Small Baby's Happiness in Gujarati Motivational Stories by Dhvani Patel books and stories PDF | વોચમેન નું એ નાનું બાળક

Featured Books
Categories
Share

વોચમેન નું એ નાનું બાળક

મારા પ્રિય વાચક મિત્રો,

આજે હું મારી પ્રથમ વાર્તા આપની સમક્ષ મૂકી રહી છું... આશા રાખું છું કે તમને ગમશે જ... ગમે કે ના ગમે એ તો મારા વ્હાલા વાચક મિત્રો... તમારી સલાહ અને સૂચન... કોમેન્ટ બઓક્સ માં જણાવી... મારો ઉત્સાહ વધારી મને નવી વાર્તા લખવા માટે પ્રેરણા આપો એવી આશા રાખું છું...


હવે મારા વ્હાલા વાચક મિત્રો.. તમારો વધુ સમય નાં લેતાં મારી વાર્તા પર આવું છું...


આ વાર્તા એક સત્ય ઘટના થી પ્રેરિત છે... એક સામાજિક વાર્તા છે...


***** વોચમેન નું એ નાનું બાળક *****


અત્યાર ના યુગ માં ફ્લેટ નું ચલણ ખૂબ જ વધી ગયું છે... એ જ રીતે અમારા શહેર માં પણ ઘણા નવાં-નવાં ફ્લેટ્સ થયા છે... અને હજુ પણ ઘણા ફ્લેટ્સ થાય છે... એ ફ્લેટ્સ ના વોચમેન તરીકે લગભગ કોઈ ને કોઈ નેપાળી ફેમિલી ને રાખવામાં આવે છે...

એવી જ રીતે...

અમારા ઘર ની લગોલગ બાજુ માં જ એક ફ્લેટ છે. ફ્લેટ હોય એટલે એમાં પગી તરીકે એના વોચમેન તરીકે એક નાનકડું નેપાળી ફેમિલિ રહેવા આવ્યું છે...

એ વોચમેન ફેમિલિ માં એક પતિ-પત્ની અને એમના બે નાના ભૂલકાં જેવા બાળકો પણ છે. એ બન્ને બાળકો આશરે 5 અને 9 વર્ષ ની ઉંમર ના હશે...

એ બન્ને બાળકો ભલે એક વોચમેન ના હોય... પણ એટલા સુંદર... આહાહા...

અમારા ઘર ની રસોઈ ની બધી જ જવાબદારી મારા ઉપર. અને એમાં પણ હું હજુ એકડો ઘૂંટતી હોય... એટલે વધ-ઘટ તો થવાની જ... ગમે ત્યારે રસોઈ માં વધ-ઘટ થાય એ તો સ્વાભાવિક કહેવાય...

જ્યારે રસોઈ થોડી પણ વધે... એટલે હું એ વોચમેન ને બૂમ પાડું...

જેવી હું બહાદુર. ( વોચમેન ને લગભગ બધી જગ્યા એ બહાદુર નામ થઈ જ બોલાવાય છે...) એવી બૂમ પાડું કે.. તુરંત જ એના બન્ને બાળકો દોડતા આવે... અને એક વાસણ લઇ ને જે વધ્યું હોય એ લેવાં માટે પડાપડી કરે... અને પછી આપણે જે આપ્યું હોય એ ત્યાં જ ઉભાઉભાં ખાવા માટે મથામણ કરે...

પરંતુ... બન્ને બાળકો નાના... એટલે 3 ફૂટ ઊંચી દીવાલ એ તો પહોંચાઈ ના શકે... એટલે પાટલો કે ડોલ કે એવું કંઈક મૂકી ને લેવા માટે પડાપડી કરે... અને બન્ને બાળકો નાના હોવા છતાં... સંપી ને સમજી ને વહેંચી ને ખાય...

ક્યારેક કોઈ ખાવાનું 5₹ નું પેકેટ આપો તોય એ કેવા ખુશ થઈ જાય... એમના ચહેરા પરની એ ખુશી મારું દિલ મોહી લે...

મારા વ્હાલા વાચક મિત્રો... તમે પણ ક્યારેક આ રીતે ટ્રાય કરજો... કેવી હૃદય ના ઊંડાણ માં ખૂબ જ અદ્ભૂત લાગણી થાય છે... એ લાગણી એટલી અદ્ભૂત હોય છે કે એનું વર્ણન કરવા માટે શબ્દો ખૂટી જાય છે...

વાહ કેવું દિલ ખુશ થઈ જાય... આવી ખુશી તો ગમે એટલી મોંઘી વસ્તુ ખરીદતા પણ ના મળે...

એવી હૃદય ના ઊંડાણ માં એક ખુશી ની લહેરખી ફરી વળે...


*****

આશા રાખું છું કે તમે પણ આવું કંઈક ટ્રાય કરી ને... તમારા હૃદય ના ઊંડાણ માં જે લાગણી નો અનુભવ થયો એ તમે મને તમારો અમૂલ્ય પ્રતિભાવ આપી જણાવશો...

નોંધઃ ક્યારેય પણ તમારા ઘરે કંઈ પણ ખાવાનું વધ્યું હોય તો... એને કચરા માં ફેંકવા કરતાં આવા નાના ભૂલકાઓને આપી જુવો... એ ખુશી કંઇક અલગ, અદભુત, અવર્ણનીય હોય છે... જો આપણે ખાવાનું કચરામાં ફેંકી દઈએ એનાં કરતાં આવા નાના-નાના ભૂલકાં ઓના પેટ માં જાય તો એ પણ સારું જ છે ને...

Angel(Dhingli) Patel...💐