ટુથ બિહાઇન્ડ લવ
પ્રકરણ-26
સ્તવન સ્તુતિ રાત્રે ઘરે આવ્યાં અને બધાએ સાથે બેસીને વાતો કરી. સ્તુતિએ સ્તવનનાં પાપાએ આપેલી ગીફટ બતાવી. બધાં ખૂબ ખુશ થયાં. ચંચળ અને બટકબોલી... હાજરજવાબી શ્રૃતિએ કહ્યું સ્તવન જેવો હેન્ડસમ અને માલદાર સસરા વાહ દીદીને તો જલ્સા થઇ ગયાં. સ્તવન ખડખડાટ હસી પડ્યો. શ્રૃતિ બસ બોલેજ જતી હતી. બધાં એની વાતો હળવાશથી લઇ રહ્યાં હતાં.
સ્તુતિએ કહ્યું "એય ખાલ સ્તવનનાં વખાણનાં કરે જા હું પણ ખૂબ સ્વરૃપવાન છું ભલે થોડી શરમાળ છું ભણેલીગણેલી છું ખાલી જીજુનાં જ વખાણ કર્યે જાય છે.
સ્તવને કહ્યું "શરમ તો સ્ત્રીનું ઘરેણું છે અને સુંદરતા થોડી ઢાંકેલી વધુ આકર્ષક લાગે છે.
સ્તુતિએ કહ્યું "એ બધું તમને દીદી આપશે આપણે તો બિન્દાસ જીવવાનાં એકલ પંડે ના લગ્ન ના કોઇ બંધન બસ બિન્દાસ હું બસ બિન્દાસી આવીશ એમ કહીને હસવા લાગી.
આમ વાતોનાં વડા ચાલ્યાં. અનસુયા બહેને સ્તવનને એની ભાવતી ફલેવર કોફી આઈસ્ક્રીમ આપ્યો. બધાએ જ ખાધો.
સ્તવને કહ્યું "હું જઊં ઘરે પછી પાછા મળીશું. કાલે ઓફીસે જ આવીશ ત્યાં પાછી વાતો કરીશું મને પણ જાણવાની ઉત્કંઠા છે તમે સરસ ઓફીસમાં કામ વિગેરે સેટ કરી દીધું.
પ્રણવભાઇ કહે "હું કહવાનો જ
હતો. તું આવે બધુ જુએ... સંતોષ થાય અને તારું કોઇ સૂચન અમને મદદરૂપ થાય.
સ્તવને કહ્યું "એવું નહીં હું શું સૂચન કરવાનો ? તમારે તો વરસોનો અનુભવ છે પણ જોવા સમજવા કાલે આવી જ જઇશ પછી હું પાછો બેંગ્લોર જવાનો.
શ્રૃતિ કહે "એમ નહીં ચાલે અત્યારે મેં જોયું તમે કાર લઇને આવ્યા છે મારી વીન્ડોમાંથી સીધો ગેટ જ દેખાય છે.આપણે ત્રણે ક્યાંક આંટો મારવા જઇએ પ્લીઝ તમે આઇસ્ક્રીમ કોફીનો ખાઇ લીધો મારે મસ્ત મસ્ત ગરમ કોફીનાં ધૂંટ પીવા છે. ચાલો.
સ્તુતિ કહે "ઠીક છે ચાલો આંટો મારીને આવીએ થોડો વધુ સમય સાથે મળશે એમ કહીને આંખ મીચકારી.
પ્રણવભાઇ કહે ઠીક છે તમે લોકો જઇ આવો અમે ટીવી જોતાં જ બેઠાં છીએ આમ પણ આજ સમય મળે છે ટીવી જોવા અને સ્તવને હકારમાં માથું હલાવી ત્રણે જણાં નીકળ્યાં.
સ્તવને ગાડી કાઢીને મુખ્ય રસ્તા પર દોડાવી અને સ્ટેશન રોડ તરફ લીધી ત્યાં ઓફીસનાં જ કોમ્પલેક્ષમાં આવેલી કોફી કેફે માં જવા ગાડી પાર્ક કરી.
શ્રૃતિ કહે એટલીવારમાં આવી ગયાં ? લોંગ ડ્રાઇવ કરવું જોઇએ ને ? સ્તવને કહ્યું કાલે જઇશું આજે થાક્યો છું... અને જે વાત કરવી હોય અહીંયા કરીએ ને.. પ્લીઝ...
સ્તુતિએ તોફાની આંખોનાં ઇશારાએ કહ્યું "એય બિટ્ટુ તારો જીજો આજે થાકી ગયો છે યાર.. કાલે રાખને.. એણે આજે. સ્તુતિને અટકાવીને સ્તવને કહ્યું "એય થાકી ગયો એટલે એમકે થોડાં રીલેક્ષ રહેવું છે. રખડી રખડીને તો આવ્યો છું.. પછી શ્રૃતિ સાંભળે નહીં એમ કાનમાં કહ્યું "એવી મહેનતતો આંખો દિવસ કરું.
શ્રૃતિ કહે શું ગૂપચૂપ કરો છો. જીજુ આવીને એવીને શું મહેનત કરી ? તમે ખરાં છો મહેનતમાં પાછા પડો છો.
સ્તુતિ જોરથી હસી પડી અને સ્તવન સામે જોવા લાગી. સ્તવને કહ્યુ હું કંઇ પાછો પડું એવો નથી પણ નહીં. શાંતિથી વાત થાય અને કોફી પીવાય. સ્તુતિ-સ્તવન એકબીજા સામે ટીખળ ભર્યુ હસી રહ્યાં.
શ્રૃતિએ કહ્યું "ઘણીવાર તમે લોકો વાત કરો છો સમજાતાં જ નથી કઇ સંજ્ઞામાં વાત કરો છો. ભલે સાંભળો.. એમ કહીને શ્રૃતિએ આજે ઇન્ટરવ્યુ આપવા ગઇ હતી એ કંપની અને એં કામ વિષે બધી વાત કરી.
સ્તવને કહ્યું "અરે વાહ ખૂબ સરસ.. આં કંપની વિશે હું પણ સર્ચ કરીને કહીશ. બાકી ઓફીસ બેઠં બેઠાં કામ કરવાનું હોય તો શું ખોટું છે ? અરે.... સ્તુતિ તું પણ કરી જ શકે ને...
સ્તુતિએ કહ્યું "અરે પાપાએ મ્યુચલફંડની કામ લીધું છે આ બધું કરવાની નથી આમ પણ મને આવા માર્કેટીંગમાં કોઇ રસ નથી હું તો જાણવા -શીખવા માટે ઓનલાઇન માકેર્ટીંગ કે આ બધુ ભણી રહી છું આમ પણ તું ભણીલે પછી હું તને જ આસિસ્ટ કરીશ.
સ્તુતિએ વધુ કહેતાં કહ્યું "આમ પણ મારે લગ્ન કરીને તારી પાસે રહેવાનું છે હું ભલે જાણું બધું ભણું પણ હું પછીતો બસ તને પ્રેમ કરીશ. કાળજી લઇશ તારી અને ઘર સંભાળીશ મારી કોઇ મહત્ત્વકાંક્ષા છે જ નહીં. અત્યારે પાપાને બધીજ મદદ કરીશ જેથી ઓફીસ સેટ થઇ જાય. પછી શ્રૃતિ છે જ ને. મારાં મનમાં સદાય બસ તારી પાસે રહેવું છે. ખૂબ પ્રેમ કરવો છે પામવો છે જીવનનું હવે બીજુ કોઇ લક્ષ્ય નથી જ.
શ્રૃતિ અને સ્તવન સાંભળી રહ્યાં. શ્રૃતિ થોડેક સમય ધ્યાનથી સાંભળી રહેલી સ્તુતિને... અંદરને અંદર એનાં બિન્દાસ જીવને પણ કંઇક આછેરી ઇર્ષ્યની ધાર વાગી ગઇ. થોડો હૃદયમાં થડકો થયો પણ પાછી સ્વસ્થ થઇ ગઇ.
શ્રૃતિએ કહ્યું "વાહ મારી લયલા દીદી કહેવું પડે આ મજુનું ને તો મજા પડી ગઇ. જલ્સા કરો બીજું શું અહીં તો બિન્દાસી પાળી રાખી છે અત્યારે તકલીફ પડશે જોયું જશે આમ પણ હું તો તમને જ વળગી રહીશ.... લગ્ન પછી પણ કંઇક મામેરું થાય એમાં હું પણ ગણાઇ જઇશ એમ બોલીને હસી પડી પણ એનાં હાસ્યમાં ક્યાંક ઉદાસી ભરેલી હતી.
સ્તવન અને સ્તુતિ બંન્ને જણાં શ્રૃતિની વાત પર હસી પડ્યાં. સ્તવને કહ્યું "ભલે તું લગ્નનાં મામેરા કે પહેરામણીમાં આવે પણ આ મજનું તો એની લયલાનો જ... કાળજી જરૂર લેવાશે પણ કાળજાનો પ્રેમ તો સ્તુતિને જ મળશે. એને તો હું જીવું છું. એનાં પર મરું છું. બસ એનો થઇને જ રહે છું રહીશ.
શ્રૃતિને આ વાક્યો થોડાં આકરાં લાગ્યાં આ એણે સ્તવનનાં પ્રેમને બિરદાવ્યોને બોલી "વાહ જીજું પ્રેમ હોય તો આવો મારી દી ખૂબ જ ભાગ્યશાળી છે ગોડ બ્લેસ યુ બોશ.
સ્તુતિએ કહ્યું "ઓ ગુરુમાં ચાલો કોફી ગરમાગરમ આવી ગઇ ઠંડી થઇ જશે.... મસ્ત મસ્ત સીપ લેવા માંડો.
સ્તવન સ્તુતિ અને શ્રૃતિ ત્રણે જણાં કડવી મીઠી સ્ટ્રોગ કોફીનાં ઘૂંટ પીતાં પીતાં એકબીજાને જોઇ આનંદ લઇ રહ્યાં.
*************
સવારે ઉઠી ફ્રેશ થઇને સ્તવને સ્તુતિને ફોન કર્યો. "એય ડાર્લીંગ મીસ યું. હું હમણાં જ તૈયાર થઇને ઓફીસે આવું છું હું ઘરે આ નાસ્તો નથી કરતો તું વહેલી જ ઓફીસે આવી જા અને મારાં માટે ચા નાસ્તો લેતી આવજે ત્યાં સાથે જ કરીશું અને ખૂબ વાતો કરીશું મેં માંને ચા ની ના પાડી દીધી છે હું હમણાં તૈયાર થઇને નીકળું જ છું. સ્તુતિએ કહ્યું "ઓકે સ્વીટુ.. મને ખૂબ ગમ્યું હું બધુ જ લઇને ઓફીસ પહોચું છું અને એણે તૈયારીઓ શરૂ કરી દીધી.
માં એ કહ્યું "કેમ શું થયુ સ્તુતિ ચા બધુ થરમોસમાં ભરે છે અને નાસ્તો ડબ્બામાં ? સ્તુતિએ કહ્યું "સ્તવન ઓફીસે જ સીધો આવે છે ત્યાં અમે સાથે ચા નાસ્તો કરવાનાં છીએ.
માંએ કહ્યું "અરે વાહ સરસ તો તું ચા બનાવીને ભર હું ગરમગરમ ઢોકળાં ઉતારી આપુ છું સ્તવનને ખૂબ આવે છે અને ખબર છે. ચાલ હું ગરમાગરમ ઉતારી આપું તું ગરમું ભરીને લઇ જજે. શ્રૃતિએ કહ્યું "આ શેની તૈયારી ચાલે છે ? વાહ ઢોકળા ? સ્તુતિએ સ્તવનની વાત કરી.
"અરે વાહ તો મારું પણ ભરી દે હું પણ ઓફીસે જ ચા નાસ્તો કરીશ તમારી સાથે.. સ્તુતિનું મોઢું થોડું ઉતરી ગયું. માં એ જોયું "અરે એ લોકો જાય છે બેસવા દેને વાત કરવા તું ઘરે જ કરી લે પછી ઓફીસ જજે.
શ્રૃતિ કહે "કેમ શું વાંધો છે ? હું એમની સાથે જ બેસીશ. એ લોકો આમપણ ઓફીસની વાતો કરવાનાં છે હું પણ સૂર પૂરાવીશ.. દી.. તને વાંધો છે હું આવું તો ?
સ્તુતિએ હાવભાવ બદલી કહ્યું ? નાં ના ઠીક છે આવ આપણે ત્રણે વાતો કરીશું પછી માં સામે જોઇને કહ્યું ઠીક છે માં આવવા દે હું ત્રણનું બધુ ભરું છું અને કામે વળગી ગઇ. શ્રૃતિએ સ્તુતિને કહ્યુ થેક્યુ દી...
સ્તુતિ -શ્રૃતિ બંન્ને ચા-નાસ્તો ગરમ ઢોકળા પણ લઇને ઓફીસે પહોંચ્યા અને થોડીક જ વારમાં સ્તવન પણ આવી ગયો. સ્તુતિનાં પાપા કોઇ કંપનીમાં જઇને બપોરે આવવાના હતાં. સ્તવને ચા-નાસ્તો જોઇને કહ્યું "અરે ગરમ ગરમ ચા કાઢ ખૂબ તલપ લાગી છે. શ્રૃતિએ ગરમું ખોલીને ઢોકળા કાઢ્યા. સ્તવને કહ્યું ક્યા બાત હૈ મંમીનાં હાથનાં ઢોકળાં મજા પડી જશે. વાહ કહેવું પડે.
સ્તુતિ સ્તવનને ખુશ જોઇને આનંદમાં આવી. સ્તવને કહ્યું મેં ચા નાસ્તો મંગાવેલો આ અણવર સાથે કેમ આવી છે ? શ્રૃતિએ કહ્યું "જીજુ તમને ગમે ના ગમે હું તો રહેવાની જ અને જોરથી હસી પડી પછી બોલી પછી એકાંત આપીશ ચિંતા નકરો...
સ્તુતિ શ્રૃતિને સાંભળી રહી અને ફોનમાં એને કંઇક આશ્ચર્ય સાથે વાંચન જોઇ...
વધુ આવતા અંકે પ્રકરણ-27