સ્ત્રી એટલે? તો કે સ્ત્રી એટલે કરુણા, દયા નો સાગર, તેના નાના બાળક થી લઈને મોટા વૃદ્ધ (તેના સાસુ -સસરા ) ની સમ્ભાલ રાખે, તે તેના બાળક ની ઝિદ થી લઈને પતિ ની દેખરેખ, તેમને ટાઈમે બધું ચીજ વસ્તુ આપવી, તેના માટે વહેલી સવારે ઉઠીને ટિફિન તૈયાર કરવું, તેમના માટે ટાઈમે નાસ્તો આપવો, પછી તે કામ પર જાય ત્યારે સાસુ - સસરા ની દેખરેખ કરવી, તેમનો સવાર નો નાસ્તો આપવો., એમ ક્ર્મ પ્રમાણે કામ કરતી રહેતી હોય છે, તે ની ડ્યૂટી સવાર ના 5 થી રાત ના 12 વાગ્યા સુધી અવિરત ચાલુ રહેતી હોય છે, તે કોઈદી થાકતી નથી, ન તો તેને રજા આવે, તેને રવિવાર ના દિવસે પણ કામ કરે જ છે, તે આખા દિવસ પણ નવરી રહેતી નથી, તેને સાસુ ના ટોણા રોજ રોજ સાંભળે છે, છતાં તે એકદમ શાંત રહે છે, સ્ત્રી ઘરની મહારાણી કેવાય છે, જો સ્ત્રી હોય તો ઘર સુંદર લાગે. એક સ્ત્રી પોતાના માં - બાપ ને મૂકીને સાત ફેરા ફરીને કોકના ઘરે જાય છે ન કોઈ ને ઓળખે છે, તેને માત્ર એક પ્રેમ જ જોય છી, કેવાય છે કે સ્ત્રી ને ઘર હોવા છતાં તેનું ઘર નથી, જે ઘર માં તે બાળપણ થી જ મોટી થી હોય પછી તે લગ્ન કરી સાસરે જાય તો તેના પિતા નું ઘર તેનું પરાયું થઈ જાય છે, પછી તે લગ્ન કરી પોતાના સાસરામાં આવે છે ત્યારે તે કોઈ ને ઓળખતી હોતી નથી તેના પતિ સિવાય પછી ધીરે ધીરે તે ઘર માં સેટ થઈ જાય છે, સ્ત્રી છે તો ઘર સ્વર્ગ થઈ સુંદર લાગે છે, સ્ત્રી ને પોતાનું કઈ નથી તે માંગ માં સિંદૂર પુરે છે, તો તેના પતિ ના નામ નું, ગળા માં મઁગળસૂત્ર પણ તેના પતિ ના નામ નું,. અંતે ખાલી એટલું કે સ્ત્રી એક ત્યાગ ની છે, તે ને માન આપજો.
આજ ના કલિયુગ માં સ્ત્રી ને એક બુરી નઝર થઈ જોવામાં આવે છે, આયે દિન સ્ત્રી પર રેપ, મારકૂટ, કિડનેપિંગ, વધવા લાગ્યા છે, સ્ત્રી ને આધુનિક યુગ માં એક રમકડું સમજી બેઠા છે બધા સ્ત્રી સહનશીલ હોય છે એટલે એમ ન સમજી લેવાય કે તે એક રમકડું છે, જો તે ક્રોધે ભરાય તો બધા ને તેની ઓકાદ દેખાડી દે છે, પણ તે કરતી નથી સ્ત્રી કરુણા ની મૂર્તિ છે, તેનામાં દયાભાવ હોય છે,
જો સ્ત્રી ને આજ ના યુગ પ્રમાણે કરાટે, જુડો, ની ટ્રેનિંગ મળે તો આજ કલ જો ન્યૂઝ, પેપર માં જાહેરાત આવે છે કે અલગ અલગ શહેરો માં સ્ત્રી ની કિડનેપિંગ, રેપ, ખરાબ નઝરીએ થી જોવું તેના થી બચી શકાય છે, જો પુરુષ જ સ્ત્રી ઓ ને ખરાબ નઝરીએ થી ન જોવે તો આ દેશ માં ક્રાઇમ ની માત્રા સાવ 0 થઈ જાય., અને દેશ પહેલા જેવો શાંતિ ને શુખમય હરિયાળી વાળો થઈ જાય, આજ ના યુગ માં કોઈના માં શહનશક્તિ રહી નથી ને બીજું કોઈને કોઈનું જતું કરવું નથી આ બે કારણે થી જ આપસ માં સ્ત્રી વચ્ચે ઝગડા થાય છે ને ઘર કનકાશ સર્જાય છે, જો કે આ આજના ઝમાના નો પ્રશ્ન નથી પહેલા પણ મહાભારત ના સમય માં દ્રૌપદી ના પણ ચીર હરણ કરવામાં આવ્યા હતા.
અંતે એટલું કે સ્ત્રી ને માન આપો, તે પોતાનું ઘર છોડી ને તમારી ઘરે આવ્યી છે માટે તેની સાથે પ્રેમ પૂર્વક વર્તન કરો,
નમસ્તે.,