Aana vagar jivan nakamu lagshe in Gujarati Motivational Stories by Amit R Parmar books and stories PDF | આના વગર જીવન નકામુ લાગશે

Featured Books
Categories
Share

આના વગર જીવન નકામુ લાગશે

આ વાત હું મારા સાચા અનુભવ પરથી કહુ છુ. એક દિવસ હું મારી બાઇક લઈને ફરવા નીકળ્યો હતો. આજુ બાજુમા થોડુ ફરી લીધા બાદ હું ઘરે જવા નીકળ્યો. પણ બન્યુ એવુ કે અડધે પહોચતાજ મારી બાઈકનુ પેટ્રોલ ખલાસ થઈ ગયુ. પેટ્રોલ પંપ થોડે દુર હતો અને થોડુ ચાલીને ત્યાં પહોચી શકાય તેમ હતુ એટલે મે કોઇનીય મદદ લેવાને બદલે બાઈકને દોરવીને પેટ્રોલ પંપ સુધી લઈ જવાનુ નક્કી કર્યુ. મહા મહેનતે ચાલીને ત્યાં પહોચ્યોતો ખરા પણ ત્યાં પહોચીને જોયુ તો કોઇક કારણસર તે પેટ્રોલ પંપજ બંધ હતો. હવે ? કરવુ શું ? મારે ઘરે વહેલુ પહોચવાનુ હતુ, ખુબ અંધારુ પણ થઈ ગયુ હતુ ને બીજો પેટ્રોલ પંપ ૭-૮ કીમી દુર પણ હતો. એટલે જો હું ત્યાં પેટ્રોલ લેવા જાવ તો ઘણુ મોડુ થઈ જાય તેમ હતુ એટલે તરતજ મે મારા મીત્રને ફોન કર્યો અને આખી વાત જણાવી. ત્યારે મારા મીત્રએ મને એટલુજ કહ્યુ કે અરે યાર તારા માટેતો માન છે મને, બોલ ક્યાં ઉભો છો તુ, ત્યાંજ રહેજે હું આવુ છુ “ એમ કહી તે પોતાનુ કામ મુકીને મારી પાસે આવ્યો અને તેનીજ ગાડીમાથી મને જોઇએ તેટલુ પેટ્રોલ આપ્યુ. આ રીતે દૂર સુધી પેટ્રોલ લેવા જવાનુ મારે બચી ગયુ અને ઘરે વહેલો પણ પહોચી શક્યો.

આવાતો અનેક ઉદાહરણો તમારા જીવનમા પણ બન્યા હશે, તમને પણ ઘણા મીત્રોએ નીઃસ્વાર્થ ભાવે મદદ કરી હશે એટલા માટેજ તમે અનેક મુશ્કેલીઓથી બચી અનેક પ્રકારની સુખ સફળતાઓ પ્રાપ્ત કરી શક્યા હશો ખરુને !
હવે જરા વિચારો જોઇએ કે આવાજ જીગર જાન મીત્રો તમારે દરેક ગામ શહેરમા હોય, દરેક ક્ષેત્રમા હોય, અથવાતો મીત્રોની સંખ્યા વધારે હોય અને એક ફોન કોલ દ્વારાજ તમારા બધા કામ થઈ જતા હોય તો તમને કેટલી જડપથી સફળતા મળે ? આવા નીઃસ્વાર્થ મીત્રોનો સંગાથ હોય તો તો અનેક પ્રકારની સમસ્યાઓ ચપટી વગાળતાજ હલ થઈ જાય કે નહી! આવા મીત્રો ક્યારેય તમારા કામ અટકવા દે ખરુ !.
આ ઉદાહરણ દેખીતી રીતે ભલે ઘણુ સામાન્ય લાગે પણ તે આપણે સૌને મીત્રતાનો ખુબ મોટો ઉપદેશ આપી જાય છે. આ વાતજ સાબીત કરે છે કે સફળતા મેળવવા માટે કાર્ય સ્થળે પણ મીત્રતા ભર્યા સબંધો કે તેવુ વાતાવરણ વિકસાવવુ ખુબ જરુરી બનતુ હોય છે.

આ ચર્ચાનો ઉદ્દેશ એવો ક્યારેય થતો નથી કે પોતાના સ્વાર્થ ખાતર મીત્રો બનાવવા જોઇએ. પણ આ ચર્ચાનો ઉદ્દેશ માત્ર એટલોજ છે કે આપણા જીવનમા કે જીવનના દરેક ક્ષેત્રમા સાચી મીત્રતા હોવી જોઇએ અને દરેક સાથે મીત્રાચારથી વર્તવુ જોઇએ. આવી સાચી મીત્રતાનુ મહત્વ દરેક વ્યક્તી સમજે અને તેને જીવનમા આત્મસાત કરે તો મોટા પાયે નિષ્ફળ થવાનો સમય ક્યારેય આવતો હોતો નથી.
આપણા જીવનના દરેક નાના મોટા કાર્યોમા આપણા મીત્રોજ સૌથી વધારે મદદરુપ થતા હોય છે. સ્કુલ કોલેજથી લઈને પોતાના કામના સ્થળે એમ દરેક ક્ષેત્રમા આપણા મીત્રો આપણને સાથ–સહકાર, મદદ કે ટેકો આપતા હોય છે. ઘણી વખતતો આપણા સુખ શાંતી અને સફળતા એ માત્ર આવા મીત્રોને આધારેજ ટકી રહ્યા હોય છે. જો તમે પણ તે બધુ જડપથી મેળવવા માગતા હોવ તો બને તેટલુ મોટુ–મજબુત અને નીઃસ્વાર્થ મીત્રોનુ નેટવર્ક તૈયાર કરવુ જોઇએ. આવા મીત્રોનુ ગૃપ ક્યારેય તમને દુઃખી થવા દેશે નહી.
તમે કોઇ વ્યક્તીને હુકમ આપો કે અહંકારભાવથી કોઇને કોઇ ખાસ કામ કરવાનુ કહેશો તો મોટા ભાગે તેઓ કાંતો તમારુ કામ કરવાની ના પાળશે અથવાતો તમારા પ્રત્યે વેરભાવ અનુભવી તે કામ અડધુ પડધુ કરશે. તેના કરતા તમે લોકો સાથે પવિત્ર મીત્રતા ભરી આત્મીયતા વિકસાવી લ્યો તો તેઓ તમારા કામ રાજી ખુશીથી અને ત્વરાએ કરી આપશે કારણકે સાચી મીત્રતામા શેરીંગ અને કેરીંગનુ ખુબ મહત્વ હોય છે. પોતાની પાસે જે કંઈ પણ છે તેને પોતાના મીત્ર સાથે શેર કરવુ અને તેઓના હિતોની કાળજી રાખી તેઓને મદદરુપ થવાનુ દરેક મીત્રને ગમતુ હોય છે, આ બન્ને ગુણજ મીત્રતાની ખરી તાકાત દર્શાવતા હોય છે.

જરા વિચારો જોઇએ કે તમે જે શાળા કોલેજમા અભ્યાસ કરો છો ત્યાં તમારે કોઇ મીત્રજ ન હોય તો કેવુ લાગે? કોઇ તમને બોલાવવા તૈયાર ન હોય, સાથ સહકાર આપવા રાજી નહોય, તમારી પીઠ પાછળ તમારા વિશે ઉલટી સુલટી વાતો કરતા હોય, અફવાઓ ફેલાવતા હોય, અપમાનજનક વાતો કરતા હોય તો કેવુ લાગે ? શું આવુ દરરોજ તમે સહન કરી શકો? શું આવા વાતાવરણમા તમે શાંતીથી કામ કરી શકો? નજ કરી શકો એ દેખીતુજ છે. પણ હવે જરા આથી તદ્દન ઉલટીજ પરીસ્થીતિ વિચારો જોઇએ, બધા તમને માન આપતા હોય, સહકાર આપતા હોય, તમારી સાથે દોસ્તી કરવા માગતા હોય, તમારા બધાજ કામ રાજી ખુશીથી કરી આપવા તૈયાર હોય અને દરેક પરીસ્થીતિમા તમારી પડખે ઉભા રહેતા હોય તો કેટલો બધો આત્મવિશ્વાસ વધતો હોય છે ! આવો આત્મવિશ્વાસ અને મીત્રોનો જડપી સહકાર એ બન્ને ભેગા થઈને તમને ક્યારેય હારવા દેજ નહી ખરુને ! આમ જો તમે તમારા કામમા વધુ સરળતાથી સફળતા મેળવવા માગતા હોવ તો હવેથી તમારા કામના સ્થળે સ્પર્ધકો કે વિરોધીઓ ઉત્પન્ન કરવા કરતા વધુને વધુ મીત્રો બનાવજો કારણકે આખરેતો આવા મીત્રોજ તમારી સફળતાના સાથીદાર બનશે.

દરેક પ્રકારના સબંધોને જીતવા માટેની ફોર્મ્યુલા અલગ અલગ હોઇ શકે પણ તે બધામા એક બાબત ખુબજ કોમન હોય છે જે છે આત્મીયતા. આવી આત્મીયતા કે પોતીકાપણુ અનુભવ્યા વગર ક્યારેય કોઇ સબંધ મજબુત અને નીઃસ્વાર્થ બની શકે નહી. જ્યારે વ્યક્તી એક બીજા પ્રત્યે પોતીકાપણુ અનુભવે છે ત્યારેજ તેઓ વચ્ચે પવિત્ર મીત્રતાનો સબંધ મજબુત બનતો હોય છે, આવા મીત્રતા ભર્યા વાતાવરણમા બે વ્યક્તી વચ્ચે શેરીંગ અને કેરીંગનુ પ્રમાણ વધતુ હોય છે જેથી એક બીજાની આપસી સમજણ અને સહકારમા વધારો થતા આખરે બન્ને વિકાસ કરી શકતા હોય છે.
મતભેદોના સમયમા પણ મીત્રાચારી અકસીર પુરવાર થતી હોય છે. જ્યારે પણ બે વ્યક્તી વચ્ચે મતભેદો ઉભા થાય, દુશ્મનાવટમા વધારો થાય ત્યારે એક બીજા પ્રત્યે મીત્રતા કે પોતીકા પણુ અનુભવવામા આવે અને એમ વિચારવામા આવે કે નહી આ મારો મીત્ર છે, પાડોશી છે કે સહકર્મી છે. તે પણ મારા દેશનો નાગરીક છે, તેને પણ પોતાના હિત સાચવવાની, ખુશ રહેવાની સ્વતંત્રતા છે તો તેઓ પ્રત્યે દયા કરુણા કે આત્મીયતા અનુભવી સદ્વ્યવહાર દ્વારા તેઓને પણ મતભેદો વિશે મંત્રણાઓ કરવા, એક બીજાના હિતની રક્ષા કરવા ખુલ્લા દિલથી રાજી કરી શકાતા હોય છે. આમ મીત્રતા એ વ્યક્તીને બીજા વ્યક્તી સાથે કેવી રીતે વર્તવુ, કેવી રીતે વાતચીત કરવી, કેવી રીતે કો ઓપરેટ કરવુ અને કેવી રીતે સમસ્યાઓનુ સમાધાન લાવવુ જોઇએ તે શીખવે છે જેથી વ્યક્તી સબંધોમા ઉત્પન્ન થતી ખરાબમા ખરાબ પરીસ્થીતિઓને પણ કુશળતાથી પહોચી વળવા સક્ષમ બનતા હોય છે.

મીત્રતાનુ કાર્ય સ્થળે કેટલુ મહત્વ રહેલુ છે તે વાત નીચેના ઉદાહરણ પરથી વધુ સ્પષ્ટ થશે.
મેનેજમેન્ટ કોલેજના એક પ્રોફેસરને તેમના વિદ્યાર્થીઓની લીડરશીપ ક્વાલીટી ચેક કરવાનુ મન થયુ. બીજા દિવસે તેઓ ક્લાસમા જઈ વિદ્યાર્થીઓ વચ્ચે જાહેરાત કરી કે આજથી ૫ દિવસ માટે હું તમને એક કાર્ય આપુ છુ, તે કાર્ય તમારે પુર્ણ કરીને બતાવવાનુ છે. તેના માટે હું તમને ૫-૫ ના ગ્રુપમા વિભાજીત કરુ છુ અને તેમા એક લીડરની નીમણુંક પણ કરુ છુ. હવે પરીસ્થીતિઓને વધુ કઠોર બનાવવા શીક્ષકે ગ્રુપ એવા બનાવ્યા કે જેમા અમુક વિદ્યાર્થીઓ લીડરના મીત્રો હોય અને અમુક તેના વિરોધી કે પ્રતીસ્પર્ધી હોય. વધુમા શીક્ષકે લીડરોને સુચના આપતા કહ્યુ કે તમારે તમારી રીતે ગૃપ મેમ્બરો પાસેથી કામ લેવાનુ છે અને જો તેઓ સહકાર ન આપે તો કોઇ પણ પ્રકારની ફર્યાદ મને કરવી નહી. બધીજ વ્યવસ્થાઓ તમારે તમારી જાતેજ ગોઠવવાની છે. હું માત્ર કોઇ કામ કેવી રીતે કરવુ જોઇએ તેટલુજ માર્ગ દર્શન આપીશ. લોકો પાસેથી કામ લેવાની જવાબદારી તમારી એમ કહી શીક્ષક ચાલતા થયા.

લીડરે બધા પાસેથી કામ લેવાનુ હતુ એટલે તેઓએ સૌ પ્રથમ નક્કી કર્યુ કે ક્યા વ્યક્તીને કઈ જવાબદારીઓ સોંપવી. આવી બાબતો નક્કી કરી તેઓ બધાને કાર્યની સોંપણી કરવા લાગ્યા. હવે બનતુ એવુ કે લીડરોના જે મીત્રો હતા તેઓતો તરતજ આ સોંપેલા કાર્યો સ્વીકારી લેતા પણ જે લોકોને લીડર સાથે વધારે ભળતુ નહતુ કે જેઓ તેમના વિરોધી હતા તેઓ તો કંઈકને કંઈક બહાનાઓ કાઢી ના પાળવા લાગ્યા. નહી હું આ કામ નહી કરુ, મને તે ન ફાવે, મારી ઉપર ખાલી ખોટા ઓડરો કરવા નહી એમ કહી લીડરોને અસહકાર આપવા લાગ્યા. આવુતો દરેક ગ્રુપમા બનવા લાગ્યુ એટલે બધા લીડરો મુંજાણા કે સાહેબે કોઇ પણ બાબતની ફર્યાદ કરવાની ના પાડી છે તો હવે આ બધા પાસેથી કામ લેવુ કેવી રીતે ? બધા વિચારતા હતા એવામા એક વ્યક્તીને મનમા જબકારો થયો. તે સમજી ગયો કે શા માટે લોકો આપણી વાત માનતા નથી અને એવુ શું કરવામા આવે તો લોકો આપણને ત્વરીત સહકાર આપતા થાય. તેણે બીજા દિવસે પોતાના વિચારોને અમલમા મુકવાનુ નક્કી કર્યુ. તેણે તેના ગૃપના બધા સભ્યોને બોલાવી કહ્યુ કે મીત્રો આ ૫ દિવસો આપણા માટે ખુબજ ખાસ છે. આપણે બધા મીત્રોએ ભેગા થઈને એવુ કામ કરી બતાવવાનુ છે કે જોનાર વ્યક્તીઓ આપણા પ્રસંશક બની જાય. સાહેબે ભલે મને તમારો લીડર બનાવ્યો હોય પણ હું લીડર કરતા તમારા બધાનો મીત્ર વધારે છુ. આપણે બધાએ એક બીજાનુ ભલુ ઇચ્છી આપણી મીત્રતાને નવી ઉંચાઇઓ પર લઈ જવાની છે. તમે લોકો મને તમારો મીત્ર સમજો છો તે બદલ હું આપનો આભારી રહીશ. આવનારા ૫ દિવસો આપણા સૌની મીત્રતાની કસોટી કરવાના છે તો આપણે સૌ એક બીજાનો સાથ આપી મીત્રતાની કસોટી પર ખરા ઉતરીએ તેવી મારી શુભ કામના છે. જો કોઇને પણ મારી મદદની જરુર પડે તો એક મીત્ર સમજી મને યાદ કરવાનુ ભુલતા નહી. લીડરના આવા મીત્રતા ભર્યા શબ્દોએ દરેક સભ્યનુ દિલ જીતી લીધુ અને વિરોધીઓના દિલમા પણ મીત્રતાના બીજ રોપાઇ ગયા.
આ રીતે ગૃપમા મીત્રતાભર્યુ વાતાવરણ રચાતા બધા એક બીજાને જડપથી સહકાર આપવા લાગ્યા જેથી સોંપાયેલુ કામ વહેલુ અને સારી રીતે પુર્ણ થતા તેઓ વિજેતા બન્યા.
આ વાત પરથી સાબીત થાય છે કે લોકોના દિલને વગર સ્વાર્થે જીતવાનો જાદુ મીત્રતામા છુપાયેલો હોય છે. જો લોકો સાથે ખરા દિલથી મીત્રતા વિકસાવવામા આવે, તેઓ સાથે આત્મીયતા કેળવવામા આવે કે તેઓ પ્રત્યે પોતીકા પણુ દર્શાવી તેઓના હિતોનુ રક્ષણ કરવામા આવે તો સો એ સો ટકા લોકોનો કાયમી સહકાર પ્રાપ્ત કરી શકતો હોય છે.
યાદ રાખો કે જ્યારે તમને લોકોના હિતોની સમજ છે અને તે જાળવી રાખવા તમે કટીબદ્ધ છો તેવુ લોકોને જાણ થશે ત્યારે ગમે તેવા હડતાળીયા, ભાંગફોડીયા, વિફરેલા કે નારાજ લોકોને પણ મીત્ર બનાવી તેઓના દિલ જીતી શકાતા હોય છે.
એક મધનુ ટીપુ હજાર મધમાખીઓને ભેગી કરી શકે છે. જો તમે પણ તમારા શબ્દોમા મીત્રતા રુપી મધ જેવી મીઠાશ ઉમેરી દો તો અનેક લોકોના દિલ જીતી શકતા હોવ છો.
લોકોના દિલને કાયમને માટે જીતવા માટેનો સોનેરી નિયમ આ રહ્યો.
“ પોતાના સંપર્કમા આવતા દરેક વ્યક્તી સાથે મીત્રતા વિકસાવો અને પોતાની વાત હંમેશા મીત્રતા ભરી રીતે રજુ કરો.”
આ રીતે એક ડાહ્યો માણસ હંમેશા બધેય મીત્રતાનુ સર્જન કરતો હોય છે, તે સમજતો હોય છે કે મીત્રતા ભર્યા સબંધો વગર કાર્યો તો શું જીંદગી પણ કઠીન બની જતી હોય છે. જો તમે પણ દરેક સ્થળે સત્કાર મેળવવા માગતા હોવ તો તમારે પણ ડાહ્યા માણસોની જેમ મીત્રતા ભર્યા વાતાવરણની રચના કરવી જોઇએ.