કબીર ને નાનપણથી જ ગણિત ના કોયડા , જાસૂસી વાર્તાઓ ,મગજ ની રમતો , વગેરે માં બહુ જ શોખ.કબીર પોતાના ક્લાસ નો મોનીટર.પોતાના મિત્રો ને મસ્તી કરવા દે પણ જો સામેની ગેંગ નો કોઈ મસ્તી કરે તો પોતાના સર ને કહીદે…
પોતાની વિરૃદ્ધ જો કોઈ ફરિયાદ કરે કે કબીર ભેદભાવ કરે છે એક મોનીટર બનીને , તો એનું તો આવી બન્યું સમજો !!!
પોતાના જીવન માં આવતી દરેક તક ઝડપી લેવી એ કબીર ના જીવન નો નિયમ.બીજું કબીર વાસ્વિક દુનિયાનમાં જ રહેતો છોકરો.એ કલ્પના ની દુનિયાઓમા એને રસ નહિ. ભગવાન કૃષ્ણ અને ભગવદ ગીતા એને બહુ પ્રિય.
આમ ને આમ કબીર ધોરણ 12 પાસ કરીને કોલેજ માં દાખલ થાય છે.કબીર પોતાના ત્યાં નગરપાલિકા ની ચૂંટણી હોય કે વિધાનસભાની, કબીર હોંશે હોંશે પ્રચાર કરવા જાય.બધાને વોટ આપવા સમજાવે.પોતે જે પક્ષ નો પ્રચાર કરે એના ઉમેદવાર ને વોટ આપવા સમજાવે.રાતે નાસ્તા ની વ્યવસ્થા સંભાળે.વોટિંગ ના દિવસે આખા નગર માં ફરી વરે.ક્યાંક મારા-મારી થાય તો પણ કબીર હાજર ના હાજર.
કબીર ના મન માં ક્યાંક ને ક્યાંક રાજનેતા બનવાનું સપનું હતું જ.કોલેજ માં પણ B.A Political Science લીધું.એને ક્યાં ખબર હતી રાજનીતિ શાસ્ત્ર નું ભણવું અને રાજનીતિ માં જવું એના વચ્ચે ઘોડા અને ગધાડા જેટલો ફરક છે.
આમ ને આમ લોકસભા નું ઇલેકશન પણ આવ્યું.કબીરે બહુ મેહનત કરી.એ જે પક્ષ માટે કામ કરતો એના દરેક સભ્યો , ધારાસભ્ય , એને નામ થી ઓળખે.કબીર એ બધા જોડે પોતાના ફોટા લે ને ફેસબુક માં મૂકે.પોતાના દોસ્તો ને બતાવે.કબીર બહુ ગર્વ લે.
કબીર ને અમુક વાર બહુ ખરાબ અનુભવ પણ થાય , જેમ કે કબીર પોતે રોડ કે પાણી ની સમસ્યા લઇ ને જાય તો ખાલી કરીશુ ..કરીશુ.. એવી ગોળીયો પીવડાવે !!!
પણ કામ ના કરે.પક્ષ માં જયારે નવા સભ્યો ની નિમણુંક કરવાની હોય ત્યારે કબીર ને સપના બતાવે , મીઠી મીઠી વાતો કરે પણ કબીર ને પક્ષ માં કોઈ સ્થાન આપે નહિ…
હવે કબીર કંટાળી જાય છે અને વિપક્ષ ની પાર્ટી જોઈન્ટ કરે છે.ત્યાં પણ એને આવા ખરાબ અનુભવ થાય છે.કબીર જોવે કે પક્ષ માં કોઈ હોદ્દો આપવાનો હોય ત્યારે આ રાજનેતોઓ પોતાના કુટુંબ ના કે અંગત માણસો ને જ બેસાડે.
આમ કબીર ને અમુક સબક મળી ગયા હતા.
1. રાજનીતિ માં કામ કરતા માણસ ને જરૂરત પ્રમાણે વાપરવાનો પછી નાખી દેવાનો.
2.રાજનીતિ માં જીભ મીઠી રાખવાની ભલે કામ કરો કે ના કરો.
3.પ્રજા ને ઊંચા ઊંચા સપના બતાવાના અને વોટ લીધે રાખવાના.
આમ ને આમ કબીર હવે કોલેજ પણ પુરી કરે છે.
ભારત દેશ ને આઝાદ થયે 50 વર્ષ પુરા પણ થઇ ગયા હતા.પણ પ્રજાની સમસ્યાઓ ઠેર ને ઠેર જ હતી.બેરોજગારી , લાંચ , ગરીબી , આતંકવાદ..... પ્રજાની સમસ્યાઓ ઓછી થવાને બદલે વધતી જતી હતી.
મુખ્ય પક્ષ જેનું નામ " પ્રજા કલ્યાણ પક્ષ " અને વિપક્ષ જેનું નામ "સર્વહિત પક્ષ".આ બંને પક્ષ ના લોકો વારાફર થી શાસન કરે પણ પ્રજાનું કલ્યાણ થાય નહિ.પ્રજા હવે આ બંને થી કંટાળી ગઈ હતી.બંને પક્ષ ના નેતાઓ નો વ્યવહાર પણ સારો ના કહેવાય.કોઈ સમસ્યા લઇ ને જાય તો ધુત્કારે.કોઈ એમની સામે પડે તો કાનૂન અને પોલીસનો દુરુપયોગ કરે.
પ્રજા હવે પરિવર્તન માટે સાદ કરે છે અને પોતાના રાજ્ય ગુજરાત માં હવે એક એક નવી પાર્ટી નો ઉદય થાય છે.
એ પાર્ટી એટલે " ગુજરાત કલ્યાણ પાર્ટી ".એના નેતા પણ એક ઈમાનદાર I.A.S અધિકારી હોય છે.પ્રજા ની વચ્ચે એમની છાપ બહુ સારી હોય છે.આ નવા પક્ષ ના આવવાથી પ્રજા માં એક નવી ઉર્જા નો સંચાર થાય છે.પણ ગુજરાત ના જુના પક્ષ-વિપક્ષ ની પાર્ટીઓ માં પોતાના અસ્તિત્વ ની લડાઈ ચાલુ થઇ જાય છે. " ગુજરાત કલ્યાણ પાર્ટી " ને મળતા જનસમર્થન થી બંને જૂની પાર્ટીઓ ભય માં આવી જાય છે.
કબીર ને પણ હવે પ્રજા ની નસ ઓળખતા આવડી જાય છે.એ સમય ગુમાવ્યા વગર નવો પક્ષ જોઈન કરે છે.આ નવી પાર્ટી ના લોકો પ્રજા માં લોકો ને પોતાના પક્ષ માં જોડાવા અભિયાન ચાલુ કરી દે છે.ઇલેકશન માં સાફ છબી વાળા ઉમેદવારો ને ઉતારવાની વાતો કરે છે.બધું હવે એક નવા જ પરિવર્તન તરફ જતું હોય છે.
પણ આ શુ ???
બીજા દિવસે છાપામાં સમાચાર આવે છે.
ક્રમશઃ
લેખક નું નામ : વેદ ચંદ્રકાન્તભાઈ પટેલ
24,ગોકુલ સોસાયટી , કડી, ગુજરાત
મોબાઈલ નંબર - 9723989893