી બાલ્કની પાસે જઇને ઊભી રહી. રાજવર્ધન ડેસ્ક પર થી ઉભો થઇને રિધ્ધી પાસે જઈને ઉભો રહ્યો. રિધ્ધી રાજવર્ધન સામે જોયું.
રાજવર્ધને રિધ્ધી ની આંખોમાં જોયું. રિધ્ધી કંઇક કહેવા માંગતી હતી પણ કહીં શકે તેમ નહોતી. પણ રાજવર્ધન તેના મનની વાત સમજી ગયો હોય તેમ બોલ્યો, રિધ્ધી તારો અંદાજો સાચો છે. આપણા પેરેન્ટ્સ ને રેડિએશન ની અસર થઈ છે. તેના કારણે તેમના ડીએનએ સ્ટ્રક્ચર માં ખામી સર્જાઈ અને તેમની આ હાલત થઈ છે.
મેઘનાએ રિધ્ધી પાસે આવી ને તેના ખભા પર હાથ મૂકતાં કહ્યું, પણ હવે તેમની સારવાર થઈ શકે છે. આર્યવર્ધને તેમના ઈલાજ માટે જ આ સિરમ નો ફોર્મ્યુલા બનાવ્યો છે. રિધ્ધી એ મેઘના સામે જોતાં રાજવર્ધન ને કહ્યું, તો હવે તમેં લોકો કોની રાહ જોઈ રહ્યા છો ? હવે બધા નો ઈલાજ શરૂ કરો.
આ કામ એટલું સરળ નથી, દીદી. મેઘના એ કહ્યું. ઈલાજ શરૂ કરવા માટે આ સિરમ ને સિન્થેસાઇસ કરવી પડશે. આપણી પાસે સિરમ નો ફોર્મ્યુલા છે પણ સિરમ તૈયાર નથી. એટલે આપણે આ સિરમ ને બનાવવી પડશે. ક્રિસ્ટલ થી રહેવાયું નહીં એટલે તે બોલી ઉઠી, અહીં વધારે વાત કરવા કરતાં તમે તે સીરમ બનાવવાનું શરૂ કરી દો.
ત્યાં જ મેઘના નો ફોન રણકી ઉઠ્યો. એટલે મેઘના એ રૂમ ની બહાર જઈને કોલ રિસીવ કર્યો. રૂમ માં બધા ચૂપ હતા. કોઈ કઈ બોલતું નહોતું. થોડી વાર પછી મેઘના રૂમ માં પાછી આવી ત્યારે તેના ચહેરા પર એક ચમક હતી. તે બોલી, Guys, ફાઇનલી એ લોકો આવી ગયા છે અને હોલ માં આપણી રાહ જોઈ રહ્યા છે. આપણે જલ્દીથી હોલમાં જઈએ. બધા બહાર નીકળી ને લિફ્ટ તરફ ગયા.
એક લિફ્ટ માં મેઘના, રિધ્ધી અને ક્રિસ્ટલ જયારે બીજી લિફ્ટમાં ભૂમિ અને રાજવર્ધન. લિફ્ટમાં રિધ્ધી ના ફોન એક કોલ આવ્યો. રિધ્ધી ફોન સ્ક્રીન પર પાર્થનું નામ જોઈને ચોંકી પણ તેણે તરત કોલ ડિસ્કનેક્ટ કરી નાખ્યો. બીજી લિફ્ટ માં ભૂમિ એ રાજવર્ધન પૂછ્યું, રાજ, તને પૂરો વિશ્વાસ છે કે તું બધા ને બચાવી શકીશ ? ભૂમિ ના મુખેથી રાજ શબ્દ સાંભળી ને રાજવર્ધન થોડો વિચલિત થયો.
કારણ કે આ નામ થી તેને ફક્ત આર્યવર્ધન અને ક્યારેક મેઘના બોલવતાં હતા. રાજવર્ધન શાંતિથી બોલ્યો, હાં મને પૂર્ણ વિશ્વાસ છે. હું બધા ને બચાવી લઈશ. થોડી વારમાં તેઓ બધા ગ્રાઉન્ડ ફ્લોર પર પહોંચી ગયા. પછી બધા એ હોલ તરફ ચાલવાનું શરૂ કર્યું. પાંચ મિનિટ માં તેઓ હોલમાં પહોંચી ગયા.
ક્રિસ્ટલ અને રિધ્ધી હોલમાં આવેલ વ્યક્તિઓ ને જોતી રહી ગઈ. તે વ્યક્તિઓ સુંદરતા ની મુરત સમી બે યુવતીઓ હતી. મેઘના તે બંને યુવતીઓ પાસે જઈને હાથ મિલાવ્યો અને ગળે મળી. પછી મેઘના બધા ને તે બે યુવતીઓનો પરિચય આપતાં કહ્યું, આ મારી ફ્રેન્ડ્સ ડો. નિધિ અને ડૉ. ખુશી છે. આ બંને પેરિસમાં ડોકટર તરીકે પ્રેક્ટિસ કરે છે. ભૂમિ અને ક્રિસ્ટલ તે યુવતી ને કઈ કહે તે પહેલાં તે બંને એ એકસાથે બે હાથ જોડીને બધા ને નમસ્તે કહીને ત્યાં થી લિફ્ટમાં જતાં રહ્યા.
આર્યવર્ધન અને વિપુલ વીડિયો માં શું વાત કરી રહ્યા હતા ? નિધિ અને ખુશી કોણ હતા ? મેઘના તેમને કઈ રીતે ઓળખતી હતી ? શું મૈત્રી અને આર્યા ફરી ક્યારેય સાજા થઈ શકશે ? જાણવા માટે વાંચતા રહો આર્યરિધ્ધી...